એ હકીકત કે અંબીયા (અ.મુ.સ.) આ ફાની દુનિયા છોડયા બાદ હયાત છે તે કુરઆન અને ભરોસાપાત્ર હદીસોથી સાબીત છે. આ બન્ને ફીર્કાના પ્રખ્યાત ઓલમાઓનો અભિપ્રાય છે. ઘણા ઐતિહાસિક બનાવો પણ આ બાબતને સાબિત કરે છે. આ લેખમાં અમે દલીલો વડે એ સાબિત કરશું કે બેશક રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે અને મુસલમાનોની શફાઅત કરે છે, ન કે (નઉઝોબિલ્લાહ) તેઓ મૃત્યુ પામેલ અને નિસહાય છે જેમકે અમૂક મુસલમાનો દાવો કરે છે.
અંબીયા (અ.મુ.સ.) હયાત છે તેની દલીલો નીચે મુજબ છે:
1) કુરઆને મજીદ
2) મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની હદીસો
3) ઐતિહાસિક બનાવો
4) બંને ફીર્કાના મોટાભાગના આલીમોના અભિપ્રાયો.
1) કુરઆને મજીદ
શીઆ અને સુન્ની બન્ને આલીમોએ તેઓની તફસીરોમાં કુરઆનની વિવિધ આયતો થકી સાબીત કર્યું છે કે અંબીયા (અ.મુ.સ.), શોહદાઓ અને અલ્લાહના નેક બંદાઓ આ ફાની દુનિયાથી ચાલ્યા ગયા પછી પણ હયાત છે.
1) શોહદાઓ:
સુરએ આલે ઈમરાનમાં અલ્લાહ શહીદોની સ્થિતિ બયાન કરે છે:
“અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગિજ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોઈ (ઉત્તમ) રોજી મેળવે છે; અલ્લાહે પોતાની કૃપાથી તેમને જે કાંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે, અને જે લોકો પાછળ રહી ગયા છે અને અત્યાર સુધી તેમને (જઈ) મળ્યા નથી તેમના વિષે (આ) ખુશખબર મેળવી આનંદ માને છે કે તેમના પર કોઈ જાતનો ભય નથી તેમજ તેઓ દિલગીર થશે નહિ. અલ્લાહની નેઅમતો તથા કૃપાની ખુશખબરો સાંભળી ખુશ થાય છે. અને (એ પણ સાંભળીને કે) અલ્લાહ મોઅમીનોનો કોઈ બદલો વ્યર્થ જવા દેતો નથી.”
(સુરએ આલે ઈમરાન-3, આયત નં. 169-171)
આ આયતનો જાહેરી અર્થ દલીલ માટે પુરતો છે જે બતાવે છે કે શહીદો હયાત છે અને પુરાવા વગર જાહેરી અર્થ સિવાય આયતની બીજી કોઈ તફસીર કરવી ગુમરાહી છે અને તેનો ઈન્કાર કરવો કુફ્ર છે.
તેમ છતાં દલીલ પૂરી કરવા માટે અમે સુન્ની આલીમોની તફસીરો રજુ કરેલ છે જે કોઈપણ શંકા વગર સાબિત કરે છે કે શહીદો તેમની શહાદત/મૃત્ય પછી પણ હાયત છે. આ યાદી પુરી થાય તેમ નથી.
1) મુકાતીલ બીન સુલૈમાન બલ્ખીની તફસીરો મુકાતીલ બીન સુલૈમાન (ભાગ-1, પા. 314) માં ઓહદના શહીદોને જન્નતના ફળો અને તેમની ઈચ્છા મુજબ અન્ય ખોરાકનું રિઝક મળતું હોવાના બારામાં આયત.
2) અબ્દુલ્લાહ બીન ઉમર બયઝાવીની અન્વારૂલ તન્ઝીલ વ અસરારૂલ તઅવીલ (ભાગ-2, પા. 48) માં ઓહદના શહીદોને તેમની શહાદતના કારણે હંમેશની ઝિંદગી આપવામાં આવી છે અને તેઓને જન્નતની નેઅમતોમાંથી રિઝક મળશે (તેમના મૃત્યુ બાદ અને ઉઠાડવા પહેલા દા.ત. બરઝખ).
3) અલી બીન એહમદ વાહીદીએ અસ્બાબ અલ નોઝુલમાં આયત નીચે ઈબ્ને અબ્બાસના હવાલાથી નકલ કરે છે કે તેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કર્યું કે ઓહદના શહીદો અલ્લાહની પાસે હયાત છે અને જન્નતના ફળોની મજા લઈ રહ્યા છે. બીજી હદીસમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) જાબીરને તેમના પિતાની શહાદતનો દિલાસો આપે છે જેઓ તેમના પર નિર્ભર લોકો અને કર્ઝ મુકી ગયા હતા. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે તેઓ (જાબીરના પિતા) અલ્લાહ નઝદીક હયાત છે અને અલ્લાહ કોઈપણ અંતરાય કે પદર્િ વગર તેમની સાથે વાત કરે છે અને તેઓની ઈચ્છાઓને પૂરી કરે છે.
4) એહમદ બીન મોહમ્મદ ઈબ્ને અજીબાહ તેમની તફસીર અલ બહ્ર અલ માદીદ ફી તફસીર અલ કુરઆન અલ મજીદ (ભાગ-1, પા. 435) માં શહીદો જેઓ અલ્લાહની નેઅમતોનું રિઝક મેળવે છે તેના બારામાં આયત.
5) નસ્ર બીન મોહમ્મદ બીન એહમદ સમરકંદી તેમની કિતાબ બહર અલ ઉલુમ (ભાગ-4, પા. 264) માં કહે છે કે આ આયત ત્યારે નાઝીલ થઈ જ્યારે લોકો કહી રહ્યા હતા કે ફલાણા અને ફલાણા (જંગ)માં મૃત્ય પામ્યા જેથી તે બાબત તરફ ભાર મુકવામાં આવે કે અલબત્ત તેઓ અલ્લાહ નઝદીક હયાત છે અને જન્નતની નેઅમતોથી રિઝક મેળવી રહ્યા છે.
6) મુલ્લા હોવૈશ આલે ગાઝી અબ્દુલ કાદીરની બયાન અલ મઅની (ભાગ-5, પા. 425) માં તેમની તરફ નિર્દેશ કર્યો છે જેઓને અલ્લાહની રાહમાં શહીદ કરવામાં આવ્યા, તેઓ સામાન્ય મૃત્યુની જેમ નથી મરતા. અલબત્ત, જેઓને શહીદ કરી દેવામાં આવ્યા છે તેઓને તેમની શહાદતના માટે યાદ કરવામાં આવશે અને ભુલવામાં નહિ આવે. તેઓને મૃત્યુ બાદ અલ્લાહ રિઝક આપે છે. તેઓ કેવી રીતે રિઝક મેળવે છે તે આપણે જોઈ કે સમજી શકતા નથી કારણ કે તેઓ બરઝખમાં છે.
7) જલાલુદ્દીન મહાલી અને જલાલુદ્દીન સુયુતી એ તફસીર અલ જલાલૈન (ભાગ-1, પા. 75) માં તે શહીદો તરફ નિર્દેશ કર્યો છે જેઓ પરવરદિગાર દ્વારા રિઝક જન્નતની નેઅમતોનું રિઝક મેળવે છે.
8) દારુઝેહ મોહમ્મદ ઈઝઝહ તેમની અલ તફસીર અલ હદીસ (ભાગ-7, પા. 267)માં શહીદો તરફ નિર્દેશ કરે છે ઘણી વધી હદીસોમાં છે કે વિવિધ જંગો જેમ કે બદ્ર, ઓહદ, બૈર એ મૌનાહના શહીદો હયાત છે અને અલ્લાહ દ્વારા જન્નતની નેઅમતો મેળવે છે. અલબત્ત આલીમો દરમ્યાન ફકત રૂહાની હાયત અથવા શારીરિક હયાત પણ ના બારામાં તફાવત છે.
9) ઈબ્ને તયમીયાના વિદ્યાર્થી ઈબ્ને કસીરની તફસીર અલ કુરઆનલ અઝીમ (ભાગ-2, પા. 144) માં સહીહ મુસ્લીમ (હદીસ નં. 121), મુસ્નદે એહમદ બીન હમ્બલ (ભાગ-3, પા. 126, ભાગ-3, પા. 361, ભાગ-1, પા. 261, 265, 266, ભાગ-3, પા. 455), તફસીરે અલ તબરી (ભાગ-3, પા. 513)ના હવાલાથી નકલ કરે છે કે આ આયતો બદ્ર, ઓહદ, બૈર એ મૌનાહના શહીદોના બારામાં છે. તેઓ અલ્લાહ પાસે હયાત છે અલ્લાહની નેઅમતો દ્વારા રિઝક મેળવી રહ્યા છે અને તેમની ઈચ્છાઓને પુરી કરવામાં આવે છે.
10) ઈબ્ને અબી હાતીમથી તફસીર અલ કુરઆનલ અઝીમ (ભાગ-3, પા. 812, હ. 4489-4501) માં લેખક આ આયતના અનુસંધાનમાં ઘણી બધી હદીસો નકલ કરે છે કે આ આયત ખાસ ઓહદના શહીદો માટે છે જેમાં 24 મુહાજેરીન શહીદ થયા હતા જેમકે જનાબે હમઝા બીન અબ્દુલ મુત્તલીબ (અ.સ.), મુસબ બીન ઉમૈર, શમ્સ બીન ઉસ્માન અને 46 અન્સારો શહીદ થયા હતા અને એ કે તેઓ અલ્લાહ નઝદીક ઉચ્ચ મરતબો ધરાવે છે અને અલ્લાહની નેઅમતો દ્વારા રિઝક મેળવે છે.
11) ખતીબ અબ્દુલ કરીમ તેમની તફસીર અલ કુરઆન લે અલ કુરઆન (ભાગ-2, પા. 640)માં સમજાવે છે કે જેઓ અલ્લાહની રાહમાં કત્લ થયા છે તેઓના શરીર ખરાબ થતા નથી કારણ કે તેઓ અલ્લાહ અને કયામતના દિવસ ઉપર ઈમાન રાખે છે. તેઓ કયારેય ખત્મ નહિ થાય, અલબત્ત ફકત શહીદ જ નહિ બલ્કે દરેક મોઅમીન હંમેશા રહેવા પાત્ર છે. શરીરનું ખરાબ થવું અને તેનો વિનાશ તેના માટે છે જેઓ અલ્લાહમાં અને કયામતમાં માનતા નથી. મૌત આ દુનિયાથી બીજી દુનિયાનો સફર છે. મૌત પછીના હાલત શું તે અલ્લાહને માનતો હતો તેના ઉપર આધારિત છે.
12) એહમદ બીન મુસ્તફા અલ મુરાગીની તફસીરલ મુરાગી (ભાગ-4, પા. 132) માં કહે છે કે શહીદો હયાત છે અને આ દુનિયા કરતા અલગ દુનિયામાં છે. આપણે આ દુનિયામાં જેવી રીતે છે તેના કરતા તેઓ તે દુનિયામાં બહેતર છે. તેઓની ગૈબની ઝિંદગી છે અને આપણે તેઓના બારામાં વધુ નથી જાણતા સિવાય કે જે કુરઆનમાં નાઝીલ થયું છે. તે હકીકત કે તેઓને રિઝક મળી રહ્યું છે તે સાબિત કરે છે કે તેઓ હયાત છે.
13) મોહમ્મદ સનાઅલ્લાહ મઝહરીની તફસીર અલ મઝહરી (ભાગ-2, પા. 170) મુસ્લીમ, એહમદ, અબુ દાઉદ, હકીમ અને અલ બગવીના હવાલાથી નકલ કરે છે કે ઈબ્ને અબ્બાસ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે કે ઓહદના શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતની નેઅમતોનું રિઝક મેળવી રહ્યા છે.
14) વહબાહ બીન મુસ્તફા ઝોહૈલીની તફસીર અલ મુનીર (ભાગ-4, પા. 164)માં કહે છે કે આ આયત ઓહદના શહીદોના બારામાં છે. આ આયત મુનાફીકોની વાત કે જેઓ અલ્લાહના રાહમાં માર્યા જાય છે તેઓ મુર્દા છે તેને જુઠલાવે છે. અલબત્ત, તેઓ બીજી દુનિયામાં હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી બીજી મખ્લુકાતની જેમ રિઝક મેળવે છે. તેઓ ખાઈ પીવે છે અને આ સ્પષ્ટપણે તેમની હયાત તરફ નિર્દેશ કરે છે. તેઓ ગૈબની ઝિંદગીમાં છે જેની હકીકત આપણે નથી સમજી શકતા અને આપણે એટલુંજ માનીએ છીએ જે આયતમાં નાઝીલ થયું છે.
15) મોહમ્મદ મહેમુદ હેજાઝીની તફસીર અલ વાઝીહ (ભાગ-1, પા. 309) માં કહે છે કે શહીદો હયાત છે, તેઓ મુર્દા નથી.
16) સૈયદ મોહમ્મદ તંતાવીની તફસીર અલ વસીત (ભાગ-2, પા. 335) માં કહે છે કે આ આયત મુનાફીકોને (જેઓ મુસલમાનોને મહેણુ મારતા કે શહીદો મરી ગયા છે અને લાચાર છે) ચેતવવા માટે અને મુસલમાનોને જેહાદ માટે પ્રોત્સાહિત કરવા માટે આવી છે. તે ઈસ્લામીક માન્યતા કે શહીદો હયાત છે અને ફાની નથી થયા તેને નોંધે છે.
17) વહબાહ બીન મુસ્તફા ઝોહૈલીની તફસીર અલ વસીત (ભાગ-1, પા. 261) માં ઈમામ એહમદથી નકલ કરે છે કે ઈબ્ને અબ્બાસે રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ કર્યું કે શહીદોને અલ્લાહ દ્વારા જન્નતના ફળોનું રિઝક આપવામાં આવે છે. અને બીજી હદીસમાં રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે શહીદોને સવાર સાંજ રિઝક આપવામાં આવે છે.
18) ઈસ્માઈલ હક્કી તફસીર રૂહ અલ બયાન (ભાગ-2, પા. 125)માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી રિઝક મેળવે છે.
19) અબુ બક્ર અતીક બીન મોહમ્મદ સુરાબાદી તેમની તફસીર સુરાબાદી (ભાગ-1, પા. 359)માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
20) નિઝામ અલ દિન હસન બીન મોહમ્મદ નેશાપુરી તેમની તફસીર ગરીબ અલ કુરઆન (ભાગ-2, પા. 306) માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
મુસલમાનોનો એક સમૂહ માને છે કે આ આયત બેર એ મૌનાહના બારામાં છે.
મુસલમાનોનો એક સમૂહ માને છે કે ત્યાં ઝિંદગી રૂહાની છે.
એક વાકેઓ, અબ્દુલ માલીક બીન મરવાને ફીકહના આલીમ અલ ઝોહરીને મુર્દાની ઝિંદગીના બારામાં તેનો અભિપ્રાય પુછયો. અલ ઝોહરીએ નકલ કર્યું કે જ્યારે મોઆવીયા મુર્દા ઉપર રડવા ચાહતો હતો તેણે મુનાદીને અવાજ આપવા હુકમ આપ્યો કે જેના કોઈ શહીદ હોય તેઓએ તેમનો જનાઝો લઈ જવો. જાબીરે નકલ કરે છે કે અમે જનાઝાને લેવા ગયા અને બહાર કાઢયા. અમે જોયુ કે તેમના શરીરો પાક છે અને જ્યારે એક જનાઝાની આંઘળીને પાવડો વાગી ગયો તો ખૂન વહેવા લાગ્યું.
21) અબુ જઅફર મોહમ્મદ બીન જુરૈર તબરી તેમની જામેઅલ બયાન ફી તફસીર અલ કુરઆન (ભાગ-4, પા. 113) માં કહે છે કે શહીદો મર્યા નથી, તેઓ અલ્લાહ સમક્ષ હયાત છે અને અલ્લાહ દ્વારા જન્નતના ફળોથી રિઝક મેળવે છે.
22) મોહમ્મદ બીન એહમદ કુરતુબ્બી તેમની જામેઅલ એહકામ અલ કુરઆન (ભાગ-4, પા. 271) માં કહે છે કે શહીદોનો ઉંચો દરજ્જો છે. રસુલે ખુદા (સ.અ.વ.) તેઓની શહાદત ઉપર ગવાહ છે. શહીદોને ગુસ્લ વગર દફનાવવામાં આવે છે જ્યારે કે તેઓ પોતાના ખૂનમાં ડુબેલા હોય છે. તેઓને કયામતના દિવસે મુસ્કની ખુશ્બુ સાથે ઉઠાડવામાં આવશે. ભરોસાપાત્ર આલીમો માને છે કે શહીદો જંગના મૈદાનમાં મરતા નથી, તેઓ હયાત છે અને ખાઈ અને પીવે છે.
23) સઅલબી અબ્દુલ રહમાન બીન મોહમ્મદ તેમની જવાહેર અલ હેસાન ફી તફસીર અલ કુરઆન (ભાગ-2, પા. 138) માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
24) મોહમ્મદ બીન હુસૈન સલમી તેમની હકાએક અલ તફસીર (ભાગ-1, પા. 86) માં કહે છે કે શહીદ હયાત છે.
25) જલાલુદ્દીન સુયુતી તેમની દુરૂર્લ મન્સુર (ભાગ-2, પા. 94) માં આ આયત હેઠળ 20 થી વધુ હદીસો લાવ્યા છે. શહીદો જન્નતમાં હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી વિવિધ ફળો અને પીણાઓનું રિઝક મેળવી રહ્યા છે. તેઓની પ્રબળ ઈચ્છા છે કે તેઓને તેમના જમીન ઉપરના શરીરો સાથે જોડવામાં આવે જેથી તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ફરી જંગ કરે અને શહાદત મેળવે અને જમીન ઉપર તેમના ભાઈઓને શહીદના ઉચ્ચ દરજ્જાથી માહિતગાર કરે.
એક હદીસમાં, રસુલે ખુદા (સ.અ.વ.) જાબીરને દિલાસો આપે છે જેમને પિતા શહીદ થઈ ગયા હતા કે તેમના પિતા જન્નતમાં છે અને અલ્લાહ (પર્દા વગર) તેમની સાથે સીધોજ કલામ કરે છે.
26) સૈયદ મોહમ્મદ આલુસી તેમની રૂહ અલ મઅની (ભાગ-2, પા. 333) માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે. તેઓની પ્રબળ ઈચ્છા છે કે તેઓને તેમના જમીન ઉપરના શરીરો સાથે જોડવામાં આવે જેથી તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ફરી જંગ કરે અને શહાદત મેળવે અને જમીન ઉપર તેમના ભાઈઓને શહીદના ઉચ્ચ દરજ્જાથી માહિતગાર કરે.
એક હદીસમાં, રસુલેખુદા (સ.અ.વ.) જાબીરને દિલાસો આપે છે જેમને પિતા શહીદ થઈ ગયા હતા કે તેમના પિતા જન્નતમાં છે અને અલ્લાહ (પર્દા વગર) તેમની સાથે સીધોજ કલામ કરે છે.
27) અબ્દુલ ફરઝ અબ્દુલ રહમાન બીન અલી ઈબ્ને જવઝી તેમની ઝાદ અલ મસીર ફી ઈલ્મી અલ તફસીર (ભાગ-1, પા. 347) માં કહે છે કે આ આયતના બારામાં ત્રણ પ્રકારની હદીસો છે. એક પ્રકાર એ છે કે આ આયત બદ્રના શહીદો માટે નાઝીલ થઈ હતી, બીજો પ્રકાર આ આયત ઓહદના શહીદો માટે નાઝીલ થઈ હતી અને ત્રીજો પ્રકાર આ આયત બેર એ મૌનહના શહીદો માટે નાઝીલ થઈ હતી.
28) નેઅમતુલ્લાહ બીન મેહમુદ તેમની ફવાતેહ અલ ઈલાહીય્યાહ (ભાગ-1, પા. 134) માં કહે છે કે તેઓને ફનાની બદલે હંમેશની ઝિંદગી આપવામાં આવી છે. તેઓ મુર્દાની જેમ નથી જેઓને ન તો સંવેદના અને ન તો હરકત છે, અલબત્ત્ા તેઓ હયાત છે.
29) સૈયદ ઈબ્ને કુત્બ બીન ઈબ્રાહીમ તેમની ફી ઝલાલ અલ કુરઆન (ભાગ-1, પા. 517) માં કહે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી રિઝક મેળવે છે.
30) મોહમ્મદ બીન એહમદની કિતાબ અલ તશ્હીલ અલ ઉલુમ અલ તંઝીલ (ભાગ-1, પા. 171) માં કહે છે કે શહીદો બીજા મોઅમીનોથી અલગ જેઓ આ દરજ્જો નથી ધરાવતા, હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી રિઝક મેળવે છે.
31) સઅલબી નેશાપુરી અબુ ઈસ્હાક એહમદ બીન ઈબ્રાહીમ તેમની કશ્ફ વલ બયાન ફી તફસીર અલ કુરઆન (ભાગ-3, પા. 200)માં કહે છે કે આ આયત બદ્રના શહીદોના બારામાં છે, અમૂક કહે છે કે આ આયત ઓહદના શહીદોના બારામાં છે. શહીદો હયાત છે અને અલ્લાહ દ્વારા જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
32) મોહમ્મદ જમાલુદ્દીન કાસીમી તેમની મહાસીન અલ તાવીલ (ભાગ-2, પા. 456) માં ઈબ્ને અબ્બાસ, ઈમામ એહમદના હવાલાથી નકલ કરે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
33) મોહમ્મદ બીન ઉમર નવાવી તેમની મુરાહ અલ લબીદ (ભાગ-1, પા. 166) માં ઈબ્ને અબ્બાસ, જાબીરના હવાલાથી નકલ કરે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
34) હુસૈન બીન મસ્ઉદ બગવી તેમની માલીમ અલ તન્ઝીલ (ભાગ-1, પા. 533) માં ઈબ્ને અબ્બાસ, અબ્દુલ્લાહ બીન મસ્ઉદના હવાલાથી નકલ કરે છે કે શહીદો હયાત છે અને તેમના પરવરદિગાર તરફથી જન્નતના ફળોનું રિઝક મેળવે છે.
35) અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ બીન ઉમર ફખરૂદ્દીન રાઝી તેમની મફાતીહુલ ગૈબ (ભાગ-9, પા. 425) માં કહે છે કે શહીદો તેમની શહાદત પછી હયાત હોય છે, તેઓ તેમના પરવરદિગાર તરફથી શ્રેષ્ઠ રીતે રિઝક મેળવે છે અને મહાન દરજ્જો ધરાવે છે.
36) અબુ અબ્દુલ્લાહ મોહીયીદ્દીન મોહમ્મદ ઈબ્ને અરબી તેમની તફસીર ઈબ્ને અરબી (ભાગ-1, પા. 130) માં કહે છે કે શહીદા હયાત છે અને પરવરદિગાર તરફથી જન્નતની નેઅમતોનું રિઝક મેળવે છે.
2) જેઓએ અલ્લાહની રાહમાં હિજરત કરી:
ફકત શહીદો જ નહિ બલ્કે દરેક મુસલમાન જેઓ અલ્લાહની રાહમાં હિજરત કરે તેઓના પરવરદિગાર તરફથી રિઝક મેળવી છે જેવી રીતે કુરઆન આયત સાબીત કરે છે:
“જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ અવશ્ય ઉત્તમ રોઝી અર્પણ કરશે; અને બેશક અલ્લાહ એજ બેહતર રોઝી આપનાર છે.”
(સુરએ હજ-22, આયત 58)
આ આયતને ઉપર જણાવેલ સુરએ આલે ઈમરાન-3, આયત નં. 169 સાથે જોડતા સાબીત થાય છે કે જે કોઈ અલ્લાહના રાહમાં હિજરત કરી અને સામાન્ય મૌત મર્યા તેઓ શહીદો જેવો જ દરજ્જો ધરાવે છે. સામાન્ય મૃત્યુ પામેલ છતા પણ આવા લોકો અજ્રના હિસાબે શહીદો જેવા જ છે. શહીદોની જેમ આ લોકો પણ અલ્લાહની નઝદીક હયાત છે અને રિઝક મેળવે છે.
ઘણી બધી હદીસોમાં આ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે પરંતુ આપણે અહીંયા થોડીક જ રજુ કરીશું.
1) ઈબ્ને કસીર તેમની તફસીર અલ કુરઆન અલ અઝીમ (ભાગ-5, પા. 392) માં નકલ કરે છે કે અબ્દુલ રહમાન બીન જહદમ અલ ખાલની ફઝલુલ્લાહ બીન ઉબૈદ સાથે હતા જ્યારે તેઓ એક દરિયા પાસે બે જનાઝાઓને દફન કરવા માટે જઈ રહ્યા હતા. તેમાં એકને ગોફણથી જંગમાં ઝખ્મ લાગ્યો હતો અને બીજો ગુજરી ગયો હતો. ફઝલુલ્લાહ તે શખ્સની કબ્ર પાસે બેઠા જે ગુજરી ગયો હતો અને કોઈએ તેને કહ્યું શું તમે શહીદની અવગણના કરો છો અને તેમની કબ્રની પાસે નથી બેસતા? ફઝલુલ્લાહે કહ્યું, મને પરવા નથી અલ્લાહ આ બન્ને કબ્રમાંથી કોઈપણમાંથી ઉઠાડે કારણ કે અલ્લાહ ફરમાવે છે:
“જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ અવશ્ય ઉત્તમ રોઝી અર્પણ કરશે; અને બેશક અલ્લાહ એજ બેહતર રોઝી આપનાર છે.”
(સુરએ હજ-22, આયત 58)
પછી ફઝલુલ્લાહે કહ્યું: મારે શું તલબ કરવું જોઈએ અય ગુલામ, અગર મને તેની ખુશ્નુદીમાં દાખલ થવું હોય અને સારો રિઝક મેળવવું હોય. અલ્લાહની કસમ! હું પરવા નથી કરતો કે આ બન્નેમાંથી કઈ કબ્રમાં અલ્લાહ મને ઉઠાડે.
2) જલાલુદ્દીન સુયુતી તેમની દુરૂર્લ મન્સુર (ભાગ-4, પા. 369) માં ફઝલુલ્લાહથી સામાન્ય મૃત્યુની સરખામણી શહીદ સાથે કરવામાં આવી છે તેના ઉપર હદીસ નકલ કરી છે.
અમે સુરએ આલે ઈમરાન અને સુરએ હજની તફસીરો ઉપરથી નીચે મુજબ તારણ કાઢીએ છીએ:
1) શહીદો મુર્દા છે તેઓ માનનારા ઝમાનાના મુનાફીકો હતો અને તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને મુસલમાનોને એમ દાવો કરી ટોણા મારતા કે શહીદો મુર્દા છે અને જીવન વગરના છે. આજના ઝમાનાના મુસલમાનો જેઓ એવો દાવો કરે છે કે શહીદો અને અંબીયા (અ.મુ.સ.) પણ જીવન વગરના અને નિસહાય છે તેઓએ પોતાનું મુલ્યાંકન કરવું જોઈએ કે તેમનો મંતવ્ય રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાના મુનાફીકોને મળતો આવે છે.
2) શહીદો તેમના મૃત્યુ પછી બરઝખની દુનિયામાં હયાત છે. તેમ છતાં કે તેમની ઝિંદગી અને તેમના શરીરની સ્થિતિના બારામાં વિવિધ દ્રષ્ટિકોણ છે. ફકત શહીદો જ નહિ બલ્કે અલ્લાહની રાહમાં હિજરત કરનારને પણ આજ દરજ્જો હાસીલ છે.
3) શહીદોનો દરજ્જો એટલો બલંદ છે કે અલ્લાહ ખુદ તેમને વારંવર પુછે છે કે તે તેઓને કોઈ બાબતમાં કાંઈ (ઈચ્છા) અપેક્ષા છે? અગર આ શહીદો અલ્લાહ પાસે કોઈ ચીઝ તલબ કરે તો અલ્લાહ તેઓને અતા કરે છે. આવો શખ્સ ઝિંદગી વગરનો અથવા નિસહાય હોવાથી ઘણો દૂર છે, તે અલ્લાહની રહમતથી ઘેરાએલો છે અને તેની નેઅમતોથી રિઝક મેળવે છે અને અલ્લાહ પાસે જમીન ઉપર જીવતા લોકો ઉપર એહસાનની માંગણી કરી શકે છે. અલ્લાહની રાહમાં હિજરત કરનાર પણ આવોજ દરજ્જો ધરાવે છે.
Be the first to comment