જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત બાબતે કોઈ સમાધાન નહિ – મુન્તશીર ઈબ્ને મુતવક્કીલ

વાંચવાનો સમય: 2 મિનિટ

પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માનનીય દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) કે જે ઈમાનના મુળમાંથી છે. કાશ! મુસલમાનો આપની મોહબ્બત અને અઝમત ઉપર એક થઈ ગયા હોત તો ઉમ્મત ફીર્કાઓમાં વહેંચાઈ ન ગઈ હોત અને એકબીજા સાથે નફરત ન કરતી હોત.

 

એક આંખ ઉઘાડતો પ્રસંગ પ્રકાશિત કરે છે કે કેવી રીતે સમયની હુકમત પણ જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમતથી પરિચિત હતા અને ઘણી વખત પોતાની જાનના જોખમે પણ આપ(સ.અ.)ની મોહબ્બત અને અઝમતના માટે સમાધાન કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

 

પોતાના પિતાની વિરૂધ્ધ અને જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની તરફેણમાં:

મુતવક્કીલ બની અબ્બાસનો સૌથી ઝાલીમ હાકીમ હતો. તે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)નું અપમાન કરતો હતો અને તેની આજ નીચ હરકત તેના કત્લનું કારણ બન્યું હતુ.

નકલ થયું છે કે મુન્તસીર પોતાના પિતા મુતવક્કીલથી જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ને અપશબ્દો કહેતા સાંભળતો.

તેણે એક આલીમને સવાલ કર્યો: જનાબ ફાતેમા(સ.અ.)ને અપશબ્દો કહેવાની સજા શું છે?

આલીમ કહે છે: આવા શખ્સને કત્લ કરવો જરૂરી છે. પરંતુ યાદ રાખજો કે જે પોતાના પિતાને કત્લ કરશે તે લાંબુ નહિ જીવે.

મુન્તસીરે જવાબમાં કહ્યું: અગર અલ્લાહની ફરમાબરદારીમાં મારી ઝીંદગી ઓછી થઈ જાય તો મને પરવા નથી.

મુન્તસીરે પોતાના પિતા મુતવક્કીલને કત્લ કરી નાખ્યો અને ત્યારબાદ સાત મહીનામાં પોતે ગુજરી ગયો હતો.                                                                   (બેહારૂલ અન્વાર, ભા. 45, પા. 396-397)

અગરચે બની અબ્બાસની હુકુમતે ઘણા બધા ઈમામો(અ.મુ.સ.)ને કત્લ કર્યા છે પરંતુ મુન્તસીરે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમતનું ખુબ જ ધ્યાન રાખ્યુ હતું અને કોઈપણ જાતના સમાધનનો ઈન્કાર કરી દીધો હતો જ્યારે કે તેમાં તેના પિતા સામેલ હતા અને પોતાના માટે મૌત હતી.

 

આ બતાવે છે કે હંમેશા જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત અને મરતબાનો સમાવેશ  ઈસ્લામનું મુળ અને તેના સિધ્ધાંતોમાં થાય છે અને દરેક સમયના હાકીમો પણ તેનાથી પરિચિત હતા અને તેઓ પોતાની જાનના જોખમે પણ તેમના ઉલ્લંઘનની શકયતાથી ડરતા હતા.

 

બેશક જ્યારે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) અને તેમની પવિત્ર આલની અઝમતની વાત આવે તો પવિત્ર કુરઆન મુસલમાનોને આજ બિનસમાધાનપાત્ર વલણ તરફ માર્ગદર્શન કરે છે:

‘જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે મિત્રતા રાખતા નહિ જુએ કે જેમણે અલ્લાહ તથા તેના રસૂલની વિરૂધ્ધતા કરી હોય, (પછી ભલેને) તેઓ તેમનાં બાપદાદા હોય…’                                                                  (સુરએ મુજાદેલાહ-૫૮, ૨૨)

 

આપણાથી એવી અપેક્ષા નથી કે આપણે એવા સમૂહ સાથે જોડાય જઈએ જે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની તૌહીન કરતું હોય, આપના ઉપર કરેલા ઝુલ્મોને ઢાંકતા હોય, કુરઆનમાં દર્શાવ્યા મુજબ આપને આપના પિતાનો વારસો મેળવવા અયોગ્ય માનતા હોય, આપના વિરોધીઓને સાચા માને અને આપને (નઉઝોબિલ્લાહ) સાચા ન માને.

જ્યારે કે પવિત્ર કુરઆન આલે મોહમ્મદ(અ.મુ.સ.) સામે પોતાના પિતા સાથે જોડાવવાને પણ કબુલ ન કરતુ હોય તો બીજાઓ સાથે જોડાવવાનો સવાલ જ કયાંથી આવે?

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*