શિઆઓ વિરુદ્ધ મુસ્લિમો દ્વારા વિવિધ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે તેમાંથી એ કે લઘુમતી હોવાને લીધે તેઓએ ઇમામતના બદલે મુસ્લિમ બહુમતીના તાબે થવું જોઈએ.અગર શિયા લોકો સાચા હોય તો તેઓ લઘુમતીમાં ન હોતે
જવાબ –
શિઆઓ ખોટા છે કારણ કે તેઓ લઘુમતીમાં છે તેવો દાવો કરવો ખોટું છે. એક ઘટના વ્યાપકપણે નોંધવામાં આવી છે જે શિઆઓના અકીદાનું કુરાન અને સહીહ સુન્નતના વડે સચ્ચાઈ આધારિત, સ્પષ્ટ હોવાનું સમર્થન કરે છે પ્રખ્યાત અલ-અઝહર યુનિવર્સીટીના કુલપતિ શૈખ સલીમ અલ-બુશરા શૈખ અલ-ઉલમા (વિદ્વાન), શિઆ વિદ્વાન અલ્લામા સૈયદ અબ્દુલ હુસૈન શરફૂદ્દીન મુસવી (ર.અ.) સાથે ચર્ચામાં જોડાયા હતા. ઇમામતના વિષય ઉપર શિઆ વિદ્વાનની બધી દલીલો અને પુરાવાઓ જોયા પછી તે પોતાને નિ:સહાય કબુલે છે. કહે છે : “હું નથી જાણતો મારે શું કહેવું જોઈએ. હું ગુંચવણમાં છું જયારે એક તરફ તમારી દલીલોને જોઉં છું, વર્ણનકારોની સાંકળ, મજબુત પુરાવાઓ અને અને દ્રઢ પાસાંઓ જયારે બીજી તરફ દરેક મુસ્લિમોને જોઉં છું. હું જોઉં છું તેમાંથી બહુમતી હ.અલી (અ.સ.) ની વિલાયત થી દૂર થઇ ગઈ છે અને તેમને વાલી અને ઈમામ નથી માનતી જયારે તમે શિઆઓ તેમને ઈમામ માનો છો અને લઘુમતીમાં છો. હું આ અસંગતતાને લીધે ખુબજ ગુંચવણમાં છું અને નથી જાણતો કે શું કહેવું….”
(The Right Path – અલ-મુરાજેઅતના અંગ્રેજી અનુવાદમાંથી)
દુનિયાના મુસલમાનોની ઇમામત બાબતે આ પરિસ્થિતી છે. જેનો આ ઘટના પરથી નિચોડ મળે છે. જે સદીઓ વિતવા છતાં પણ સુધારવામાં નથી આવી. ઇમામત બાબતે મજબુત પુરાવાઓ અને અખંડ દલીલો હોવા છતાં હજુ પણ શિઆઓ લઘુમતીમાં જ છે. બહુમતીએ આ દલીલોને સ્વિકારવાના બદલે શિઆઓ પર પાયા વિહોણા આરોપો અને આક્ષેપો લગાડે છે અને તેઓને તેમના પુરાવાઓ ત્યજીને બહુમતી અપનાવવા માટે પ્રેરે છે.
Be the first to comment