- અલી(અ.સ.)ને અઝીય્યત પોંહચાડવી તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત પોંહચાડવા બરાબર છે
અગાઉના પ્રકરણમાં આપણે સાબીત કર્યું કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ..વ.)ને અઝીય્યત આપવું તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત આપવા બરાબર છે. આ પ્રકરણમાં આપણે તે હદીસોનો અભ્યાસ કરશુ કે જે હઝરત અલી (અ.સ.)ને તકલીફ આપવું તે રસૂલ (સ.અ.વ.)ને તકલીફ આપવા બરોબર છે
એહમદ પોતાની મુસ્નદ માં બયાન કરે છે કે નબી(સ.અ.વ.) એ ફરમાવ્યું :
من آذیٰ علیاً فقد آذانی
“જે કોઈ અલી(અ.સ.)ને અઝીય્યત આપે તેણે મને અઝીય્યત આપી.”
ઉપરની આ હદીસ ઘણા એહલે સુન્નતના હદીસકારોએ નકલ કરી છે. દા.ત..ઈબ્ને હબ્બાન, હાકીમ નેશાપુરી, ઈબ્ને હજર, ઈબ્ને અસીર એ તેઓની કિતાબોમાં નકલ કરી છે. મુત્તકી એ હિન્દ એ પોતાની કિતાબ કન્ઝુલ ઉમ્માલમાં આ હદીસ ઈબ્ને શાયબા અને એહમદ ઈબ્ને હમ્બલના હવાલાથી પેશ કરી છે.બુખારી એ તારીખમા અને તબરાનીએ પોતાની કિતાબમાં પણ આ હદીસને નકલ કરી છે.
- અલી (અ) સાથે દુશ્મની રાખવી મુનાફેકત છે.
મુસ્લિમ એ પોતાની સહીહમાં અલી (અ.સ.)થી એક હદીસ બયાન કરી છે જેમાં અલી (અ.સ.) ફરમાવે છે :
وا لذی فلق الحبۃ وبرأ النسمۃ !انہ لعھد النبیّ الأُمیّ الیّ:ان لا یحبنی الا مؤمن ولایُبغضنی الا منافق
“તેના હક ના વાસ્તાથી કે જેને બીજને ફાડયું અને ઇન્સાનને પૈદા કર્યો. બેશક નબી (સ.અ.વ.) એ વાયદો કર્યો છે કે એક મોમીન સિવાય મને કોઈ ચાહશે નહિ અને એક મુનાફિક સિવાય મને કોઈ નફરત કરશે નહિ.”
થોડાક ફેરફાર સાથે આવોજ અર્થ ધરાવતી હદીસો ઘણી સુન્ની કિતાબોમાં છે. જેમકે નિસાઈ, તીરમીઝી, ઈબ્ને માજાની કિતાબોમાં વીગેરે.
આ હદીસ અહેમદે પોતાની મુસ્નદમાં, હાકીમે પોતાની મુસ્તદરકમાં અને મુત્તકી એ હિન્દી પોતાની કન્ઝૂલ ઉમ્માલમાં નકલ કરેલ છે.
નીચેની હદીસ મુસ્નદ-એ-એહમદ અને સહીહ-એ-તીરમીઝીએ નકલ કરેલ છે.
ઉમ્મે સલમા(અ.ર.) રસૂલ (સ.અ.વ.)થી બયાન કરે છે:
“એક મુનાફિક અલી(અ.સ.)ને ક્યારેય નહિ ચાહશે અને એક મોમીન અલી (અ.સ.) ને ક્યારેય નફરત નહિ કરે.”
એક નોંધપાત્ર બાબત આ હદીસોમાં એ છે કે અલી (અ.સ.)થી મોહબ્બત અને મુનાફીકો સાથે દોસ્તી – આ બંને બાબત વિરોધાભાસ છે અને આ એક સાથે કોઈપણ માણસમાં જોવા નથી મળતી. અગર કોઈ શખ્સ અલી (અ.સ.) સાથે મોહબ્બત રાખે છે તો પછી તેણે તેમના દુશ્મનો પ્રત્યે બુગ્ઝનો ઈઝહાર કરવો જોઈએ. નહીંતર એ શખ્સ પણ તેઓમાં (મુનાફિકમા) શામિલ થઇ જશે.આવો શખ્સ બંને સમુહ વડે ઇન્કાર પામશે એટલે કે અલી (અ.સ.)ના દોસ્તોથી અને અલી (અ.સ.)ના દુશ્મનોથી. અલી (અ.સ.) ના દુશ્મનો આવા શખ્સને અલી (અ.સ.)ની મોહબ્બતના લીધે પોતાનાથી દુર સમજે છે અને અલી(અ.સ.)ના દોસ્તો તેમને ઇન્કાર કરશે કારણકે તે અલી (અ.સ.)ના દુશ્મનો સાથે બેઝારી ધરાવતો નથી.
આજ કારણસર અલી(અ.સ.)ની મોહબ્બત અને તેમના દુશ્મનો સાથે પણ સમાન મોહબ્બત આ એવી વિરોધાભાસ સિફતો છે કે જે એક શખ્સમાં એક સાથે જોવા મળતી નથી.
- રસૂલ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી અલી (અ.સ.) પ્રત્યેની દુશ્મનીનાં બારામાં
હાકીમ અલી (અ.સ.) થી એક રિવાયત નકલ કરે છે કે જે રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:
“રસૂલે જે વાયદાઓ મારી સાથે કર્યા તેમાંથી એક રસૂલની વફાત બાદ લોકો મારી સાથે દુશ્મનીથી વર્તશે”
આ હદીસ બયાન કર્યા પછી હાકીમ ફરમાવે છે કે આ હદીસના રાવીઓ સહીહ છે.
ઝહબીએ પણ પોતાની કિતાબ તલખીસ અલ મુસ્તદરકમાં બયાન કર્યું છે કે આ હદીસ સહીહ છે.
આ વાત પર ધ્યાન દેવું જરૂરી છે કે એહલે તસન્નુંનના આલિમો કોઈપણ હદીસ સાચી હોવાના માપદંડ માટે નેશાપુરી અને ઝહબીની હદીસો દ્વારા નિર્ધારિત થાય છે.
ઈબ્ને અબી શાયબા , બાઝાર, દાર કુટની, ખતીબ બગદાદી, બૈહકીવી પણ એ આ હદીસ ને ટાંકી છે.
- મુસ્નદ-એ -અહમદ , ભા-૩ પે-૪૮૩
- સહીહ -એ -ઈબ્ને ધુબ્બાન , ભાગ-૧૫ પેજ-૩૬૫; મુસ્તદરક, ભાગ-૩ પેજ-૧૨૧; અલ-ઇસાબહ, ભાગ-૪ પેજ-૫૩૪ અસદુલ ગાબા,ભાગ-૪ પેજ-૧૧૪
- કન્ઝુલ ઉમ્માલ ભાગ-૧૧ પેજ-૬૦૧
- મુસ્તદરક ભાગ-૩ પેજ-૧૨૨ મજમ અલ જવાએદ,ભાગ-૯ પેજ-૧૨૯ અસદ અલ ગાબા અને અલ -ઇસાબહ માં ઇમામોનાં જીવનચરિત્ર માં બયાન થયું છે
- સહીહ-એ-મુસ્લિમ, ભાગ-૧ પેજ-૬૧ “ઇમાન” ના પ્રકરણ માં , પ્રકરણ “જે નમાજ ને તર્ક કરે તેણે કાફિર ઘોષિત કરવા ના બારામાં
- સોનને ઇબ્ને માજા ભાગ-૧૦ પેજ-૪૨, સોનને નેસાઈ ભાગ-૮ પેજ-૧૧૭
- સોનને તીરમીઝી ભાગ-૫ પેજ-૨૯૯
- મુસ્નદ-એ-અહમદ, ભાગ-૧ પેજ-૮૪,૧૨૮ કન્ઝુલ ઉમ્માલ ભાગ-૧૩ પેજ-૧૨૦
- તલખીસ-એ-મુસ્તદરક, ભાગ-૩ પેજ-૧૪૦
Be the first to comment