અમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો?

વાંચવાનો સમય: < 1 મિનિટ

અમીરુલ મોઅમેનીનને અબુ તુરાબનો લકબ કેવી રીતે મળ્યો?

અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો “અબુ તુરાબ”ના લકબ વડે ઉલ્લેખ કરીને આપ (અ.સ)ની  હાંસી ઉડાવતા .

કદાચ તે ઈમામને ધૂળ (તુરાબ) તરીકે બોલાવતા કારણકે ઈમામ દરેક સદગુણ (ફઝીલત) ધરાવતા હતા અને દુશ્મનો અલ્લાહ અને પયગંબર સ.અ.વ.ની  નજીકના દરજ્જાથી વંચિત હતા.

નીચે દર્શાવેલ શિયા  રિવાયત એ સૂચવે છે કે દુશ્મનો એ જાણતા નહોતા કે અબુ તુરાબનો લકબ પણ અમીરુલ મોઅમેંનીન (અ.સ.) માટે શ્રેષ્ઠતા અને ફઝીલત ધરાવે છે.

અબાયાહ ઇબ્ને રબીથી રિવાયત છે કે – મેં ઇબ્ને અબ્બાસ ને પૂછ્યું કે શા માટે પવિત્ર પયગંબર (સ.અ.વ.) અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ)ને અબુ તુરાબના લકબથી બોલાવે છે ?

તેણે જવાબ આપ્યો : કારણ કે તે પૃથ્વીના માલિક છે અને પવિત્ર પયગંબર (સ.અ.વ) પછી તેના રહેવાસીઓ પર અલ્લાહની હુજ્જત છે. અલી (અ.સ) દ્વારા પૃથ્વીનું અસ્તિત્વ છે અને તેની સ્થિરતા છે.

અને ખરેખર મેં પવિત્ર પયગંબર (સ.અ.વ)થી સાંભળ્યું છે : “કયામતના દિવસે જયારે નાસ્તિકો અલી (અ.સ)ના શિયાઓનો અલ્લાહ દ્વારા આપેલ દરજ્જો અને ઉમદા સ્થાન જોશે તો તે લોકો અફસોસ કરશે અને કેહ્તે કે “કાશ! હું માત્ર ધૂળ હોત તો, એટલે કે હું અલીના શિયામાંથી હોત!!!!!” અને કુરઆનની આ આયત – “અને નાસ્તિકો કેહ્શે કે હું આજે માટી હોત તો કેવું સારું !”

(સુ. નબા:૪૦(૭૮:૪૦))

  • મઆનીલ-અખબાર પાના ૧૨૦
  • એલલુશશરાએ ભાગ ૧, પાના ૧૫૬
  • બશર અલ-મુસ્તફા (સ.અ.વ) પાના ૯
  • અલ-મનાકીબ ભાગ ૩, પાના ૧૧૧
  • તફસીર અલ-સાફી ભાગ ૫, પાના ૨૭૮
  • અલ-બુરહાન ભાગ ૫, પાના ૫૭૨

સ્પષ્ટપણે, અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનોને સમજાયું કે હકીકતોને જાણ્યા વગર મશ્કરી કરવી તેમાં બેઈઝ્ઝ્તી સિવાય કઈ જ નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*