શું જ.અબુતાલીબ (અ.સ) એ કલમો પડ્યો હતો ?

વાંચવાનો સમય: 5 મિનિટ

એહલેબૈત (અ.સ)ના દુશ્મનો કે જે નાસેબીઓ પણ કેહવાય છે તેઓએ રસુલુલ્લાહના ઝમાનાથીજ ઘણા બધા જુઠાણાઓ ફેલાવ્યા છે. એમાંથી એક અમીરુલ મોઅમેનીન (અ.સ) ના પિતા અને રસુલુલ્લાહ ના કાકા જ. અબુ તાલિબ વિષે છે કે તેમણે પોતાની ઝીંદગીમાં તૌહીદ અને નબુવ્વતની ગવાહી એટલેકે કલમે શહાદતૈન નહોતો પડ્યો તેઓને તેમની કિતાબોમાં આ વાતનો ઉલ્લેખ ક્યાય જોવા મળતો નથી. આ શહાદતૈનની ગવાહી વિના તેઓ ઇસ્લામ અને ઈમાનની વ્યાખ્યા પ્રમાણે તેઓએ કુફ્ર કર્યા હોવાનું ધારી લે છે અને નઉઝોબીલ્લાહ જહન્નમી (હોવાની વાત કરે છે.)

જવાબ :

જ. અબુ તાલિબ (અ.સ.)ના ઈમાનની સાબીતી એ એવો વિષય છે જે સદીઓ પેહલા સ્થાપિત થઇ ચુક્યો છે અને એહલે તસન્નુંને પણ પોતાની કિતાબોમાં તેમની ફઝીલતો, તેમના કથનો અને તેમના અશઆર વર્ણવ્યા છે કે જે તેમના ઇસ્લામ અને ઈમાનને દર્શાવે છે. પરંતુ આ વિઘ્નસંતોષી નાસેબીઓ તેમની આદત પ્રમાણે જ. અબુ તાલિબ અ.સની ઇસ્લામ અને રસુલે અકરમ સ.અ.વ.ની માટેની ઘણી બધી ખીદમતોને અવગણે છે

તેઓનો અભિગમ ફક્ત એ જાણવામાં છે કે શું જ. અબુ તાલિબ અ.સ. એ કલમે શહાદતૈન પડ્યો હતો કે નહિ? કારણકે  આ શંકાશીલ લોકોએ પોતાની ચર્ચાને ફક્ત કલમે શહાદતૈન પઢવાના એક મુદ્દા પુરતી મર્યાદિત કરી હતી જેથી આપણે પણ તેજ ખાસ મુદાનો જવાબ આપશું અને તે અસંખ્ય અને નકારી ન શકાય એવા પુરાવાઓ કે જે જ. અબુ તાલિબ અ.સ.ના મક્કમ ઈમાનને સાબિત કરે છે તેમાં જશું નહિ.

કલમે શહાદતૈનના વિશેનો જવાબ એક સવાલ ના સ્વરૂપમાં છે

શું જ. અબુ તાલિબ અ.સ. માટે તૌહીદ અને નબુવ્વતની ઝબાની ગવાહી આપવી જરૂરી હતી ?

આ સવાલના ઘણા જવાબો છે જે એ તારણ સુધી લઇ જાય છે કે ઇસ્લામ અને ઈમાનને સાબિત કરવા માટે ઝબાનથી ગવાહી આપવી જરૂરી નથી.

૧. શહાદતૈનની ઝબાની ગવાહી મુસલમાન બનવા માટે જરૂરી છે. એવો વ્યક્તિ કે જે પેહલા મુસલમાન ન હતો અને હવે ઇસ્લામ કબુલ કરવા માંગે છે તેના માટે જરૂરી છે કે તે ગવાહી આપે. તેના ઈમાનની સાબિતી તેની ઝબાની ગવાહીમાં રહેલી છે. ઝબાની ગવાહી વિના કોઈ તેના ઈમાન બાબતે પ્રશ્ન ઉઠાવી શકે છે. ખાસ કરીને કે અગર તે વ્યક્તિ તેના પ્રાચીન સમયના કાર્યો જેમકે તે અલ્લાહ સિવાયની માન્યતા ધરાવતો હોય, અલ્લાહ સિવાય કોઈની ઈબાદત કરતો હોય, શરાબ અને ઇસ્લામી હસ્તીઓ જેવાકે રસુલુલ્લાહ સ.અવ.નો વિરોધ કરવો અને એવા બીજા કાર્યો કરતો હોય.

દા.ત. ઉમર, અબુ બક્ર, ઉસ્માન, મુઆવિયા અને તેમના પિતા અબુ સુફયાન તે ઉપરાંત રસુલુલ્લાહના કાકા અબ્બાસ તેમજ મુસ્લામાનોની મોટી બહુમતી આ તબક્કામાંથી હતી કે જેઓએ પોતાના અગાઉની માન્યતાને છોડીને ઇસ્લામ કબુલ કર્યો હતો. આ લોકો માટે તેમના ઇસ્લામની માન્યતાની ચોકસાઈ માટે ઝબાની ગવાહી આપવી જરૂરી હતી. તેમાંથી ઘણા લોકો જેમકે અબુ સુફયાન ફતહે મક્કા પછી ઇસ્લામ લાવ્યા અને એ પણ ફક્ત પોતાના માલ અને જાન બચાવવાના મકસદથી.

પરંતુ અમુક મુસલમાનો એવા પણ હતા જેમની સંખ્યા ઓછી છે કે જેઓ ઇસ્લામની શરૂઆતથીજ ઇસ્લામ મઝહબ પર પૈદા થયા હતા. અહી તે ઉલ્લેખ જરૂરી છે કે દરેક  વ્યક્તિ ફીતરી રીતે અલ્લાહની માઅરેફત ઉપર પૈદા થાય છે અને તેના મા-બાપ, સગાવ્હાલા, સમાજ વિગેરે તેમને બીજા ધર્મો તરફ લઇ જાય છે.  આ મુસલમાનો ઈમાન ઉપર પૈદા થયા હતા અને સાચા ઈમાન ઉપર બાકી રહ્યા હતા. જ. અબુ તાલિબ અ.સ. આજ નાના સમૂહમાંથી હતા કે જેઓ ઇસ્લામ ઉપર પૈદા થયા હતા કે જેનો પુરાવો હદીસે નુર છે કે જે બંને ફિરકાઓએ નકલ કરી છે.

જ. અબુ તાલિબ અ.સ.ના જન્મનું ઇસ્લામી અકીદા પર હોવાનું એહલે તસન્નુંને પણ કબુલ કર્યું છે. તદ્દ ઉપરાંત તેમણે ઝબાની ગવાહી આપી હતી કે નહિ તેને અવગણતા તેમનું શિર્ક જેવું કોઈપણ કાર્ય જેમકે અલ્લાહ સિવાયની ઈબાદત, શરાબ પીવી, ઝીના. રસુલે અકરમ સ.અ.વ.ની દુશમની (નઉઝબીલ્લાહ) જોવા મળતું નથી કે જે કોઈ ને તેના ઈમાન બાબતે  શંકા તરફ દોરી જાય અને તેમની પાસે સાબિતી રૂપે ઝબાની ગવાહીની માંગણી કરવામાં આવે.

જયારે મુસલમાનો જ. અબુ તાલિબ અ.સ.ના ઇસ્લામની સાબિતી માટે ઝબાની ગવાહીની માંગણી કરે છે તો અમે જ. અબુ તાલિબ અ.સ.ની ઝીંદગીમાંથી કોઈ એક એવું શીર્કનું કાર્ય અંજામ આપ્યું હોય તેવી બાબત માટે માંગણી કરીએ છીએ કે જે તેમના શીર્કને સાબિત કરે.

જ. અબુ તાલિબ અ.સ. સિવાય ઇસ્લામના શરૂઆતમાં બીજા મુસલમાનો પણ હતા જેમકે તેમના પત્ની જ. ફાતેમા બીન્તે અસદ કે જેમના ઈમાન  બાબતે કોઈ શંકા નથી. શું જ. ફાતેમા બીન્તે અસદની ઝબાની ગવાહી આપવાનો કોઈ એહવાલ જાણવા મળે છે? આજ બાબત જ. અબુ તાલિબ અ.સ. માટે પણ છે.

. અગર એવી ચર્ચા કરવામાં આવે છે કે જ. અબુ તાલિબ અ.. એ આમ છતાં ઝબાની ગવાહી આપવી જોઈતી હતી કે જે તેમના ઈમાનને સાબિત કરે તો અમે કેહ્શું કે શું રસુલે અકરમ સ...એ ઈમાનની નિશાની માટે ઝબાની ગવાહીનો આગ્રહ કર્યો હતો ?

પવિત્ર કુરઆનમાં આપણે જોઈએ છીએ કે અલ્લાહે ઇસ્લામ પ્રત્યેની ખુબજ નક્કર ગવાહી અને અલ્લાહ અઝ્ઝ વ જલ્લ અને રસુલે અકરમ સ.અ.વ. પ્રત્યેના ઈમાન જેવી જાહેરી સ્પષ્ટ નિશાનીઓની અવગણના કરી છે. આ એટલા માટે કે ઘણા મુસલમાનોએ ઝબાની ગવાહી આપીને તેમ છતાં ફસાદ ફેલાવ્યો હતો.

આજ કારણે કુરઆને શરીફમાં આપણને આ પ્રકારની આયાતો જોવા મળે છે :

  • અને લોકોમાંથી (કેટલાક) એવા છે જેઓ (જાહેરમાં) કહે છે કે અમે અલ્લાહ તથા કયામતના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે (ખરું જોતા) તેઓ ઈમાન લાવ્યા નથી.”                                             (સુ. બકરહ : ૦૮)
  • અને જયારે તેઓ ઈમાન લાવનારાઑની મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જયારે એકાંતમાં પોતાના શૈતાનોને મળે છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારીજ સાથે છીએ, અમે તો (તે મુસલમાનોની) મઝાક કરીએ છીએ.”                                                                                                                          (સુ. બકરહ : ૧૪)
  • “(અય રસુલ) જે વખતે દંભીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે સાક્ષી આપીએ છીએ કે બેશક તુ અલ્લાહનો રસુલ છે, અને અલ્લાહ તો જાણે છે કે બેશક તુ તેનો રસુલ છે, પરંતુ અલ્લાહ (વાતની) સાક્ષી આપે છે કે દંભીકો (તેમ કેહવામાં) અવશ્ય જુઠા છે.”                                                                            (સુ. મુનાફેકુન (૬૩) : ૦૧)

શું બીજાઓ પોતાની ઝબાની ગવાહી ઉપર વફાદાર હતા?

ઝબાની ગવાહી પાછળની નાસ્તીકતાને સમજવી અઘરી નથી. ખુબજ ઓછા મુસલમાનો પોતાની ગવાહી ઉપર ખરા ઉતર્યા હતા. ઇસ્લામી ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં મુસલમાનો  ઇસ્લામના પાયાના મુલ્યો અને સિદ્ધાંતો ઉપર બાકી રેહવામાં નિષ્ફળ રહ્યા હોય. સ્પષ્ટપણે ઝબાનની ગવાહી આપવાથી તેમને કોઈ ફર્ક પડ્યો નહતો.તેઓએ રસુલે અકરમ સ.અવ.ની નાફરમાની જેવા સંગીન કાર્યો કર્યા જેમકે તેમની હાજરીમાં તેમની સામે ઊંચા અવાજે વાત કરવી પરિણામ રૂપે તેમના અમલો વ્યર્થ થઇ જવા, જંગે ઓહદ અને જંગે હુનૈન જેવી જંગોમાં રસુલુલ્લાહને છોડીને ભાગી જવું, અક્બાહના બનાવમાં રસુલ સ.અ.વ ને કત્લ કરવાના પ્રયત્ન વિગેરે જેવા સંગીન ગુનાહોથી તેમનું ઈમાન ડોહળાયેલું હતું.

તેઓનું દરેક કાર્ય તેમને ઇસ્લામની હદમાંથી બહાર કાઢી મુરતદ બનાવવા માટે પુરતું હતું.

તેમ છતાં આ મુસલમાનો પોતાના કાર્યો ઉપર કોઈપણ પ્રકારનો પસ્તાવો જાહેર કર્યો ન હતો, બલ્કે તેઓ તો એમ સમજતા હતા કે ઝબાની ગવાહી આપીએ તો અલ્લાહ અને દિન ઉપર એહસાન કરી રહ્યા છે.

તેઓ તારા ઉપર તેમના ઇસ્લામ સ્વીકાર કર્યાનો ઉપકાર રાખે છે ……..”

(સુ. હુજરાત (૪૯) : ૧૭)

હકીકતમાં તો ‘મુસલમાનો’ જેવા કે અબુ સુફિયાન અને મોઆવીયાએ તો ઝબાની ગવાહી આપીને ઈસ્લામ કબુલ કર્યાના થોડાજ દિવસો પછી હી.સ.૮ માં જંગે હુનૈનમાં રસુલે અકરમ (સ.અ.વ.) અને મુસલમાનોની વિરુધ્ધના લશ્કરમાં શીરકત કરી.

(અલ એહતેજાજ, ભાગ:૧ પાનું:૨૭૪)

પછી મરવાન ઇબ્ને હકમનું ઉદાહરણ લઇ લો કે તેને અને તેના પિતાને રસુલે અકરમ (સ.અ.વ.)એ હીજાઝમાંથી બહાર કાઢી મુક્યા હતા અને છતાં ઉસમાને તેમનું લાલ જાજમ વડે સ્વાગત કર્યું અને તેના લીધે તેણે મુસલમાનો ઉપર રાજ્ય કર્યું. આ રીતે તેણે ઝબાની ગવાહીનો સંપૂર્ણ મઝાક કર્યો! તેમાં કોઈ આશ્ચર્ય નથી કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) મરવાન જેવા વ્યક્તિની બયઅતમાં કોઈ રસ ધરાવતા ન હતા કે જેને જંગે જમલમાં પકડી લેવામાં આવ્યો હતો. અલી (અ.સ.) તેને (અને બીજા  મુસલમાન વિશ્વાસઘાતીઓ) તે યહૂદી જેવા સમજતા હતા કે જે ૨૦ વખત બયઅત કર્યા પછી પણ છેતરતો હતો.

સવાલ: શા માટે અલી (..) એક મુસલમાનને યહૂદી સમજતા હતા કે  જેણે ઝબાનથી ગવાહી આપી હતી?

જવાબ: કારણકે મરવાનના કાર્યો યહૂદી કરતા બેહતર ન હતા (બલકે તેનાથી પણ બદતર હતા)

ઘણા મુસલમાનો એવા હતા કે જેમણે ઝબાની ગવાહીમાં એટલે પનાહ લીધી હતી કે તેઓ પોતાની જાન અને માલને સુરક્ષીત રાખી શકે અને તેમની આ ગવાહી ઇસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મોહબ્બતમાં ન હતી.

હવે બીજી બાજુ જ.અબુ તાલીબ (અ.સ.)છે કે જેમણે ક્યારેય પણ અલ્લાહ સિવાય બીજા કોઇની ઈબાદત કરી નથી, ન તો શરાબ પીધી છે અને ન તો રસુલ સ.અ.વ.ને નુકસાન પહોચાડવા મુશરીકો અથવા યહુદીઓને સાથ આપ્યો છે અને ક્યારેય પણ ઇસ્લામ અને તૌહિદ માટે બની હાશીમને તકલીફો અથવા દુ:ખો પહોચવા બાબતે ઠપકો આપ્યો છે.

બલકે તેનાથી વિપરીત આપણે શદીદ નાસેબીઓની કીતાબોમાં જનાબે અબુ તાલીબ (અ.સ.)ની શ્રેષ્ઠ ફીદાકારી, ઇસ્લામ અને રસુલે અકરમ સ.અ.વ.નો દીફા અને તેમને તમામ પ્રકારના આપત્તીઓ અને હમલાઓમાં આપ (સ.અ.વ.)ને પનાહ આપી અને તેમની સાથે ૩ વર્ષ શેઅબે અબુ તાલીબ (અ.સ.)માં વીતાવ્યા કે જયારે તેમના ઉપર આર્થીક પાબંદીઓ હતી તથા કાફીરોના ઘણા પ્રયત્નો છતાં તેમને કોઈ પણ નુકસાન પહોચવા દીધું નહી.

અગર આપણે જ.અબુ તાલીબ અ.સ.ની બાબત કોઈ પણ દુન્યવી અદાલતમાં લઇ જઈએ તો તેઓ બધા તેમના બાબતે એક આદર્શ મુસલમાન તરીકે ફેસલો આપશે.

આ અક્લનો પણ નિર્ણય છે:

અને પવિત્ર કુરઆન પણ કે જેવી રીતે આપણે જોયું કે ઇસ્લામ બાબતે ફક્ત ઝબાની ગવાહી આપીને ઝબાની સેવા કરવાને  બહુ મહત્વ આપ્યું નથી.

તેથી નાસેબીઓનું કેહવું કે જ.અબુ તાલીબ અ.સ. ઝબાની ગવાહી ન આપવાના કારણે તેઓ મુસલમાન ન હતા, તેમના આવા દાવાને અલ્લાહની કિતાબ, રસુલ (સ.અ.વ.)ની સુન્નત અને અક્લનું કોઈ સમર્થન મળતું નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*