શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

વાંચવાનો સમય: < 1 મિનિટ

અલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું તો પછી પવિત્ર કુરઆનમાં આસિફ બિન બરખીયા અ.સ. ના પ્રસંગની સચ્ચાઈ પર પ્રશ્નાથ ચિન્હ  લાગી જશે. અગર જીન્નાતોમાથી એક જીન માટે જનાબે બિલ્કીસ અ.સ.નુ તખ્તને બોલાવવું એ પહેલા કે જ.સુલેમાન અ.સ. પોતાની જગ્યા પરથી ઉભા થાય… તો પછી અલ્લાહ માટે વધારે યોગ્ય છે કે તે તેની નજીકના લોકોને તે શક્તિ આપે કે જે તેણે બીજાને નથી આપી”

  • અલ –ગદીર ભા-૫,પેજ-૩૦

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*