એચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે:
સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે કહે છે કે અમીરૂલ મોઅમેનીન અ.સ.નું નામ કુરઆને પાકમાંથી કમી કરવામાં આવ્યું છે:
જે કોઈપણ ઈતિહાસ અને અહાદીસથી વાકેફ છે, તે જાણે છે કે જેને ઘણા બધા અલગ અલગ રાવીઓની સાંકળથી બયાન કરવામાં આવી હોય અને રાવીઓ ઘણી મોટી સંખ્યામાં હોય કુરઆન અકબંધ અને અખંડ છે અને તેનું સંકલન સંપૂર્ણ રીતે હ. રસુલે ખુદા સ.અ.વ.ના જીવનકાળમાં કરવામાં આવ્યું હતું.
(આલા અર રહેમાન, પાના નં. ૨૫)
આઈ. ફૈઝ અલ કાશાની, અલ વાફી કિતબના લેખક (વ. ૧૦૯૧ હી.સ.), સુરએ હિજ્રની આયત નં. ૯ તથા બીજી આયતોના સંદર્ભમાં વર્ણવે છે કે કુરઆન અને આલીમોના અભિપ્રાયોના સર્વાનુમતથી એ વાત ખાતરીપૂર્વકની છે કે કુરઆને પાકને દરેક જાતના ફેરફારથી બચાવવામાં આવ્યું છે. એક નાના એવા સમૂહનો વિરોધ ધ્યાનમાં લેવા જેવું નથી
(તફસીર અલ સાફી, ભાગ-૧, પાના નં. ૫૧)
જે. શૈખ હુર્રે આમેલી વ. ૧૧૪૦ હી.સ. કહે છે:
તારીખ અને અહાદીસના સંશોધક સારી રીતે જાણે છે કે રસુલે ખુદા સ.અ.વ. ના હજારો સહાબીઓ તરફથી રજુ થયેલ મુતવાતીર હદીસો અને રિવાયતોને લીધે કુરઆને પાક અખંડ અને અચળ છે અને તેને ખૂબજ ચોકસાઈથી રસુલે ખુદા સ.અ.વ. ના જીવનકાળમાં સંકલીત કરવામાં આવ્યું છે.
(આલા અર રહેમાન, પાના નં. ૨૫)
કે. ઈસ્લામના મહાન સંશોધક કાશેફુલ ગેતા તેમની કિતાબ કશફુલ ગેતામાં બયાન કરે છે:
તેમાં કોઈ શક નથી કે ઈલાહી હિફાઝતને લીધે કુરઆને પાક દરેક પ્રકારની કમી અને તેહરીફ ફેરફારથી વંચિત છે. આ હકીકતને ખુદ કુરઆને કરીમ બયાન કરે છે અને તમામ ઝમાનાના ઓલમા પણ આ બાબતે એકમત છે. એક નાના એવા સમૂહનો આ બાબતે વિરોધ ધ્યાનમાં લેવા જેવો નથી.
એલ. આ બાબતે બીજો એક સ્પષ્ટ પુરાવો હ. આયતુલ્લાહ અલ ઉઝમા ઈમામ ખોમૈની અ.ર.નું બયાન જે આ પ્રમાણે છે:
જે કોઈ આ બાબતથી વાકેફ છે કે જે મુસલમાનોએ કુરઆને પાકના સંકલન, સાચવણી, જાળવણી, તિલાવત અને લખાણમાં ઘણી સંભાળ લીધી છે તે “કુરઆને પાકમાં તહેરીફ”નો વિચાર પાયા વિહોણો હોવાની ગવાહી આપશે અને તેને અમાન્ય સમજશે.
વળી, આ સિવાય આ બાબતે જે કાંઈ એહવાલ મળે છે તે ઝઈફ છે અથવા તો ચુકાદારૂપે કમજોર છે, અજ્ઞાત છે કે જે દેખીતી રીતે ઘડેલા લાગે છે અથવા તો એવી રિવાયતો છે કે જેના સ્પષ્ટીકરણ માટે એક વિગતવાર પુસ્તક લખવું પડે.
અગર વિષયથી હટી જવાનો ડર ન હોતે તો કુરઆને પાકના ઈતિહાસને બયાન કરતે અને વધારે સ્પષ્ટ કરતે કે આ એજ ભવ્ય કુરઆન જે આપણા હાથમાં છે તે એજ ઇલાહી કિતાબ છે જેને અલ્લાહ અ.જ. એ નાઝીલ કર્યું છે. જે કાંઈ કુરઆનના કારીઓમાં મતભેદ જોવા મળે છે તે આ બાબતે એક નવી વસ્તુ છે જેને જીબ્રઈલે અમીનની વહીથી કે જે કાંઈ તેમણે હ. રસુલે ખુદા સ.અ.વ.ના દિલ પર ઉતારી તેની સાથે કોઇ લેવા દેવા નથી. તેહઝીબુલ ઉસુલ, ઈમામ ખોમૈનીના પ્રવચનોનો એહવાલ, ભાગ-૨, પાના નં. ૯૬ (લેખક જઅફર સુબ્હાની)
તારણ:
તમામ મુસલમાન ચાહે શીઆ હોય સુન્ની એકમત છે કે હાલમાં જે કુરઆને કરીમ મૌજુદ છે તે હુબહુ મૂળ અને પ્રાચીન કુરઆન જ છે જે હ. રસુલે ખુદા સ.અ.વ. ઉપર ઉતારવામાં આવ્યું હતું અને તે દરેક પ્રકારની વિકૃતિ, ફેરફાર, વધારા કે ઘટાડાથી પાક છે.
શીઆઓ સામેના બેબુનિયાદ તોહમતની વિરૂધ્ધ આ એક મજબુત પુરાવો છે. અગર આવી પ્રસંગોચિત ઝઈફ રિવાયતો આ તોહમતનું કારણ છે, તો એ જાણવું જોઈએ કે આવી રીવાયાતો માત્ર શીઆઓના એક નાના જૂથનુંજ કાર્ય નથી પરંતુ એહલે સુન્નતના તફસીરકારોનું પણ એક જુથ આ કામમાં શામીલ છે.
૧. અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ ઈબ્ને એહમદ અલ અન્સારી અલ કુર્તુબી તેની તફસીરમાં અબુબક્ર અલ અનબાઝીથી અને તે ઉબય ઈબ્ને કાબથી બયાન કરે છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. ની હયાતમાં સુરએ એહઝાબ (૭૩ આયતવાળો) સુરએ અલ બકરહ (૨૮૬ આયતવાળો) જેવડો હતો અને સંગસારની આયત (આયતે રજમ) તે સુરામાં હતી પરંતુ હાલમાં આ કહેવાતી આયત સુરએ એહઝાબમાં નથી.
(તફસીર અલ કુરતુબી, ભાગ-૧૪, પાના નં. ૧૧૩)
અને આજ કિતાબમાં મળે છે કે આયશાનું બયાન છે કે હ. રસુલે ખુદા સ.અ.વ.ના જીવનકાળમાં સુરએ એહઝાબમાં ૨૦૦ આયતો હતી. ત્યારબાદ મુસહફ લખવામાં આવ્યા બાદ અને હાલમાં જે આયતોની સંખ્યા છે તે થઈ ગઈ.
(તફસીર અલ કુરતુબી, ભાગ-૧૪, પાના નં. ૧૧૩)
૨. કિતાબ અલ ઈત્કાનના લેખક કહે છે કે ઉબય ઈબ્ને કઅબના મુસઅફમાં ૧૧૬ સુરા હતા કારણ કે બીજા બે સુરા હફદ અને ખાલ પણ તેમાં શામીલ હતા.
(અલ ઈત્હાન, ભાગ-૧, પાના નં. ૬૭)
આપણે બધા જાણીએ છીએ કે કુરઆને પાકમાં કુલ ૧૧૪ સુરા છે અને આ બે સુરા હફદ અને ખાલનું નામો નિશાન કુરઆને પાકમાં નથી.
૩. હૈબતુલ્લાહ ઈબ્ને સલમાહ તેની કિતાબ અલ નાસીખ વલ મન્સુખમાં લખે છે કે અનસ ઈબ્ને મલીકથી રિવાયત છે કે હ. રસુલે ખુદા સ.અ.વ.ના સમયમાં જયારે અમે કુરઆને પાકની તિલાવત કરતા તો તેમાં એક સુરો હતો જે સુરા અલ તવબહ જેટલો લાંબો હતો અને તેમાંથી મને ફકત એકજ આયત યાદ છે અને તે છે:
અરબી
“અગર આદમની અવલાદ પાસે સોનાની બે ખીણ હોત તો તે ત્રીજી માંગત અને અગર ત્રણ ખીણ હોત તો ચોથી માંગત. બની આદમનું પેટ ધુળ સિવાય બીજી કોઈ વસ્તુ ભરી શકે તેમ નથી.. અલ્લાહ તૌબા કરવાવાળાની તૌબાને કબુલ કરે છે.”
આપણે સારી રીતે જાણીએ છીએ કે કુરઆને પાકમાં આવી કોઈ આયત નથી. અને તેની બલાગત તરફ જોતા પણ આપણને જોવા મળે છે કે તે કુરઆને કરીમ સાથે સુસંગત નથી.
૪. જલાલુદ્દીન અલ સુયૂતી તેની તફસીર અલ દુરર અલ-મન્સુરમાં ઉમર બીન ખત્તાબથી રિવાયત બયાન કરે છે કે સુરએ એહઝાબ, સુરએ બકરાહ જેટલો લાંબો હતો અને આયતે રજમ સુરએ એહઝાબનો હિસ્સો હતો.
બંને શીઆ અને સુન્ની મકતબના એક નાના જુથે “કુરઆને પાકમાં તેહરીફ”ના બારામાં ઝઈફ અને અસ્વિકૃત હદીસોને બયાન કરી છે. શીઆ તથા સુન્ની બન્ને ફીર્કાનું વિશાળ બહુમત આ ઝઈફ રિવાયતોને કબુલ નથી કરતા.
કુરઆને પાકની આયતો પ્રમાણે, સહીહ અને મુતવાતીર હદીસો પ્રમાણે, ઈજમા, રસુલે ખુદા સ.અ.વ.ના હજારો સહાબીઓ તથા દુનિયાના મુસલમાનોના સર્વાનુમતે કુરઆને પાકમાં કોઈપણ તેહરીફ કે વધારો અથવા ઘટાડો ન તો થયો છે અને ન તો કયારે થશે.
સંદર્ભ: સૈયદ રેઝા હુસૈની નસબની કિતાબ “The Shi’ah Rebuts” માંથી જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની નીગરાનીમાં લખવામાં આવી.
Be the first to comment