શીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે

વાંચવાનો સમય: 5 મિનિટ

મોટાભાગના મુસલમાનો પોતાને એહલે સુન્નહ, એહલે સુન્નહ વલ જમાઅતના લકબોથી ઓળખાવે છે.

એહલે અલ જમાઅત અથવા લોકોનું સમુહ / ખાસ કરીને બહુમતી પોતે સાચા દીન ઉપર છે તે બતાવવા વપરાય છે, કારણકે હદીસોમાં જમાઅતને નજાત પામનાર સમુહ તરીકે બતાવવામાં આવ્યું છે.

જવાબ:

અમો અહીં એ બતાવશું કે એહલે જમાઅત એટલે બહુમતી લોકો હોવું જરૂરી નથી. જમાઅતનો અર્થ બહુમતી નથી થતો. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસોમાં જમાઅતની વ્યાખ્યા અલગ છે.

ચાલો પહેલા આપણે એ હદીસ જોઈએ ke જે મુસલમાન બહુમતીને કે તેઓ એહલે જમાઅતમાંથી છે તેવા ખોટા તારણ તરફ લઈ જાય છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ભવિષ્યવાળી (આગાહી) કરી હતી: “બેશક ઈસા (અ.સ.)ના પછી બની ઈસ્રાઈલ 71 ફીર્કામાં તકસીમ થયા હતા, 70 ફીર્કાઓ ગુમરાહ થઈ ગયા હતા અને એક ફીર્કાએ ગુમરાહથી નજાત મેળવી હતી. મારી ઉમ્મત 72 ફીર્કાઓમાં તકસીમ થઈ જશે અને 71 ફીર્કાઓ ગુમરાહ થશે અને એક ફીર્કો ગુમરાહીથી નજાત પામશે.”

મુસલમાનોએ પુછયું: કયો ફીર્કો નજાત પામશે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:  الْجَمَاعَةُ الْجَمَاعَةُ  જમાઅત, જમાઅત!

(બેહારૂલ અન્વાર ભા.28 પા. 3)

આ હદીસ શબ્દોના થોડા ફેરફાર સાથે બન્ને ફીર્કાઓ દ્વારા ખુબ વધારે પ્રમાણમાં નકલ થઈ છે.

આ હદીસનો મુખ્ય ભાગ છે રસુલુલ્લાહ (સ.અ.વ.)નું الْجَمَاعَةُ   ઉપર ભાર આપવું.

મુસલમાનો આ વાતને નિશાની માને છે કે બહુમતી ફીર્કો એ છે કે જે નજાત મેળવશે કારણકે الْجَمَاعَةُ   નો અર્થ બહુમતી થવો જોઈએ. અને જ્યારે તેઓ બહુમતીમાં છે તો તેઓ નજાત ઉપર છે અને શીઆઓ લઘુમતીમાં છે તેથી તેઓ ગુમરાહ છે.

પરંતુ આવું છે ખરૂં?

ઉપર જણાવેલ હદીસના ઘણા બધા પાસાઓ છે અને તે તરફ નઝર કરતા કોણ નજાત પામનાર અને કોણ ગુમરાહ છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે.

ચાલો આપણે આ હદીસ ઉપર નજર કરીએ:

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી ઉમ્મતને બની ઈસ્રાઈલની જેમ જ ઈમ્તેહન લેવામાં આવશે કે જેઓ 72 ફીર્કામાં વહેંચાય ગયા અને નઝદીકમાં જ મારી ઉમ્મત 73 ફીર્કામાં વહેંચાય જશે. દરેકને આગમાં નાખવામાં આવશે સિવાય એક.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: અને નજાત પામનાર ફીર્કો કયો છે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ફરમાવ્યું: તે કે જેમાં અમો છીએ, હું અને મારા એહલેબૈત (અ.મુ.સ.).

(બેહારૂલ અન્વાર ભા28 પ. 4)

તેવી જ રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ યહુદી રબ્બી સાથેના વાર્તાલાપમાં યહુદીઓ, ઈસાઈઓ અને મુસલમાનોમાંથી ગુમરાહ થનાર અને નજાત પામનારને ઓળખવાની માર્ગદર્શિકા રજુ કરી છે.

આપ (અ.સ.) ફરમાવે છે: યહુદીઓ 71 ફીર્કાઓમાં તકસીમ થયા, જેમાંથી 70 ને આગમાં નાખવામાં આવ્યા અને જે ફીર્કો નજાત પામ્યો તેઓએ જ. યુશાઅ ઈબ્ને નૂનની સરદારીને કબુલ કરી. ઈસાઈઓ 72 ફીર્કાઓમાં તકસીમ થયા, જેમાંથી 71 ને આગમાં નાખવામાં આવ્યા અને જે ફીર્કો નજાત પામ્યો તેઓએ હઝરત ઈસા (અ.સ.)ના વસી જ. શમઉનની સરદારીને કબુલ કરી. આ ઉમ્મત 73 ફીર્કાઓમાં તકસીમ થશે, જેમાંથી 72 ને આગમાં નાખવામાં આવ્યા અને એક ફીર્કો જન્નતમાં હશે, કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વસીની સરદારીને કબુલ કરે અને પછી પોતાનો હાથ પોતાના સીના તરફ માર્યો..

(બેહારૂલ અન્વાર ભા. 28 પ. 5 અને તેમણે એહતેજાજ ભા. 1 પા. 140-141 થી નકલ કરતા)

બીજી એક હદીસમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: બેશક આ ઉમ્મત 73 ફીર્કાઓમાં તકસીમ થશે અને એની કસમ જેના કબ્જામાં મારી જાન છે બેશક દરેક ફીર્કા ગુમરાહ છે સિવાય તે કે જે મારી સરદારી કબુલ કરે અને તેઓ મારા શીઆઓ છે.

(બેહારૂલ અન્વાર ભા 28 પ. 1 આમાલીએ શૈખે મુફીદ (ર.અ.) પા. 132 થી નકલ કરતા)

સ્વભાવીક છે કે મુસલમાન બહુમતીના માટે આ હદીસો પચાવવી આસાન નથી કારણકે તે તેઓની બુનિયાદી માન્યતાઓ વિરૂધ્ધ અને તેઓની જમાઅતની વ્યાખ્યા એટલેકે બહુમતીની વિરૂધ્ધ છે. તેઓ માટે, બહુમતી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો ઈન્કાર કરે છે અને હ.અબુબકર અને હ.ઉમરથી જોડાય છે તેથી આ બહુમતી નજાત પામનાર ફીર્કો છે.

અગર આ સાચુ છે તો અમો બહુમતીને સવાલ કરવા ઈચ્છશું કે શા માટે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓની સાથે આ હદીસો મુજબ પોતાને આગમાં પામશે:

કયામતના દિવસનું વર્ણન કરતા રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “મારી ઉમ્મતમાંથી અમૂક લોકોને લાવવામાં આવશે અને તેઓને ડાબી તરફ લઈ જવામાં આવશે.” હું કહીશ: ‘અય મારા પરવરદિગાર! મારા સહાબીઓ!’

કહેવામાં આવશે: તમે નથી જાણતા તમારી પછી તેઓ કેવી ખરાબીઓ લાવ્યા છે…

સહીહ બુખારી સુરએ માએદાહ (5) આયત 67 ‘અય રસુલ (સ.અ.વ.)! પહોંચાડી દો (પયગામ) જે તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝીલ કરવામાં આવ્યો છે…’ની તફસીરમાં અને સુરએ અંબીયા (21)ની તફસીરમાં.

આવી જ હદીસો એહલે તસન્નો દ્વારા નકલ કરવામાં આવી છે:

  • સહીહ બુખારી ‘દોઆઓની કિતાબ’ ‘હૌઝ પર’નું પ્રકરણ.
  • ઈબ્ને માજા ‘કિતાબે મનાસીક’ કુરબાનીના દિવસની તકરીર’ના પ્રકરણમાં, હદીસ 5830.
  • મુસ્નદે એહમદ ભા 1 પા. 453, ભા 2 પા. 28, ભા 5 પા. 48
  • સહીહ મુસ્લીમ સહાબીઓની ફઝીલતોના પ્રકરણમાં.

આશ્ર્ચર્ય છે કે આ હદીસ સહીહ મુસ્લીમમાં ‘સહાબીઓની ફઝીલત’ના પ્રકરણ હેઠળ નકલ કરવામાં આવી છે. અગર આગ તરફ લઈ જવું ફઝીલત છે તો પછી બુરાઈ શું છે તે ફકત અલ્લાહ જ જાણે!

મુસલમાનો જેઓ બહુમતીને સારી જાણે છે તેઓ માટે બુરી ખબર છે.

જમાઅત એટલે ન તો બહુમતી થાય છે અને ન તો તે બહુમતીથી સાબીત છે.

હક્ક જમાઅતનું કારણ છે. જમાઅત હક્કનું કારણ નથી.

હક્ક પવિત્ર કુરઆનની ઈતાઅત, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નત અને તેમના ચુંટેલા અવસીયા (અ.મુ.સ.)ની સરદારીને કબુલ કરવું છે. જે આના ઉપર છે તે જમાઅત બને છે, પછી ભલેને તે એક વ્યક્તિ કેમ ન હોય.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસ મુજબ જમાઅત માટે એક મોઅમીન પુરતો છે.

اَلْمُؤْمِنُ وَحْدَهُ حُجَّةٌ وَ الْمُؤْمِنُ‏ وَحْدَهُ‏ جَمَاعَة

એક મોઅમીન દલીલ માટે પુરતો અને છે અને એક મોઅમીન જમાઅત માટે પુરતો છે.

  • મનલાયહઝોરોહુલ ફકીહ ભા. 1 પા. 376
  • અલ ખેસાલ ભા. 2 પા. 584
  • અલ વાફી ભા. 8 પ. 1,172
  • વસાએલુશ્શીઆ ભા 8 પા. 297
  • બેહારૂલ અન્વાર ભા 28 પા. 3

એવી જ રીતે જેવી રીતે જમાઅત નમાઝ માટે એક મોઅમીન પુરતો છે. જમાઅત માટે એક મોઅમીન પુરતો છે.

આપણે આવા બનાવો કુરઆને કરીમમાં પણ જોઈએ છીએ જ્યારે અલ્લાહ ઈબ્રાહીમ (અ.સ.)ને ઉમ્મત તરીકે સંબોધે છે.

إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً

બેશક ઈબ્રાહીમ એક (નમુના) ઉમ્મત હતા. (સુરએ નહલ (16):120)

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે: અલ્લાહ કયામતના દિવસે એક વ્યક્તિને ઉમ્મત તરીકે ઉઠાડશે. આ વ્યક્તિને હક્ક ઉપર કોઈપણ પ્રકારનું નુકસાન નહિ થાય અને અગર લોકો તેને ન માને તો તેના દરજ્જામાં ઘટાડો થશે નહિ અને અગર લોકો તેને માને તો તેના દરજ્જામાં કોઈપણ વધારો નહિ થાય.

  • શર્હ અલ અખ્બાર ફી ફઝાએલ અલ અઈમ્મા અલ અત્હાર (અ.સ.) પા. 126

જેવી રીતે ઈબ્રાહીમ (અ.સ.) એકલા ઉમ્મત હતા તેવી જ રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), બલ્કે તેમના માટે વધુ સાચુ છે કારણકે સુરએ સાફફાત (37):83 મુજબ ઈબ્રાહીમ (અ.સ.) હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના શીઆઓમાંથી છે:

وَ إِنَ‏ مِنْ‏ شِيعَتِهِ‏ لَإِبْراهِيمَ

  • ઈબ્ને શાઝાન (ર.અ.)ની અલ ફઝાએલ પા. 158
  • કશ્ફુલ મુહજ્જાહ પા. 236
  • ઈસ્બાતુલ હોદાત ભા 2 પા. 240
  • મદીનતુલ મઆજીઝ ભા 3 પા. 365 ભા 4 પા. 38
  • અલ ઈન્સાફ પા. 478-480
  • બેહારૂલ અન્વાર ભા 36 પા. 151
  • મુસ્તદરક અલ વસાએલ ભા 4 પા. 187, 399

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ન ફકત ઉમ્મત હતા પરંતુ મુસલમાનોની નજાત તેમના ઉપર આધારીત હતી. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ વારંવાર મુસલમાનોને જાણ કરી છે જે નીચેની રિવાયતોથી સાબીત થાય છે:

(૧) રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અમ્માર ઈબ્ને યાસીરને ફરમાવ્યું: નઝદીકમાંજ મારી પછી મારી ઉમ્મતમાં ગૂંચવણ ઉભી થશે ત્યાં સુધી કે તલવારો કાઢવામાં આવશે અને અમૂક લોકો અમૂક દ્વારા કત્લ કરવામાં આવશે અને એક સમુહ બીજા સમુહથી તબર્રા કરશે. જ્યારે તમે આમ જુઓ, ત્યારે તમારા ઉપર જરૂરી છે કે આ શખ્સ જે મારી જમણી તરફ છે એટલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને વળગી રહો. અગર બધા લોકો એક વાદી તરફ જતા હોય અને અલી (અ.સ.) બીજી વાદી તરફ તો પછી તમારે અલી (અ.સ.) પાછળ જવું જોઈએ અને લોકોને છોડી દેવા જોઈએ…

  • કશ્ફુલ યકીન પા. 161
  • બશારહ અલ મુસ્તફા (સ.અ.વ..) ભા 2 પા. 146
  • અલ ઉમદાહ પા. 451

(૨) એહલે તસન્નુનના પ્રખ્યાત આલીમોએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બતના મહત્ત્વને સુન્નત અને જમાઅતના ‘સભ્ય’ બનવા માટે એક મુળબુત માપદંડ બતાવ્યું છે.

આ કુરઆની આયત:

لا أسألكم عليه من أجر الا المودة في القربى

આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બતના મહત્વના બારામાં એક લાંબી હદીસ જોવા મળે છે. અમો અહિં વિષય પુરતો ભાગ રજુ કરીએ છીએ:

“અને જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બત ઉપર મરશે તે સુન્નત અને જમાઅત ઉપર મરે છે.”

  • સલબીની અલ કશ્ફુલ બયાનમાં સુરએ શુરા (42): આયત 23 હેઠળ
  • ઝમખ્શરી તફસીરે કશ્શાફ ભા 3 પા. 467
  • ફખરે રાઝીની તફસીરે કબીર ભા 27 પા. 168
  • તફસીરે કુરતુબ્બી ભા 16 પા. 16
  • ફરાએદુસ્સીમતૈન ભા 2 પા. 255
  • સવાએકુલ મોહર્રેકા પા. 348

કુરઆન અને સુન્નતમાંથી નકારી ન શકાય તેવા પુરાવાઓ પછી એ શકય નથી કે જમાઅતથી બહુમતીને જોડવાનું તારણ કાઢી શકાય.

જમાઅતની વ્યાખ્યા બહુમતીના કાર્યો ઉપર આધારીત નથી હોતી. તેની વ્યાખ્યા ઈલાહી માર્ગદર્શિકા ઉપર હોય છે જે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સહીત તેમના તમામ જાનશીનોના શ્રેષ્ઠ દરજ્જા તરફ નિર્દેશ કરે છે. તેઓ જમાઅત છે અને જે લોકો તેમના સરદારો તરીકે લે છે તેઓ એહલે જમાઅત છે ભલે પછી તેઓની સંખ્યા ઓછી કેમ ન હોય.

Be the first to comment

Leave a Reply