મુસલમાનોનું એક સમુહ શીઆઓ ઉપર ગુમરાહ થઈ ગયા હોવાનો આરોપ મુકે છે. આવી કેહવાતી ગુમરાહીઓમાંથી એક એ છે કે શીઆઓ એહલે તસન્નુંનની સૌથી ભરોસાપાત્ર કિતાબ સહીહ બુખારીની ભરોસાપાત્રતાને નકારે છે.
અત્યારે આપણે આ તબક્કે સહીહ બુખારીની ભરોસાપાત્રતા અથવા કમીની ચર્ચાનો અભ્યાસ નથી કરવો. અમો માનીએ છીએ કે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોતાના દોષનો ટોપલો બીજાના માથે ઢોલવાનો.
આ મુસલમાનોએ જે સવાલ પોતાની જાતને કરવો જોઈએ તે એ છે કે શું તેઓ પોતે સહીહ બુખારીમાં માને છે? અગર આ કિતાબ એહલે તસન્નુંન માટે કુરઆન પછી સૌથી વધુ ભરોસાપાત્ર છે અને કુરઆનની કહેવાતી ‘બહેનો’ છે, તો પછી શા માટે આપણે સહીહ બુખારીની આટલી બધી હદીસો જોઈએ છીએ કે જેને આ મુસલમાનો દ્વારા ટુકમાં નકારવામાં આવે છે. તેમ છતાં તેઓ બેશરમીથી શીઆઓ ઉપર તેને નકારી કાઢવાનો આરોપ મુકે છે. કદાચ અગર તેઓ પોતે સહીહ બુખારીમાં માનતા હોત તો તેઓના આરોપો યોગ્ય ગણાત અને તેઓ શીઆઓને કિતાબથી વધારે નઝદીક કરતે. આ મુસલમાનો દ્વારા પોતે જ પોતાના સૌથી ભરોસાપાત્ર સ્ત્રોતને નકારવાના કારણે શિયાઓ પણ સહીહ બુખારીને નકારે છે.
كَبُرَ مَقْتًا عِندَ اللهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ
“અલ્લાહની પાસે આ વાત હદથી વધારે નાપસંદ છે કે તે વાત ને કહો જે તમે નથી કરતા.”
(સુ.સફ આ.૩)
આપણો દાવો કે એહલે તસન્નુંન સહીહ બુખારીને નકારે છે તે અમુક મુસલમાનોને વિચિત્ર લાગશે. ગમે તેમ, સહીહ બુખારી એહલે તસન્નોની સૌથી વધુ ભરોસાપાત્ર કિતાબ કે જેમાંથી ખુબ વિશાળ પ્રમાણમાં અકીદાઓ, એહકામ (ફિકહ), ઈતિહાસ અને અખ્લાકની બાબતો નકલ થાય છે.
અહિંયા મુદ્દો એ છે કે શું મુસલમાનો સહીહ બુખારીની બધી હદીસોને માને છે કે ફકત સાવચેતીથી ચુંટેલી હદીસોને કે જે તેઓના મકસદોને અનુરૂપ એને જ છે અને એવી હદીસો છોડી દે છે કે જે તેઓના નઝરીયાથી વિરૂધ્ધ હોય. અલબત્ત્ અગર મુસલમાનોના કહેવા પ્રમાણે સહીહ બુખારી એ કુરઆનની બહેન છે તો પછી બધી હદીસો સ્વિકારવી જોઈએ ચાહે તે તેઓના અકીદા સાથે મેળ ખાઈ યા તેના વિરૂધ્ધ જાય. ગમે તેમ આપણે સંપૂર્ણ કુરઆનમાં માનીએ છીએ અને ફકત તે જ આયતો નથી લેતા જે આપણા મકસદોને પૂર્ણ કરે અને બાકીની આયતોને છોડી નથી દેતા. તેવી જ રીતે મુસલમાનોએ કુરઆનની બહેન (સહીહ બુખારી)ની હદીસોને કબુલ કરવામાં સરખો દરજ્જો આપવો જોઈએ.
એક શીઆ આલીમની એહલે તસન્નુંનના આલીમ સાથેની ચર્ચા આપણી વાતને સાબીત કરશે.
શૈખ બહાઈ અને એહલે તસન્નુંનના આલીમ વચ્ચે ચર્ચા:
શૈખ બહાઈ ઈજીપ્તના સફર દરમ્યાન એક એહલે તસન્નુંન આલીમ સાથે પરિચિત થયા કે જે એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધી હતા. ઈજીપ્ત અને ત્યાંના લોકોની શીઆઓ અને એહલેબૈત (અ.મુ.સ.) પ્રત્યેની દુશ્મનીના માહોલના બારામાં જાણતા હોવાથી તેઓ માટે આ આશ્ર્ચર્યજનક ન હતું. આથી શૈખ બહાઈ પોતાની શીઆ હોવાની ઓળખને બચાવવા સાવચેત થઈ ગયા.
સુન્ની આલીમ શૈખ બહાઈથી નઝદીક થયા અને બીજા બધા વિષયો સાથે શીઆઓની ચર્ચા કરી કે જેણે આ સુન્ની આલીમ રાફઝીઓ (એહલે તસન્નુંનના ખલીફાનો ઈન્કાર કરનાર) સંબોધતા હતા. શૈખ બહાઈ વ્યવહારિક હેતુસર સુન્નત (સુન્ની)ને અનુસરનારનો વર્તાવ કર્યો અને તે સુન્ની આલીમને કહેતા કે મક્કામાં તેને શીઆ રાફઝીઓ સાથે વાતચીત કરવાની તક મળી હતી. આના ઉપર તે સુન્ની આલીમે તેમને કહ્યું કે રાફઝીઓનો અકીદો બિલ્કુલ ગલત છે અને એ કે તેઓ પાસે તેઓની માન્યતાઓની ખરાઈ માટે કોઈ પુરાવો નથી. તેણે શૈખ બહાઈને પુછયું કે તે કોઈ રાફઝીને મનાવી શકયા હતા.
શૈખ બહાઈએ તેને જણાવ્યું કે તેમણે તેઓને મનાવવાની ઘણી કોશિષ કરી પરંતુ અંતે તેઓ તેમની સામે એવો સવાલ કરતા કે જે તેમની દલીલો ઉપર હાવી થઈ જતી. સુન્ની આલીમે આશ્ર્ચર્યમાં પુછયું કે આટલું ઈલ્મ ધરાવવા છતાં શા માટે તમે તેઓને યોગ્ય રીતે જવાબ ન આપી શકયા. આથી શૈખ બહાઈએ જવાબમાં કહ્યું:
અમારી ચર્ચા દરમ્યાન તેઓએ પડકાર કર્યો કે સહીહ બુખારીમાં એક એવી હદીસ છે કે જેમાં રસુલુલ્લાહ(સ.અ.વ.) એ ફરમાવ્યું છે:
“ફાતેમા (સ.અ.) મારો ટૂકડો છે, જે કોઈ તેમને અઝીય્યત આપે તેણે મને અઝીય્યત આપી!”
શૈખ બહાઈએ તે સુન્ની આલીમને કહ્યું કે મક્કામાં શીઆઓએ તેમને કહ્યું કે અમૂક વ્યક્તિઓ એવી છે જેના ઉપર અલ્લાહની લઅનત છે કારણકે તેઓએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને અઝીય્યત આપી છે અને ફાતેમા(સ.અ.) દુનિયાથી તે વ્યક્તિઓથી નારાઝગીની હાલતમાં રૂખ્સત થયા. સહીહ બુખારીમાં આ બાબતે અગાઉ વર્ણવેલ હદીસ પછી પાંચમાં પાને આ હદીસ છે. આ દલીલથી શૈખ બહાઈ મક્કાના શીઆઓનો વિરોધ કરવાથી નિ:સહાય થઈ ગયા હતા.
તે સુન્ની આલીમે વિરોધ કર્યો કે તેઓ જૂઠા છે. સહીહ બુખારીમાં આવું કાંઈ નથી. આજની રાત્રીએ હું આ કિતાબ વાંચીશ અને તેઓના વાંધાને સવાર સુધી રદ કરી દઈશ.
બીજા દિવસે સવારે સુન્ની આલીમ શૈખ બહાઈ પાસે આવ્યા અને કહ્યું: મેં તમને કહ્યું હતું ને કે શીઆ રાફઝીઓ ખુલ્લા જૂઠાઓ છે. તેઓ કહે છે કે બીજી હદીસ પહેલી હદીસ પછીના પાંચમાં પાને છે. તેઓ ખોટા છે, તે પહેલી હદીસ પછીના સાતમાં પાને છે. આમ કહી તે ચાલ્યા ગયા જાણે કે તેઓએ શીઆઓ ઉપર વિજય મેળવી લીધો હોય.
(બન્ને હદીસો સહીહ બુખારી, ભાગ-4, ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોનું પ્રકરણ, જનાબે ફાતેમા (સ.અ.)ની ફઝીલતોનું પ્રકરણ)
હવે અમૂક એવા લોકો હશે કે જે એવા આરોપસર કે શીઆઓએ આ ચર્ચાને ઘડી કાઢી છે, ઈન્કાર કરશે. જ્યારે કે ચર્ચા સાચી છે. અગર કોઈ આ ચર્ચાને ખોટી પણ ગણે, પરંતુ સહીહ બુખારીમાંથી સવાલ ઉભો કરનારી બે હદીસો સાચી છે અને તે કોઈ કાળે ઘડી કાઢેલ નથી.
અબુબકરનો બચાવ:
બેશક બધા સુન્ની આલીમો ઈજીપ્તના આલીમ જેવા નથી કે જે શૈખ બહાઈને વાતને રદ્દ કરે કે જેણે સંપૂર્ણપણે સહીહ બુખારીની હદીસને નકારી કાઢી. આ સુન્ની આલીમો જાણે છે કે અબુબકરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના દાવાને નકારીને એક ભૂલ કરી છે અને આપ (સ.અ.)ની નારાઝગીને વેઠી છે અને આવી રીતે અલ્લાહ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હંમેશની નારાઝગીનું કારણ બન્યો છે. તેઓએ એમ કહી અબુબકરનો બચાવ કરવા કોશિષ કરી કે અબુબકર આ બાબતને એક વ્યક્તિની ગવાહી ઉપર સમાપ્ત કરવા ન્હોતો ચાહતો જ્યારે કે વ્યક્તિગત રીતે તે બાબતમાં તે પોતે ગવાહની પ્રમાણિકતાને કબુલ કરતો હતો.
(અલ જુરજાનીની શર્હ અલ-મવાકીફ, ભાગ-8, પા. 356)
ફરી વખત આ આલીમો તેઓની સહીહ બુખારી બાબતે જેહાલતના સંકજામાં આવી ગયા અને એ બાબત તરફ ઈશારો થાય છે કે સુન્ની આલીમોએ પોતે જ આ કિતાબનો વિગતવાર અભ્યાસ નથી કર્યો નહીતો તેઓ કાયદાનું વિશ્ર્લેષણ કરવામાં આવી મુળભૂત ભૂલ ન કરતે.
સહીહ બુખારીના ત્રીજા ભાગમાં પાના નં. 143 ઉપર એક બનાવ નકલ છે કે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)એ એક બાબતમાં ફકત એક જ વ્યક્તિ અબ્દુલ્લાહ બિન ઉમરની ગવાહીને કબુલ રાખી હતી.
શું આલીમો અબુબકરના બચાવમાં એ હદે આગળ વધી ગયા કે એવો ઈશારો કરે છે કે અબુબકર રસુલુલ્લાહ (સ.અ.વ.) કરતા વધારે સાવચેત હતો અને અબ્દુલ્લાહ બિન ઉમર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) કરતા વધુ ભરોસાપાત્ર હતા?
શા માટે આ બાબતમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નત ઉપર અમલ કરવો મહત્ત્વનું ન હતું અને ફકત જનાબે ફાતેમા (સ.અ.) અથવા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ગવાહીને કબુલ ન કરી?
શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતને અનુસરવાનો વિકલ્પ પોતાના ફાયદા અને લાભ ઉપર આધારીત છે?
સારાંશ:
ઉપરોકત દર્શાવેલ હદીસો અમૂક મહત્ત્વના મુદ્દાઓને સ્પષ્ટ કરે છે કે જે સૌથી વધુ નિર્ણાયક છે. કારણકે સહીહ બુખારી જેવી કિતાબમાં તે નોંધાયેલ છે:
1) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) શૈખૈન (અબુબકર અને હ.ઉમર)થી નારાઝ હતા અને તે બન્ને સાથે ફદકની બાબત બાદ કયારેય વાત પણ કરી ન હતી.
તેથી એવું તારણ કાઢવું કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને શૈખૈન વચ્ચે બધુ બરાબર હતું તે જૂઠ છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબૈત કે જેમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની સાથે એક મહત્ત્વના સભ્ય હતા, તેમને સહાબીઓ સાથે સારા સબંધો ન હતા અને આપ (સ.અ.) તેઓથી નારાઝ હતા.
2) ન ફકત જનાબે ફાતેમા (સ.અ.) બલ્કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પણ શૈખૈનથી નારાઝ હતા. જે રીતે હદીસ સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે જે કોઈ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને નારાઝ કરે તેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને નારાઝ કર્યા છે.
3) ખુદ અલ્લાહ શૈખૈનથી નારાઝ હતો કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) તે બન્નેથી નારાઝ હતા, જેમકે અલ્લાહ સુરએ અહઝાબ (33)ની 57 મી આયતમાં ઈરશાદ ફરમાવે છે:
إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا
“બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસુલને ઈજા પહોંચાડે છે તેમના પર અલ્લાહે દુનિયા તથા આખેરતમાં ફિટકાર કર્યો છે અને તેમના માટે ફજેત કરનારો અઝાબ તૈયાર કર્યો છે.”
એ સ્પષ્ટ છે કે અબુબકર અને ઉમરે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને નારાઝ કરવાથી નારાઝ કર્યા છે અને આ રીતે ઉપરોકત આયત મુજબ અલ્લાહની નારાઝગીનું સબબ પણ બન્યા છે.
4) અમૂકે ભૂલથી, અલબત્ત જાણી જોઈને ફદકની બાબતે એવું તારણ કાઢયું છે કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ અબુબકર અને ઉમરથી નારાઝ ન હતા અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના એહતેરામમાં ખામોશ રહ્યા અને આપ (સ.અ.)ની શહાદત બાદ તેઓ સાથે સબંધો ગાઢ કર્યા. આ ખોટું વિશ્ર્લેષણ હક્કને છુપાવવા માટેની એક બીજી કોશિષ છે. ઘણી બધી દલીલોથી તે ખોટુ સાબીત થાય છે જે પૈકી મહત્ત્વની દલીલ એ છે કે જયારે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) બન્ને અલી (અ.સ.)થી અફઝલ છે જેઓ આ બાબતે (અબુબકર અને હ.ઉમરથી) નારાઝ છે ત્યારે એક સામાન્ય મુસલમાનને પણ છાજતું નથી કે તે વિરોધાભાસી વલણ અપનાવે, એ ચાહે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કે જેઓનો હક્ક અને બાતીલ વચ્ચેના ફેંસલામાં ઉમ્મત માટે માપદંડ છે.
તદઉપરાંત, આ મુસલમાનો એ હકીકતને છુપાવે છે કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફદક કે જે જનાબે ફાતેમા (સ.અ.)ની મિલ્કત છે તે બાબતે ગવાહી દેવામાં સૌ પ્રથમ હતા અને તેઓની ગવાહી એમ કહીને રદ કરી દેવામાં આવી કે તેઓ જનાબે ફાતેમા (સ.અ.)ના પતિ છે. તેવી જ રીતે ઈમામ હસન ઈબ્ને અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.)ની ગવાહી એક યા બીજા બહાના હેઠળ રદ કરવામાં આવી. આવા સંજોગોમાં એ વાત વિચિત્ર લાગે છે કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ અબુબકર અને ઉમરથી રાઝી હતા જ્યારે કે તે બન્નેએ આપ (અ.સ.) સહિત આપના સમગ્ર ખાનદાનને જૂઠા કહ્યા છે કે જે એ મિલ્કતના વિવાદમાં એક સામાન્ય ગવાહી દેવાને લાયક નથી અને આમ કરીને તેઓએ આયએ તત્હીર (સુરએ અહઝાબ (33): આયત 33)ની નાફરમાની કરી છે.
Be the first to comment