અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક ઉલ્લેખ એહલે સુન્નતે કર્યો છે અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે.
આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ સન્માન કે જે અલ્લાહ અઝઝ વ ઝલ્લ અને તેના નબી (સ.અ.વ.)એ આપ્યું હતું તેની સહાબા ઈર્ષા કરતા હતા. તેઓ એ ક્ષણ કે જ્યારે પયગમ્બર (સ.અ.વ.) એ ઈલાહી હુકમથી ઈસ્લામનો અલમ અલી (અ.સ.)ને સોંપ્યો અને અલ્લાહ તથા તેના નબીના ચાહનાર તથા અલ્લાહ અને નબીની મોહબ્બતના મેળવનાર જાહેર કર્યા તે ક્ષણ માટે સહાબા પોતાની સઘળી સંપત્તિ, સત્તા અને સ્થાન કુરબાન કરવા તૈયાર હતા. આ ઘટનાની વિગતમાં ઉંડા ઉતર્યા વગર, રસ ધરાવતા વાંચકો માટે અમે એહલે સુન્નતના સૌથી મહત્ત્વના સંદર્ભોનો ઉલ્લેખ કરીએ છીએ.
અ) સીહાહે સીત્તામાં:
- સહીહ બુખારી, સફર અને જેહાદની કિતાબના, પયગમ્બર (સ.અ.વ.)ની સહીહ હદીસો નં. 2475 અનપ તેમણે તેનો ઉલ્લેખ કિતાબે ખિલ્કતના પ્રકરણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના અખ્લાકમાં પણ કર્યો છે.
- સહીહ મુસ્લીમની કિતાબે સફર અને જેહાદની હદીસ નં. 132 અને સહાબાના અખ્લાકની કિતાબના પ્રકારણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના અખ્લાકમાં હદીસ નં. 32, 33, 34 અને
- સહીહ તીરમીઝીની હદીસ નં. 3724, હઝરત અલી (અ.સ)ના અખ્લાકમાં
- સહીહ ઈબ્ને માજાની હદીસ નં. 118 પ્રકારણ: સહાબાના અખ્લાક.
- સોનને અબી દાઉદ, ભાગ-10, પા.
- નીસાઈની ખેસાલના પાના નં. 4-6, જેણે તેનો ઉલ્લેખ પોતાની સુન્નહમાં નથી કર્યો જે ઘણી આશ્ચર્યજનક વાત છે કેમકે તેણે તેનો ઉલ્લેખ અલ ખસાઈસમાં વિસ્તારથી કર્યો છે. કદાચ તે નાસબીઓ દ્વારા કત્લના ભયને લીધે આમ કર્યું હશે કે જે અંતે બન્યું.
બ) એહલે સુન્નતના અન્ય સંદર્ભો:
- મુસ્નદે અહેમદ બીન હમ્બલ, ભાગ-1, પા. 185, 320, ભાગ-2, પા. 384, ભાગ-5, પાના નં. 322, ભાગ-5, પાના નં.
- સોનને અલ બૈહાકી, ભાગ6, પા.
- તહેઝીબ અલ તહેઝીબ, ભાગ-7, પા. 337
- મજમ અલ ઝવાએદ, ભાગ-6, પા. 150-151, ભાગ-9, પા. 123-124.
- અલ મુસ્તદરકે અલ સહીહૈન ભાગ-3, પાના નં. 38
- અલ તબકાત અલ કુબરા, ભાગ-2, પા. 1, હદીસ 80
- ક્ધઝુલ ઉમ્માલ હદીસ નં. 30, 128, 30, 130, 30, 132, 36, 496
- હિલ્યહ અલ મુત્તકીન, ભાગ-1, પા. 26
તારીખે બગદાદી, ભાગ 7, પા. 401
Be the first to comment