કેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને સદભાવને બાજુમાં મુકીને એક બનવું જ જોઈએ. તેમણે લેતી-દેતીની ભાવના રાખી, પોતાના કેટલાક અકીદા અને અહેકામોને છોડી દઈ બીજા મુસલમાનોના અકાએદ અને એહકામને સ્વિકારવા જોઈએ. આ એક માત્ર રસ્તો છે જેનાથી મુસલમાનોમાં એક બીજા સાથે ખેંચતાણ અટકશે અને સુમેળથી રહેશે.
જવાબ: એકતા અને સુમેળની વાત વખાણપાત્ર અને આવકારવાને યોગ્ય છે પરંતુ આ બાબતે ચાલો આપણે કુરઆનની તરફ રજુ થઈએ. વિરોધી પક્ષકારો વચ્ચે એકતા કેમ શકય નથી તે બાબતે પવિત્ર કુરઆન અમુક સવાલો રજૂ કરે છે.
‘અને આંધળો તથા દેખતો સરખા નથી.
ન તો અંધારૂ અને પ્રકાશ,
ન તડકો અને છાંયો,
ન જીવતા અને મરેલા સરખા છે.’
(સુ. ફાતિર-35, આયત 19-22)
કઈ રીતે પાક નજીસથી જોડાઈ શકે?
એક રસપ્રદ બનાવમાં ઈમામ હસન (અ.સ.) આ મુદ્દો મોઆવીયા સામે મુકે છે કે, તે બાબત ઉપર ભાર મુકવા માટે કે શા માટે તેઓ અને તેમના શીઆઓ મોઆવીયા અને તેના અનુયાયીઓ સાથે કયારેય પણ જોડાઈ ન શકે.
ઈમામ હસન (અ.સ.)નું અપમાન કરવાના ઈરાદાથી મોઆવીયાએ એક વખત આપને એક સભામાં બોલાવ્યા જેમાં તેના આગળ પડતા સમર્થકો જેવા કે અમ્ર બીન ઉસ્માન બીન અફફાન, અમ્રે આસ, ઉતબા બીન અબી સુફીયાન, વલીદ બીન અકબહ બીન અબી મુઈત અને મુગીરહ બિન શોઅબા હતા.
મોઆવીયાની સુચના મુજબ તે દરેકે ઈમામ હસન (અ.સ.)ને સંબોધીને તેમનું અને તેમના પિતા અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)નું અપમાન કરવાનું શરૂ કર્યું. ઈમામ હસન (અ.સ.) એ તે દરેકને કુરઆને મજીદ અને સુન્નતના આધારે ઉચીત જવાબ આપ્યા અને તેઓના ખભે બંધુક મુકી તેમનો મુકાબલો કરવા માટે મોઆવીયાનો પણ સામનો કર્યો.
અંતે ઈમામ હસન (અ.સ.) એ કપડા ખંખેરિયા (અરબોની સામાન્ય પ્રથા-નફરત ઘૃણા વ્યકત કરવા) ઉભા થયા અને કુરઆનની આ આયતની તિલાવત કરી
اَلْخَبِيثَاتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثَاتِ
‘બદકાર સ્ત્રીઓ બદકાર પુરૂષો માટે છે અને બદકાર પુરૂષો બદકાર સ્ત્રીઓ માટે છે.
(સુરએ નૂર, 26)
هُمْ وَ اللَّهِ يَا مُعَاوِيَةُ أَنْتَ وَ أَصْحَابُكَ هَؤُلَاءِ وَ شِيعَتُكَ
અય મોઆવીયા, હું અલ્લાહની કસમ ખાઉ છું, આ આયત તારા માટે, તારા સાથીદારો માટે અને તારા અનુયાયીઓ માટે છે અને
وَالطَّيِّبَاتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبَاتِ أُوْلَئِكَ مُبَرَّؤُونَ مِمَّا يَقُولُونَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
‘અને પાકીઝા ઔરતો પાકીઝા મર્દો માટે છે અને પાકદામન મર્દો પાકીઝા ઔરતો માટે છે અને આ (પાક દામન) લોકો (ખબીસ) લોકોની તોહમતથી પાક છે અને તેઓ માટે માફી અને કીમતી રોઝી છે.’
(સુરએ નૂર, 26)
هُمْ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ وَ أَصْحَابُهُ وَ شِيعَتُهُ
આ અલી બીન અબી તાલિબ (અ.સ.) અને તેમના અસ્હાબ અને તેમના શીઆઓ (તરફ નિર્દેશ કરે)
પછી સભાને છોડતી વખતે ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: તારા ગુનાહોની સજાની મજા ચાખો અને જે પરિણામ તારા અને તારા સાથીદારો માટે અલ્લાહે મુકરર કર્યું છે તે આ દુનિયામાં ઝિલ્લત અને આખેરતમાં દર્દનાક અઝાબ છે.
ઈમામ (અ.સ.)નો લાજવાબ પ્રત્યુત્તર સાંભળ્યા પછી મોઆવીયાએ તેના સાથીઓને સંબોધીને કહ્યું તમારા કાર્યોની મજા ચાખો.
(અલ એહતેજાજ, ભાગ-1, પા. 269-280)
આ બનાવ અને ઈમામ હસન (અ.સ.) દ્વારા રજૂ કરવામાં આવેલી કુરઆનની આયતથી એ સ્પષ્ટ થાય છે કે અલી બીન અબી તાલિબ (અ.સ.)ના શીઆ અને મોઆવીયાના અનુયાયીઓ એક ન થઈ શકે. પાક નજીસથી જોડાઈ ન શકે.
તેથી જ્યારે પણ અલી બીન અબી તાલિબ (અ.સ.) ના શીઆઓ મોઆવીયાના અનુયાયીઓ સાથે એક થવાની કોશિશ કરશે તો તેઓ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.) પાસેનો તેમનો ખાસ મરતબો ગુમાવશે. જ્યારે બીજો પક્ષ આ મુકાબલો જીતી અને વિજયી થયો હોવાનો દાવો કરશે.