ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?

વાંચવાનો સમય: 3 મિનિટ

ફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી કાઢેલી રિવાયત આધારિત ફદક છીનવી લીધું કે જેના તેઓ સિવાય કોઈ ગવાહ પણ નથી.

આપણે આ બાબતે બંને પક્ષોની દલીલોનું પૃથ્થકરણ કરીએ એ પહેલા જોઈએ કે આ વિષય બાબતે અકલ શું ફેંસલો કરે છે? અહેકામની વધુ સારી સમજણ રાખનાર કોણ છે? ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધુ લાયક છે?

૧) એહલેબેત (અ.મુ.સ.) વિવાદોમાં ફેંસલો કરવા માટે વધુ લાયક છે:

શરીઅત બાબતે એહલેબેત (અ.મુ.સ.) સાથે વિવાદ કરવો તે ઇલાહી વહી સાથે વિવાદ કરવા બરાબર છે જે નીચેની બે રિવાયતોથી જાહેર થાય છે:

(અ)  રાવી કહે છે:

મેં ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા જયારે આપ (અ.સ.) સાથે કુફા (ઈરાક)માં અમુક લોકો હતા:

મને તે લોકો ઉપર આશ્ચર્ય થાય છે કે જેઓ એમ વિચારે છે કે તેઓએ રસુલ (સ.અ.વ.)થી બધુજ ઇલ્મ મેળવી લીધું છે, તેના ઉપર અમલ કરે છે અને હિદાયત પામેલા છે. તેઓ એમ પણ વિચારે છે કે અમો એહલેબેત (અ.મુ.સ.)એ આપ (સ.અ.વ.)થી ઇલ્મ નથી મેળવ્યું જયારે કે અમો આપ (સ.અ.વ.)ના કુટુંબીજનો અને આલ છીએ. અમારા ઘરમાં વહી નાઝીલ થઈ છે અને અમારાથી તેઓ (લોકો) સુધી ઇલ્મ જારી થયું છે. તેમ છતા તેઓ એમ માને છે કે તેઓ જાણે છે અને તેઓ હિદાયત પામેલા છે જ્યારે કે અમે અજાણ અને ગુમરાહ છીએ? બેશક, આ શક્ય નથી.

  • બસાએરૂદ દરજાત, ભા. ૧, પા. ૧૨
  • અલ કાફી, ભા. ૧, પા. ૩૯૮

(બ) જ્યારે એક શખ્સે ઈમામ (અ.સ.) સાથે દીની અહેકામ બાબતે વિવાદ કર્યો તો ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ તેને ફરમાવ્યું:

સાંભળ! અગર તું મારી સાથે મારા ઘરે આવ તો હું તને મારા ફર્નીચર ઉપર જીબ્રઈલના નિશાન બતાવું.

શું અમારા કરતા વધારે રસુલ (સ.અ.વ.)ની સુન્નતનું ઇલ્મ રાખનાર બીજું કોઈ હોય શકે?!

  • નુઝહતુન નાઝીર, પા. ૯૪
  • આલામુદ્દીન, પા. ૩૦૦

સ્પષ્ટપણે એહલેબેત (અ.મુ.સ.)ને બધાજ અહેકામના બારમાં વધુ ઇલ્મ આપવામાં આવ્યું હતું જે વારસાનું ઇલ્મ પણ છે કે જેનો ફદકની ચર્ચામાં ભારે વિવાદ કરવામાં આવે છે. આ વિષયે અથવા અન્ય બાબતોમાં એહલેબેત (અ.મુ.સ.) સામે પત્નીઓ અને સહાબીઓની કોઈ તુલના શક્ય નથી.

૨) રસુલ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને શ્રેષ્ઠ ફેંસલો કરનાર બનાવ્યા છે:

એહલે તસન્નુંનની નામાંકિત હસ્તીઓ જેમકે એહમદ ઇબ્ને હમ્બલ અને નેસાઈએ આ રિવાયત નકલ કરી છે. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

એક વખત રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મને યમન (ન્યાયધીશ તરીકે) મોકલ્યો જ્યારે હું નવજવાન હતો.મેં કહ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! તમે મને એવા સમૂહ પાસે મોકલી રહ્યા છો જેઓ દરમ્યાન ખુબ જ વધારે મતભેદ અને મુશ્કેલીઓ છે (જેનું નિરાકરણ કરવાનું છે) અને હું તો ઘણો નાનો છું!

આપ (સ.અ.વ.)એ પોતાનો હાથ મારી છાતી ઉપર રાખ્યો અને દોઆ કરી:

બેશક અલ્લાહ તમારા દિલની હિદાયત કરશે અને તમારી ઝબાનને સાબિત રાખશે.

ત્યારબાદ મેં બે વ્યક્તિઓ દરમ્યાન ફેંસલો કરવામાં ક્યારેય શંકા ન કરી.

  • એહમદ ઇબ્ને હમ્બલની મુસ્નદ, ભા. ૧, પા. ૮૮-૧૧૧ (એહલે તસન્નુંન)
  • ખસાએસ, હદીસ નં. ૩૫, હદીસ નં. ૩૬, ૩૭ પણ જુઓ (એહલે તસન્નુંન)
  • ફઝાએલે સહાબાહ પણ જુઓ, ભા. ૨, પા. ૫૮૦ (એહલે તસન્નુંન)

અલબત્ત જ્યારે ફદકની વાત આવી તો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પાકીઝા ફેંસલાને હાકીમો દ્વારા અવગણવામાં આવ્યો.

ફેંસલો જવા દો, આપ (અ.સ.)ની ગવાહીને પણ રદ કરવામાં આવી જ્યારે કે બીજાઓની ગવાહી વધુ ભરોસાપાત્ર માનવામાં આવી.

ઉમ્મતે કેવી ભૂલ કરી જ્યારે તેમની દરમ્યાન શ્રેષ્ઠ ન્યાયાધીશ મૌજુદ હતા.

૩) ૧૦૦૦ ઇલ્મના દરવાજો:

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

તે બીમારી દરમ્યાન જેના કારણે રસુલ (સ.અ.વ.)ની શહાદત થઇ આપ (સ.અ.વ.)એ આયેશા અને હફશાને પોતાના ચહીતાને બોલાવવા કહ્યું. તેણી બન્નેએ પોતાના પિતાઓને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા, રસુલ (સ.અ.વ.)એ તેઓ તરફ જોયુ અને પછી મોઢું ફેરવી લીધું અને તકરાર કરી  – મારા ચહીતાને બોલાવો. બન્ને પત્નીઓએ અલી (અ.સ.)ને બોલાવવા મોકલ્યા. જ્યારે અલી (અ.સ.) આવ્યા ત્યારબાદ તેઓ બન્ને ઊંડી ચર્ચામાં રહ્યા. જ્યારે અલી (અ.સ.) ઘરેથી ચાલ્યા ગયા ત્યારે તે બન્ને શખ્સો તેમને મળ્યા અને પૂછ્યું: તમારા ચહીતાને તમને શું કહ્યું? અલી (અ.સ.)એ ફરમાવ્યું:

આપ (સ.અ.વ.)એ મને ઇલ્મના ૧૦૦૦ દરવાજાઓ બતાવ્યા અને દરેક દરવાજામાંથી ઈલ્મના બીજા ૧૦૦૦ દરવાજાઓ ખુલ્યા.

  • બસાએરૂદ દરજ્જાત, ભા. ૧, પા. ૩૧૪-૩૧૫
  • બેહારૂલ અન્વાર, ભા. ૪૦, પા. ૨૧૬

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને રસુલ (સ.અ.વ.)એ દરેક વસ્તુનું ઇલ્મ અતા કર્યું હતું પરંતુ આ મુસલમાનો મુજબ શું અલી (અ.સ.)ને વારસાના સામાન્ય અહેકામના બારામાં ઇલ્મ અતા કરવામાં ન્હોતું આપવામાં આવ્યું કે જેમાં ખુદ આપની પત્ની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પણ શામીલ છે કે જેઓ રસુલ (સ.અ.વ.)ના દુખ્તર છે?

અને શું ‘ખલીફાઓ’ અને પત્નીઓ કે જેઓએ રસુલ (સ.અ.વ.)થી વારસામાં કોઈ ઇલ્મ ન્હોતું મેળવ્યું તેઓ ફદકના વિવાદ માટે વધુ લાયકાત ધરાવે છે?

૪) કાશ ઉમ્મતે એહલેબેત(અ.મુ.સ.)ને હુકુમત માટે ચૂંટ્યા હોત:

અબુઝર (ર.અ.) રિવાયત કરે છે કે:

અય પોતાના રસુલ (સ.અ.વ.) પછી હેરાન ઉમ્મત! અગર તમે સરદારી માટે તેઓને ન ચૂંટ્યા હોત કે જેઓને અલ્લાહે રદ કર્યા છે અને તેઓને રદ ન કર્યા હોત જેઓને અલ્લાહે ચૂંટ્યા હતા અને રસુલ (સ.અ.વ.)ની આલની સરદારી કબુલ કરી હોત કે જેમને અલ્લાહ તરફથી નિયુક્ત કરવામાં આવ્યા છે તો તમે ચોક્કસપણે તમારા ઉપરથી અને તમારા પગ નીચેથી મજબુત રહ્યા હોત, વારસામાં ભાગમાં કોઈ કમી ન આવી હોત અને અલ્લાહના અહેકામ બાબતે બે વ્યક્તિઓમાં ક્યારેય મતભેદ જોવા ન મળત. અલબત્ત તમે આ બધી બાબતોનું ઇલ્મ એહલેબેત (અ.મુ.સ.) પાસે એવી રીતે પામત જેવી રીતે તેઓ અલ્લાહની કિતાબ અને રસુલ (સ.અ.વ.)ની સુન્નતમાં જોવા મળે છે.

તેમ છતાં, તમે જે કર્યું તેના પરિણામે, તમારા પોતાના વર્તનની ખરાબ અસરોનો સ્વાદ લો.

  • તારીખે યાકુબી, ભા. ૨, પા. ૧૭૧
  • તફસીરે ફુરાત (ર.અ.), પા. ૬૫૯

સ્પષ્ટપણે ફક્ત એહલેબય્ત (અ.મુ.સ.) વિવાદોના નિરાકરણ માટે લાયક છે અને અગર ઉમ્મતે તેઓને સરદારી માટે ચૂંટ્યા હોત તો કોઈ પણ બે વ્યક્તિઓ વારસા કે અન્ય બાબતોમાં વિવાદ ન કરત.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*