ઓલમા-એ-એહલે સુન્નત અને શીયા અને દરેક બુધ્ધીશાળી લાકો અને ઓલમાઓ અને ઇસાઇ ઓલમાઓ અને બુધ્ધીશાળી લેાકો કે જે નહજુલ બલાગાહ થી નજીદીકી અને દીલચશ્પી રાખે છે. અને તેનુ ધ્યાનપુર્વક મનન કરે છે. તે બધા નહજુલ બલાગાહની ખાસીયતથી આશ્ચર્ય પામ્યા છે. અને આ મહાન વીશીષ્ટતાથી જે ઇમામ અલી(અ.સ)ના ખુત્બાઓ, પત્રો અને હદીસોમા જે મળી આવે છે.તેનાથી અમુક બુધ્ધીશાળી લેાકેા નહજુલ બલાગાહની શરહ અને ઇમામ અલી(અ.સ.)ની શખ્સીયતના વીષે લખવા પર મજબુર થયા છે.
(૧) અખ્લાકીયત અને ઇરફાની ખાસીયતને અગર નહજુલ બલાગાહમા જોઇએ તો માઅરેફતની તરસી રૂહ માટે આબેહયાત (જીવનનુ પાણી) છે.
ઘણા બધા ખુત્બાઓ જેમ કે પહેલો ખુત્બો અને ખુત્બા નં. ૯૧ અને તેની જેવા ખુત્બાઓમા જેવી રીતે માઅરેફતે ખુદાવંદે આલમ ના વીશે મૌલાએ જે રીતે ચર્ચા કરી છે. તે જોતા એવુ લાગે છે કે આ ચર્ચા એટલી બલંદી ઉપર છે કે વાંચનારને એ એહસાસ થાય કે ફરીશ્તાઓના પર ઉપર સવાર થઇને તે આ મોટી મંઝીલ સુધી પહોચી ગયો છે કે જયા સુધી ઇન્સાનનુ પહોચવુ શકય ન હતુ. મૌલા એ ખાલીકે કાએનાતની એવી રીતે ઓળખાણ કરાવી છે કે ઇન્સાન દીલની આંખોથી ખુદાને દરેક જગ્યાએ આસમાનોમા,ઝમીનોમા, વાદળાઓમા,અને ખુદ પોતાના નફસોની અંદર પણ તે અનુભુતી કરી શકે છે.(જોઇ શકે છે).
(૨) નહજુલ બલાગાહમાં લગભગ દરેક જગ્યાએ અને દરેક વીભાગમાં વંચીત (મહરૂમ) અને મઝલુમ લોકોની હમદર્દીની તાકીદ કરવામા આવી છે. આમ, અદાલત (જાહેરી અદાલત)ને દરેક મૌકા ઉપર અને તે અદાલતને જારી કરવા માટે તથા દરેક ઝાલીમ અને જાબીરથી બચવા માટે અને બયતુલ માલની અદાલતી વહેચણી માટે અને પોતાનાને વગર કારણે બરતરી (બઠતી) ન આપવા માટેની તાકીદ કરવામા આવી છે. ત્યા સુધી કે ખુત્બા નં ૨૨૪ માં એ વાંચી શકાય છે કે જનાબે અકીલ કે જે આપના ભાઇ હતા તેણે પોતાના હક થી વધુ ત્રણ કીલો ઘઊ વધારે માંગવા પર આપે ગરમ લોઢુ નજીક કરીને એ એહસાસ અપાવ્યો કે આખેરતમાં આ નો અંજામ શું છે?
(નહજુલ બલાગાહ ખુત્બા નં૨૨૪ પાના નં ૩૬૦ છાપ-દારૂસ્સકાલીન, કુમ)
અને અમીરલ મોઅમેનીન અલી(અ.સ)એ લાકોને એ વાતની જાણ કરી કે જે જગ્યા પર નેઅમતોનો અંબાર થઇ જશે ત્યા લોકોના હુકુકની પાયમાલી જરૂર નઝર આવશે
(૩) નહજુલ બલાગાહ દરેક જગ્યાએ ઇન્સાનોને નફસાની ખ્વાહીશાત (હવા અને હવસ)ની બદબખ્તીની જંઝીરોમાં જકડાયેલા રહેવાથી આઝાદીની રહનુમાઇ કરે છે.
(૪) નહજુલ બલાગાહમા અલી (અ.સ)નુ બયાન રાહેહકક પર ચાલવાવાળાના દિલોની અંદર પેસી (લખાય) જાય છે જે કયારેય ન ભુસાય એવી અસર છોડે છે. જેમકે જનાબે (હમામ) તે નેક ઇન્સાન જેણે હઝરતથી મુત્તકીઓની સીફતો બયાન ફરમાવવા વીનંતી કરી પહેલા તો આપે ના પાડી પરંતુ વધારે આગ્રહ કરતા આપે એક અજીબો ગરીબ ખુત્બો ફરમાવ્યો જેમા મુત્તકીની એક સૌ થી વધુ સીફતો બયાન ફરમાવી છે. જનાબે હમામે જયારે આ ખુત્બો સાંભળ્યો તો એક ચીખ મારી અને ઝમીન પર પડી ગયા અને આ ફાની દુન્યાથી રૂખસત થઇ ગયા
(નહજુલ બલાગાહ ખુત્બા નં-૧૯૩(ખુત્બએ મુત્તકી) પાના -૩૧૩-૩૧૭, છાપ દારૂસ્સકલૈન કુમ)
નસીહત અને બયાનમાં એવી અસર છે કે ઇતીહાસમાં કોઇ મીસાલ નથી વલીએ ખુદા અને વસીએ રસુલુલ્લાહ (સ.અ.વ)ના સીવાય કોઇનુ પણ બયાન આવુ જોવા નથી મળતુ.
આ મૌકા પર ઇમામ અલી (અ.સ.) ફરમાવે છે કે ખુદાની કસમ (હમામ)ના બારામા મને આજ ડર હતો, તેના પછી ફરમાવ્યુ કે અસર રાખવાાવાળુ બયાન શું આવા લોકો માટે કે જે તેને લાયક હોય આવી જ અસર છોડે છે.
સૈયદ રઝી (ર.અ.) જે અરબના વિદ્વાનોમા એક મશહુર વિદ્વાન છે.ઘણા ખુત્બાઓ નકલ કર્યા પછી ઘણી એવી નોંધ લખી છે કે જેનાથી એ અંદાઝ આવે છે કે લોકો આ ખુત્બાઓ સાંભળવા પછી કેવી રીતે મુતાઅસ્સીર થતા હતા અને કેવી રીતે ગમનાક થતા હતા અથવા પોતાનામા આ તાકતવર બયાનની અસરો ને અનુભવતા હતા
(૧) નીચે ખુત્બા નંબર ૮૩(ખુત્બા નં ૩) માં નોંધ લખી છે
રીવાયત માં છે કે જયારે અલી(અ.સ) આ ખુત્બો ફરમાવતા હતા તો લોકોના શરીર ધ્રુજતા હતા આંખોથી આંસુ વહેતા હતા અને દીલ ગમગીન અને બેચેન હતા
(નહજુલ બલાગાહ ખુત્બા નં-૮૩ પા, ૯૯-૧૧૧)
(૨) ખુત્બા નં ૨૮ ના નીચે ફરમાવે છે કે: અગર કોઇ વાત (કલામ) લોકોને આખેરત તરફના આમાલ તરફ ધ્યાન દોરે છે તો તે આજ વાત (કલામ) હોઇ શકે કે જે ઇન્સાનની લાંબી લાંબી આશાઓથી અને તેના તરફના લગાવને ફેરવી નાખે અને જાગૃતી (બેદારી) અને આગાહીનું પીણુ પીવરાવી દીલમાં ખરાબ કાર્યો તરફ નફરત પૈદા કરે છે.
ઇબ્ને અબીલ હદીદ મોઅતઝલી ખુત્બા નં ૧૦૯ ની શરહ (પ્રસ્તાવના) માં લખે છે કે આ ખુત્બાની ખાસીયત અને અસર એવી રીતે છે કે અગર કોઇ બેદીનના સામે રજુ કરવામા આવે તો જે પોતાની તાકાત અને ઇરાદાથી કયામતનો ઇન્કાર કરી રહયો હોય તે પોતાના આ ઇરાદાથી પાછો ફરી જશે અને તેની બધી તાકાત અને કુવ્વત જતી રહેશે, દીલમા ડર પૈદા થઇ જશે અને તેની ફીક્ર તેના વીચારમાં તેના ગલત અકીદામાં એક ધરતીકંપ (ફેરફાર) આવી જશે.
ખુદાવંદે આલમ સાહેબે કલામને ઇસ્લામની બેહતરીન ખીદમતનો સારો બદલો અતા કરે કે જે તેના અવલીયાને બદલાના રૂપે આપ્યા કરે છે ઇસ્લામ માટે તેની ખિદમત કેવી અઝીમ મહાન છે કે કયારેક હાથો વડે તો કયારેક તલવાર વડે કયારેક ઝબાન વડે તો કયારેક સમજ અને વીચારથી હર વખતે મદદ માટે તૈયાર રહેતા હતા બેશક તમામ મુજાહેદીનના સરદાર કલામ(વાત)મા સૌથી વધુ ફાયદો પહોચાડવા વાળા ફોકહા અને મુફસ્સેરીનના ઇમામ અદલ અને તૌહીદના રાહનુમા આપની ઝાત મુબારક છે.
(શરહે નહજુલ બલાગાહ-ઇબ્ને અબીલ હદીદ ભાગ-૭ પા-૩૦૨)
આ તે હુજ્જતે ખુદા છે જે કુફ્રથી પ્રકાશિત દિલને અને ઝેહનને ઈલાહી આયાતો (નિશાનીઓ) અને રબ્બાનીય બુરહાન (દલીલો) ઉપરાંત ઈન્સાનની ફિતરતને જાગૃત કરી પાક અને સાફ કરે છે.
ખુદાંવદે આલમેં પોતાની હુજ્જતને તમામ કરી છે અને ઈસ્લામ આ હુજ્જતે હક્કની વિલાયત અને ઈમામતના ઝરીએ સુરક્ષિત રહે.
ઈસ્નાની નહજુલ બલાગાહ / સય્યદ જઅફર હુસૈનીમાંથી સંકલિત