સ્પષ્ટપણે, ખિલાફતના ગાસીબો તેઓનો પ્રભાવહીન અને ખરાબ ભૂતકાળ હોવા છતા તેઓએ ઇસ્લામમાં સત્તા અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા
આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે આપણે બીજાઓને જોઈએ કે જેઓ આ ગાસીબો જેવા જ હતા પરંતુ પોતાના દુર્ભાગ્યના કારણે ખિલાફત હાસિલ ન કરી શકયા.
અલી અર વર્દી પ્રખ્યાત ઈરાકી ઇતિહાસકાર (વફાત ૧૯૯૫)એ આ સારી રીતે સમજાવ્યું છે:
અબુ જ્હલ માટે જંગે બદ્રમાં કત્લ થવું તે તેના માટે દુર્ભાગ્ય સિવાય કઈ ન હતું જ્યારે કે તે મુશ્રીકોની હરોળમાં હતો.
કદાચ અગર તેનું નસીબ તેને સાથ આપત જેવી રીતે તેના જેવા બીજાઓ માટે સાથ આપ્યું અને તેને (અબુ જહલને) તે જંગમાં કત્લ થવાથી બચાવી લેત જેથી તે ફત્હે મક્કાના દિવસ સુધી જીવતો રહેત અને ઇસ્લામ કબુલ કરી લેત તો ચોક્કસ તેની પણ ગણતરી મહાન સહાબા અથવા પ્રથમ-વર્ગના મુસ્લિમ સરદારોમાં થાત કે જેમણે ઇસ્લામને બલંદ કરવાનો દાવો કર્યો હતો.
તેથી નસીબ જ કારણ રહ્યું. આમ, ઇન્સાનની તકદીરમાં નસીબે ખુબ મોટા પ્રમાણમાં ભાગ ભજવ્યો. આવા સારા નસીબના દાખલાઓ આપણે રોજ આપણી ઝીંદગીમાં મહેસુસ કરીએ છીએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે અબુ જહલના વર્ગનો હોય તે પોતાના નસીબના કારણે સૌથી ઊંચા દરજ્જા ઉપર પહોચી જાય છે અને તેની આજુબાજુ રાવીઓ અને હદીસવેત્તાઓ જમા થઈ જાય છે કે જે તેને મહાનતાના તાજથી ઘેરી લે છે.
(ડો. અલી અલ વર્દી, વુઆઝ અલ સલાતૈન, પા. ૧૧૮)
ખિલાફતના ગાસીબો અબુ જહલ કરતા બહેતર ન હતા. જંગોમાંથી ભાગવાના કારણે તેઓ બચી ગયા હતા જેથી રસુલુલ્લાહ (સ.અ.વ)ના સાચા જાનશીનને ગદીરમાં અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) દ્વારા આપવામાં આવેલા દરજ્જાને તેમનાથી છીનવી લઈ રસુલ (સ.અ.વ.)ના સાચા જાનશીન ઉપર ઝુલ્મ કરે.
વાંચવાનો સમય: < 1 મિનિટ
Be the first to comment