સૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?”
ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે.
તેઓ લખે છે : બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા (સ.અ.) તેમના દાવામાં સાચા ન હતા?”
શિક્ષકે જવાબ આપ્યો : “હા”
પછી તે માણસે પૂછ્યું : “તેણી (સ.અ.) સાચા હતા તો શા માટે અબુબક્રે તેમને ફદક ન આપ્યો?”
શિક્ષક : “અગર તે ફદક આપ (સ.અ.)ના એકલાના દાવા પર આપી દેતે તો ચોક્કસપણે પછીના દિવસે તેણી તેના પતિની ખિલાફતનો દાવો કરતે અને આ રીતે તેને ખલીફાના હોદ્દા પર થી દૂર કરી દેતે.
પછી તેના માટે શક્ય ન હતું કે કોઈ બહાના બનાવી શકે જયારે કે તે જાણતો હતો કે આપ (સ.અ.) તેના દરેક દાવાઓમાં સાચા હતા.
ઈબ્ન અબીલ હદીદ ઉલ્લેખ કરે છે કે આ સંવાદ સાચો છે.
- શર્હે નહજુલ બલાગાહ ભાગ ૧૬ પેજ ૨૮૪
- ઇસ્બાત અલ હુદા ભાગ ૩ પેજ ૪૧૦.
દેખીતી રીતે ખલીફાઓએ પોતાની ખિલાફતનો ભય હોવાથી જ.ફાતેમા (સ.અ.)ને ફદકથી વંચિત રાખ્યા
Be the first to comment