શીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે.
કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે અને આ વાંધાઓથી અસરગ્રસ્ત છે.
આ બાબતનું મુળ એક સાદા પ્રશ્નમાં છે, શું આપણે મદદ ‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’થી માંગીએ છીએ?
જવાબ:
આ એક વર્ષો જુનો વાંધો છે જે એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોએ શીઆઓ ઉપર કુફ્ર અને શીર્કના નામે હુમલો કરવા માટે બનાવ્યો છે.
તેઓએ સરળતાથી ‘અલ્લાહ સામે મૂર્તીઓ’ના બયાનને ‘અલ્લાહ સામે અલી અ.સ.’ અથવા ‘અલ્લાહ સામે મોહમ્મદ સ.અ.વ.’માં બદલી નાખ્યું છે. પછી તેઓએ અલ્લાહને બીજા બધાની સામે રાખી દીધા,ત્યાં સુધી કે પોતાના અંબીયા (અ.મુ.સ.) અને હુજ્જતો (અ.મુ.સ.) ને પણ.
દુશ્મનોએ તેઓની ઈલાહી એકતાની વિકૃત આવૃતિમાં, કુરઆને કરીમને સ્પષ્ટ આયતોને જુઠલાવી, અલબત્ત્ અવગણના કરી, જેમાં મુસલમાનોને ઈલાહી અંબીયા અને હુજ્જતો (અ.મુ.સ.)થી મદદ માંગવા હુકમ કરવામાં આવ્યો છે.
1) કુરઆને કરીમમાં વસીલા.
2) અંબીયા (અ.મુ.સ.)ને યા અલી મદદ પહોંચાડવામાં આવ્યું.
3) બધા અંબીયા (અ.મુ.સ.)એ અલી (અ.સ.)ને પુકાર્યા.
4) રસુલુલ્લાહ (સ.અ.વ.) અલી (અ.સ.)ને પુકારે છે.
5) ફરિશ્તાઓ અલી (અ.સ.)ને પુકારે છે.
6) અઈમ્માહ (અ.મુ.સ.) અલી (અ.સ.)ને પુકારે છે.
7) અઈમ્માહ (અ.મુ.સ.) ‘યા ફાતેમા’ કહીને પુકારે છે.
8) તવહીદ ને કોણ વધારે સમજી શકે?
9) શું અલી (અ.સ.) ગુજરી ગયા છે કે હયાત છે?
1) કુરઆને કરીમમાં વસીલા:
શું શંકા કરનારાઓ પાસે કુરઆનના આ સ્પષ્ટ હુકમથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે:
“અય ઈમાન લાવનારાઓ! અલ્લાહ પ્રત્યે (તમારી જવાબદારીનું) ધ્યાન રાખો અને તેના સુધી પહોંચવાનો આધાર શોધો…”
(સુરએ માએદાહ-5, આયત નં. 35)
“…અને આ લોકો એજ વખતે જ્યારે તેમણે પોતાના પર ઝુલ્મ કર્યો હતો તમારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે અને રસુલ પણ તેમના માટે ક્ષમા યાચતે તો તેઓ ખચીતજ અલ્લાહને મોટો તૌબા કબુલ કરનાર દયાળુ પામતે.”
(સુરએ નીસા-4, આયત નં. 64)
“તેઓ કહેવા લાગ્યા અય અમારા પિતા! અમારા અપરાધોની ક્ષમા માંગો, નિ:સંશય અમે અપરાધી હતા.”
(સુરએ યુસુફ-12, આયત નં. 97)
- અંબીયા (અ.મુ.સ.)ને યા અલી મદદ પહોંચાડવામાં આવ્યું:
ઈલાહી હુકમો મુજબ ઉલુલ અઝમ પયગમ્બરોએ પણ મુશ્કેલીમાં ‘યા અલી મદદ’ કહ્યું છે.
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ઝિયારતમાં આપણે જોઈએ છીએ કે હઝરત આદમ (અ.સ.) અને હઝરત નૂહ (અ.સ.)ને અલી (અ.સ.) દ્વારા બચાવવામાં આવ્યા:
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَنْ أَنْجَى اللهُ سَفِينَةَ نُوحٍ بِاسْمِهِ وَ اسْمِ أَخِيهِ حَيْثُ الْتَطَمَ حَوْلَهَا الْمَاءُ وَ طَمَا السَّلَامُ عَلَيْكَ يَا مَنْ تَابَ اللهُ بِهِ وَ بِأَخِيهِ عَلَى آدَمَ إِذْ غَوَى
‘સલામ થાય આપના ઉપર (અય અમીરૂલ મોઅમેનીન!), અય તે કે જેમના નામ અને જેમના ભાઈ (સ.અ.વ.)ના નામ વડે અલ્લાહે નૂહ (અ.સ.)ની કશ્તી તુફાનમાંથી નજાત આપી અને તમારા ઉપર રહમત થાય કે અલ્લાહે આદમ (અ.સ.)ની ભુલને તમારા અને તમારા ભાઈ (સ.અ.વ.)ના થકી માફ કરી…’
- ઈદે ગદીરના દિવસની ઝિયારતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.), ઈકબાલ અલ આમાલ, પા. 608-611
એહલે સુન્નતએ પણ નકલ કર્યું છે કે આદમ (અ.સ.) પંજેતને પાક (અ.સ.) એટલે કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.), અલી (અ.સ.), જનાબે ફાતેમા (સ.અ.), ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના વસીલાથી માફ કરી દેવામાં આવ્યા.
રસ ધરાવતા વાંચકો નીચેની આયતની તફસીર જોઈ શકે છે:
“પછી આદમ (અ.સ.)એ પોતાના પરવરદિગાર તરફથી થોડાંક વાકયો શીખ્યા, તેથી તેણે (અલ્લાહે) તેમના તરફ મહેરબાની કરી; બેશક તે મહાન તૌબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.”
(સુરએ બકરહ-2, આયત 37)
- અલ દુર્રૂલ મન્સુરમાં આ આયતની તફસીરમાં, ભા. 1, પા. 58, 60
- ઈબ્ને મગાઝેલીની અલ મનાકીબ, પા. 63
- અલ તબરાની
- અલ મુસ્તદરક
- હિલ્યઉલ અવલીયા
- સોનન અલ બયહકી
- તારીખે દમિશ્ક
- ફરાએદુસ્સીમતૈન ફી ફઝાએલુલ મુર્તઝા વલ બતુલ વલ સીબ્તૈન
તેવીજ રીતે મુસા (અ.સ.) અને હારૂન (અ.સ.)ને હઝરત અલી (અ.સ.) દ્વારા નજાત આપવામાં આવી હતી જે કુરઆને કરીમની આ આયતથી સ્પષ્ટ થાય છે:
وَنَجْعَلُ لَكُمَا سُلْطَانًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا بِآيَاتِنَا
“…અને અમો તમો બન્ને માટે એવી સત્તા આપી દઈશું કે તેઓ તમારી પાસે પહોંચી શકશે નહિ; હવે અમારી નિશાનીઓ સાથે જાઓ.”
(સુરએ કસસ-28, આયત 35)
આ આયતની તફસીરમાં ઈબ્ને અબ્બાસ કહે છે, આ આયતમાં સત્તાથી મુરાદ હઝરત અલી (અ.સ.) છે.
અને સત્તા (અલી અ.સ.ના માધ્યમથી) બીજા અંબીયા (અ.મુ.સ.)ને પણ મદદ માટે આપવામાં આવે છે.
- મદીનતુલ મઆજીઝ, ભા. 1, પા. 144-145
- તફસીરે બુરહાન, ભા. 4, પા. 265 માં સુરએ કસસ-28, આયત 35 ની તફસીરમાં
- મશારેકુલ અન્વારલ યકીન, પા. 128
3) બધા અંબીયા (અ.મુ.સ.)એ અલી (અ.સ.)ને પુકાર્યા:
જેવી રીતે આપણે બધાએ જોયુ છે કે તમામ ઈલાહી અંબીયા (અ.મુ.સ.)એ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની મદદથી ફાયદો મેળવ્યો છે ચાહે તેઓને તેનો એહસાસ હોય કે ન હોય.
અને આના તરફ ખુદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ઈશારો કર્યો છે:
‘અય અલી! તમારા થકી, અલ્લાહે તમામ અંબીયા (અ.મુ.સ.)ની છુપી રીતે મદદ કરી છે અને મારી સ્પષ્ટ (ખુલ્લી) રીતે મદદ કરી છે.’
- મદીનતુલ મઆજીઝ, ભા. 1, પા. 144-145
- મશારેકુલ અન્વારલ યકીન, પા. 128
4) રસુલુલ્લાહ (સ.અ.વ.) અલી (અ.સ.)ને પુકારે છે:
રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતે હઝરત અલી (અ.સ.)ના વસીલાથી અલ્લાહ પાસે દોઆ કરી જેમકે અમૂક બનાવોથી સ્પષ્ટ થાય છે.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) વર્ણવે છે:
એક વખત મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને વિનંતી કરી કે મારા માટે માફી તલબ કરે.
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હું તેમ કરીશ.
પછી આપ (સ.અ.વ.) ઉભા થયા અને નમાઝ પડી. જ્યારે આપ (સ.અ.વ.)એ પોતાના હાથો દોઆ માટે બલંદ કર્યા તો મેં આપ (સ.અ.વ.)ને આમ પઢતા સાંભળ્યા:
اللهم بحق علي عندك اغفر لعلي
‘અય અલ્લાહ તારી નઝદીક અલી (અ.સ.)ના હક્કથી, અલી (અ.સ.)ને માફ કર.’
પછી મેં કહ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! આ શું છે?
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અગર તમારી કરતા અલ્લાહની નઝદીક કોઈ માનનીય હોત તો મેં તેના વડે અલ્લાહ પાસે શફાઅત તલબ કરી હોત.
- ઈબ્ને અબીલ હદીદ મોઅતઝેલીની શર્હે નહજુલ બલાગાહ, 20, પા. 316
- શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની મફાતીહુલ જીનાનના બાકીયાતુસ્સાલેહાતના વિભાગમાં
5) ફરિશ્તાઓ અલી (અ.સ.)ને પુકારે છે:
જ્યારે ઉલુલ અઝમ પયગમ્બરો (અ.મુ.સ.) હઝરત અલી (અ.સ.)ને મુસબીતો અને દોઆઓમાં પુકારે છે, તો પછી અગર ફરિશ્તાઓ તેમ કરે તો તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી. બલ્કે તેઓ પણ અલી (અ.સ.)ની મદદના મોહતાજ છે.
હઝરત રસુલુલ્લાહ (સ.અ.વ.) અલી (અ.સ.)ને વર્ણવે છે:
‘…અય અલી! બેશક આસમાનોમાં ફરિશ્તાઓ છે, જેમની સંખ્યા અલ્લાહ સિવાય કોઈને ખબર નથી. તેઓ તમારો ઈન્તેઝાર કરે છે, તમારી ફઝીલતો વર્ણવે છે, તમારી મઅરેફતથી આસમાનના રહેવાસીઓ ઉપર ફખ્ર કરે છે, અલ્લાહ પાસે તમારી મઅરેફતથી તવસ્સુલ કરે છે અને તમારો ઈન્તેઝાર કરે છે.’
- બેહારૂલ અન્વાર, ભા. 40, પા. 64 સુરએ કમર-54, આયત 36 હેઠળ તફસીરે ફુરાત અલ કુફીમાંથી, પા. 455.
6) અઈમ્માહ (અ.મુ.સ.) અલી (અ.સ.)ને પુકારે છે:
મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) પણ અલી (અ.સ.)ને પુકારે છે અને શીઆઓ માટે આવી તાકીદભરી દોઆઓ પણ વર્ણવેલ છે.
ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એક દોઆમાં કે જે દોઆએ લીલ ફરજના નામથી મશ્હુર છે તેમાં ‘યા અલી’ પુકારે છે.
يَا مُحَمَّدُ يَا عَلِيُّ يَا عَلِيُ يَا مُحَمَّدُ اكْفِيَانِي فَإِنَّكُمَا كَافِيَانِ وَ انْصُرَانِي فَإِنَّكُمَا نَاصِرَان
- અલ મિસ્બાહ લેખક અલ કફઅમી, પા. 176
7) અઈમ્માહ (અ.મુ.સ.) ‘યા ફાતેમા’ કહીને પુકારે છે:
આપણા અઈમ્મા (અ.મુ.સ.) અલ્લાહ પાસે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વસીલાથી દોઆ કરતા જોવા મળે છે જે આ બનાવથી સ્પષ્ટ થાય છે:
નકલ કરવામાં આવ્યું છે કે જ્યારે પણ ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) તાવમાં મુબ્તેલા થતા, આપ (અ.સ.) તાવના ઈલાજ માટે ઠંડા પાણીના કપડાના કટકા પલાળી પોતાના શરીર ઉપર રાખતા અને મોટા અવાજે ફરમાવતા: અય ફાતેમા (સ.અ.)! મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર! આપનો અવાજ ઘરમાં દાખલ થવાની જગ્યાએથી પણ સંભળાતો.
- રવઝતુલ કાફી, પા. 87
- બેહારૂલ અન્વાર, ભા. 62, પા. 102
- બૈતુલ અહઝાન ફી મસાએબે સય્યદાહ અલ નિસ્વાન (સ.અ.), પા. 135
આ હદીસની સમજૂતિમાં અલ્લામા મજલીસી (ર.અ.) કહે છે કે ઈમામ બાકીર (અ.સ.) ઈચ્છતા હતા કે જનાબે ફાતેમા (સ.અ.)નું પાકીઝા નામ લેવાથી તેમનો તાવ દૂર થઈ જશે.
8) તવહીદને કોણ વધારે સમજી શકે?
યા અલી અથવા યા અલ્લાહના સવાલના જવાબમાં આપણી પાસે એક સામાન્ય સવાલ છે.
શું ઉલુલ અઝમ પયગમ્બરો (અ.મુ.સ.), ફરિશ્તાઓ અને મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) તૌહીદને બહેતર જાણે છે કે નાસ્તીકો?
અગર અંબીયા,ફરિશ્તાઓ અને અઈમ્મા (અ.મુ.સ.) તૌહીદને બહેતર જાણતા હોય અને તેમ જ છે, તો પછી શા માટે તેઓએ યા અલી કહીને પોકાર્યા?
શા માટે તેઓએ અલ્લાહને ન પોકાર્યો?
આનો જવાબ એકદમ સરળ છે. અલ્લાહ તરફથી ઝડપી જવાબ જોઈતો હોય તો તેવા નામ અથવા વ્યક્તિને પોકરવા જોઈએ જે તેની સૌથી વધુ નઝદીક હોય. તેથી જેઓનો અકીદો સહીહ છે તેઓ યા અલી કહીને બોલાવે છે.
9) શું અલી (અ.સ.) ગુજરી ગયા છે કે હયાત છે?
જ્યારે શંકા કરનારાઓને ઉપરોકત દલીલોમાં સરખો પ્રતિસાદ નથી મળતો તો તેઓ વલણ બદલે છે. પરોક્ષ રીતે હઝરત અલી (અ.સ.)ને વસીલા કબુલ કર્યા પછી, તેઓ એવો દાવો કરે છે કે આ ફકત ત્યાં સુધી હતું જ્યાં સુધી અલી (અ.સ.) હયાત હતા. હવે જ્યારે તેઓ હયાત નથી, તો તેમને પુકારવા અર્થહીન અને કુફ્ર છે.
આ દલીલ સામે આપણો જવાબ સરખો જ છે. શું અંબીયા, ફરિશ્તાઓ અને અઈમ્મા (અ.મુ.સ.)એ અલી (અ.સ.)ને આ ઝમીન ઉપર તેમના જાહેરી વજુદ પહેલા કે પછી નથી પોકાર્યા?
શું તેઓએ એક અર્થહીન કાર્ય કર્યું કે જે કુફ્ર સમાન છે? (નઉઝોબિલ્લાહ)
તદઉપરાંત, અલ્લાહ અલી (અ.સ.)ને મૃત્યુ પામેલ અને જીવ વગરના નથી ગણતો જેવી રીતે શંકા કરનારાઓ દાવો કરે છે:
‘અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગિઝ મરણ પામેલા સમજો નહિ, બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોય રોજી મેળવે છે.’
(સુરએ આલે ઈમરાન-3, આયત 169)
પવિત્ર કુરઆન અને હદીસોના આધારે, શંકા કરનારાઓ ઘણી બધી જીવ વગરની વસ્તુઓ બરકતવાળી અને મોઅજીઝનુમા જાણે છે જેમકે:
- હઝરત યુસુફ (અ.સ.)નો લિબાસ
- હઝરત મુસા (અ.સ.)ની અસા.
- તે પથ્થર જેના દ્વારા બની ઈસરાઈલના 12 કબીલાઓ માટે પાણી નીકળ્યું હતું.
- ખાનએ કાબામાં કાળો પથ્થર.
અલબત્ત, જ્યારે અલી (અ.સ.) અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલની વાત આવે તો તૌહીદ અને કુફ્રના સિધ્ધાંતો બદલાય જાય છે. તૌહીદ કરતા વધુ, બાબત ઈર્ષા અને પૂર્વગ્રહની છે કારણકે અલી (અ.સ.) અને તેમની મઅસૂમ અવલાદ (અ.મુ.સ.)ને એ સત્તા આપવામાં આવી છે કે મુશ્કેલીના સમયમાં તેઓને વસીલો બનાવવામાં આવે, ન કે શંકા કરનારાઓ સરદાર કે જેઓ પોતે મુશ્કેલીમાં અલી (અ.સ.) ઉપર નિર્ભર હોય છે.
Be the first to comment