ઘણા કહેવાતા મુસલમાનો અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો કરે છે કારણ કે તે રસુલુલ્લાહ(સ.અ.વ.)નો હિજરતની રાતના ગારનો સહાબી હતા. બીજા બધા મુદ્દાઓમાં તેઓ એવું તારણ કાઢે છે કે આ કારણે તે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફા થવાનો વિકલ્પ આપમેળે બની જાય છે!! (બોધ લ્યો, અય હિકમતવાળા લોકો)
જવાબ:
રસુલુલ્લાહ(સ.અ.વ.)નો સાથી બનવું એ ત્યાં સુધી કંઈ જ ફઝીલત નથી જ્યાં સુધી ઈલાહી હુકમ ન હોય. ઈલાહી હુકમ વગર તે બીજા કાર્ય જેવું કાર્ય છે અને તેના આધારે કોઈ ખાસ મકામ અથવા ફઝીલતનો દાવો કરી શકાતો નથી. ખાસ કરીને રસુલુલ્લાહ(સ.અ.વ.)નો ગારમાં સાથી બનીને, કે જે આપણે જોશું કે તે અબુબક્ર માટે શરમીંદગી અને અપમાનનું કારણ હતું.
વિરોધીઓની દલીલ:
ચાલો પહેલા આપણે એ દલીલનું વિશ્લેષણ કરીએ જે વિરોધીઓ દ્વારા હ.અબુબક્રની તરફેણમાં રજુ કરવામાં આવે છે.
દલીલ તરીકે તેઓ સુરએ તૌબા (9)ની 40મી આયત રજુ કરે છે:
“અગર તમે તેમની મદદ નહિ કરો તો બેશક અલ્લાહે તો તેમની મદદ એવા સમયે કરી છે કે જ્યારે તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા ન હતા તેને એવી હાલતમાં કાઢી મુક્યા હતો કે તે બે માંહેનો બીજો હતો જ્યારે કે તેઓ બન્ને ગુફામાં હતા, તે સમયે તેઓ પોતાના સાથીને કહી રહ્યા હતા કે હાયવોય કર નહિ, બેશક અલ્લાહ આપણી સાથે છે. જેથી અલ્લાહે તે તેમના પર પોતાની શાંતિ ઉતારી અને એવા લશ્કરો વડે તેમને સબળ બનાવ્યા કે જેમને તમે જોઈ શકતા ન હતા અને નાસ્તિકોનો બોલ તેણે હેઠે પાડયો અને અલ્લાહની જ બોલબાલા રહી અને અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.“
આ મુસલમાનો આ આયતમાંથી નીચે મુજબના મુદ્દાઓ તારવે છે:
1) અલ્લાહે કુરઆનમાં પોતાના રસુલ(સ.અ.વ.)નો ઝીક્ર કર્યો છે અને ‘તેઓમાંનો બીજો’ તરીકે અબુબક્રનો ઝીક્ર કર્યો છે.
2) અલ્લાહે આ આયતમાં બન્ને રસુલ(સ.અ.વ.) અને અબુબક્રનું સાથે વર્ણન કર્યું છે જે તેઓ બન્ને દરમ્યાન ખાસ સંબંધને ઉજાગર કરે છે.
3) ઉપરની આયતમાં અલ્લાહે અબુબક્રનો રસુલ(સ.અ.વ.)ના સહાબી તરીકે વર્ણન કર્યું છે જે અબુબક્રનો દરજ્જો બતાવે છે.
4) અલ્લાહે અબુબક્રને રસુલ(સ.અ.વ.) દ્વારા કહ્યું કે ‘વિલાપ ન કર’.
5) રસુલુલ્લાહ(સ.અ.વ.)એ અબુબક્રને કહ્યું કે અલ્લાહ આપણી સાથે છે અને આપણા બન્નેનો દોસ્ત છે.
6) આ આયતમાં અલ્લાહે અબુબક્ર ઉપર પોતાની શાંતિ નાઝીલ થવાની ચર્ચા કરી કારણ કે રસુલુલ્લાહ(સ.અ.વ.) હંમેશા શાંતિમય રહેતા. તેથી રસુલુલ્લાહ(સ.અ.વ.) ઉપર શાંતિ નાઝીલ થવાનો કોઈ અર્થ નથી.
આપણે હવે આ મુદ્દાઓને એક પછી એક રદ કરવા માટે આગળ વધીએ. આ સાબીત કરશે કે રસુલ(સ.અ.વ.)નો ગારમાં સાથ આપવો તે અબુબક્ર માટે ફઝીલત ન હતી બલ્કે આના કારણે તેની બધી જ ફઝીલતો ચાલી ગઈ અને તેના માટે લાંછનનું કારણ બની ગયું.
જવાબ:
1) બીજો વ્યક્તિ હોવામાં અબુબક્રની કોઈ ફઝીલત નથી કારણ કે આનો અર્થ એમ થાય કે યા તો તે મોઅમીન છે, કાફીર છે અથવા મુનાફીક અને આ આધારે તેનું ઈમાન જાહેર કરવું ખોટુ છે અને અર્થહિન છે. તેથી સાથે હોવુ અને બીજો હોવાને તેની શ્રેષ્ઠતા અને તેનું ખિલાફત યોગ્ય સાબીત કરવા માટે દલીલ તરીકે ન લઈ શકાય.
2) પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) અને અબુબક્રનું બન્નેનું એક જ જગ્યાએ સાથે હોવાના વર્ણનથી અબુબક્રની કોઈ ફઝીલત સાબીત નથી થતી કારણ કે જેમ પહેલા મુદ્દામાં બયાન થયું તેમ એક જગ્યાએ સાથે હોવું તે કોઈ શ્રેષ્ઠતાની સાબીતી નથી. મોઅમીન અને કાફીરનું એક જગ્યાએ ભેગુ થવું શકય છે જેવી રીતે પવિત્ર કુરઆન ગવાહી આપે છે:
“છતાં તે નાસ્તિકોને શું થઈ ગયું છે કે તેઓ તમારી આસપાસ દોડી આવે છે, જમણી બાજુથી અને ડાબી બાજુથી, નાન નાના ટોળાઓમાં.“ (સુરએ મઆરીજ (70), આયત 36-37)
હઝરત નૂહ (અ.સ.)ની કશ્તીમાં પણ પયગમ્બર(સ.અ.વ.), શયતાન અને ચાર પગા જાનવરો હતા, તો શું આનો અર્થ એમ થયો કે કશ્તી ઉપર નબી સાથે થોડી કલાકો પસાર કરવાના કારણે શયતાન અને ચાર પગા જાનગરો નુહ (અ.સ.)ના ફઝીલતવાળા સહાબીઓ બની ગયા?
તેવી જ રીતે ઈબ્લીસે ફરિશ્તાઓની સાથે રહીને અલ્લાહની ઈબાદત કરી છે.
નબી મુસા (અ.સ.)ના સહાબીઓ તેમની સાથે 40 વર્ષો સુધી રણમાં અઝાબમાં રહ્યા. તો શું 40 વર્ષો હઝરત મુસા (અ.સ.) સાથે પસાર કરવાના કારણે તેઓ ફઝીલતવાળા બની ગયા? અને અગર તેઓ ફઝીલતવાળા હતા તો પછી આ અઝાબ શા માટે?
“હઝરત લૂત (અ.સ.) અને હઝરત નૂહ (અ.સ.)ની પત્નિઓ અંબીયા (અ.મુ.સ.)ના જ ઘરોમાં રહેતી પરંતુ તેમ છતાં પણ પોતાને જહન્નમની આગથી બચાવી ન શકે.” (સુરએ તેહરીમ (66), આયત 10)
એક જ જગ્યાએ સાથે રહેવાથી આપોઆપ કોઈ ફઝીલત નથી મળી જતી. તેથી આ કહેવાતા મુસલમાનો આ બાબતે અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો ન કરી શકે.
હવે અગર સહાબી બનવાના બારામાં છે તો પણ તેમાં કોઈ શ્રેષ્ઠતા નથી કારણ કે શબ્દ صاحب નો અર્થ સાથી છે અને બીજું કંઈ નહિ. શકય છે કે એક મોઅમીન અને કાફીર બન્ને સાથે સફર કરે જેનો ઉલ્લેખ પવિત્ર કુરઆનમાં આવ્યો છે:
“તેના સાથીએ તેની સાથે વિવાદ કરતા કહ્યું કે શું તું તેનો ઈન્કાર કરે છે કે જેણે તને માટીમાંથી પૈદા કર્યો?”
(સુરએ કહફ (18), આયત 37)
જનાબે યુસુફ (અ.સ.)ના કૈદખાનાના સાથીઓ પણ અલ્લાહમાં માનતા ન હતા અને કાફીરો હતા.
“અય મારા કૈદખાનાના બન્ને સાથીઓ! શું જુદા જુદા પરવરદિગાર સારા છે કે એક જ પરવરદિગાર જે સઘળાઓ પર વર્ચસ્વ ધરાવતો હોય? તેના સિવાય તમે જેની જેની ઈબાદત કરો છો તેઓ માત્ર નામો જ છે, જે તમોએ તથા તમારા બાપ દાદાઓ રાખી લીધા છે, જેમના વિષે અલ્લાહે કાંઈ પ્રમાણપત્ર ઉતાર્યું નથી; મૂળ હુકમ અલ્લાહનો જ છે; તેણે હુકમ આપ્યો છે કે તમે તેના સિવાય કોઈની ઈબાદત કરો નહિ; સાચો દીન એ જ છે પરંતુ ઘણાખરા જાણતા નથી.“ (સુરએ યુસુફ (12), આયત 39-40)
૩) એ દલીલ બાબતે કે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ અબુબક્રને કહ્યું (لا تحزن) ‘રંજ ન કર’ ન ફકત તે ફઝીલત હોવાથી દૂર છે પરંતુ તે હકીકતમાં ઠપકો છે અને તે અબુબક્રની મૂર્ખતાને સાબીત કરે છે:
અબુબક્રનો વિલાપ યા તો ઈતાઅતનું અથવા નાફરમાનીનું કારણ હતું. અગર તે ઈતાઅતમાં હતું તો પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેને તેમ કરવાથી અટકાવ્યા ન હોત. તેથી સાબીત થાય છે કે તે નાફરમાનીનું કાર્ય હતું કે જેના માટે રસુલ (સ.અ.વ.)એ તેને ઠપકો આપ્યો.
૪) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)નું અબુબક્રને કહેવું (ان الله معنا) ‘અલ્લાહ આપણી સાથે છે’નો મતલબ એમ નથી થતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તે બન્નેને સંબોધી રહ્યા છે. બલ્કે આં હઝરત ફકત પોતાને જ સંબોધી રહ્યા હતા. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ અહીં બહુવચન વાપર્યુ છે જેવી રીતે હિકમતવાળા અલ્લાહે પોતાના માટે પવિત્ર કુરઆનમાં ઘણી જગ્યાએ બહુવચન વાપર્યું છે. દા.ત.:
“બેશક અમોએ તમારી પહેલા અગાઉની ઉમ્મતોમાં પણ રસુલ મોકલ્યા હતા.“ (સુરએ હીજ્ર (15), આયત 9)
અથવા જેવી રીતે હઝરત ખીઝ્ર (અ.સ.)એ વાપર્યો છે:
“અને છોકરાની બાબતે તેના માં-બાપ બન્ને મોઅમીન હતા અને અમને એવો અંદેશો થયો કે કદાચને તે નાફરમાની અને નાશુક્રી કરી તેને તેમને પરેશાન કરે.“ (સુરએ કહફ (18), આયત 80)
૫) આ કહેવાતા મુસલમાનોનો દાવો છે કે (سَكِينَتَهُ) રહમત અબુબક્ર માટે હતી કારણ કે રસુલ (સ.અ.વ.)ને રહમતની કોઈ જરુર હતી નહિ તે આયતના છેલ્લા ભાગથી વિરુધ્ધ છે કારણ કે રહમત ફકત તેના જ ઉપર મોકલવામાં આવે છે કે જેની અલ્લાહે ન દેખાય શકાય તેવા મહેઝબાનથી (جنودا لم تروها) મદદ કરી હોય અને તે બીજુ કોઈ નહિ પરંતુ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) છે. અગર આ મુસલમાનો કહે કે બન્ને રહમત અને ન દેખાય શકાય તેવા મહેઝબાન અબુબક્ર માટે હતા અને રસુલ(સ.અ.વ.) માટે ન હતા તો તેઓએ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ને નુબુવ્વતથી વંચિત કરી દીધા અને અબુબક્ર માટે એક એવા દરજ્જોને લાદી દીધો કે જે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) કરતા પણ વધારે હતો.(નઉઝોબિલ્લાહ) તેથી આ રહમતનો ફકત એક જ પરિણામ નીકળે છે કે આ રહમત ફકત પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માટે નાઝીલ થઈ હતી કારણ કે આપ (સ.અ.વ.)જ ફકત તે વ્યક્તિ હતા કે જેઓ બન્ને (રહમત અને ન દેખી શકાય તેવા મહેઝબાની) માટે યોગ્ય હતા.
પવિત્ર કુરઆને આ રહમતના નાઝીલ થવા અને તેમાં પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) સાથે મોઅમીનોનો સમાવેશ થવાના બારામાં અમુક બીજા પણ બનાવો વર્ણવ્યા છે:
“પછી અલ્લાહે પોતાના રહમત પોતાના રસુલ તથા મોઅમીનો પર ઉતારી.“ (સુરએ તૌબા (9), આયત 26)
પરંતુ ગારની આયતમાં અલ્લાહ અઝ્ઝ વ જલ્લ રહમત માટે ફકત એક જ વ્યક્તિને સંબોધન કરે છે જ્યારે કે ગારમાં બે વ્યક્તિઓ હતી અને સ્પષ્ટપણે આ સંબોધન પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) માટે હતું, ન કે અબુબક્ર માટે. તેથી જ્યારે અબુબક્રની કહેવાતી ફઝીલતોની વાત આવે તો આ કહેવાતા મુસલમાનોએ ઘણા બધા સવાલોના જવાબો દેવા પડશે:
1) કુરઆનમાં દરેક રહમતના બનાવોમાં રહમત રસુલુલ્લાહ(સ.અ.વ.) ઉપર નાઝીલ થઈ છે અથવા તો મોઅમીનો ઉપર અથવા બન્ને ઉપર. પરંતુ ગારના બનાવમાં રહમત ફકત રસુલુલ્લાહ(સ.અ.વ.) ઉપર જ નાઝીલ થઈ છે જ્યારે કે એક સહાબી આપ(સ.અ.વ.)ની સાથે હાજર હતો, તે પણ અગર મોઅમીન હોત તો તે પણ રહમતના સંબોધનને પાત્ર હોત જેવી રીતે રહમતની બીજી આયતોમાં જોવા મળે છે.
2) શા માટે અલ્લાહે (سَكِينَتَهُ) રહમત માટે રસુલુલ્લાહ(સ.અ.વ.)ને અલગ કાર્યો અને તેમના સાથી અબુબક્રને છોડી દીધો.
3) શું ગારની આયત અબુબક્રના ઈમાનની કમી અથવા ઓછામાં ઓછુ એ કે તે રહમતને લાયક નથી સાબીત નથી કરતી?
4) એક માત્ર ગારના બનાવમાં અબુબક્રની વિરુધ્ધમાં આટલા બધા મુદ્દાઓ જઈ રહ્યા છે તો પછી કેવી રીતે આ મુસલમાનો તેની શ્રેષ્ઠતાનો દાવો કરી શકે અને તેને ખિલાફતની ગાદી ઉપર બેસાડી શકે?
આ ચર્ચાનો એક માત્ર તારણ કાઢી શકાય તે એ છે કે આ મુસલમાનોએ ગારના બનાવને સમજવામાં ભૂલ કરી છે અથવા જાણી જોઈને ખોટો તારણ કાઢયો છે કે જેથી અબુબક્ર માટે એક પાછળનો દરવાજો બનાવે એ પછી કે ખિલાફતની બાબત ચોક્કસપણે અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.) દ્વારા અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની તરફેણમાં સ્થાપીત કરવામાં આવી હતી!.
Be the first to comment