અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટ

એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો કરી રહ્યા હતા ત્યારે પણ અબુબક્રને શાંત અને ગૌરવવંત ચીતરવામાં આવેલ છે.

જવાબ:

આ મૌકા ઉપર અમે ફદકની દલીલોની ફઝીલતો બાબતે ચર્ચા કરવા નથી ચાહતા કારણકે તે કુરઆનમાં નકારી ન શકાય તેવી સ્થાપિત દલીલ છે કે દરેક મુસલમાનોને  વારસો મળે છે અને આ અંબીયા (અ.મુ.સ.) માટે પણ છે. જ્યારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ પોતાના ફદકના દાવાને સાબિત કરવા કુરઆનની આયતો રજુ કરી તો અબુબક્ર પાસે પણ કોઈ જવાબ ન હતો.

જ્યારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ દલીલો અને ગવાહો રજુ કર્યા તો હાકીમો દ્વારા આ કહેવાતી હદીસ ‘અમો અંબીયા કોઈ વારસો છોડતા નથી ન કોઈનો વારસો મેળવીએ છીએ.’ રજુ કરવાનો નબળો પ્રયાસ કર્યો. તેમ છતાં કે બન્ને શૈખોના અનુયાયીઓએ અબુબક્રના વલણને સમજાવવા ઘણી મહેનત અને સમય ફાળવ્યો, તે આ તબક્કે માન્ય નથી. અબબુક્ર એ પોતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની સામે મસ્જીદમાં કહેવાતા મુસલમાનોની સામે દલીલો રજુ કરવી જોઈતી હતી.

ઘણી બધી કુરઆની આયતો અને ભરોસાપાત્ર ગવાહોની સામે એક વિચિત્ર, ભાગ્યેજ સાંભળેલી હદીસ રજુ કરવી ખુદ હુકુમતના ફદક બાબતે બનાવટી દાવાનો બચાવ કરવાની નિષ્ફળ દલીલ છે. આ તબક્કે અમો ખાસ કરીને પહેલા હાકીમની કહેવાતી નમ્રતા અને વિવકેનું મુલ્યાંકન કરવા રસ ધરાવીએ છીએ.

અબુબુક્રના વિવેક ઉપર એહલે તસન્નુંનનું મંતવ્ય:

અબુબક્રના બારામાં શીઆઓનો મંતવ્ય દેવા કરતા અમો એહલે તસન્નુંનના પ્રખ્યાત આલીમની વાતને રજુ કરીએ છીએ.

અબુ ઉસ્માન અલ જાહીઝ, પ્રખ્યાત એહલે તસન્નુંનના આલીમ પોતેજ અબુબક્રના વિવેક ઉપર સવાલ કરે છે અને પછી આ સવાલનો જવાબ આપે છે.

અલ જાહીઝ દ્વારા કરવામાં આવેલ સવાલ:

અલ જાહીઝ કહે છે:

કેવી રીતે કોઈ કહી શકે છે કે અબુબક્ર એ જનાબે ફાતેમા (સ.અ.)ને નારાઝ કર્યા જ્યારે કે આપણે જોઈએ છીએ કે જનાબે ફાતેમા (સ.અ.) તેના ઉપર ગુસ્સે હતા અને તો પણ અબુબક્રએ નમ્રતાથી જવાબ આપ્યો?

દા.ત. : જ્યારે જનાબે ફાતેમા (સ.અ.) એ તેને કહ્યું: અલ્લાહની કસમ! હું તારા ઉપર લઅનત કરીશ.

અબુબક્રએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ! હું તમારા માટે દોઆ કરીશ.

જનાબે ફાતેમા (સ.અ.) એ ફરમાવ્યું: અલ્લાહની કસમ! હું તારી સાથે હવે પછી વાત નહિં કરું અને અબુબક્રએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ! હું તમારાથી દૂર નહિ થાવ.

આવી રીતે, અબુબક્રએ ધીરજની સાથે જનાબે ફાતેમા (સ.અ.)નો રોષનો જવાબ આપ્યો. જ્યારે કે તે દરબારમાં હતો અને કુરૈશીઓની સામે હતો અને ખિલાફતની આશ્ચર્ય અને તાઅજ્જુબી તેને નમ્રતાથી અટકાવી ન શકી.

ખિલાફતનો દરજ્જો ગૌરવ અને આદર ઉપર આધારીત છે અને ખલીફા માટે જરૂરી છે કે તે આ ખિલાફતના મહાન દરજ્જાની હિફાઝત કરે અને કોઈને પણ તેની હદો ઓળંગી જવાથી રોકે.

પરંતુ અબુબક્રએ આ હદોની પરવા પણ ન કરી જેથી જનાબે ફાતેમા (સ.અ.)ને નારાજ ન કરે પરંતુ તેમની સાથે ખુબજ નમ્રતાથી વાતચીત કરી જેથી તેમના માન અને મરતબાની હિફાઝત કરી શકે.

જ્યારે તેણે જનાબે ફાતેમા (સ.અ.)ને કહ્યું: ‘જરીયાત અને બીનજરીયાતના સમયે તમારીથી વધીને મને કોઈ અઝીઝ નથી. તેમ છતાં હું શું કરી શકું જ્યારે કે મેં રસુલ (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે: અમો અંબીયાના સમૂહ વારસામાં કંઈ મુકી જતા નથી, અમે જે રાખીએ છીએ તે સદકો છે.’

અલ જાહીઝ પોતે આ સવાલનો જવાબ આપે છે:

પોતાના સવાલના જવાબમાં અલ જાહીઝ કહે છે:

અબુબક્રના આ નમ્રતા અને વિવેકનું દેખાડવું એ સાબીત નથી કરતું કે તે ઝુલ્મ, અત્યાચાર અને શરીઅતને ભંગ કરવાના કાર્યોથી પાક છે.

અલબત્ત, એ શકય છે કે એક ઝાલીમ અને બેઈમાન શખ્સ છેતરપીંડી અને ઢોંગનો ઉપયોગ કરે, ખાસ કરીને જ્યારે તે હોશીયાર અને ચતુર હોય જેથી લોકોને ગુંચવળમાં નાખે. તે પોતાની  હકીકી ઈચ્છાને સારા અને ઉમદા શબ્દો વડે રજુ કરે અને પોતાની જાતને ન્યાયી અને ઉચીત હોવાનો ઢોંગ કરે, તેમ છતાં પોતાની આસપાસના બનાવો થકી પોતાને દુ:ખી બતાવે.’

(સૈયદ અલ મુરતઝા (ર.અ.)ની અશ્શાફી, ભાગ-1, પા. 233, શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની બય્તલ અહઝાન ફી મસાએબ સયૈદા અલ નિસ્વાન અલ બતલુ અલ તાહેરા ફાતેઝા અઝઝહરા (સ.અ.), પા. 165-167)

ઉમ્મે સલમા (..)નું અબુબક્રને વખોડવું:

અબુબક્રના બનાવટી નમ્રતા અને વિવેક અને દંભી આદરણીય વર્તન ઉમ્મે સલમા (ર.અ.)ને મૂર્ખ બનાવી ન શકયું.

જ્યારે અબબુક્રએ નઉઝોબિલ્લાહ એક જૂઠ અને ખોટી રજુઆત કહીને જનાબે ફાતેમા (સ.અ.)ના ફદકના દાવાને રદ કર્યો ત્યારે ઉમ્મે સલમા (ર.અ.) એ અબુબક્રને વળતો સવાલ કર્યો?

શું એ સહીહ છે કે જનાબે ફાતેમા (સ.અ.) જેવી શખ્સીયતને આવા શબ્દો વડે સંબોધન કરવામાં આવે?

(જમાલુદ્દીન યુસુફ ઈબ્ને હાતીમની અલ દુર અલ નઝીમ, પા. 480, શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની બય્તલ અહઝાન ફી મસાએબ સયૈદા અલ નિસ્વાન અલ બતલુ અલ તાહેરા ફાતેઝા અઝઝહરા (સ.અ.), પા. 153)

સામાન્ય નમ્રતા શું છે?

જ્યારે ન્યાય કરવાનો હોય ત્યારે વિનમ્રતા અને વિવેક કોઈ શખ્સના વર્તન, વાત અથવા શરીરના હાવભાવથી સ્પષ્ટ ન થાય. જનાબે ફાતેમા (સ.અ.)નો ફદક બાબતે દાવો અને પરત આપવાના કિસ્સામાં અબુબક્રની નમ્રતા અને વિવેક એટલા માટે હતો કારણકે તેની પાસે કોઈ દલીલ ન હતી જે તે પેશ કરી શકે અને તેનો પોતાનો જ દાવો નબળો હતો અલબત્ત પાયોવિહોણો હતો.

કોઈપણ ફરઝંદ પોતાના મા-બાપની સાથે નમ્રતા અને વિવકેનો દાવો સારી વર્તણુંક કરીને પરંતુ તેમની સુચનાઓને અવગણીને અને એમ દલીલ રજુ કરીને ન કરી શકે કે: ‘મેં તેમની નાફરમાની કરી પરંતુ હું તેમની સાથે ખુબજ નમ્રતાથી પેશ આવ્યો ત્યાં સુધી કે મેં તેમને ઉફ પણ ન કહ્યું.’

અને તેમની સામે દલીલો રજુ કરીને નમ્રતા અને વિવેકનો દાવો ન કરી શકે.

આવીજ હાસ્યસ્પદ દલીલ અબુબક્રના ટેકેદારોની અબુબક્રના સારા અખ્લાક અને શાંત સ્વભાવની આ બાબતે રજુ કરે છે.

Be the first to comment

Leave a Reply