શું બહુમતીનો નઝરીયો દીનમાં કોઈ મહત્ત્વ ધરાવે છે? ઈબ્લીસની બહુમતીને ધમકી

વાંચવાનો સમય: 3 મિનિટ

અમૂક મુસલમાનો દાવો કરે છે કે તેઓ બહુમતીમાં છે તેથી હિદાયત તેમનો જન્મસિધ્ધ અધીકાર છે અને તેઓ ખિલાફતના વિવાદમાં પોતાની બહુમતીને હક્ક ઉપર હોવાની દલીલ માને છે. તેઓ શીઆઓને ગુમરાહ માને છે કારણ કે શીઆઓ લઘુમતીમાં છે અને મુળભૂત રીતે ગુમરાહ છે.

જવાબ:

જેઓ પોતાની વધુ સંખ્યા ઉપર ઢંઢેરો પીટે છે અને બહુમતીએ એક મહત્વના મુદ્દા ઉપર વિચાર કરવો જોઈએ કે ઈબ્લીસ કે જે મલઉન, માનવજાતનો ખુલ્લા દુશ્મન, બલ્કે સૌથી મોટા દુશ્મને કસમ ખાધી છે કે તે તમામ માનવજાતને ગુમરાહ કરશે સિવાય કે અમૂક પાકીઝો લોકોને કે જેમને તે સ્પર્શી પણ નથી શકતો. જેમકે પવિત્ર કુરઆન બયાન કરે છે:

“આથી તેણે (ઈબ્લીસે) અરજ કરી: હવે કસમ છે તારી ઈઝઝતની કે હું સઘળાઓને જરૂર બહેકાવીશ, સિવાય કે તારા મુખ્લીસ બંદાઓ.” (સુરએ સાદ, આયત નં. 82-83)

 

ઈબ્લીસની માનવજાતને ધમકી:

આ દાવો હળવો લેવા જેવો નથી. પવિત્ર કુરઆને ઘણી બધી જગ્યાઓ ઉપર ઈબ્લીસની માનવજાતને સખ્ત ધમકીનું વર્ણન કર્યું છે. ઉદાહરણરૂપે અમુક આયતો નીચે મુજબ છે:

1) “(અય રસુલ!) કહો: હું ઈન્સાનોના પરવરદિગારની પનાહ ચાહુ છું, ઈન્સોનોના બાદશાહની, ઈન્સાનોના મઅબુદની, તે શયતાનના વસવસાની બદીથી બચવા માટે, જે લોકોના દિલોમાં વસવસાઓ નાખ્યા કરે છે, પછી તે જીન્નાતોમાંથી હોય અથવા ઈન્સાનોમાંથી.” (સુરએ નાસ (114), આયત 1-6)

 

ઈબ્લીસ માનવજાતનો એવો દુશ્મન છે કે કુરઆનનો એક આખો સુરો તેનાથી પનાહ માંગવામાં સમર્પિત કરવામાં આવ્યો છે.

2) “અને (તે સમયને યાદ કરો) જ્યારે ઈબ્રાહીમ (અ.સ.)એ અરજ કરી: મારા પરવરદિગાર! આ શહેર (મક્કા)ને સુલેહ શાંતીવાળુ બનાવ અને મને તથા મારી ઔલાદને બુતપરસ્તીથી બચાવી લે, મારા પરવરદિગાર! બેશક આ બુતોએ ઘણા લોકોને ગુમરાહ કર્યા છે.” (સુ.ઈબ્રાહીમ (14), આયત 35-36)

 

ઈબ્લીસ બુત બનાવનાર પહેલા હતો અને તેનો મકસદ માનવજાતને અલ્લાહ સાથે બીજાઓને શરીક કરવાનો હતો. (દા.ત. શીર્ક)

3) “અય આદમ (અ.સ.)ની ઔલાદ! શું મેં તમને હુકમ આપ્યો ન હતો કે શયતાનની ઈબાદત કરશો નહી? બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે અને એ કે તમે મારી ઈબાદત કરશો, આજ સીધો રસ્તો છે. અને બેશક તેણે તમારામાંથી ઘણા લોકોને ગુમરાહ કર્યો છે. તેમ છતાં તમો સમજતા નથી?”

(સુરએ યાસીન (36), આયત 60-62)

4) “તેણે કહ્યું: બતાવો, આ તે છે જેને તે મારા ઉપર ફઝીલત આપી છે? અગર તે મને કયામત સુધી મોહલત આપી તો બેશક હું તેની ઔલાદને હલાક કરી દઈશ સિવાય કે ખુબ જ થોડા.”

(સુરએ બની ઈસ્રાઈલ (17), આયત 62)

 

ઉપરોકત આયતો દર્શાવે છે કે બહુમતી ઈબ્લીસના પ્રભાવ અને પકડ હેઠળ છે. હકીકતમાં તેઓને ખોટી માન્યતા છે અને ઈબ્લીસની ચાલાકી કે તેઓને એમ મનાવે છે કે તેઓ ખિલાફતની બાબતમાં હક્ક ઉપર છે. શું અલ્લાહ અઝઝ વ જલ્લ એ પવિત્ર કુરઆનમાં આ મુજબ નથી ફરમાવ્યું:

 

1) “તેણે કહ્યું: મારા પરવરદિગાર! કારણ કે તે ભૂલ ખવડાવી છે, તો બેશક હું પણ દુનિયામાં (બુરી વસ્તુઓ) તેમની નઝરમાં જરૂર સુશોભીત બનાવીશ અને બેશક હું તેઓ સઘળાને ગુમરાહ કરીશ સિવાય કે તે બંદાઓ કે જેઓ મુખ્લીસ છે.”                                     (સુરએ હિજ્ર (15), આયત 39-40)

 

2) “…અને જે કાર્યો તેઓ કર્યા કરતા હતા તેને શયતાને (તેમની નઝરમાં) સુશોભિત બનાવી દીધા હતા.”

(સુરએ અનમ (6), આયત 43)

 

3) “અને જ્યારે શયતાને તેઓના કાર્યો તેઓને સારા બતાવ્યા અને કહ્યું: આજના દિવસે તમારી ઉપર કોઈ વિજયી નહિ થાય અને ચોક્કસ હું તમારી હિફાઝત કરનાર છું: પરંતુ જ્યારે તે બન્ને સમુહોએ એકબીજાનો સામનો કર્યો ત્યારે તે (શયતાન) પોતાના પાછલા પગોએ ફરી ગયો અને કહેવા લાગ્યો: ચોક્કસ હું તો તમારાથી અળગો છું, બેશક હું જે કાંઈ જોઉ છું તે તમે નથી જોતા; ચોક્કસ હું અલ્લાહથી ડરૂ છું અને અલ્લાહ અઝાબ આપવામાં ઘણો સખ્ત છે.”           (સુરએ અન્ફાલ (8), આયત 48)

 

ઈબ્લીસ કોઈ પણ ઉમ્મતને ગુમરાહ કરવા માટે પોતાની લાયકાત ઉપર ખુશ થાય છે:

 

ગદીરના એલાન બાદ તરત જ જ્યારે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ને મુસલમાનો માટે ખલીફા અને મૌલા (સરપરસ્ત) તરીકે નિયુકત કર્યા ત્યારે ઈબ્લીસના ચેલાઓમાં ખળબળાટ મચી ગયો. ગદીરના એલાન પછી તેઓ અત્યંત નાઉમ્મીદી અને કમનસીબી સાથે બધુ જ હાથમાં ચાલ્યુ ગયાના દાવા સાથે ઈબ્લીસની આજુબાજુ જમા થયા. ઈબ્લીસે તેઓને આ દિલાસો આપ્યો: શું લોકો દરમ્યાન રસુલના ઈન્તેકાલ બાદ એવી કોઈ ઉમ્મત રહી છે કે જેને મેં ગુમરાહ ન કરી હોય? આ ઉમ્મતમાં પણ આમ જ થશે.

(કિતાબે સુલૈમ ઈબ્ને કૈસ અલ હિલાલી (ર.અ.), પા. 577,હ.નં. 4)

ઈબ્લીસનો અમર્યાદિત ઉત્સાહ, તાકત અને કસમ સાથે બહુમતીને ગુમરાહ કરવાનો દાવો, તે ઈમામતની બાબત અથવા અન્ય કોઈ અકીદાને સાબીત કરવા માટે બહુમતીની દલીલ તરીકે વાપરવો કોઈ સારો વિચાર નથી. કોઈ અકીદો ત્યારે સ્થાપિત થાય છે જ્યારે તે પવિત્ર કુરઆન અને સહીહ સુન્નત પ્રમાણે હોય, ન કે બહુમતીના આધારે. અગર આપણે બહુમતી સાથે જશું તો એવી સ્થિતિ સર્જાશે કે આપણે ‘જાહેર’માં તો સુન્નતને અનુસરી રહ્યા હશું પરંતુ સંપૂર્ણપણે ઈબ્લીસના અકીદાને માની રહ્યા હશું અને એ એહસાસ પણ નહિ હોય કે તેણે બહુમતીને પહેલેથી જ ગુમરાહ કરી નાખી છે જેવી રીતે કે તેણે પોતે ધમકી આપી છે કે તે બાતીલ અકીદાઓને સહીહ અકીદા તરીકે દેખાડે છે.

 

“જેઓ અમારી નિશાનીઓ જૂઠલાવે છે તેમને અમે એવી રીતે ધીમે ધીમે અઝાબમાં ખેંચશુ કે તેઓને ખબર પણ નહિ પડે.”                                                       (સુરએ અઅરાફ (7), આયત 182)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*