હંમેશાથી ઇસ્લામ માનવતાનું ઉદાહરણ રહ્યું છે. આ બાબતે ઘણા બધા પાત્રો સાક્ષી પૂરી પાડે છે અને તેઓ દ્વારા ઇસ્લામનો સંદેશ લોકો સુધી પોહ્ચાડ્યો છે. આ રીતે તેમણે બીજા મુસલમાનો પાસેથી આદર મેળવ્યો છે.
ઘણી બધી મુસ્લિમ મહાન હસ્તીઓમાંથી એક છે જ.ખદીજા સ.અ. કે જેમણે પોતાની બધીજ સંપતિઓ ઇસ્લામ અને રસુલે અકરમ સ.અ.વ. ના રસ્તામાં ખર્ચ કરી નાખી.
પરિવાર:
જ.ખદીજા સ.અ.- (કે જે જ.ઝેહરા સ.અ. ના માતા હતા) તેમનો પરિવાર મહાન હતો. વર્ષોથી તેમનો પરિવાર સમગ્ર કુરૈશમાં તેમની મારેફત અને ઇલ્મથી ખ્યાતીમાન હતો. (અલ –રોઝ અલ-અનફ, ભાગ-૧ પેજ ૨૧૩)
હ.ખદીજા સ.અ.ને તેમના પિતા પાસેથી અઢળક સંપતિ વારસામાં મળી હતી. આપ સ.અ. સમૃધ્ધ વેપાર કરતા હતા અને ઘણા બધા લોકો આપની નીચે કામ કરતા હતા. તેમની પાસે ૮૦૦૦ કરતા પણ વધારે ઉંટો હતા. તેમનો વેપાર ઇથોપિયા અને ઈજીપ્ત સુધી ફેલાયેલો હતો. (બેહારુલ અન્વાર, ભાગ-૧૬, પેજ ૨૨)
આટલો મોટો વિશાળ વેપારનું સફળ સંચાલન કરવું એ આપ સ.અ.ની સંચાલકીય કુશળતાનું ઉદાહરણ પૂરું પાડે છે. રસુલે અકરમ (સ.અ.વ.) (કે જે અમીનથી પ્રખ્યાત હતા) તેમને પોતાના વેપાર માટે પસંદ કરવા તે તેમની નીર્ણયની પારંગતા દર્શાવે છે. રસુલે અકરમ સ.અ.વ. ૨૫ વર્ષ ની વયે વેપાર માટે સીરિયા સુધી સફર કરતા હતા .
(ઉમ્મુલ મોઅમેનીન ખદીજા અલ-તાહેરા, પેજ ૧૫)
વેપાર દરમ્યાન જ.ખદીજા સ.અ. એ રસુલે અકરમ સ.અ.વ. ને વધારે સારી રીતે ઓળખી લીધા કે તેઓ અસામાન્ય અને પરહેઝગાર ઇન્સાન છે.
લગ્ન:
આપ સ.અ.વ.ની સાથે વેપાર સંબધિત કામના લીધે તેઓ ગવાહી આપી શક્યા કે રસુલે અકરમ સ.અ.વ. એક નોંધપાત્ર ઇન્સાન છે. જ.ખદીજા સ.અ. મક્કાની સૌથી વધારે માલદાર ઔરત હતા. માલદાર પુરષો દ્વારા જ.ખદીજા (સ.અ.) સાથે લગ્નની માંગણી આવતી પરંતુ આપ સ.અ. તે તરફ ધ્યાન આપતા નહી. તેમણે પોતાના જીવનસાથી તરીકે રસુલે અકરમ સ.અ.વ. ને પસંદ કર્યા. આના લીધે તેમણે ઘણાં મેણા-ટોણા સહન કરવા પડ્યા કે તેમના સમકાલીન હોવા છતાં તેમણે એક અનાથ સાથે શાદી કરી.
એવી વ્યક્તિ કે જે દુન્યાની જાહોજલાલીથી દુર હતી તેમની સાથે શાદી કર્યા પછી દોલતમંદ રેહવાને બદલે તેઓ દુન્યાથી આકર્ષિત રહ્યા નહિ અને નૈતિકતા અને આધ્યાત્મિકતા તરફ વલણ રાખ્યું અને રસુલે અકરમ સ.અ.વ. ને પસંદ કર્યા કે જેઓ પુરા અરબસ્તાનમાં અસામાન્ય હતા.
જ.અબુ તાલિબ (અ.સ.) કે જે રસુલે અકરમ (સ.અ.વ.) ના કાકા અને પાલક પિતા હતા તેમની દેખરેખ હેઠળ નિકાહ થયા. જ.અબુ તાલિબ (અ.સ.).એ રસુલે અકરમ સ.અ.વ. તરફથી અને વારકાહ બીન નોઅફાલ એ જ.ખદીજા (સ.અ.)ના તરફથી નિકાહ પડ્યા.
રસુલે અકરમ સ.અ.વ. ના નિકાહ જ.અબુ તાલિબ અ.સ.ના દ્વારા પડવા એ જવાબ છે કે એ લોકોના માટે કે જેઓને જ.અબુ તાલિબ અ.સ.ના ઈમાન બાબતે શક છે. જ.અબુ તાલિબ(અ.સ.) તૌહીદ પરસ્ત હતા અને અગર તેઓ તૌહિદ પરસ્ત ન હોત (મઆઝલ્લાહ..) તો અલ્લાહ અને તેના પયગંબર (સ.અ.વ .) કયારેય તેમને નિકાહ પડાવવાની ઈજાઝત ન આપતે.
એવીજ રીતે વારકાહ પણ એ સમયના આલિમોમાંથી એક હતા કે જેઓ મૂર્તિપૂજક ન હતા. જેથી બંને તૌહિદ પરસ્ત લોકોએ નિકાહનો પાયો નાખ્યો કે જેમણે ઈસ્લામને સૌથી ઉચ્ચ ક્ષેત્રે એકેશ્વરવાદ ઇસ્લામ આપ્યો અને સંપૂર્ણ કાએનાતને ખુબજ ફઝીલતોવાળી વ્યક્તિ કે જેની શરૂઆત જ.ઝેહરા સ.અ. અને અંત જ.મહદી અ.સ. છે.
(બેહારુલ અન્વાર, ભાગ-૧૬, પેજ ૬૫)
જયારે નિકાહ પુરા થઈ ગયા ત્યારે રસુલે અકરમ સ.અ.વ. પોતાના ઘર તરફ ચાલ્યા. એ સમયે જ.ખદીજા સ.અ. એ કહ્યું: “તમારા ઘર તરફ ચાલો, હવેથી મારું ઘર એ તમારું ઘર છે અને હું તમારી કનીઝ છું.”
(સફીનતુલ બેહાર ભા. ૧૬ પેજ ૨૭૯)
જ.ખદીજા(સ.અ.)ના આ શબ્દો દર્શાવે છે કે તેમને પવિત્ર પયગંબર સ.અ.વ.ની માઅરેફત અને પોતાની અંદર કુરબાનીની ભાવના હતી. તેમની પોતાની બધીજ સંપતી રસુલે અકરમ સ.અ.વ.ને અર્પિત કરી દેવું દર્શાવે છે કે તેમની નઝદીક દુન્યાની દૌલતની કોઈ કિંમત નથી અને તેઓનો મકસદ ફક્ત આખેરત જ છે.
મોટાભાગના સંશોધકોનું માનવું છે કે રસુલે અકરમ સ.અ.વ.ની શાદી આપ સ.અ.ની પેહલી અને ફકત એક જ શાદી હતી.
આ વિચારો શાદીના ૧૫ વર્ષ પછી ખુબજ મહત્વની ઐતીહસિક ઘટના બની કે જેમાં રસુલે અકરમ (સ.અ.વ.) એ નબૂવ્વતનુ એલાન કર્યું જ.ખદીજા (સ.અ.)નુ એ નુરાની દિલ હતું કે જેમણે ઔરતોમાં સૌપ્રથમ રસુલે અકરમ (સ.અ.વ.) પર ઈમાન લાવ્યા.
અલી અ.સ. : “એ દિવસોમાં ઇસ્લામ ફક્ત એક જ ઘરમાં જોવા મળતો હતો કે જેમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને હ.ખદીજા સ.અ. રેહતા હતા અને હું રહેતો હતો.”
(નેહ્જુલ બલાગાહ, ખુત્બા એ કાસિયા )
જ.ખદીજા સ.અ. એ પોતાની બધી જ દૌલત રસુલે અકરમ સ.અ.વ.ને આપી દીધી અને કહ્યું: “ જે કઈ મારી પાસે છે એ તમારી સમક્ષ રાખી દીધું છે, અને હવે તે તમારા હવાલે છે, તમે જે રીતે ચાહો એ રીતે અલ્લાહની રાહમાં ઉપયોગ કરો અને તેના દિનની તબ્લીગ માટે.”
(ઉમ્મુલ મોઅમેનીન અલ –તાહેરા, પેજ ૩૨)
જ.ખદીજા સ.અ.ના આ શબ્દો અને તેમનું કાર્ય કે પોતાની દૌલત અલ્લાહની રાહમાં આપી દેવી તે સાબિત કરે છે કે તે અલ્લાહને અને તેના મઝહબને માનનીય માને છે. અલ્લાહની રાહમાં કુરબાની આપવાના લીધે અલ્લાહ સુ.વ.ત. એ જ.ખદીજા સ.અ.ને જ.જિબ્રઈલ અ.સ. દ્વારા સલામ મોકલાવે છે.
Be the first to comment