શંકા
કેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓએ સૈયદુશશોહદા ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત વિશેની હદીસો ઘડી કાઢી છે. તેઓ દાવો કરે છે કે ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર અને સેકડો હજ અને ઉમરા બરાબર હોવાની હદીસો અતિશયોક્તિ છે અને તેને કુરઆન કે અકલ (પ્રમાણે આધારભૂત નથી.) ટેકો આપતુ નથી.
જવાબ:-
- અલ્લાહની મુલાકાત
- મોઅમીનનું મહત્વ
- કોઈ પણ અલ્લાહને સવાલ ન કરી શકે.
- અલ્લાહની યાદ સૌથી મહાન છે.
- ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારતનો સવાબ માત્ર અલ્લાહ જ જાણે છે.
આવા વિરોધો માત્ર અસંતુષ્ટ લોકો (વિઘ્નસંતોષી લોકોના) અલ્લાહની કિતાબ અને સુન્નતના અપૂરતા જ્ઞાનને દર્શાવે છે. ફક્ત ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત જ નહિ પરંતુ નેકીના અમુક સામાન્ય અમલ પણ અલ્લાહની મુલાકાતનો સવાબ અપાવી શકે.
- અલ્લાહની મુલાકાત
فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
“માટે જે કોઇ પોતાના પરવરદિગારની હુજૂરમાં જવાની ઉમ્મેદ રાખતો હોય તો તેને જોઇએ કે સત્કાર્યો કરે,અને પોતાના પરવદિગારની ઇબાદતમાં (બીજા) કોઇને શરીક કરે નહિ.”
(સુ. કહફ-૧૧૦)
સારા કાર્યો કરવાની જઝા અલ્લાહની મુલાકાત (لِقَاء رَبِّهِ) છે. કુરઆન અને હદીસોમાં જણાવ્યા મુજબના સેંકડો સારા કર્યો હોઈ શકે. તે અલ્લાહ અઝ્ઝ વ જલ્લની રાહમાં ફક્ત એક દીરહમ વાપરવા જેટલું સામાન્ય પણ હોઈ શકે.
તો પછી ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારતનો સવાબ અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર હોય તેમાં શું આશ્ચર્ય છે? એ નોધવું જોઈએ કે હદીસોમાં અર્ષનો ઉલ્લેખ અલ્લાહને એક સ્થાન પુરતો મર્યાદિત કરતો નથી, તે તેની ભવ્યતાને દર્શાવે છે અને ઈમામ હુસૈન અ.સ.ના ઝીયારતના મહત્વને દર્શાવે છે
- મોઅમીનનુ મહત્વ
મોઅમીનનું દિલ અલ્લાહનું (રેહમાનનું) અર્ષ છે. જયારે મોઅમીનના દિલને દુ:ખ પહોચે છે તો તે અર્ષના પાયાને ધ્રુજાવી દે છે.
- બેહારુલ અન્વાર ભાગ ૫૫ પાના ૩૯.
- મેરાઅતુલ ઉકૂલ ફી શર્હે અખબારે આલે રસુલ ભાગ ૧૨ પાના ૨૩૦.
હદીસે કુદ્સીમાં અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે “મોઅમીન મારાથી છે અને હું મોઅમીનથી છું.”
- શેખ હુર્રે આમેલી (ર.અ.)ની અલ જ્વાહેર અલ સનીયાહ
આ હદીસોનો સારાંશ એ છે કે મોઅમીનને માન આપવું ઇલાહી કુરબતનું કારણ છે અને અલ્લાહને તેના અર્ષ પર એહતેરામ કરવા જેવું છે.
તો પછી (આશ્ચર્ય શા માટે કે અલ્લાહ તેના અર્ષ પર ખુશ હોય તેનાથી કે) જે ઈમામ હુસૈન બિન અલી અસ.ની અને તેમના ભાઈ ઈમામ હસન અ.સ.(ની ઝીયારત કરે) કે જેઓ જવાનાને જન્નતના સરદાર છે. તેમની ઝીયારત કરે તો અલ્લાહ તેના અર્શ પર તેનાથી ખુશ થાય તો આશ્ચર્ય શા માટે?
3.અલ્લાહને કોઈ પણ સવાલ ન કરી શકે
પયગંબર હ. ઝકરિયા અ.સ. જનાબે મરિયમ સ.અ. પાસે ખાણું જોઇને આશ્ચર્ય પામ્યા ખાસ કરીને એટલા માટે કે તેમના કમરામાં કોઈ મનુષ્યની અવર જવર ન હતી.
كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقاً
قَالَ يَا مَرْيَمُ أَنَّى لَكِ هَـذَا قَالَتْ هُوَ مِنْ عِندِ اللّهِ
إنَّ اللّهَ يَرْزُقُ مَن يَشَاء بِغَيْرِ حِسَابٍ
“ જયારે ઝકરીયા તે બાળા (મરિયમને જોવા માટે) મસ્જિદમાં દાખલ થતા ત્યારે તેણીની પાસે કોઈ ખાવાની વસ્તુ (હાજર)જોતા, (આથી) તે (આશ્ચર્ય પામી) પૂછતા કે હે મરિયમ!આ વસ્તુઓ તારી પાસે કયાંથી? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.”
(સુ. આલે ઇમરાન ૩:૩૭)
જનાબે મરિયમનો પ્રત્યુત્તર સ્પષ્ટ રીતે જણાવે છે કે અલ્લાહ જેને ચાહે તેને ચાહે તેટલો અજ્ર અતા કરે છે, ત્યાં સુધી કે પયગંબર ઝકરિયા આશ્ચર્યચકિત થઇ જાય.
કુરઆનમાં એવી ઘણી આયતો છે કે જે આ હકીકતને દર્શાવે છે:
أَن يُنَزِّلُ اللّهُ مِن فَضْلِهِ عَلَى مَن يَشَاء مِنْ عِبَادِهِ
“અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે તેના પર પોતાની કૃપા ઉતારે છે”
(સુરે બકરહ (૨) આયત ૯૦)
وَاللّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاء وَاللّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
“જો કે અલ્લાહ જેને ચાહે છે તેનેજ પોતાની રહેમત માટે ચૂંટી કાઢે છે;અને અલ્લાહ મહાન કૃપાળુ છે.”
(સુ. બકરહ (૨) આયત ૧૦૫)
છેવટે, એક હજ/ઉમરાનો અજ્ર કે લાખો હજ/ઉમરાનો અજ્ર જન્નત છે. અને જે કોઈ જન્નતમાં દાખલ થવા ઈચ્છે તેણે તેના સરદારોની ખુશ્નુદી મેળવવી જોઈએ. સુન્નતની માન્ય હદીસો પ્રમાણે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. જન્નતના જવાનોના સરદાર છે.
સંદર્ભ:
- સહીહ તીરમીઝી ભાગ ૫ પાના ૬૬૦
- સુનાને ઇબ્ને માજા, ભાગ ૮ની પ્રસ્તાવના
- સોનાને નીસાઈ
- મુસ્નદે અહેમદ ભાગ ૧, ભાગ ૩, ભાગ ૫.
- મુસ્તદરકે હકીમ ભાગ ૩
- અલ સવાએક અલ મોહર્રેકા પ્રકરણ ૧૧.
4.અલ્લાહની યાદ સૌથી મહાન છે.
અગર અલ્લાહ ઈમામ હુસૈન અ.સ.ના ઝાએરને ઘણી બધી હજ/ઉમરાનો સવાબ અતા કરે જેનું પરિણામ જન્નત છે તો તે શા માટે આશ્ચર્યકારક છે? ઈમામ હુસૈન અ.સ.ના ઝાએરનો સર્વશ્રેષ્ઠ અજ્ર અલ્લાહની ખુશ્નુંદી છે જે દસ કરોડ નમાઝો, હજજ/ઉમરા કે બીજી કોઈ પણ ઈબાદત કરતા બહેતર છે. આ હકીકતને કુરઆનમાં આ રીતે વ્યક્ત કરાઈ છે.
اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّـهِ أَكْبَرُ ۗ وَاللَّـهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
“(અય રસૂલ !) આ કિતાબમાંથી તારા તરફ જે વહી કરવામાં આવી છે તેનો ઝિક્ર કર્યા કર અને નમાઝ પઢ્યા કર; નિસંશય નમાઝ નિર્લજ્જપણાં અને અયોગ્ય વર્તનથી બચાવે છે અને ખરેજ અલ્લાહની યાદ સૌ કરતાં મોટી વસ્તુ છે; અને તમે લોકો જે કાંઇ કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે.”
(સુ.અનકબૂત-૪૫)
5.માત્ર અલ્લાહ જ ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારતનો અજ્ર જાણે છે
લાખો હજ કે ઉમરા એ ઝાએરના અજ્રને દર્શાવવા માટે આંકડા માત્ર છે. ઈમામ હુસૈન અ.સ.ની એક ઝીયારત વિષે હજ અને ઉમરાની સંખ્યા અંગે ભરપૂર હદીસો છે. હદીસોમાં સંખ્યા અલગ અલગ છે અને તે માત્ર અજ્રની સૂચક છે. અલ્લાહના નબી અને તેની આલ પર માત્ર સલવાત પડવાથી બેહિસાબ સવાબ મળે છે જેને ફરિશ્તાઓ ગણી નથી શકતા. તો પછી ઈમામ હુસૈન અ.સ. પર નજદીક કે દૂરથી ઝીયારત વિષે શું કહેશો?
Be the first to comment