ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ

બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે.

1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે અયમને પણ એ બહાનુ કાઢી રદ કર્યા કે રસુલુલ્લાહ (સ.અ.વ.) કોઈ વારસો છોડતા નથી.

2) હ.અબુબક્ર અને હ.ઉમર એ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની બાજુમાં દફન છે અને એ મિલ્કતના વારસદાર તેમની દુખ્તરો આયેશા અને હફશા છે.

જવાબ:                  

મુદ્દા નં. 1 અને 2 વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ છે ભલે પછી ચાહે તે એક મામુલી મુસલમાન પણ કેમ ન હોય.

અગર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) તેમના પિતા (સ.અ.વ.)ની મિલ્કતમાં વારસો નથી મેળવી શકતા તો પછી કેવી રીતે શૈખૈન રસુલ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવાની જગ્યામાં વારસો મેળવે?

આ વિષય ઉપર આંખ ઉઘાડતો વિવાદ શૈખૈનના દફનને બાતીલ કરે છે અને સાબીત કરે છે કે જે ઝમીન ઉપર તેઓ દફનાવેલ છે તે મુસલમાનો પાસેથી છીનવી લીધેલ છે.

અબુ હનીફા શૈખૈનનો બચાવ કરવામાં નિષ્ફળ જાય છે:

એક દિવસ ફુઝાલ ઈબ્ને હસન ઈબ્ને ફુઝાલ અલ કુફી (જુઓ કામુસુલ રેજાલ, ભાગ. 4, પા. 313) ઈમામ જઅફર સાદિક (અ.સ.)ના સહાબી, તેમના દોસ્તની સાથે કુફાની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા.

તેમણે જોયું કે અબુ હનીફા લોકોથી ઘેરાએલ છે અને લોકો તેમને દીની સવાલો કરી રહ્યા હતા.

ફુઝાલના દોસ્તની ફૂઝાલને મનાઈ કરવી અને આગાહ કરવું કે અબુ હનીફા ખૂબ હોશીયાર માણસ છે, તેમ છતાં પણ મેં અબુ હનીફા પાસે જઈ પોતાની એક સવાલ કરવાનું નક્કી કર્યું. ફુઝાલ એક ‘સુન્ની’ મુસ્લીમ તરીકે અને તેના સાથે એક શીઆ ભાઈ છે તે રીતે તેની સામે ગયા.

(અમો અહિ ડીબેટમાંથી આપણા વિષયને લગતો ભાગ રજુ કરીએ છીએ).

અબુ હનીફા: તમારા શીઆ ભાઈને કહો કે આયેશા અને હફશા કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ હોવાના કારણે તેઓને આ ઓરડાઓ વારસામાં મળ્યા છે અને પોતે મેળવેલ વારસાના ભાગમાંથી તેમના પિતાઓને દફન માટે જગ્યા આપી છે.

ફુઝાલ: મેં તેને આમ જ કહ્યું પરંતુ તેણે વળતો પ્રહાર કર્યો કે તમો મુસલમાનો માનો છો કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ કોઈ વારસો છોડયો નથી, તેથી જ તો ફદક જનાબે ફાતેમા (સ.અ.), રસુલુલ્લાહ (સ.અ.વ.)ની એકની એક દુખ્તરને આપવામાં આવ્યો ન હતો.

અગર આપણે એમ પણ માની લઈએ કે ઓરડાઓ વારસામાં હતા, તો પણ એ હકીકત છે કે પયગમ્બર (સ.અ.વ.)ને તેમની શહાદતના સમયે નવ પત્નિઓ હતી. તેથી દરેક પત્નિને તે મિલ્કત ઉપર સરખો હિસ્સો હતો અને બીજી પત્નિઓની પરવાનગી વગર હ.અબુબક્ર અને હ.ઉમરને દફનાવવામાં જોઈતા ન હતા. અગર આપણે વારસાને નવ પત્નિઓ દરમ્યાન સરખા ભાગે તકસીમ કરીએ તો દરેક પત્નિ થોડો એવો ભાગ મેળવવા હક્કદાર થશે, ન કે દફનાવવાની જેટલી જગ્યા જેમકે હ.અબુબક્ર અને હ.ઉમરે તેમના માટે લીધી છે.

આ દલીલ સાંભળ્યા પછી અબુ હનીફાએ પોતાની હાર માની લીધી અને બેબાકળો થઈને તેના સાથીઓને હુકમ કર્યો કે આને અહિંથી બહાર કાઢો, આ શીઆ છે.

  • અલ એહતેજાજ, પા. 207

શૈખૈનને ખુબજ આસાનીથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ફદકના દાવાને રસુલુલ્લાહ (સ.અ.વ.)થી ખોટી રિવાયત રજુ કરીને રદ કરી દીધા. તેઓને આ વાતનો એહસાસ ન હતો કે એક દિવસ તેઓ નબી (સ.અ.વ.)ની બાજુમાં એ મિલ્કત ઉપર દફનાવવામાં આવશે કે જે તેઓની દુખ્તરો દ્વારા કહેવાતા વારસામાં મેળવેલ હશે.

અગર દુખ્તર મિલ્કતનો વારસો નથી મેળવી શકતી તો પછી કઈ રીતે પત્નિઓ વારસાનો દાવો કરી શકે, તે પણ નબી (સ.અ.વ.)ના બારામાં કે જેમના માટે કહેવાય છે કે તેઓ કોઈ વારસો મુકી જતા નથી.

સ્પષ્ટ રીતે શૈખૈન પોતે પોતાના વિરોધાભાસનો શિકાર થયા છે અને દરેક વખતે જ્યારે એક મુસલમાન નબી (સ.અ.વ.)ની કબ્ર મુબારકની ઝિયારત કરે છે ત્યારે પોતાને પુછે છે: શૈખૈન અહિં રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં શું કરી રહ્યા છે જ્યારે કે નબી (સ.અ.વ.) પોતાની પાછળ કોઈ વારસો મુકી નથી જતા.

જેમકે કેહવામાં આવે છે કે: જે કોઈ પોતાના ભાઈ માટે ખાડો ખોદે તે પોતેજ તેમાં પડે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*