તસ્બીહે જ. ફાતેમા ઝહરા (સ.અ.)

વાંચવાનો સમય: < 1 મિનિટ

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા પડી જતા હતા. તદ્ઉપરાંતઘરમાં ઘણીવાર જાડુ મારતા અને કલાકો સુધી ચક્કી ચલાવતા કે જેના લીધે હાથોમાં પણ છાલા પડી જતા હતા. તદ્ઉપરાંત આપ(સ.અ.) મોટો ચુલ્હો સળગાવતા અને તેના ઉપર જમવાનું બનાવતા જેના કારણે આપના કપડામાં ડાઘ પડી જતા હતા.

ટૂંકમાં આપ(સ.અ.) ઘરકામમાં ખુબજ કઠીન પરીશ્રમ કરતા હતા જે ખુબજ મુશ્કેલીભર્યુ કાર્ય હતું.

હઝરત અલી (અ.સ.) એ આપ(સ.અ.)ના ઘરકામ કરવામાં કઠીન પરીશ્રમની હાલતને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ધ્યાનમાં લાવ્યું અને કનીઝની વિનંતી કરી જેથી આપ (સ.અ.)નું કામ આસાન થાય.

એક દિવસ આપ (સ.અ.) રસુલે અકરમ (સ.અ.વ.)ના ઘરે ગયા અને જોયું કે આપ(સ.અ.વ.) બીજા લોકો સાથે વાતોમાં મશ્ગુલ છેતેથી તેણી (સ.અ.) પાછા ઘરે આવી ગયા. પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને જાણ હતી કે શા માટે તેણી આપને મળવા આવ્યા હતા. આપ(સ.અ.વ.) તેણીના ઘરે ગયા અને પુછયું: અય મારી વ્હાલી દિકરીશું વાત છે?

હઝરત અલી (અ.સ.) એ જ. ફાતેમા (સ.અ.)ની તકલીફોનું વર્ણન કર્યું. આ સાંભળીને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: 

શું હું તમને એક અમલ બતાવું જે તમારા માટે ફાયદાકારક છે?” આમ કહી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “દરેક નમાઝ બાદ તમે 34 વખત અલ્લાહો અકબર, 33 વખત અલહમ્દોલીલ્લાહ અને 33 વખત સુબ્હાનલ્લાહ પડો. આ પડવું તમારા માટે કનીઝ કરતા બહેતર અને દુનિયાની બીજી દરેક વસ્તુઓ કરતા અફઝલ છે. 

(એલલુશ્શરાએપા.366, બેહારૂલ અન્વારભાગ-43, પા. 82)

 હદીસોમાં આ તસ્બીહ પર ખુબજ ભાર મુકવામાં આવ્યો છે.

નમાઝ ઉપરાંત સુતા પહેલા પણ પડવાની ખુબજ તાકીદ કરવામાં આવી છે.

 ઈમામ જઅફરે સાદિક (અ.સ.) જણાવ્યું છે કે તસ્બીહે ઝહરા (સ.અ.) બાળકો અને યુવાનો માટે ખુબજ ઉપયોગી છે.

 બીજી હદીસમાં છે કે તસ્બીહે ઝહરા (સ.અ.) વગર નમાઝો કબુલીય્યને પાત્ર થતી નથી.

 બીજી હદીસમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.) આપણને ફરમાવ્યું છે કે તસ્બીહે ઝહરા (સ.અ.) એક હજાર મુસ્તહબ નમાઝો પડવા કરતા બહેતર છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*