શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટ

અમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર અને શૂરવીર ન હતા. અલી (અ.સ.) એ જ. ઝહરા (સ.અ.)નો બચાવ કરવો જોઈતો હતો.

જવાબ

1.      હક અલી (અ.સ.)ની સાથે અને અલી (અ.સ.)ની સાથોસાથ હક છે.

2.      અમીરૂલ મોઅમેનીનઅલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો વિરોધ

3.      બદલો લેવા માટે પોતાના પર કાબુ રાખવો

4.      બે વિકલ્પો વચ્ચેની પસંદગી

5.      ભૂતકાળના પવિત્ર નબીઓ (અ.સ.) સાથેની સમાનતા

6.      ઉસ્માન બીન અફફાને પોતાની પત્નીનો બચાવ ન કર્યો

1) હક અલી (અ.સ.)ની સાથે છે અને અલી (અ.સ.)ની સાથોસાથ હક છે.

પ્રશ્નના શબ્દો અને જે રીતે તે પૂછવામાં આવ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે આવો પ્રશ્ન ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના શીઆઓની દુશ્મનાવટમાંજ ઉદભવી શકે છે. આ પ્રશ્નને ચોક્કસપણે એવી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે જેથી કરીને શીયાઓને ફસાવવામાં આવે. અગર શીયાઓ કહે છે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ હઝરત ફાતેમા (સ.અ.)નો બચાવ કર્યો હતો તો મુસ્લિમો એવો જવાબ આપે છે કે અલી (અ.સ.)ને તો રસુલ (સ.અ.વ.) દ્વારા સબ્ર કરવાનું કહેવામાં આવ્યું હતું અને અગર અલી (અ.સ.) એ જ. ઝહરા (સ.અ.)નો બચાવ ન્હોતો કર્યો તો એનો મતલબ કે તે એટલા બહાદુર ન હતા અને તેમની બહાદુરીના બાબતે જે કાંઈ કિસ્સાઓ છે તે કંઈ નથી સિવાય કે ઘડી કાઢેલી વાતો. અથવા તો તેમના ખલીફાઓનું નિર્દોષપણુ સાબીત કરવા માટે તેઓ એવુ સૂચન કરે છે કે હુમલો થયોજ ન હતો (અને આ પ્રશ્ન પાછળનો ખરો હેતુ તો આજ છે)

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની સામેના વાંધાનો અમારો પ્રારંભિક જવાબ એ છે કે અલી (અ.સ.) કયારેય ખોટુ કાર્ય કરી શકે નહીં. તેઓ બંને સ્થિતિમાં હક પર છે (સાચા છે) અગર તેઓ હઝરત ફાતેમા (સ.અ.) નો બચાવ કરે અથવા ન કરે, કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ સ્પષ્ટ શબ્દોમાં એલાન કરી દીધુ છે કે

અલી હકની સાથે છે અને હક અલીની સાથે છે. અય અલ્લાહ હકને એ તરફ ફેરવ જે તરફ અલી ફરે.

આ હદીસની વિશ્વસનીયતા અને તેના પ્રમાણભૂત હોવા ઉપર તમામ મુસ્લિમો એકમત છે. તેથી, કોઈપણ વ્યકિત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના કોઈપણ કાર્ય બાબતે સવાલ ન કરી શકે ભલે પછી દેખીતી રીતે તેમને વિચિત્ર અથવા અસ્વિકાર્ય કેમ ન લાગે. જેવી રીતે કોઈપણ મુસ્લિમ અલ્લાહ (ત.વ.ત.)ને તેમના હુકમ બાબતે કે જે અલ્લાહે ફરિશ્તાઓને કર્યો હતો કે તેઓ હ. આદમ (અ.સ.)ને સજદો કરે (તે બાબતે) સવાલ નથી કરી શકતો. હાલાંકે દેખીતી રીતે તો તે તૌહીદના મૂળભૂત સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. શું કોઈ અલ્લાહ (ત.વ.ત.)ને તૌહીદ શીખવી શકે? તેવીજ રીતે, શું કોઈ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને હક શીખવી શકે?

2) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો વિરોધ

અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) પોતે બદલો લઈ શકે છે અને તેનું સામર્થ્ય પણ છે તે દશર્વિવા માટે અલી (અ.સ.)એ જ. ફાતેમા ઝહરા (સ.અ.) નો હુમલાખોરોથી બચાવ કર્યો હતો. તેઓ (અ.સ.)એ ઉમર ઈબ્ને ખત્તાબને પાછો હટાવ્યો અને તેને હંફાવી પણ દીધો. અગર અલી (અ.સ.)એ તેમ ન કર્યું હોતે, તો એ મજબુત શકયતા હતી કે દુશ્મનો હજુ આગળ વધ્યા હોતે અને જ. ફાતેમા ઝહરા (સ.અ.)ને મારી પણ નાખતે. ઉમરે અગાઉથીજ ધમકી આપી દીધી હતી કે તેને એનાથી કોઈ ચીંતા નથી કે ઘર તેના રહેવાસીઓ સાથે ધસી પાડવામાં આવે (જમીન દોસ્ત કરી નાખવામાં આવે). તેથી અલી (અ.સ.)ની બહાદુરીના લીધે પૂર્વાયોજિત હત્યા થઈ ન શકી.

જેમકે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વસીય્યતમાં બંધાયેલા હતા કે કોઈ પણ સંજોગોમાં અગર તેમને જરૂરી સંખ્યામાં મદદગાર અને સાથીદારો મળશે નહીં તો તેઓ સબ્ર કરશે. તેથી આપ (અ.સ.) એ તલ્વાર ન કાઢી. આપ (અ.સ.) એ એક વખત કહ્યું: અગર મારી સાથે આ ઘેટાઓની સંખ્યા (કે જે ત્રીસ (30) હતી) જેટલા અલ્લાહ તબારક વ તઆલા અને તેના રસુલ (સ.અ.વ.)ના નિષ્ઠાવાન માણસો હોત તો મેં આ માખી ઉડાડવાવાળાના પુત્રને પદભ્રષ્ટ કરી નાખ્યો હોત (અબુબક્રને સંદર્ભ આપીને કારણકે તેના બન્ને માં-બાપનો વ્યવસાય અબ્દુલ્લાહ ઈબ્ને જુઝઆન અલ તય્મીના સુફરા ઉપરથી માખી ઉડાડવાનો હતો, તેઓનું આ કામનું મહેનતાણુ રોકડ ન હતું પરંતુ તેઓ વધેલુ ખાઈ જતા અથવા તો એ માખીઓ મળતી કે જેમને તેઓએ ઉડાડી મારી નાખી હોય એટલા માટે તેઓ (અ.સ.) એ તેને આ ઉપનામથી બોલાવ્યા).

(અલ કાફી, ભાગ-8, પા. 31, હ. 5, ખુત્બએ તાલુતીયાહ)

આપ (અ.સ.) એ એટલુજ કર્યું કે જે તેમની દલીલ માટે પુરતુ હતું નહીંતર આગળની પેઢીઓએ એમ કહ્યું હોત કે શા માટે અલી (અ.સ.)એ ફકત દેખાડવા માટે પણ પ્રતિકાર ન કર્યો.

જ્યારે આપ (અ.સ.)એ જાણ્યું કે તેઓ ઉમરને મારી નાખશે તો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વસીય્યતનું ઉલ્લંઘન થશે, માટે તેઓ ત્યાંજ થોભી ગયા.

અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર તેમની નિય્યતના કારણે હ. યુસુફ (અ.સ.) જેવો આક્ષેપ નાખી ન શકાય, જેમકે પવિત્ર કુરઆન કહે છે:

અને ખચીતજ તેણીએ (યુસુફ અ.સ.) તરફ (બદી કરવા)નો નિર્ણય કર્યો હતો અને અગર યુસુફે પોતાના પરવરદિગારની ખુલ્લી દલીલ જોઈ લીધી ન હોત તો તે પણ તેણીની સાથે એવોજ નિર્ણય કરતે.”

(કિતાબે સુલૈમ ઈબ્ને કૈસ અલ હીલાલી, પા. 568, લેખક સુલૈમ ઈબ્ને કૈસ અલ હીલાલી (વફાત 80 હીજરી). સૈયદ મહમૂદ આલુસી બગદાદી (વ. 1270 હીજરી) ની કિતાબ મઆની ફી તફસીર અલ કુરઆન અલ અઝીઝ, ભાગ-3, પા. 124 ખસાએસ અલ અઈમ્મા, અબુલ હસન મોહમ્મદ બીન હુસૈન બીન મુસા અલ મુસવી અલ બગદાદી, શરીફ રઝી (વ. 406 હીજરી), ફેરફાર અને સંકલન કરનાર ડો. મોહમ્મદ હાદી અમીની.)

3) વેર લેવા માટે પોતાના પર કાબુ રાખવો.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ હુમલાખોરોની વિરૂધ્ધ એવીજ રીતે બદલો ન લીધો જેવી રીતે તેઓ બદ્ર અને ઓહદના કાફીરો વિરૂધ્ધ બદલો લીફો હતો કારણકે તેમને ભય હતો કે તેઓના વેર વાળવાથી મુસ્લિમોમાં વિભાજન થઈ જશે અને તેના જવાબદાર આપ (અ.સ.) ને ગણવામાં આવશે. આની મિસાલ નબી હારૂન (અ.સ.)ની ચૂપકીદીની જેમજ છે કે જ્યારે બની ઈસરાઈલે વાછરડાની પૂજા કરી હતી અને શીર્ક અને મૂર્તિપૂજામાં પડી ગયા.

    (અલ ઈસ્તેઆબ ફી માઅરેફત અલ અસ્હાબ, ભાગ-2, પાના  497, યુસુફ બીન અબ્દુલ્લાહ બીન મોહમ્મદ બીન અબ્દ અલ-બીરર (વ. 463) શર્હે નહજુલ બલાગાહ, ભાગ-1, પા. 184, અબુ હામીદ ઈઝઝુદદીન બીન હીબ્તુલ્લાહ બીન મોહમ્મદ બીન મોહમ્મદ બીન અબીલ હદીદ અલ મદાએની અલ મોઅતઝેલી (વ. 655 હીજરી)

4) બે વિકલ્પો વચ્ચે પસંદગી

જ્યારે ઘર ઉપર હુમલો થયો અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વહાલી પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને દબાવી દેવામાં આવ્યા ત્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની સામે બે વિકલ્પો હતા, કાં તો વિરોધ કરી વેળ લઇ લે કે જેનાથી મુસ્લિમો વચ્ચે ભાગલા પડતે અથવા ઝુલ્મ સહન કરવો અને ઈસ્લામને વિનાશથી બચાવવો. તેઓ (અ.સ.) એ બીજો વિકલ્પ પસંદ કર્યો કે જે ઈસ્લામના સૌથી શ્રેષ્ઠ હીતમાં હતું.

તેઓ નહજુલ બલાગાહના ત્રીજા ખુત્બા (ખુત્બએ શીકશીકીયા)માં વર્ણવે છે:

પછી મેં વિચાર્યું કે મારા કપાએલા હાથોથી હુમલો કરી દઉંઅથવા આ ભયાનક અંધકાર પર ધીરજ ધરી લઉં,જેમાં પાકટ ઉમરનો બિલકુલ નિર્બળ અને બાળક બુઢો થઈ જાય છે અને મોઅમીન તેના પ્રયત્નો કરતો કરતો પોતાના પરવરદિગારની પાસે પહોંચી જાય છે અને આ અંધકારમાં ધીરજ બુધ્ધિપૂર્વક લાગી એટલે મેં ધીરજ ધરી. જો કે આંખોમાં (રજના કાંકરા) ખૂંચતા હતા અને ગળામાં (દુ:ખ-ગમનો) ફાંસો પડયો હતો.

5) ભૂતકાળના પવિત્ર નબીઓ (અ.સ.) સાથેની સમાનતા

અતિ ભારે દુખોમાં સબ્ર કરવી એ ઈસ્લામ માટે નવુ ન હતું કેમ કે તે તો ભૂતકાળના પવિત્ર નબીઓ (અ.સ.)નો જીવનનો સાર હતો, કે જેઓએ મોટી મુસીબતો અને ઝુલ્મોમાં પણ સબ્ર અને સહિષ્ણુતાનું પ્રદર્શન કર્યું કે જેથી કરીને એવા પ્રશ્નો ઉપજે કે જે આ મુસ્લિમો દ્વારા ઉપજાવવામાં આવ્યા. શા માટે તે નબીઓ (અ.સ.) એ તે ઝાલીમો વિરૂધ્ધ બળવો ન પોકાર્યો?

ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પૂછવામાં આવ્યું: શા માટે તમે અબુબક્ર અને ઉમર સાથે જંગ ન કરી જ્યારે કે તમે તલ્હા, ઝુબૈર અને મોઆવીયા સાથે જંગ કરી હતી?

તેઓ (અ.સ.) એ જવાબ આપ્યો: ખચીતજ મારામાં છ (6) નબીઓના ઉદાહરણ છે અને તેમાંથી હઝરત નૂહ (અ.સ.) છે કે જ્યારે તેણે કહ્યું:

“… ખરેખર હું હારી ગયો છું તો તું મદદ કર.”

(સુરએ કમર 54:10)

તફસીરે નૂર અલ સકલૈન સૂરએ કમર આયત 10 ના નીચે શૈખ અબુ મન્સુર અહેમદ ઈબ્ને અબી અલ તબરસી (અ.ર.)ની કિતાબ અલ એહતેજાજમાંથી વર્ણવતા:

નબી લૂત (અ.સ.)ના ઘર ઉપર પણ હુમલો થયો હતો અને હુમલો કરનારે ખુબસુરત યુવાનો (ફરીશ્તાઓ) ને અગર તેમના હવાલે ન કરવામાં આવે તો તેમનું અપહરણ કરવાની પણ ધમકી આપી. હઝરત લૂત (અ.સ.) એ તેમની કૌમની દીકરીઓથી શાદી કરવાની વાત કરીને ભલામણ કરી.

શા માટે હઝરત લૂત (અ.સ.) એ હુમલાખોરોથી પોતાના ઘરના સભ્યોનો બચાવ સામો હુમલો કરીને ન કર્યો અને તેમને સબ્ર દાખવી? અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પણ હુમલોખોરોથી એવીજ રીતે સબ્રથી વર્તન કર્યું તે કરતા કે કે ખુલ્લમ ખુલ્લો બળવો પોકારવામાં આવે.

6) ઉસ્માન બીન અફફાને પોતાની પત્નીનો બચાવ ન કર્યો

એ મુસ્લિમો  કે જેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિરૂધ્ધ ઘણા વાંધાઓ ઉભા કરે છે તેઓએ ઈસ્લામીક ઈતિહાસનું વધારે વાંચન કરવાની જરૂર છે કે બીજાઓએ આવી પરિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપ્યો? તેઓ નિશંકપણે ત્રીજા બની બેઠેલા ખલીફા ઉસ્માન બીન અફફાનના ઘર ઉપર મુસ્લિમો એ જે હુમલો કર્યો ત્યાંથી પસાર થશે. તેઓએ વાંધો ઉપાડવો જોઈએ શા માટે ઉસ્માને પોતાની પત્નીને બચાવવામાં નિષ્ફળ રહ્યા કે જ્યારે મુસ્લિમોએ તેના ઘરનો ઘેરો લીધો અને તેના ઉપર તેની પત્ની ઉપર હુમલો કર્યો અને તેની પત્નીની આંગળી કાપી નાખી અને તેના દાંત ઉપર પ્રહાર કર્યો?

અંતે તો ઉસ્માન તેઓના આગેવાન હતો, તેની પાસે લશ્કર પણ હતું તદઉપરાંત તેનો મોઆવીયા બીન અબુ સુફયાન (લ.અ.) જેવા પિતરાઈ ભાઈ હતો કે જેની પાસે પોતાનું લશ્કર હતું અને ઉસ્માનને બચાવવા માટે ખૂબજ ઓછા સમયમાં તે મદીના આવી ચૂકયો હોત! તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે શા માટે મોઆવીયા એ ઉસ્માનનો બચાવ ન કર્યો?

Be the first to comment

Leave a Reply