શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ

કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે.

મુદ્દો શીઆઓનો નથી. મુદ્દો આલે મોહમ્મદ (અ.સ.) બારામાં છે. કારણકે જ્યારે પણ શીઆઓ કોઈ પણ હદીસ આગળ ધરે છે તો તે આલે મોહમ્મદ (અ.સ.) તરફથી હોય છે.

માટે, પ્રશ્ન જેનો ઉત્તર મુસલમાનોએ આપવાનો છે તે છે:

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે?

જો તેઓ ઈજમામાંથી છે તો તેઓની હદીસો અને કથનને મુસલમાનોએ દલીલ માનવી જોઈએ, ઓછામાં ઓછુ તેઓએ સુન્ની સ્ત્રોતોમાં તેઓ (અ.સ.)ની નોંધાએલી હદીસોને માન્ય રાખવી જોઈએ.

શીઆ અને સુન્ની ઓલમા વચ્ચે એક રસપ્રદ ચર્ચા / વાદ વિવાદ મુનાઝેરો કે શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે.

શૈખ મુફીદ પ્રખ્યાત શીઆ આલીમ અને ધર્મશાસ્ત્રી અને રય (તેહરાન, ઈરાન)ના સનમાનનીય સુન્ની આલીમ સાથે એક ચર્ચા કરી / વાદ વિવાદ મુનાઝેરો કર્યો હતો.

શૈખ મુફીદે આલે મોહમ્મદ (અ.સ.)ની હદીસો પર આધારીત એક ફતવો આવ્યો હતો અને તેના પર સુન્ની આલીમનો મત માગ્યો હતો.

મુનાઝેરો / વાદ વિવાદ આ મુજબ હતો.

સુન્ની આલીમ: અમો આપનો ફતવો માનતા નથી કારણકે તે ઈજમાથી વિધ્ધ છે.

શૈખ મુફીદ (ર.અ.): ઈજમાનો તમો શું અર્થ કરો છો?

સુન્ની આલીમ: કોઈ ઈલાકા / ક્ષેત્રના પ્રખ્યાત / જાણીતા ફકીહોનો હરામ કે હલાલ વિષેના ફતવા બારામાં એકમત હોવું.

શૈખ મુફીદ (ર.અ.): આ તો અપૂર્તિ / અધુરી વ્યાખ્યા છે. શું આલે મોહમ્મદ (અ.સ.) ફકીહોમાં ગણવામાં આવે છે કે તેઓ (અ.સ.)ને ઈજમામાંથી બાકાત રાખવામાં આવે છે?

સુન્ની આલીમ: તેઓનો સમાવેશ થાય છે બલ્કે હકીકત એ છે કે તેઓનો ફકીહોના સરદાર / સય્યદુશલ ફોકહા અને ઈમામ છે અને જો તેમનાથી સાચી હદીસ વર્ણવવામાં આવે તો હું તેનો ઈન્કાર નહી કરું.

શૈખ મુફીદ (ર.અ.): ન તો તમો ન તો તમે ચિંધેલા ફકીહો આ દાવાને માને છે. કારણકે તમારા સમગ્ર સમુહે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને તેમના દ્વારા આપવામાં / વર્ણવવામાં આવેલા ઘણા સાચા હુકમો / ફતવાઓનો વિરોધ કર્યો છે. જ્યારે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એહલેબૈત (અ.સ.)ના સય્યદ / સરદાર છે. તો પછી તમે શા માટે આલે મોહમ્મદ (અ.સ.)ને ઈજમાનો હિસ્સો માનવાનો હાસ્યસ્પદ દાવો કરો છો?

સુન્ની આલીમ: આ, શાસકોને રાજી રાખવા અમારી વિધ્ધ જુઠાણું છે.

શૈખ મુફીદ (ર.અ.): હું દલીલ વગર આરોપ મૂકતો નથી અને તમો તમારી માન્યતાથી સત્તાધિકારીઓની સામે ફરી જઈ રહ્યા છો.

પછી આપ (ર.અ.) લોકો તરફ ફર્યા. તેઓના વડીલો અને તેઓના ખલીફાઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નું ભૂલચૂક ફરવું જાએઝ જાણે છે એ બાબતોમાં જેમા અમ્રે આસ અને ઝિયાદને તેઓએ વફારે સાચા માન્યા છે.

મુસ્લીમ ઉમ્મતે આ બાબતને (એટલે કે અલી .અ.સ.થી ભૂલ થાય અને અમ્રે આસ અને ઝિયાદ વધારે સાચા હતા) આશ્ર્ચર્યજનક બતાવી અને આ બાબતે પોતાની અજ્ઞાનતા જાહેર કરી અને આ માન્યતાને નકારી કાઢી.

શૈખ મુફીદ (ર.અ.) એ પુછયું: શું તમો એવું નથી માનતા કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મઅસુમ નથી અને પયગમ્બર (સ.અ.વ.) મઅસુમ છે?

સુન્ની આલીમ: હા.

શૈખ મુફીદ (ર.અ.): તો પછી તમારા મુજબ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે ફતવો આપવામાં ભૂલ કરવી શકય છે?

સુન્ની આલી: અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ભૂલ કરી શકે તેનો પુરાવો સાંભળી ચૂપ થઈ ગયા. જ્યારે કે સામાન્ય મુસલમાનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારામાં આ શકયતા કયારેય માનતા ન હતા.

શૈખ મુફીદ (ર.અ.): શું એ તમારો દીન / માન્યતા નથી કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ ઘના ફતવાઓમાં / હુકમોમાં પોતાની રાય / અભિપ્રાય આપી ઈજતેહાદ કર્યો છે. જ્યારે કે એવીજ રીતે અમ્રે આસ, અબુ મુસા અશઅરી અને મુગયરા ઈબ્ને શોઅ’બાહ પણ પોતાની રાય ધરીને ઈજતેહાદ કરતા હતા?

(ઈજતેહાદ રસુલ સ.અ.વ. અથવા તેઓના વસીની ગૈરમૌજુદગીમાં શકય છે. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મુસલમાનો દરમ્યાન હાજર હતા. ઈજતેહાદ માટે કોઈ અવકાશ ન હતો. એવીજ રીતે જેવી રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હાજરીમાં ઈજતેહાદનો અવકાશ નથી. માટે અમ્રે આસ અને મુગયરહ ઈ. શોઅબાહનો ઈજતેહાદ સાચો ન હતો અને તેઓએ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના (નિર્ણયોને) તસ્લીમ થવું જોઈતું હતું.

સુન્ની આલીમ: હા હું આને નકારતો નથી.

શૈખ મુફીદ (ર.અ.): તો તમે એ વાતને સ્વીકારો છો કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની તુલનામાં અમ્રે આસ અને મુગયરાહ ઈ. શોઅબાહ પોતાના ઈજતેહાદમાં વધારે સાચા હતો એટલે અલી (અ.સ.) એ પોતાના ઈજતેહાદમાં ભૂલ કરી?

સુન્ની આલીમ: હા.

શૈખ મુફીદ (ર.અ.): તો તમોએ એ વાતને સ્વિકારી જેનો અગાઉ તમોએ ઈન્કાર કર્યો હતો. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના હુકમો બારામાં.

શું તમારા દીનનો એ હીસ્સો નથી કે જે વ્યકિતના બારામાં એક વાર ઈજમા સ્થાપિત થઈ ચૂકયો હોય તો તેના તમામ હુકમોને સ્વિકાર્ય લેવામાં આવે? તમો તેમના અમૂક કથનને સ્વિકારો અને અમૂકને રદ કરો તેવું ન બની શકે.

સુન્ની આલીમ: હા, તે સાચું છે.

શૈખ મુફીદ (ર.અ.): તો પછી શા માટે તમો અલી (અ.સ.)ના ઘણા એહકામના હુકમોનો વિરોધ કરો છો જ્યારે કે તેઓના હુકમો છે અને તેના પર ઈજમા છે.

તમારા મુફતીઓમાં કોઈ એક એવા નથી જેણે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને તેમના આપેલા હુકમોમાં / ફતવાઓમાં અમૂક કાયદા / હુકમોનો વિરોધ કર્યો ન હોય. અને તેઓએ અલી (અ.સ.)થી ન હતા તેવા હુકમોને અગ્રતા આપી છે. હરામ હલાલ વિષેના હુકમોમાં તમારા કોઈ એક પણ મુફતીએ / ફકીહે અલી (અ.સ.)ના તમામ હુકમોમાં સહમત થયા હોય.

મે જે કઈ વર્ણવ્યું તેના તમારા ઈન્કાર પર નવાઈ પામુ છું. જ્યારે કે તમારા આગેવાન અને ઈમામ એટલેકે શાફેઈએ ઈમામ અલી (અ.સ.)ના વારસાઈ તથા મકાતીબ બાબતના ઈમામતના હુકમોને વિરોધ કર્યો છે અને બન્ને બાબતે ઝયદનો મત લીધો છે. તેઓ અલી (અ.સ.)થી રિવાયત કરે છે કે કુરઆને અડકવા વઝુ કરવું વાજીબ નથી જ્યારેકે શાફેઈ કહે છે કે વાજીબ છે અને આપ અલી (અ.સ.)નો વિરોધ કર્યો છે. પોતાના મત અને ઈજતેહાદ વડે મુસલમાનો શાફઈને રબીથી તેની પ્રખ્યાત પુસ્તકમાં ટાંકે છે કે જુમ્માની અને બન્ને ઈદની નમાઝ દરેક અમીન / વિશ્ર્વાસપાત્ર અથવા ખાઈન અવિશ્ર્વાસપાત્ર અથવા જે કાઈ ગલબો પ્રભુત્વ ધરાવતો હોય તેની પાછળ નમાઝ અદા કરી શકાય છે. કારણકે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જ્યારે ઉસ્માન અટકાયતમાં / કૈદમાં / નજરબંધ હતા ત્યારે નમાઝની ઈમામત કરી હતી.

શાફેઈએ ઉસ્માનની કૈદ વખતે અલી (અ.સ.)એ નમાઝમાં ઈમામત કરી તે વાતથી ઉમ્મત પર જે ગાલીબ હોય / અધિઢ હોય તેની પાછળ નમાઝ પઢવાને સબુત ગણીને જાએઝ સાબીત કરી છે. આ એ બાબતની સ્પષ્ટતા છે કે અલી (અ.સ.) જે ગલબો કર્યો (જ્યારે કે ખલીફા હાજર હતા).

(જે ઉમ્મત પર ગલબો / પ્રભુત્વ ધરાવે (જ્યારે ખલીફા હાજર હોય)ને ઉલ્લંઘન કરનાર / ફાસીક અને ગુમરાહ છે (ઝલાલત પર છે). શાફેઈ એવું બતાવવા ઈચ્છે છે કે અલી (અ.સ.) (મઆઝલ્લાહ) ફાસીક અને ગુમરાહ હતા કારણકે તેમણે ઉમ્મત પર ગલબો મેળવ્યો જ્યારે ઉસ્માન હાજર હતા).

શાફેઈએ તો ખવારીજની પાછળ પણ નમાઝ અદા કરવાને જાએઝ ઠેરવી છે. આવું એટલા માટે કે તેઓ અલી (અ.સ.) સામે ઈજતેહાદ અને શકના કારણે આવ્યા હતા જ્યારે કે તેઓ ફાસીક / ઉલ્લંઘન કરનારા હતા.

તો પછી જેનો આવો દીન હોય અને આવા ફકીહોની તકલીદ કરતા હોત તેઓ કેવી રીતે દાવો કરે છે કે જો એહલેબૈત (અ.સ.)થી સાચી હદીસ વર્ણવવામાં આવી હોય તો તેના પર અમે અમલ કરીએ છીએ. શું આ કપટ અને દીનનું છુપાવવું નથી.

સત્ય એ છે કે શાફેઈ સિવાય પણ એવા સમકાલીન ફકીહો / મુફતીઓ છે જેઓએ અલી (અ.સ.) પર ટીકા કરવામાં તેમના ભાગીદાર છે અને અલી (અ.સ.)ની ઘણી હદીસોને જુઠી ઠરાવી દે છે અને તેમના હુકમોમાં તેમને નકારે છે.

તેઓએ સમજાવ્યું છે કે જે કાઈ અલી (અ.સ.) એ કાયદા ઘડવા બાબતે ઉલ્લેખ કર્યો છે તે તમામ ભરોસાપાત્ર છે. તો પછી દેખીતી રીતે તેના સાત્યતા કારણે નબી (સ.અ.વ.)થી સંબંધીત હોય તેને તેઓ કબુલ રાખે છે. આમ તેઓ અબુ મુસા અશઅરી, અબુ હોરયરા મુગયરા ઈ. શોઅબા પાસેથી કબુલ રાખે છે કારણકે તેઓ દરેક તેને નબી (સ.અ.વ.)થી સંબંધીત કરે છે. હકીકત તો એ છે કે તેઓ બજારમાં હમાલ પાસેથી પણ કબુલ કરે છે જો તે નબી (સ.અ.વ.) વર્ણવતો હોય તે દરેકને સાચો માનીને.

પરંતુ જે કઈ અલી (અ.સ.) એ કહ્યું અને નબી (સ.અ.વ.)થી સાંકળતુ નથી તેને ચકાસણીમાં / ઝીણાવટભરી તપાસમાં મુકી દે છે અને તે બાબતોને તેમનો મત અને ઈજતેહાદ માનવામાં આવે છે.

મૂફતીઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ચુકદાઓને / હુકમોને ખરા અને ખોટામાં તારવી રહ્યા છે જાણે કે તેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કરતા વધારે મઝહબ / દીનની સમજણ ધરાવતા હોય. આવુ વર્તન તેનામાં નહી જોવા મળે કે જેના દિલમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત છે અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે આદર ચે. જે બન્ને અલ્લાહ તથા તેના નબી (સ.અ.વ.) એ મુસલમાનો પર વાજીબ કરાર દીધું છે.

હકીકતમાં તે વ્યકિત જે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ના કલામની ચકાસણી કરે અને અમૂકને સ્વિકારે અને અમૂકને નકારે તેણે વાસ્તવમાં રસુલ (સ.અ.વ.)ના કથનને નકાર્યુ છે જેઓએ ફરમાવ્યું:

عَلِيٌّ مَعَ الْحَقِّ وَ الْحَقُّ مَعَ عَلِيٌّ يَدُوْرُ مَعَهٗ حَيْثُمَا دار

અલી હક્ક સાથે છે અને હક્ક અલી સાથે છે. તે (હક્ક) તે તરફ વળે છે જે તરફ તે (અલી) વળે છે.

  • સૂનને તરમીઝી, ભાગ-5, પા. 398, હદીસ નં. 3,714 શબ્દોમાં થોડાક ફેરફાર સાથે.
  • મુસ્તદરક અલા સહીહૈન ભાગ 3, પા. 119
  • મનાકીબ અલ ખ્વારઝમી, પા. 104
  • તારીખ અલ બગદાદ ભાગ-14, પા. 321
  • મજમા અલ ઝવાઈદ ભા-7 પા. 234, 235
  • કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં. 33020

اَنَا مَدِيْنَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا

નબી (સ.અ.વ.) એ પણ ફરમાવ્યું: હું જ્ઞાન (ઈલ્મ)નું શહેર છું અને અલી તેનો દરવાજો.

  • અલ સવાઈકે મોહર્રેકા, પા. 73, ઈબ્ને હજરે મક્કી કૃત. જે ખાસ શીઆઓના વિરોધમાં લખાઈ હતી.
  • અલ મુસ્તદરક અલા સહીહૈન, ભાગ-3, પા. 126 અને પા. 127 બે જુદી સનદથી
  • મનાકીબ અલ મગાઝલી પા. 80-85
  • તારીખે બગદાદી ભાગ-4, પા. 348, ભાગ-7, પા. 172, ભાગ-11, પા. 48, ભાગ-11 પા. 49, ચાર જુદી સનદથી
  • અસદ ઉલ ગાબાહ ભાગ-4, પા. 22
  • તેહઝીબ અલ તેહઝીબ ભાગ-6, પા. 329, બાગ-7, પા. 427
  • કન્ઝુલ ઉમ્માલ હદીસ નં. 32978 અને 32979 બે જુદી સનદથી
  • મનાવીની ફૈઝ અલ કદીર ભાગ-3, પા. 46
  • મજમા અલ ઝવૈદ ભાગ-9, પા. 114
  • અલ રીયાઝ ઉન નઝારા ભાગ-2, પા. 193

لِيٌّ اَقْضَاكُمْ

નબી (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલી તમારા દરમ્યાન શ્રેષ્ઠ ન્યાયધીશ છે (કાઝી છે).

  • ફત્હ અલ બારી ભાગ-10, પા. 487
  • સેયાર આલામ અલ નોબાલા, ભાગ-14, પા. 209
  • અલ ઈસ્તેઆબ ભાગ 3, પા. 235
  • શહીદ અલ તન્ઝીલ ભાગ-2, પા. 467
  • ફૈઝ અલ કદીર, ભાગ-5, પા. 668
  • તુહફા અલ અણવાગી ભાગ-10, પા. 205
  • શર્રહો નહજુલ બલાગાહ ભાગ-1, પા. 18, ભાગ-7, પા. 219
  • કશફ અલ ખફા ભાગ-1, પા. 162
  • તફસીરે કરતુબી ભાગ-15, પા. 162
  • અલ ઉસુલ અલ અસીલાહ, પા. 112
  • અલ અહકામ, ભાગ-4, પા. 237
  • તારીખે દમીશ્કી, ભાગ-15, પા. 300
  • અલ જવહરાતો ફી નસબે ઈમામ અલી (અ.સ.) વ આલેહી, પા. 71
  • તારીખે ઈ. ખલદૂન ભાગ-1, પા. 197
  • જવાહીર અલ મતાલીબ ભાગ-1 પા. 76
  • મતાલીબ અલ સોઉલ, પા. 23

اَللّٰهُمَّ اهْدِ قَلْبَهٗ وَ ثَبِّتْ لِسَانَهٗ فَمَا شَكَكْتُ فِيْ قَضَاءِ بَيْنَ اثْنَيْنِ

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) નકલ કરે છે નબી (સ.અ.વ.)થી:

નબી (સ.અ.વ.) મારી છાતી ઉપર હાથ મૂકીને કહ્યું અય મારા અલ્લાહ તેના હૃદયની / દીલની હિદાયત કર અને જીભને દ્રઢ કર જ્યારે બે પક્ષોમાં હુકમ બારામાં શંકા હોય.

અનસાબ અલ અશ્રફ ભાગ-2, પા. 854, મનાકીબ અલ ખારઝમી, પા. 83

સુન્ની વિધાનના આ શબ્દો સાંભળી હોશ ઉડી ગયા. તેણે કહ્યું આ આશ્ર્ચર્યજનક છે. આવી હદીસો અમારા દીનમાં નથી.

શ્રોતાઓમાંથી એક વ્યકિતએ કહ્યું: જે કઈ તેઓએ (શૈખ મુફીદે) કહ્યું છે તે અલ્લાહ તરફથી છે.

બીજાએ કહ્યું: જો તેમની વાત વિધ્ધ તમારા પાસે પુરાવા હોય તો તે પુરાવા રજુ કરો અથવા તેમના દીનમાં શરણમાં તેમના વિધ્ધમાં / પ્રતિક્રમણમાં તમે જે કઈ કહેશો તે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)નો ઈન્કાર ગણાશે.

કસુલ અલ મુખતારાહ, ભાગ-56

નોંધ: મુસલમાનો આલે મોહમ્મદ (અ.સ.)ના મોહીબ અને તેમની હદીસો અને શીક્ષણના મુતીઅ હોવાનો દાવો કરે છે. પરંતુ આ માત્ર ઢોંગ છે. આલે મોહમ્મદ (અ.સ.)ની મોહબ્બત અને આદરમાં શીઆઓની સાથે છે તે સાબીત કરવાનો પ્રયાસ છે.

નહીંતર, તેઓ તેઓની સૌથી વધુ માતબર કિતાબ / પુસ્તક સહી બુખારીને કઈ રીતે વ્યાજબી ઠેરવશે જેમાં ઈમામે જઅફર સાદિક (અ.સ.)થી એક પણ હદીસ ટાંકી નથી. જેઓ (અ.સ.) પ્રયત્ન કે પરોક્ષ રીતે ચારેય ઈમામ, ઈ. અબુ હનીફા, ઈ. માલિક, ઈ. એહમદ, ઈ. હમ્બલ, ઈ. શાફેઈના શીક્ષક હતા.

પરંતુ બુખારીએ ઘણા બધા મુસલમાનોથી હદીસો લીધી છે. જેમના ઈસ્લામ પરજ પ્રશ્નાર્થ છે અને રેજાલની કિતાબોમાં / પુસ્તકોમાં તેઓની ખોટી માન્યતા માટે ટીકા / નોંધ કરવામાં આવી છે.

અથવા કઈ રીતે આ મુસલમાનો ઈબ્ને તયમીયાના મતનો બચાવ કરશે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) શરાબ પીતા હતા અને તેમનો કાતીલ અબ્દુર રેહમાન ઈ. મુલજીમ (અલ્લાહ તેના પર લઅનત કરે) તે મુત્તકી હતો?

શું આ આલે મોહમ્મદ (અ.સ.)થી દુશ્મની / બુગ્ઝ અને તેનો અનાદર નથી?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*