શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પુરતૂ છે ?

વાંચવાનો સમય: 8 મિનિટ

જ્યારે પવીત્ર નબી (સ.અ.વ.)ની શહાદત બાદ તેમના જાનશીનની પસંદગીની વાત આવે છે તો અમુક મુસ્લીમો સૌ પ્રથમ જે દલીલ ને રજુ કરે છે તે સહાબીય્યત છે, બલકે તેઓની પાસે પોતાની તરફેણમાં બીજુ કોઈ પ્રમાણ ન હતુ.

શું સહાબી હોવુ ખલીફાની પસંદગી માટે નું માપદંડ છે ?

જવાબ :

  1. સહાબી હોવાની દલીલ માત્ર તકવાદ
  2. સગપણ સહાબીય્યત કરતા ચઢીયાતુ છે
  3. વસી (ખલીફા) હંમેશા કુટુંબ માંથી હોય છે, સહાબીમાંથી ક્યારેય નથી હોતા
  4. સહાબીય્યત સીમીત સમય માટે હોય છે જ્યારે સગપણ આજીવન (હંમેશ માટે) હોય છે
  5. અલી ઇબ્ને અબીતાલીબ (..) થી વધારે સારા સહાબી કોણ છે ?

એ સ્પષ્ટ છે કે ન તો તે સમયના મુસ્લીમો અને ન આજના જમાનાના મુસ્લીમો પાસે બની બેસેલા ખલીફાઓની ખીલાફત ને સહીહ સાબીત કરવા માટે કોઇ દલીલ છે.

“સહાબી” હોવાની દલીલ એક ખોખલી અને નબળી દલીલ છે, જેમાં કોઇ ગુણવંત્તા (ફઝીલત) નથી. આંમ છતા તેને સ્વીકારી લેવામાં આવે તો પણ તે ખીલાફત માટે યોગ્ય વ્યક્તીની ઓળખ આપવામાં નીષ્ફળ જાય છે.

, સહાબી હોવાની દલીલ માત્ર તકવાદ

સકીફા એ બનીસાઅદાહ માં “અન્સાર” ની બહુમતી વચ્ચે જ્યારે “મુહાજેરીન” ને લાગ્યુકે ઉમ્મતની આગેવાની અન્સારના હાથમાં જતી રેહશે તો થોડાક મુહાજીરોએ અન્સારની સમક્ષ સહાબી હોવાની દલીલ રજુ કરી હતી પણ આ દલીલથી કોઇ પણ મુર્ખ બન્યુ ન હતુ.

ચોક્કસ પણે બન્ને સમુહ સહાબી હતા, પણ મોહાજેરીન એ ૧૩ વર્ષ વધારે સહાબી રહ્યા હોવાના અને કુરેશ (રસુલેખુદા સ.અ.વ.ના કબીલા)માંથી હોવાના આધારે ચઢીયાતા હોવાનો દાવો કર્યો

સકીફામાં સહાબીય્યત બાબતના વાદવિવાદની વધારે વિગતોની ચર્ચા કરતા પેહલા એ જાણવુ વધારે યોગ્ય છે કે શું આ દલીલ કાંઇ મહત્વતા ધરાવે છે  ?

ઇમામ અલી બીન હુસૈન (અ.સ.) અથવા તેમના પૂત્ર ઝૈદ બીન અલી (અ.ર.) એ કહેલી સાચી અને સચોટ વાત સાબીત કરી દે છે કે સહાબીય્યતનો દાવો માત્ર તકવાદ સીવાય બીજુ કશુજ નથી અને આ દલીલ બીલકુલ ખોખલી છે.

وَ اللَّهِ لَوْ تَمَكَّنَ الْقَوْمُ أَنْ طَلَبُوا الْمُلْكَ بِغَيْرِ التَّعَلُّقِ بِاسْمِ رِسَالَتِهِ كَانُوا قَدْ عَدَلُوا عَنْ‏ نُبُوَّتِه‏

“અલ્લાહની કસમ, અગર તેમની(સ.અ.વ.) ની રીસાલત સાથે પોતાનો સંબંધ બાંધ્યા વગર ખલીફા બની શકાતુ હોત તો ચોક્કસ તેઓ રીસાલતથી જુદા થઇ ગયા હોત”

  • કશ્ફુલમહજ્જાહ , પા. ૧૨૫ , લે. સૈયદ અલી બીન મુસા બીન તાઊસ (અ.ર.)
  • બૈતુલઅહઝાન ફી મસાએબે સય્યદા અન્-નીસ્વાન અલબતૂલ અત્-તાહેરા ફાતેમતુઝ્ઝહરા (સ.અ.) , પા. ૭૪ , લે. શૈખ અબ્બાસ અલ કુમ્મી (અ.ર.)

, સગપણ સહાબીય્યત કરતા ચઢીયાતુ છે

કોઇ પણ મુસ્લીમ જેની પાસે જે થોડી ડહાપણ અને સમજણ છે, તેના વડે સ્પષ્ટ રીતે સમજી શકે છે કે ‘સહાબીય્યત’ ખલીફા બનવાના માપદંડ માંથી એક માપદંડ હોઇ શકે છે પણ ‘સહાબી’ હોવાની એક માત્ર લાયકાતથી ખલીફા નથી બની શકાતુ. જેની પાસે ‘સગપણ’ અને ‘સહાબીય્યત’ બન્ને સાથે હોય તે ખીલાફત માટે વધારે લાયક છે. અમો અહી અમુક પ્રસંગો નોંધી રહ્યા છીએ જયારે મુસલમાનો સમક્ષ આ દલીલ રજુ કરવામાં આવી હતી. :

. …પછી અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) અબુબક્ર તરફ ફર્યા અને આ પ્રમાણે ના જુમલા કહ્યા :

પછી જો તને આ સત્તા (ખીલાફત) સલાહસૂચન (ઈજમા) પછી મળી હોય તો આતો કેવો સલાહ-મશ્વેરો હતો જેમા સલાહ-મશ્વેરો આપનારા ગેરહાજર હતા ! ,અને અગર તને આ ખીલાફત નબી(સ.અ.વ.)ની નઝદીકીના કારણે મળી છે તો બીજા લોકો છે જેઓ તારા કરતા નબી(સ.અ.વ.)ની નઝદીક હોવાના કારણે વધારે હકદાર છે.

આપ (અ.સ.) ઘણીવાર કેહતા : કેટલુ વિચીત્ર છે! ખીલાફત (નબી સ.અ.વ.ના) સહાબી  હોવાની બુનીયાદ પર મેળવી શકાય છે પણ સગપણ અને સહાબી બન્ને હોય તો નથી મેળવી શકાતી !!

  • નહજુલ બલાગાહ , હદીસ – ૧૯૦
  • શર્હે નહજુલ બલાગાહ , ભાગ – ૧૮, પા. ૪૧૬
  • મુસ્તદરકુલ વસાએલ , ભાગ – ૩ , પા. ૯૪

. જ્યારે મોહાજેરીન અને અનસારમાંથી બાર (૧૨) આગેવાન સહાબીઓએ અબુબક્રના ચયન(પસંદગી)નો વીરોધ કર્યો તો તેઓએ સહાબીય્યતની નબળી દલીલ સામે સગપણની દલીલ રજુ કરી.

અબદુલ્લાહ ઇબ્ને મસ્ઊદ ઉભા થયા અને બોલ્યા – “એ કુરેશના સમૂહ! તમે અને તમારામાંથી જે સારા છે તેઓ સારી રીતે જાણે છે કે રસુલેખુદા (સ.અ.વ.)ની એહલેબૈત (અ.સ.) તમારા કરતા રસુલેખુદા(સ.અ.વ.)ની વધારે નઝ્દીક છે. જો તમે રસુલેખુદા (સ.અ.વ.)ની નીકટતાના આધારે ખીલાફત માંગો છો અને તમારી જાતને તેના માટે આગળ કરો છો તો પછી રસુલેખુદા (સ.અ.વ.)ની એહલેબૈત(અ.સ.) તમારા કરતા રસુલેખુદા (સ.અ.વ.)ની વધારે નીકટ છે અને વધારે હકદાર છે. આ ઉપરાંત અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) રસુલેખુદા (સ.અ.વ.) પછી “ઓલીલ અમ્ર” છે, તો પછી જે દરજ્જાથી અલ્લાહ તઆલાએ તેમને નવાજ્યા છે તે તેમને સોંપી દયો (ખીલાફત) અને પીઠ ફેરવો નહી…”

આપ(અ.સ.) ઘણીવાર કેહતા : કેટલુ વિચીત્ર છે ! ખીલાફત સહાબી(નબી સ.અ.વ.ના) હોવાની બુનીયાદ પર મેળવી શકાય છે પણ સગપણ અને સહાબી બન્ને હોય તો નથી મેળવી શકાતી !!

  • અલ ખેસાલ , ભાગ – ૨ , પા. ૪૬૪ , પ્રકરણ- બાર ખાસીયતો

. હસ્સાન બીન સાબીત અલ-ખઝરજી, રસુલેખુદા (સ..અ.વ.) નો શાયર એક સુંદર કવીતામાં અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની બીજા બધા સહાબીઓ પરની અફ્ઝલીય્યત ને સ્પષ્ટ રીતે બયાન કરે છે તેમનાથી સગપણની ફઝીલતના ઝરીએ. એ નોંધવુ જરુરી છે કે આ પંકતીઓને રસુલેખુદા (સ..અ.વ.)ની હયાતીમાં લખવામાં આવી હતી, જે દર્શાવે છે કે હસ્સાન પણ જાણતો હતો કે રસુલેખુદા (સ..અ.વ.)ની શહાદત બાદ એક મોટો વીવાદ (ફીત્નો) જાહેર થશે (ખીલાફત માટે) તો એ કેવી રીતે શક્ય છે કે રસુલેખુદા (સ..અ.વ.) ને તેનુ (ખીલાફત માટેના ઝઘડાનુ) ઇલ્મ ન હોય ? !!

لَا تُقْبَلُ التَّوْبَةُ مِنْ تَائِبٍ ‏‏

إِلَّا بِحُبِّ ابْنِ أَبِي طَالِبٍ

أَخُو رَسُولِ اللَّهِ بَلْ صِهْرُهُ‏

وَ الصِّهْرُ لَا يَعْدِلُ بِالصَّاحِبِ‏

وَ مَنْ يَكُنْ مِثْلَ عَلِيٍّ وَ قَدْ

رُدَّتْ لَهُ الشَّمْسُ مِنَ الْمَغْرِبِ‏

رُدَّتْ عَلَيْهِ الشَّمْسُ فِي ضَوْئِهَا

بَيْضاً كَأَنَّ الشَّمْسَ لَمْ تَغْرُب‏

તૌબા કરનારની તૌબા કબુલ કરવામાં નથી આવતી

સીવાય કે અબુતાલીબના દીકરા (અ.સ.)ની મોહબ્બત સાથે હોય.

તેઓ (અ.સ.) રસુલેખુદા (સ.અ.વ.)ના ભાઈ છે, એટલુજ નહી તેમના જમાઇ છે.

અને આ જમાઇ સહાબીઓના જેવા નથી હોતા,

અને અલી (અ.સ.)ના જેવુ કોણ હોઇ શકે છે ? , અને ચોક્કસ

સુર્યને તેમના માટે પશ્વિમ માંથી પાછો ફેરવવામાં આવ્યો હતો.

સુર્યને તેમના માટે જળહળતો પાછો ફેરવવામાં આવ્યો હતો.

ચમકતો-પ્રકાશીત, જાણે કે આથમ્યો જ નથી !

     બશારતુલ મુસ્તફા (સ.અ.વ.) , ભાગ – ૨, પા. ૧૪૭ – ૧૪૮

, વસી /ખલીફા હંમેશા કુટુંબમાંથી હતા, સહાબીમાંથી ક્યારેય હતા

ઇતિહાસ સાક્ષી છે કે દરેક ઇલાહી પયગમ્બરે પોતાના ઉત્તરાધિકારીની નીમણુક પોતે જાતે કરી છે અને તે વ્યકતી હંમેશા પોતના કુટુંબ (વંશજ)માંથી હોતી. આ બે ખાસીયતો ૧, પયગમ્બર દ્વારા નીમણુક અને ૨, પયગમ્બર સાથેનુ સગપણ,

દરેક ઇલાહી પયગમ્બરમાં જોવા મળે છે. જ્યારે કે તેઓ આપણા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી નીચેના દરજ્જા પર છે, જયારે કે મુસલમાનો કે જેઓ પોતાના ચહીતા નબી (સ.અ.વ.) ને આખરી અને સૌથી મહાન પયગમ્બર માને છે તેમ છતાં એમ માને છે કે મુસલમાનોના માર્ગદર્શન માટે આપ (સ.અ.વ.) એ ખીલાફતની કે બીજી કોઇ વ્યવસ્થા કરી ન હતી !!

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ ફરમાવ્યુ :  દરેક પયગમ્બર પોતાની પાછળ એક ઉત્તરાધિકારી મુકીને ગયા છે જે તેમના વંશ માંથી હતા, સીવાય કે ઇસા બીન મરયમ (અ.સ.)કે જેમનો કોઇ વંશજ (વારસદાર) ન હતો.

     અલ – યકીન , પા. ૪૦૬

     બેહારુલ અનવાર , ભાગ – ૨૬, પા. ૨૮૬  કશ્ફુલ યકીન માંથી

, સહાબીય્યત સીમીત સમય માટે હોય છે જ્યારેકે સગપણ આજીવન(હંમેશ માટે) હોય છે

સહાબીય્યત ક્યારેય ખલીફાની પસંદગીનુ મજબુત માપદંડ ન હોઇ શકે. વધુમાં વધુ તે ફકત મર્યાદીત સમય માટે ખલીફાઓની શરૂઆતની થોડી પેઢીઓ સુધી એક સામાન્ય માપદંડ બની શકે, કારણ કે સહાબીઓની સંખ્યા જાજી ન હતી અને એક સમય એવો આવ્યો કે સહાબી માંથી લગભગ કોઇ હયાત ન રહયું. હીજરી સન ૬૦ માં મલઊન યઝીદ કે જે સહાબી ન હતો, ખલીફા બન્યો. તેને શું કામ ખલીફા બનાવવામાં આવ્યો જ્યારે કે તે સહાબીએ રસુલ (સ.અ.વ.) ન હતો, અને બીજા વધુ લાયકાત વાળા સહાબીઓ મુસલમાનોની વચ્ચે મૌજુદ હતા જેમકે ઇમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.). આ એ સવાલ છે જેનો કોઇ જવાબ દેવા ઇચ્છતુ નથી.

સલફીઓ પણ સ્વીકારે છે કે તેઓની માન્યતા પ્રમાણેનો ઇસ્લામ પણ તેના મૂળ સ્વરુપમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) ના પછી ફક્ત ત્રણ પેઢી સુધીજ બાકી રહ્યો હતો. તેનો અર્થ એમ થયો કે અગર સહાબીમાંથી જ નીયુક્તી કરવાની હતી તો તે ફક્ત પ્રથમ ત્રણ પેઢી સુધી જ શક્ય હતુ. ત્યાર બાદ મુસ્લીમોએ શું કર્યુ જ્યારે કોઇ લાયક સહાબી મૌજુદ ન હતો ? એ મુસ્લીમો કે જેઓ ખલીફા બનવા ઉતાવળા હતા તેઓએ આ નોહતુ વીચાર્યુ કે અમુક વર્ષો બાદ જ્યારે કોઇ સહાબી મૌજુદ નહી હોય ત્યારે ખલીફા કોને બનાવીશું (ત્યારે મુસલમાનોમાં શું પરિસ્થિતિ સર્જાશે ?)

અલબત, જો તમે સગપણને ખલીફાની નીયુક્તીની શરત તરીકે લ્યો તો તે રસુલેખુદા (સ.અ.વ.) ના ઉત્તરાધીકારી ની નીમણુક માટેનું વધારે મજબુત માપદંડ બનતે. આ બુધ્ધીગમ્ય નીર્ણય છે.

જ્યા સુધી હદીસો નો સવાલ છે, આ માપદંડ (સગપણ) હકીકતમાં આધાર છે રસુલેખુદા (સ.અ.વ.) ના ઉત્તરાધીકારીની નીમણુક માટેનો. જેના વિષે સંખ્યાબંધ હદીસો દર્શાવે છે કે આપ (સ.અ.વ.) ના એહલેબૈત (અ.સ.) આ ઉમ્મતના ખલીફા છે. હદીસોના સંપૂર્ણ પ્રકરણો ખાસ આ વીષય પર મળે છે કે ’રસુલેખુદા (સ.અ.વ.)મે જાહેર કરી દીધુ હતું કે મારા પછી ઇસ્લામની બાગડોર બાર ખલીફા ના હાથમાં હશે, તેમાંનો દરેક કુરેશ માંથી હશે.’

, અલી ઇબ્ને અબીતાલીબ (..) થી વધારે સારા સહાબી કોણ છે ?

અત્યાર સુધીની ચર્ચામાં આપણે એ સાબીત કરી દીધુ કે સગપણ અને સહાબીય્યત બન્ને લાયકાત હોવાના કારણે અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) ખલીફા બનવા માટે વધારે હક રાખે છે. આથી વધારે સાબીતીની કોઇ જરુરત રેહતી નથી.

આમ છતાં જેઓ એમ માને છે કે ‘સહાબીય્યત’ ચઢયાતી છે ‘સહાબીય્યત અને સગપણ’ કરતા, અમો તેમને બતાવવા માંગીએ છીએ કે માત્ર સહાબીય્યતને માપદંડ માનવામાં આવે તો પણ અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) સૌથી સારા સહાબી, તમામ સહાબીઓમાં ઉચ્ચ દરજ્જાના સહાબી છે, બલ્કે તેઓ રસુલેખુદા (સ.અ.વ.) પછી સમગ્ર માનવજાત કરતા શ્રેષ્ઠ છે.

અ. અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) ના જેવુ માનવજાતમાં બીજુ કોઇ નથી

જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ રસુલેખુદા (સ.અ.વ.) થી હદીસ નકલ કરે છે : અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)  માનવજાતમાં સર્વ શ્રેષ્ઠ છે, અને જે કોઇ તેમાં શંકા કરે તે કાફીર છે.

     તારીખુલ બગદાદ , ભાગ – ૪ , પા. ૪૨૧

આ હદીસને થોડા ફેરફાર સાથે નીચે દર્શાવેલ કીતાબોમાં પણ નોંધવામાં આવી છે.

     તેહઝીબ અત્તેહઝીબ , ભાગ – ૯ , પા. ૪૧૯ , લે. ઇબ્ને હજર અલ-અસ્કલાની

     મનાકેબો અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) , લે. એહમદ ઇબ્ને હમ્બલ

     કન્ઝુલ હકાએક , પા. ૯૨

     અલ રીયાઝ અલ નઝારાહ

     મુસ્નદ , લે. અબુ યા’લા અલ-મવસીલી અલ-હમ્બલી

     ઝખાએરુલ ઉકબા , પા. ૯૬ , લે. મુહીબુદ્દીન અત્તબરી

     મજમઉલ જવાએદ , ભાગ – ૯ , પા. ૧૧૬

     અલ મો’જમુલ અવસત , ભાગ – ૯ , પા. ૨૮૮

. માત્ર અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)  જ નહી તેમના શિઆ પણ મખ્લુકમાં શ્રેષ્ઠ છે.

 “ બેશક જે લોકો ઇમાન લાવ્યા ને સત્કાર્યો કર્યા, તે લોકોજ સર્વ સૃષ્ટિમાં શ્રેષ્ટ છે

સુરે બય્યેનહ (૯૮) , આયત – ૭

આ આયતની તફસીરમાં ઘણા વિદ્વાનોએ લખ્યુ છે કે આ આયત અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) અને તેમના શિઆના બારામાં છે. જેમકે :

     જામેઉલ બયાન ફી તાવીલીલકુરઆન ( જે તફસીરે તબરી ના નામથી મશ્હુર છે ) – લે. મોહમ્મદ ઇબ્ને જુરેર તબરી

     તફસીર અદ્ દુર્રુલ મનસુર – લે. જલાલુદ્દીન અબ્દુલ રેહમાન ઇબ્ને અબીબક્ર અસ્ સીયુતી

     અસ્ સવાએકુલ મોહરેકહ , લે. ઇબ્ને હજર અલ-મક્કી

. અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) સહાબીઓ કરતા શ્રેષ્ઢ છે

કેટલાક મુસ્લીમો દાવો કરે છે કે સહાબીઓમાં અબુબક્ર, ઉમર, અબુ ઉબૈદાહ જર્રાહ, ઉસ્માન ઇબ્ને અફ્ફાન વગેરે સહાબીઓમાં ચઢીયાતા હતા, પણ સત્ય એ છે કે અલી ઇબ્ને અબીતાલીબ(અ.સ.) અને તેમની નસ્લમાંથી ૧૧ માસુમો (અ.સ.)જ સર્વ શ્રેષ્ઠ છે.

અમુક હદીસો આ બારામાં રજુ કરીએ છીએ :

૧, ઉમર ઇબ્ને ખત્તાબ બયાન કરે છે કે મને રસુલેખુદા (સ.અ.વ.) એ જણાવ્યુ : અલી (અ.સ.) પાસે છે તેવા સદગુણ (ફઝીલત) બીજા કોઇની પાસે નથી, તેઓ તેમના સાથીઓને ગુમરાહી (હલાકત) થી દૂર હીદાયત તરફ લઇ જાશે.

     અર્ રીયાઝુન્ નઝરહ ફી મનાકેબુલ અશરહ, ભાગ– ૧,પા. ૨૭૭ , અલમોજમુસ્ સગીર, ભાગ – ૧, પા. ૨૪૧

૨, ઇમામ એહમદ ઇબ્ને હમ્બલે જાહેર કર્યુ : જેટલી ફઝીલતો અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)ના બારામાં નોંધાયેલી છે તેટલી ફઝીલતો બીજા કોઇ સહાબીના બારામાં નોંધાયેલી નથી.

     અલ મુસ્તદરક  અસ્ સહીહૈન , ભાગ – ૩ , પા. ૧૦૭

૩,   ઇમામ એહમદ ઇબ્ને હમ્બલ અને ઇસ્માઇલ ઇબ્ને ઇસ્હાક અલ-કાઝી વર્ણવે છે :” જેટલી ફઝીલતો અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)ના બારામાં ભરોસાપાત્ર રાવીઓએ નોંઘી છે તેટલી ફઝીલતો રસુલેખુદા (સ.અ.વ.)ના બીજા કોઇ સહાબી ના બારામાં નોંધવામાં નથી આવી”. આજ પ્રમાણે કીતાબ ‘સોનને નીસાઇ’ કે જે સેહાહ એ સીત્તહમાંની એક કીતાબ છે તેના સંપાદક એહમદ ઇબ્ને શોએબ ઇબ્ને અલી અન્ નીસાઇ પણ આ હકીકત ને સ્વીકારી છે.

     અલ ઇસ્તેઆબ , ભાગ – ૨ , પા. ૪૬૬

આજ પ્રમાણે એહલે સુન્નત ના બીજા આલીમો એ પણ પોતાની કીતાબોમાં આ હકીકતને લખી છે જેમકે :

  • અસ્ સવાએકુલ મોહરેકહ , પા. ૭૨ , લે.ઇબ્ને હજર અલ-મક્કી

(આ કીતાબ ખાસ શિઆ વિરુધ્ધ લખવામાં આવી છે.)

  • ફત્હુલ બારી ફી શર્હે સહીહ અલ-બુખારી , ભાગ – ૮ ,પા. ૭૧ , ઇબ્ને હજર અલ-અસ્કનાની
  • નૂરુલ અબ્સાર , પા. ૭૩ , લે. અશ્ શબ્લન્જી

૪,      ઇબ્ને અબ્બાસ નોંધે છે – અલી (અ.સ.)ના બારામાં કુરાનની ૩૦૦ આયત નાઝીલ થઇ છે.

     તારીખુલ બગદાદ , ભાગ – ૨ , પા. ૨૨૧

કોઇ પણ સહાબીની સરખામણી અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) સાથે થઇ શકતી નથી, આ સહાબીઓ કરતા તો ઝૈદ ઇબ્ને હારીસ (રસુલેખુદા સ.અ.વ. ના દત્તક પૂત્ર) વધારે મહાન અને ઉચ્ચ હતા.

ખુબજ વધારે નોંધાયેલી હદીસમાં ઉમર ઇબ્ને ખત્તાબ કહે છે : “ ઝૈદ ઇબ્ને હારીસ મારા કરતા રસુલેખુદા (સ.અ.વ.) ને વધારે વ્હાલા હતા. “

રસુલેખુદા (સ.અ.વ.) ને જંગે ઓહદ અને જંગે હુનૈનમાં ત્યજી દીધા બાદ (બન્ને બનાવનું વર્ણન પવીત્ર કુર્આનમાં મૌજુદ છે.) એક વ્યક્તિ કે જે કાફીર અને નિર્લજ્જ ગણાવો જોઇતો હતો, ખીલાફતતો દૂરની વાત છે તેનાથી ઘણા નીચેના દરજ્જાની સહાબીય્યત ને પણ લાયક નથી.

જોકે અમો સહાબીય્યતને ખીલાફત અને ઇલાહી તૌફીકની નીશાની નથી માનતા, આમ છતાં સહાબીય્યત જો માપદંડ હતુ, તો ચોક્કસ પણે અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)ની સરખામણીમાં બીજુ કોઇજ ન હતુ. આ ઉપરાંત ‘સગપણ’ અને ‘સહાબી’ બન્ને હોવુ એ ચઢીયાતુ છે માત્ર ‘સહાબી’ હોવા કરતા. ખૈર દરેક આ વીષય પર વીચાર-મંથન કરે અને કોઇ પણ ફઝીલત (સદગુણ) ને માપદંડ બનાવે, અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) જ રસુલેખુદા (સ.અ.વ.)ના સાચા અને ઇલાહી ખલીફા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*