ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત:

વાંચવાનો સમય: < 1 મિનિટ

એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’

(અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. 43)

મુસલમાનો માટે સબક:

  • આગળ દશર્વિેલા ઉલ્લેખો જે એક લાંબી યાદીનો એક ભાગ છે. મુસલમાનોને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ના દરજ્જા અને ભવ્યતા વિશે અને તેમની ખિલાફત અને ઈમામતના દાવેદાર હોવા થોડુ વર્ણન કરે છે.
  • સુન્ની પંથના ઈમામો, તેમના ઈતિહાસકારો, રાવીઓ અને ફકીહો એ બહું સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એક અસામાન્ય વ્યકિત હતા. તેમના ઝમાનાના મુસલમાનો કરતા ઘણા મહાન હતા.
  • આવા જબરદસ્ત પુરાવાઓ સામે મુસલમાનોની ફરજ છે કે તેઓ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ને તેમના ઈમામ અને ખલીફા તરીકે સ્વિકારે. જ્યારે દુનિયામાં તેમના જેવું કોઈજ ન હતું અથવા આસમાનમાં પણ. તો શા માટે મુસલમાનો તેમના અકીદાને અને આખેરતને યઝીદ અને અબ્દુલ મલીક બીન મરવાન જેવા કહેવાતા બદનામ ખલીફાઓ પાછળ વેડફે છે? મુસલમાનોએ મદીનાના યહુદીઓની જેમ દુશ્મનીનો શિકાર ન થવું જોઈએ જેમણે ઘણી બધી બશારતો જોવા છતાં પયગમ્બર (સ.અ.વ.)ને જુઠલાવ્યા હતા.
  • અગર તેઓ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ને ઈમામ તરીકે સ્વિકારવા ન માંગતા હોય તો ઓછામાં ઓછું તેઓએ તેમને હાદી અને ઈમામ માનવા બાબતે શીઆઓની ટીકા ન કરવી જોઈએ. તેમણે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની કબ્ર મુબારકની ઝિયારત અંગે અને બીજા ઈમામોની કબ્ર મુબારકની ઝિયારત અંગે અને તેમને અલ્લાહની કુરબતનું માધ્યમ તરીકે ગણવા અંગે શીઆઓની ટીકા ન કરવી જોઈએ. ઈમામો અલ્લાહની રાહમાં શહીદ થયા હોવાથી અલ્લાહની પાસે તેમનું મકામ ઘણું ઉંચુ છે. તેઓ જીવંત છે અને અલ્લાહ પાસેથી રોઝી મેળવી રહ્યા છે.

Be the first to comment

Leave a Reply