ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે.
અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ સંબંધ ધરાવતા હતા, આ સંબંધના કારણે તેમણે નવી નવી પરિભાષાઓ બનાવી છે, જે તેમના અકીદાઓનું પ્રતિબીંબ છે અને જેના જાહેર થવાથી તેમના અશઆરમાં વિલાયતની વિશિષ્ટતાઓ તરફ ઈશારો જોવા મળે છે અને આજ શાયરીને તેમણે ઉમ્મતે મુસ્લેમામાં વિલાયતના પ્રચારનું માધ્યમ પણ બનાવ્યું છે. જેમ કે આપ ફરમાવે છે કે
અક્કલ સીય્યાર (છેતરનાર) છે, 100 લિબાસ બનાવી લે છે
ઈશ્ક બિચારો ન મુલ્લા (જ્ઞાની)છે, ન ઝાહીદ (દુનિયા છોડનાર) ન હકીમ (ફિલોસોફર)
જાહેરી રીતે અલ્લામાના આ શેઅરમાં અક્કલ ઉપર વ્યંગ કરવામાં આવ્યો છે. જાણે કે અક્કલ અને ઈશ્ક બંને વિરોધાભાસી તત્વો છે. ઈશ્ક ઉપર અગર અક્કલ પ્રભુત્વ મેળવી લે તો ઈશ્ક ખત્મ થઇ જાય છે અને તે કરોળિયાના જાળામાં ફસાય ગયેલી શિકારની પરિસ્થિતિમાં મુકાય જાય છે. જ્યારે કે ઇસ્લામી તઅલીમાત અક્કલની બુનિયાદ ઉપર છે, ઇસ્લામ પ્રમાણે સૌ પ્રથમ ખાલીકે અક્કલને પૈદા કરી. પછી તેને હુકમ આપ્યો આગળ વધ, તો તે આગળ વધી. પછી કહ્યું પાછળ જા તો તે પાછી હટી ગઈ અને પછી તેને ફરમાવ્યું કે કસમ છે, મને મારી ઇઝઝતો જલાલની મેં કોઈ પણ મખ્લુક તારાથી વધારે શ્રેષ્ઠ પૈદા નથી કરી. હું તને જ હુકમ આપીશ અને મનાઈ કરીશ અને તારા જ માધ્યમથી સવાબ આપીશ અને સજા કરીશ.
તમામ મુસલમાનોનો અકીદો છે કે ખાતેમુલ મુરસલીન (સ.અ.વ)ના નુરને અલ્લાહે સૌથી પહેલા ખલ્ક કર્યું અને તેઓજ અકલે કુલ છે. તો પછી અલ્લામા કઈ અક્કલની વાત કરે છે કે જે ઝોહદનો, મુલ્લાનો અને હિક્મતનો લિબાસ બદલતી રહે છે અને ઈશ્ક તેનાથી પર છે કારણ કે અલ્લામા એક ફલસફી શાએર હતા કે જેઓ પોતાની શાયરી વડે ઇસ્લામનો તે પૈગામ પહોંચાડવા માંગતા હતા કે જે ઈલ્મ અને અમલ બંનેમાં સમાયેલો હોય એટલે કે એક બીજાના પુરક હોય એવા સંજોગોમાં તેઓ અક્કલનાં વજુદને તે અર્થમાં નથી જોતા જે અર્થમાં મૌલા અલી (અ.સ.) એ ફરમાવ્યું કે મોઆવિયા પાસે અક્કલ ન હતી પરંતુ તે મક્કારી (નકરા) છે જે અક્કલના જેવી લાગે છે, બિલકુલ તે રીતે તે ઈન્સાની ફિક્ર ઉપર અસર કરે છે અને તેને મકસદની પ્રાપ્તિ માટે પ્રેરે છે અને આ સંબંધે તે પોતાની બધી જ ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે જાએઝ અને નાજાએઝ, ઝુલ્મો, સિતમ અને પછી ઝખ્મ પર મરહમ, કત્લ અને ખૂન વહાવવું અને સત્તા પ્રાપ્ત કરવા માટે અથવા તેને બચાવવા માટે દરેક પ્રકારના મક્રો ફરેબ તેમજ ડર અને દેહશતના રસ્તાઓ બનાવી લે છે.
અગર અલ્લામા ઇકબાલે અક્કલને આ અર્થમાં અને સમજણમાં નથી રજુ કરી તો પછી તે કઈ અક્કલ છે કે જે ઝાહીદ પણ છે, મુલ્લા પણ છે અને હકીમ પણ છે પરંતુ ઈશ્કની સામે તેની કોઈ વિસાત નથી ધરાવતી કારણ કે અલ્લામા માસુમીન (અ.મુ.સ)ની તાલીમાતથી સારી પેઠે વાકેફ હતા અને તેમની તબ્લીગના સિદ્ધાંતોથી સુમાહિતગાર હતા અને કેહતા આ
કુરઆનના રહસ્યો અમે હુસૈન (અ.સ.)થી શીખ્યા છીએ
અને તેની આગથી હું સળગેલો છું.
કદાચ આના આધારે જ હક વાત લોકો સુધી પહોંચી જાય એટલે કે અક્કલની પરીપુર્ણતાને કોઈ આગેવાનની સાથે સાંકળી/તોલી હોવાનો ઈશારો કર્યો છે અને ઈશ્કને વિલાયતના સમાનાર્થી તરીકે રજુ કર્યું છે, જ્યાં અક્કલ તેની સંપૂર્ણતા તરફ ઉડે છે ત્યાં કોઈ માસુમ રાહનુમાના માર્ગદર્શનમાં અક્કલને એક એવા મોઅલ્લીમની જરુરત છે, જે અકલે કુલનો વારીસ હોય અને તે એટલે કે અક્કલવાળો તેનાથી મજબુત રીતે જોડાયેલો રહે અને ઈશ્કને ગળે લગાડી છે એટલે આના હેઠળ ફરમાવે છે,
બે ખતર કુદ પડા આતિશે નમરુદમેં ઈશ્ક
અકલ મેહવે તમાશાએ લબે બામ અભી
અલ્લામા મજ્લીસી (અ.ર) એ ઈશ્ક વિષે ફરમાવ્યું કે એવી ભરપુર મોહબ્બત કે જેમાં કોઈ કમી કે ઉણપ ન હોય અને ઈશ્કે હકીકી એટલે સચ્ચાઈ, યકીન, વફા, સબ્ર અને મક્કમતા. અક્કલ કહેતી હતી કે ઈબ્રાહીમ (અ.સ.) સળગીને રાખ થઇ જશે જ્યારે કે હકની વિલાયત આ ફેંસલાથી બેનિયાઝ (સ્વતંત્ર) હતી. કોઈ ફિક્ર (ચિંતન) વચ્ચે આવ્યું ન હતું એટલે કે હજુ અક્કલની પૂરી રીતે આંખો ખુલી ન હતી. નહિંતર તે આ દ્રશ્ય જોઇને અચંબામાં ન પડતે એટલે કે અક્કલ ખૈરથી દુર ન હતી, પરંતુ તેનો રસ્તો શોધી રહી હતી, જ્યારે તેણે પોતાના કમાલને જોયો કે જેને ઈશ્ક અથવા વિલાયત કહે છે તો તે અચંબામાં ડૂબી ગઈ.
ખરેખર જોવામાં આવે તો જેવી રીતે ઝમીન અગર ફળદ્રુપ છે, તો કેસરની સુગંધ લઈને છોડ બહાર આવે છે. પરંતુ અગર આ ઝમીન ફળદ્રુપતાની સાથોસાથ પોતાનામાં કેસરની ખેતીના ગુણ અને લાક્ષણીક્તાઓ ધરાવતી હોય તો વિલાયત આવા જ માધ્યમો અને પરિબળો વડે આખેરતમાં શ્રેષ્ઠ ખજાનો જમા કરે છે ત્યારે દિલની ઝમીનમાં વિલાયતની રોશની અને કિરણ પૈદા થઇ જાય છે.
રીવાયતમાં છે કે જ્યારે ગોફણ (મીંજનીક/ચકડોળ)માંથી ઈબ્રાહિમ (અ.સ.)ને ચારેય બાજુ ફેલાયેલી આગમાં નાખવામાં આવી રહ્યા હતા ત્યારે જનાબે જીબ્રઈલ આવ્યા અને ફરમાવ્યું: અય ઈબ્રાહીમ (અ.સ.) શું હું તમારી મદદ કરૂં?
જનાબે ઈબ્રાહીમ (અ.સ.)એ જવાબ આપ્યો કે જ્યાં સુધી અલ્લાહ તઆલાની મરજી (રાજીપો) ન જાણી લઉં ત્યાં સુધી કોઈ મદદ નહિ માંગુ. જાણ કે આ અક્કલ અને ઈશ્કની વચ્ચેનું ઇમ્તેહાન (કસોટી) હતી. જનાબે ઈબ્રાહિમ (અ.સ.)એ ઈશ્કે વિલાયત અને મન્સબે નબુવ્વતની વચ્ચે સંબંધ જોડેલો હતો. આગની જવાળાઓ સળગાવવા માટે તૈયાર હતી અને જીબ્રઈલ જાણે ખુદાવંદે અઝ્ઝ વ જલ્લની તરફથી કસોટી કરી રહ્યા હતા કે અક્કલ વિલાયતના સર્વશ્રેષ્ઠ દરજ્જા ઉપર પોતાની મન્સબી જવાબદારી (નબુવ્વત)ને અદા કરે છે. આજ વિલાયત તે કિંમતી હીરો હતો કે જેણે જીબ્રઈલ જેવા ફરીશ્તાને અચંબામાં નાખી દીધા અને પાછા ફરવા માટે મજબુર કર્યા.
તે પણ એક હકીકત છે કે જ્યારે ઈમામે હુસૈન (અ.સ.) રસુલે અકરમ (સ.અ.વ.)ના કથન પ્રમાણે ‘અના મેનલ હુસૈન’ હું હુસૈન (અ.સ.) થી છું નાં ઉદાહરણ હતા. જ્યારે તેઓ ઝાલીમો સાથે જંગ કરી રહ્યા હતા અને જંગ તેના શિખર ઉપર હતી અને યઝીદના લશ્કરવાળાઓ કુફાની દીવારો સાથે ટકરાતા હતા એટલે કે હુસૈન (અ.સ.)નો એવો જબરદસ્ત હુમલો હતો. સુરજ પોતાની સંપૂર્ણ આગ વરસાવી રહ્યો હતો ત્યારે જનાબે જીબ્રઈલે ચાહ્યુ કે હુસૈન (અ.સ.) પર પોતાની પાંખોનો છાયો કરે ત્યારે હુસૈન (અ.સ.)ના યકીન અને વિલાયતના હીરા વડે ચમકતા કપાળ ઉપર અણગમાના ચિન્હો જાહેર થયા અને આપ (અ.સ.)એ ફરમાવ્યું કે : જીબ્રઈલ મારા અને ખાલીકની દરમિયાનથી હટી જાવ. આ કસોટીના સમયે જીબ્રઈલ હટી ગયા અને કદાચ તેજ સમયે આસમાનથી આવાજ આવ્યો.
يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً فَادْخُلِي
فِي عِبَادِي وَادْخُلِیْ جَنَّتِیْ
“અય નફસે મુતમઈન્નાહ તું તારા પરવરદિગાર તરફ પાછો ફર એવી સ્થિતિમાં કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી (રાજી હોય), માટે તું મારા ખાસ બંદાઓમાં દાખલ થઇ જા, અને મારી જન્નતમાં દાખલ થઈ જા.”
(સુ.ફજ્ર આયત 27-30)
આ લેખને પૂર્ણ કરીએ અને તેના તારણ પર આવીએ તો ઓછામાં ઓછી અક્કલ રાખનારને પણ તે સમજમાં આવી જશે કે જવહરે વિલાયતની રોશની પ્રાપ્ત કરવા માટે આંગણથી છત સુધી આગળ વધો. અગર પોતાના વજુદમાં સંપૂર્ણ દરિયાએ વિલાયતને ન લાવી શકો તો પોતાની ક્ષમતા પ્રમાણે તેનાથી ફાયદો તો મળી જાય વળી તમે ખુદ કેહવા લાગશો:
હિંમત અય ઝહને રસા હદ્દે યકીન સે ગુઝર
તોડ દે દમ કો અય હોંસલાએ બાલો પર
પરંતુ આ સમજનારા ઝહનમાં ઉચ્ચ વિચારો કેવી રીતે પૈદા થાય? તેના માટે તેમાં ઇલ્મનો ચિરાગ રોશન કરવો પડશે જે ફક્ત બાબે ઈલ્મથી જ પ્રાપ્ત થઇ શકે અને જ્યારે તે ઈલ્મના ઘરના પ્રકાશમાં આવી જાય છે અને વિલાયતના જૌહરની રોશનીથી ફાયદો મેળવે છે તો તેના યકીનમાં મજબુતી આવે છે. સચ્ચાઈ અને પવિત્રતા તેની ફિતરતમાંથી ટપકવા લાગે છે અને જ્યારે કે તે સચ્ચાઈ, યકીન અને પવિત્રતાની સાથે શહેરે ઈલ્મમાં હાજર થાય છે તો વફાદારીના રસ્તા પર ચાલીને આગળ વધે છે. જેના માટે ડો. ઇકબાલ કહે છે કે
કી મોહમ્મદ (સ.અ.વ.) સે વફા તુને તો હમ તેરે હૈ
યે જહાં ચીઝ હૈ ક્યાં લવ્હો-કલમ તેરે હૈ
શું આ વફાદારી અક્કલ વિના શક્ય છે? અહી ઇલ્મનો ચિરાગ અક્કલ છે, જેની રોશની અને પ્રકાશ વિલાયતની ક્ષિતિજ ઉપર છવાય જાય છે.
કેટલા સાચા કેટલા અઝીમ અને બલંદ મકામવાળા મારા મૌલા અલી (અ.સ.)છે કે જેમણે ફરમાવ્યું: ઇન્સાન એક ર્જીમે સગીર (નાનો જીવ) નજર આવે છે પરંતુ તેના વજુદમાં એક વિશાળ દુનિયા સમાયેલી છે તંગદિલ લોકોએ જ્યારે વિલાયતે અલી (અ.સ.)થી મોઢું ફેરવી લીધું છે તો તેઓ પોતાની આ ખુબ જ કિંમતી પુંજીથી વંચિત થઇ ગયા અને કાએનાતમાં ફિત્ના અને ફસાદની આગ લગાડી દીધી. મને ખુબ જ આશ્ર્ચર્ય થયું કે જ્યારે મેં અબ્દુલ કાદિર તાહિર જેવી દીર્ધદ્રષ્ટિવાળા, શરહ કરનાર, તફ્સીરકાર, સંશોધકના પ્રથમ હરોળના ઉસ્તાદોમાં બેસનારાઓમાથી એકનું કથન સાંભળ્યું: કારણ કે ઉલીલ અમ્રની આગળ ‘અતિઅૂ’નો શબ્દ દોહરાવવામાં નથી આવ્યો તેથી આ ઉલીલ અમ્ર શરતી છે એટલે કે અગર યોગ્ય લાગે તો ઇતાઅત કરો, નહિ તો છોડી દયો, આ અર્થઘટનથી મુસલમાનો માટે રસુલ (સ.અ.વ.)ની તાલીમ બાબતે ઘણા રસ્તાઓ બનાવી નાખવામાં આવ્યા, જેઓ એકબીજાથી કયારેય મળશે નહિ. આજ હાલ ત્યારે થયો કે જ્યારે અલ્લાહના રસુલ (સ.અ.વ.) કલમ અને કાગળ માંગી રહ્યા હતા અને મુસાવીરે ફિતરત ખ્વાજા હસન નીઝામીએ લખ્યું કે ઉમરે વિરોધ કર્યો અને કહ્યું કલમ અને કાગળ આપતા નહિ, નહિંતર તેઓ અલી (અ.સ.)ની ખિલાફત વિષે વસીય્યત કરી દેશે.
સમજમાં નથી આવતું કે લેખકો અક્લમંદો અથવા એહલે કલમની ફિક્રની રોશની ક્યાં ચાલી ગઈ. આ કેટલું આશ્ર્ચર્ય પમાડનાર છે કે રસુલે અકરમ (સ.અ.વ.)ની અંતિમ વસીય્યતનો સ્પષ્ટ ઈન્કાર કરવા છતાં તેઓ મહાન રહ્યા અને માનનીય રહ્યા અને ઉમ્મતને ઈશ્કે (વિલાયતે) રસુલે અકરમ (સ.અ.વ.)નો પ્રકાશ દેખાડતા રહ્યા.
આજ વિલાયતની વિરુધ્ધ તો તાગુતી શક્તિઓએ ફીત્નાઓ ફસાદના પહાડ ઉભા કરી દીધા. ન જાણે આ મુખ્લીસ વિલાયત ધરાવનારા કેટલાય વફાદાર સહાબીઓને જંગે સીફ્ફીનમાં બેગુનાહ કત્લ કરી નાખવામાં આવ્યા. આજ વિલાયતથી વંચિત થવાના કારણે હુકુમતો બનાવવાનો, મસ્લેહતોને ધ્યાનમાં રાખવાનો, રાજનીતિઓ રમવાનો અને ફિત્ના ફસાદના એવા ખતરનાક કીટાણુઓ પૈદા થયા કે કરબલામાં ઈમામ હુસૈન (અ.સ.)ને કેહવું પડ્યું કે તમે એટલે મારી વાત નથી સાંભળી રહ્યા કારણ કે તમારા પેટ હરામથી ભરેલા છે.
તે વાત સાચી છે કે વિલાયતના રસ્તા ઉપર ચાલવું ઘણું મુશ્કિલ કામ છે પરંતુ અગર મજબુત ઈરાદો હોય, જુરઅત હોય, અક્કલ હોય, યકીન હોય, વફાદારી હોય તો કોઈપણ મુશ્કેલી એવી નથી કે જે આસાન ન થાય. આવો જરા એક નજર ઉમ્મતે મરહુમા તરફ કરીએ જ્યાં તેમાં ઘમંડ, મુનાફેકત, રોઝીની તંગી, સબ્ર અને સંતોષના ક્ષેત્રે રોનક વિનાના ચેહરાઓ, ઈલ્મ, ઝોહદ અને તકવાની તરફ રજુ ન થવું અને સમયને મુનાફેકતની વાતોમાં વિતાવવી.
આવા ઘણા બધા કડવા સત્યો છે, જે સમાજમાં નજરે પડે છે. દર્સ આપવાવાળા મૌજુદ છે પણ દર્સ લેનારા ગાએબ છે. ગામે ગામ, શહેરે શહેરે અગર વસ્તીમાં જશો તો મોટાભાગના લોકો દીની ઇલ્મની મીઠાશથી વંચિત છે.
વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ગૈબના પરદામાંથી બધુજ જોઈ રહ્યા છે. તેઓ ખલીફતુલ્લાહ અને હુજ્જતે ખુદા છે. તેમની વિલાયત વાજિબ અને લાઝીમ છે. હવે જ્યારે વિલાયત ઉપર યકીન રાખનારાઓ પોતાની દીવાલને બુરાઈના શરતી ઉધઈથી પડતા જુવે તો તેઓને લઘુતાગ્રંથીનો અનુભવ સિવાય બીજું શું છે? શું ઉમ્મીદ ફાઝેલીના શબ્દોમાં કૌમ આ પંકિતની રોશનીમાં તાદ્રશ્ય છે કે નહિ કે જેને હું અહી લખી રહ્યો છું
ઇલ્મ એક રાસ્તાએ એહસાસ સે મઅલૂમકી સીમ્ત,
ઇલ્મ લાઝીમ કા સફર જલ્વએ મલઝૂમકી સીમ્ત,
ફીક્રો પરવાઝ હૈ અલ્ફાઝસે મફહુમ કી સીમ્ત
ઇલ્મ હર લમ્હા રવાં ઈસ્મ સે મવસૂમકી સીમ્ત
કબ મોહમ્મદ કે યે દામન સે જુદા હોતા હૈ
બુએ ગુલ કે લિયે યે મીસ્લે સબા હોતા હૈ
તમામ સાહેબાને લુત્ફે આમ માટે એ દાવતે ફિક્ર છે કે અગર એવું છે તો વિલાયતની રોશની કૌમની કામયાબી અને નજાત છે અને આખેરતના ભાથાનું ભેગું થવું તેનું પરિણામ છે અને અગર એવું નથી તો આપણે બધાએ દરેક વ્યક્તિએ પોતાના વજુદને પોતાના કિરદારને પોતાના અમલને ટૂંકમાં પોતાની ફિતરતમાં એક બારીક અવલોકન કરવું પડશે કે શું વિલાયતના કિંમતી હીરાથી આપણે આપણા અસ્તિત્વને શણગાર્યું છે કે પછી આ ખુબ જ કિંમતી ઇલાહી નેઅમતથી આપણે ફાયદો નથી ઉઠાવી રહ્યા?
ઈમામે વક્ત (અ.સ.)થી દોઆ કરૂ છું કે તમે કરીમ ઇબ્ને કરીમ છો, તમે ચાહો તો તમારી વિલાયત અમારા કૌમની દરેક વ્યક્તિમાં સમાય જાય. આપના માટે અમો દિવસ રાત કહીએ છીએ યા હુજ્જતલ્લાહ વલીય્ય્હુ ફી અર્ઝેહી વ બેલાદેહી. તેથી આપની એક નિગાહે કરમ અમારી કૌમની કિસ્મતને બદલી નાખશે. મૌલા કંઈ હોય કે ન હોય પરંતુ એટલું જરુર છે કે અમો તમારી જેમ તો આપના જદ્દ હુસૈન (અ.સ.) ઉપર રડતા નથી પરંતુ કંઈ ન કંઈ તો અમે અઝાદારાને હુસૈન (અ.સ.) હક્કે સોગવારી અદા કરવાની કોશિશ કરીએ છીએ. આપના જદ્દે મઝલુમ ઉપર રડનારી કૌમ પર પોતાની મહેરબાનીનો છાંયો કાએમ રાખજો, જેથી અમે ઝીલ્લતના તડકામાંથી બચીને ઇઝ્ઝતના ઠંડા છાંયામાં શ્ર્વાસ લઈએ અને મૌલા આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપની વિલાયતની ચમક તેની કોઈ કિરણ અમારા વજુદને રોશન રાખે.
મૌલા આ એ ઝમાનો છે કે જ્યાં જુદી જુદી વિચારધારાઓના બેશુમાર કેન્દ્રો અને મરકઝોથી દુનિયા ભરાય ગઈ છે અને વિલાયતના દરવાજાથી હટાવવાના દરેક પ્રકારના પ્રયત્નો દુશ્મનોની તરફથી થઈ રહ્યા છે, પરંતુ આપનો એ લુત્ફો કરમ છે કે અમે તમારા દરથી એવી રીતે જોડાઈ ગયા છીએ કે કોઈ અમને તમારા દરથી અલગ નથી કરી શકતું અય અલ્લાહ અમારા ઈમામના ઝુહુરમાં જલ્દી કર.
મારા આકા અમારી નજરો રાહ જોતા જોતા દરેક પળે એવું મેહસુસ કરે છે કે ફ હાઝા અલીય્યુન મૌલાની હુકુમતના આખરી તાજદાર (વારસદાર) જે હક્કની વિલાયતના વારસદાર છે, ઝુહુરનો પ્રકાશ ફેલાવતા અહીંથી ગુઝરશે અને અમારી અક્ક્લોને સંપૂર્ણતા મળી જશે અને અમે આપના પૂર્વજોની તઅલીમાતથી પ્રકાશિત થઈને આપની સાથે જ પોતાના સંપૂર્ણ અસ્તિત્વ વડે આપની મદદમાં શામિલ થઇ શકીશું ….
Be the first to comment