મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબનો અલ્લાહ તઆલાની સાથે વાદિવવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ

અલ્લાહ તઆલા અને મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબની વચ્ચે એક કાલ્પનીક વાદવિવાદ જરૂર છે પરંતુ વાદવિવાદમાં મૌજુદ બધી હકીકતો અલ્લાહ (ત.વ.ત.) નI કથનો પવિત્ર કુરઆનની આયતો માંથી છે અને મોહમ્મદ ઈબ્ને વહહાબના કથનો તેના પોતાના અકીદાઓ અને વિચારો તથા આજકાલના વહહાબીઓના અકીદાઓમાંથી તૈયાર કરવામાં આવ્યા છે..

અલ્લાહ તઆલા:

وَ اِذْ قُلْنَا لِلْمَلَآئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْآ اِلَّآ اِبْلِيْسَ، اَبٰى وَاسْتَكْبَرَ، وَكَانَ مِنَ الْكَافِرِيْنَ

“અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ ફરીશ્તાઓને કહ્યું કે આદમ (અ.સ.) ને સજદો કરો ત્યારે સર્વોએ સજદો કર્યો પરંતુ ઈબ્લીસે (શૈતાને) ઇન્કાર કર્યો અને તેણે અભિમાન કર્યું અને કાફિર થઇ ગયો.”

(સુરએ બકરહ : ૩૪)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

અય અલ્લાહ! આ તો શીર્ક છે, તેં ફરીશ્તાઓને હુકમ કર્યો કે આદમ (અ.સ.) ને સજદો કરે. આખરે લોકોને આદમ (અ.સ.) નો સજદો કરવાનો હુકમ શા માટે કરી રહ્યો છે ?

 

અલ્લાહ તઆલા:

وَ رَفَعَ اَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَ خَرُّوْا لَهٗ سُجَّدًا، وَقَالَ يَآاَبَتِ هٰذَا تَاْوِيْلُ رُءْ يٰى مِنْ قَبْلُ، قَدْ جَعَلَهَا رَبِّىْ حَقًّا

“અને (હઝરત યુસુફ અ.સ. એ) પોતાના માતા-પિતાને તખ્ત ઉપર બેસાડયા અને તેઓ બધાજ યુસુફ (અ.સ.) ની તઅઝીમ માટે તેમની સામે સજદામા. પડી ગયા પડી ગયા. તે સમયે તેમણે (યુસુફ અ.સ.) એ કહ્યું કે અય મારા પિતા! આ મારા અગાઉના તે સપનાની તાબીર છે કે જેને મારા પરવરદિગારે સાચુ કરીને દેખાડ્યું .”

(સુરએ યુસુફ : ૧૦૦)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

અય અલ્લાહ! જ. યઅકુબ (અ.સ.) અને જ. યુસુફ (અ.સ.) તો તારા પયગમ્બરો છે, તો પછી તેઓન શા માટે એ વાતની પરવાનગી આપી રહ્યા છે કે હઝરત યુસુફ (અ.સ.) ના ભાઈઓ તેઓની સામે સજદો કરે. અરે! જ. યુસુફ (અ.સ.) ના ભાઈઓ તો મુશ્રીક થઈ ગયાં છે અને તેઓ તો વાજીબુલ કત્લ છે અને યઅકુબ (અ.સ.) અને યુસુફ (અ.સ.) એ તો તેઓને કત્લ કરી નાખવા જોઈતા હતા.

અલ્લાહ તઆલા:

وَ اِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَ اَمْنًا، وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرَاهٖمَ مُصَلًّى،

“અને (અય રસુલ! તે સમયની યાદ અપાવો) જ્યારે અમોએ ખાને કાબાને તમામ લોકો માટે સવાબ અને સલામતીનું સ્થળ બનાવ્યું અને (આજ્ઞા કરી કે) ઈબ્રાહીમ અ.સ. ના (આ) સ્થાનને નમાઝની જગ્યા બનાવો.”

(સુરએ બકરહ : ૧૨૫)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

અય અલ્લાહ! આ શું થઈ ગયું? તેં આવો હુકમ શા માટે આપ્યો કે તમે લોકો મકામે ઈબ્રાહીમને પોતાની માટે ઈબાદતની જગ્યા બનાવો? અય અલ્લાહ! તુ (અમારી જેવા) એક વ્યકિતની જગ્યાને પોતાની ઈબાદતની જગ્યા શા માટે બનાવી રહ્યો છો? આ તો શીર્ક છે!! (કુફ છે). (શું તને ખબર નથી કે) તારી ઈબાદતમાં કોઈપણ વ્યકિત કોઈપણ રીતે દખલ નથી કરી શકતો. શા માટે કોઈ જંગલ, રણ કે કોઇ વિરાન જગ્યાને તારી ઇબાદત માટેની મખ્સુસ જગ્યા નથી બનાવતો જે કોઈ ઈન્સાન અને વ્યકિતથી તદ્દન જૂદી છે અને કોઈ ઇન્સાનની સાથે તેનો  જરાપણ સંબંધ નથી. (પરંતુ તેં તો) મકામે ઈબ્રાહીમને પોતાની ઈબાદત કરવાની જગ્યા બનાવી છે??

અય અલ્લાહ! (આ તો કંઇ નવીન જ વાત છે) આવી રીતે તો લોકો ગુમરાહ થઈ જશે, સિરાતે મુસ્તકીમ (સીધા રસ્તા) થી હટી જશે, લોકો તેને દલીલ બનાવીને બીજા અવ્લીયાએ કેરામ, અંબિયાએ એઝામ જેવાકે હઝરત ખાતમુલ અંબિયા (મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.) અને અલી (અ.સ.) ની કબ્રોને ઈબાદતની જગ્યા બનાવી લેશે. આ બધું તો શિર્ક છે.

અલ્લાહ તઆલા:

فِىْ بُيُوْتٍ اَذِنَ اللهُ اَنْ تُرْفَعَ وَ يُذْكَرَ فِيْهَا اسْمُه، يُسَبِّحُ لَه فِيْهَا بِالْغُدُوِّ وَالْاٰصَالِ

“અને અય અલ્લાહ તું દરેક વસ્તોને સારી રીતે જાણો છો. (તે  દીવો) એવા ઘરોમાં રોશન છે કે જેના સંબંધમાં અલ્લાહે હુકમ આપ્યો છે કે તે (ઘરો) ની તઅઝીમ કરવામાં આવે અને તેમાં તેનું નામ લેવામાં આવે. જેમાં તે લોકો સવાર સાંજ તેની તસ્બીહ કર્યા કરે છે.”

(સુરએ નૂર : ૩૬)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:-

અય અલ્લાહ! તે શા માટે એવી વાતની પરવાનગી આપી દીધી કે ઘરોને  ઈબાદતની જગ્યા બનાવો? એટલા માટે કે પછી, લોકો આજ આયતને બહાનુ બનાવીને લોકો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર ઉપર પણ નમાઝ પડશે કારણકે કબ્ર નો શુમાર પણ રસુલુલ્લાહ (સ.અ.વ.) ના ઘરમાં થાય છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ આ આયતની તફસીરમાં ફરમાવ્યું છે કે આ ઘર પયગમ્બરોના ઘરોમાંથી છે અને અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.) ના ઘરો તે બધા ઘરો કરતા સર્વશ્રેષ્ઠ છે. હવે તો લોકો તે ઘરમાં ઈબાદત માટે આવશે, નમાઝ અને દોઆઓમાં મશ્ગુલ રહેશે. અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.) ના ઘરોને પણ ઈબાદત કરવાની જગ્યા બનાવશે એટલા માટે કે તારા પયગમ્બર (સ.અ.વ.) ફરમાવી ચુકયા છે. તેઓના ઘરોને પણ પરવાનગી આપવામાં આવી છે. તેથી લોકોને હવે કોઈ રોકી નહી શકે જ્યારે કે આ બધી વસ્તુઓ શીર્ક અને બિદઅત છે.

અલ્લાહ તઆલા:

مَا مِنْ شَفِيْعٍ اِلاَّ مِنْۢ بَعْدِ اِذْنِهٖ، ذٰلِكُمُ اللهُ رَبُّكُمْ فَاعْبُدُوْهُ، اَفَلاَ تَذَكَّرُوْنَ.

“(તેની સામે) કોઇ (કોઇની પણ) શિફારિશ કરનારો (નથી બની શકતો) પરંતુ તેની પરવાનગી પછી, એ અલ્લાહજ તો તમારો પરવરદિગાર છે તેથી તેનીજ ઇબાદત કરો. શું તમે હજુ પણ ચિંતન મનન કરતા નથી?? ”

(સુરએ યુનુસ : ૩)

وَكَمْ مِّنْ مَّلِكٍ فِىْ السَّمَاوَاتِ لاَ تُغْنِىْ شَفَاعَتُهُمْ شَيْئًا اِلاَّ مِنْۢ بَعْدِ اَنْ يَّاذَنَ اللهُ لِمَنْ يَّشَآءُ وَيَرْضٰى

“અને આસમાનમાં  ઘણા ફરીશ્તા (એવા) છે કે જેમની શફાઅત કાંઇ કામમાં નથી આવતી સિવાય કે અલ્લાહ જેના માટે ચાહે (શફાઅતની) રજા આપી દે અને ચુંટી લે (શફાઅત કરી શકે છે).”

(સુરએ નજ્મ : ૨૬)

وَ لاَ تَنْفَعُ الشَّفَاعَةُ عِنْدَهٗٓ اِلاَّ لـِمَنْ اَذِنَ لَهٗ

“અને જે માણસને તે પરવાનગી આપશે તેની સિવાય કોઇની શફાઅત તેની બારગાહમાં કામ નહીં લાગે.”

(સુરએ સબા : ૨૩)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:-

તે પરવાનગીથી શફાઅત કરનારાઓને શા માટે અલગ કરી દીધા??!! પરંતુ તારૂ એમ કહેવું યોગ્ય ગણાત કે, કોઈપણ માણસ, કોઈપણ રીતે, કોઇની પણ શફાઅત કરી શકતો નથી. પરવાનગી મેળવ્યા પછી શફાઅત કરનારાઓનો જે ઉલ્લેખ કર્યો છે તેના કારણે અમુક લોકો પયગમ્બર અને તારા વલીની પાસે શફાઅત તલબ કરશે  અને લોકો અલ્લાહ સિવાય બીજા કોઇની પાસે શફાઅતની માંગણી કરે તેને જ તો શિર્ક કહે છે.

અલ્લાહ તઆલા:

قَالُوْا يَآاَبَانَا اسْتَغْفِرْلَنَا ذُنُوْبَنَآ اِنَّا كُنَّا خَاطِئِيْنَ. قَالَ سَوْفَ اَسْتَغْفِرُلَكُمْ رَبِّىْ، اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ.

“તેઓએ અરજ કરી કે અય અમારા પિતા! (અલ્લાહની બારગાહમાં) અમારા માટે અમારા ગનાહોની મગફેરતની દોઆ કરો.બેશક અમો પગથી માથા સુધી ગુનેહગાર છીએ. તેમણે  (યાકુબ અ,સ, એ) કહ્યું: હું બહુજ જલ્દી મારા પરવરિદગાર પાસે તમારા (ગુનાહોની) મગફેરત માટે દોઆ કરીશ. બેશક તે મોટો માફ કરનારો (અને) દયાળુ છે.‘

(સુરએ યુસુફ : ૯૭-૯૮)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:-

જોઈ લીધું, અમે આજ તો કહી રહ્યા હતા. અહીં પરવાનગી મળી નહીં કે ત્યાં તરતજ લોકો શફાઅતની માંગણી કરવા લાગ્યા અને તે જ થયું કે યુસુફ (અ.સ.) ના ભાઈઓ એ પોતાના પિતાને પોતાના શફીઅ બનાવ્યા અને તારાથી મગ્ફેરત ચાહી છે. સવાલ માફી માંગવાનો નથી પણ સવાલ શિર્કનો છે. તેઓ મગ્ફેરત નથી માંગી રહ્યા પરંતુ શીર્ક કરી રહ્યા છે.

અલ્લાહ તઆલા:

يَآاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوْا اللهَ وَابْتَغُوْآ اِلَيْهِ الْوَسِيْلَةَ وَ جَاهِدُوْا فِىْ سَبِيْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ.

“અય ઈમાન લાવનારાઓ! અલ્લાહથી ડરતા રહો અને તેની (નઝદીકાના ) ઝરીઆને શોધતા રહો તથા તેની રાહમાં સંઘર્ષ કરતા રહો જથી તમો સફળ થઇ જાવ.”

(સુરએ માએદાહ : ૩૫)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

આયતોમાં બહુજ સુધારો કરવાની જરૂરત છે. અરે! તે આ હુકમ શા માટે આપ્યો કે મોઅિમનો તારી બારગાહમાં વસીલો શોધે. શા માટે સીધે-સીધા અને ડાઈરેકટ તારી પાસે આવવા માટે ન કહ્યું. આ રીતે તો લોકો કોઈ શફીઅની પાસે જશે અને તેને તારી બારગાહમાં તકર્રૂબ મેળવવા માટે વસીલો બનાવીને પેશ કરશે. વાત અગર ફકત તર્કરૂબ મેળવવાની હોત સહન કરી લેત. પરંતુ સવાલ અલ્લાહ સિવાય બીજાને વસીલો બનાવવાનો છે. અમે અલ્લાહ સિવાય બીજા કોઇ વસીલાને સહન કરી શકતા નથી કારણ કે તે શિર્ક છે.

અલ્લાહ તઆલા:

اِذْهَبُوْا بِقَمِيْصِىْ هٰذَا فَاَلْقُوْهُ عَلٰي وَجْهِ اَبِىْ يَاتِ بَصِيْرًا، وَاْتُوْنِىْ بِاَهْلِكُمْ اَجْمَعِيْنَ.

“લ્યો મારૂં આ પહેરણ લઈ જાઓ અને તેને મારા પિતાના ચહેરા ઉપર નાંખી દેજો જેથી તેઓ દેખતા થઈ જશે. અને તમે બધા તમારા બાલ-બચ્ચા સાથે મારી પાસે આવી જાવ”

(સુરએ યુસુફ : ૯૩)

فَلَمَّآ اَنْ جَآءَ الْبَشِيْرُ اَلْقَاهُ عَلٰي وَجْهِهٖ فَارْتَدَّ بَصِيْرًا، قَالَ اَلَمْ اَقُلْ لَّكُمْ، اِنِّىْٓ اَعْلَمُ مِنَ اللهِ مَالاَ تَعْلَمُوْنَ.

“પછી જ્યારે (યુસુફ અ.સ. ની) ખુશખબર આપનારો  આવ્યો અને તેણે તેમના (પહેરણ ને) તેમના ચહેરા ઉપર નાખ્યું તો તેઓ (યાકુબ અ.સ.) ફરી પાછા  દેખતા થઈ ગયા ત્યારે તેમણે (યાકુબ અ.સ. એ પોતાના ફરઝંદોને) કહ્યું શું હું તમોને નહોતો કહેતો કે જે વાતો અલ્લાહની તરફથી હું જાણું છું તમે નથી જાણતા..”

(સુરએ યુસુફ : ૯૬)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

અય અલ્લાહ! આ તો અજીબો ગરીબ આયત છે. આને શું કામ નાઝિલ કરી? આખરે એક પહેરણમાં આવી અસર કેવી રીતે આવી શકે? આવી અસર તો કયારેય જોવા મળતી નથી. અને અગર આવું કુર્તુ કોઈ અંધને જોતો કરી દે તો પછી તે તો જાદુ જ હોય શકે. આ બિલ્કુલ અયોગ્ય છે. આનાથી પણ ઘણી ગમરાહીઓ ફેલાશે. પછીતો લોકો તારા અંબીયા અને અવલીયાની કબ્રો અને મઝારો ઉપર પોતાની આંખો લગાડશે અને તેમનાથી શફાની માંગણી કરશે. એટલા માટે કે આ તો બધાની સમજણમાં આવશે કે યુસુફ (અ.સ.) ના કુર્તાથી જ. યઅકુબ (અ.સ.) ની આંખોની રોશની પાછી આવી શકે છે તો પછી અફઝલુલ અંબિયા રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ઝરીથી શ્રેષ્ઠ રીતે શફા મળી જશે. શફા મળી જાય તેની સામે અમને કાંઉ વાંઘોજ નથી. પરંતુ  અમને વાંધો એમા છે કે અલ્લાહ સિવાય બીજા કોઇની પાસેથી શફાની માંગણી શા માટે કરવામાં આવી રહી છે. તેથી જો આ આયત નાઝિલ ન થઈ હોત અમારી વાતનો કોઇ ઇન્કાર કરી શકત નહીં. તેં અલ્લાહ સિવાય બીજા પાસે શફાની માંગણી કરવી જાએઝ હોવા ઉપર આયત જરૂર નાઝિલ કરી છે પરંતુ લોકો તેનાથી મુશ્રીક બની રહ્યા છે અને દરેક મુશ્રીકની સજા કત્લ છે.

અલ્લાહ તઆલા:

وَ كَذٰلِكَ اَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوْآ اَنَّ وَعْدَ اللهِ حَقٌّ وَّ اَنَّ السَّاعَةَ لاَ رَيْبَ فِيْهَا، اِذْ يَتَنَازَعُوْنَ بَيْنَهُمْ اَمْرَهُمْ فَقَالُوْا ابْنُوْا عَلَيْهِمْ بُنْيَانًا، رَبُّهُمْ اَعْلَمُ بِهِمْ، قَالَ الَّذِيْنَ غَلَبُوْا عَلٰى اَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِمْ مَّسْجِدًا

અને જો આમ બન્યું તો તમો ક્યારેય સફળ નહીં થાવ.અને અમે આવી રીતે તેમની કૌમની હાલતથી તેઓ ને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જોઇ લે કે અલ્લાહનો વાયદો ખચીતજ સાચો છે અને (એ પણ સમજી લે કે) કયામત (ના આવવા) માં કાંઇ સંદેહ નથી. (હવે જાણી લીધા પછી) તેના વિષે તઓ આપસમાં વાદિવવાદ કરવા લાગ્યા ત્યારે અમૂક લોકોએ કહ્યું કે તેમના ઉપર (એક યાદગીરી માટે) ઈમારત બનાવી દો, તેમનો પરવરિદગાર તેમની હાલતથી સારી પેઠે વાકેફ છે.

(સુરએ કહફ : ૨૧)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

ઈતિહાસના બનાવનું તો કોઈ મહત્વ છે જ નહીં. અય અલ્લાહ! તે આ કિસ્સાને શા માટે વર્ણવી દીધો?? અને અગર તેં વર્ણવીજ દીધો છે તો તેને સખ્ત રીતે વખોડી નાંખવો હતો. (અમે આવું કારસ્તાન તો ઘણીવાર કરીએ છીએ) આ તો અમારા પાયાના અકીદાની તદ્દન વિરૂધ્ધ છે. કબ્રની પાસે મસ્જીદ બાંધવાની વાત હતી. તે આનો કાંઈ વિરોધ જ ન કર્યો! જ્યારે કે તેના પછી વાળી આયતમાં અસ્હાબે કહફના સાથીઓની સંખ્યાના બારામાં લોકો ઈખ્તેલાફ કરશે અને તે કિસ્સાના વર્ણનની નીચે જ ફરમાવી દીધું કે દલીલ વગર તેમના બારામાં વાત ન કરો. અહીં તો તે ઈખ્તેલાફ કરવાવાળાઓની ટીકા કરી છે પરંતુ ત્યાં કબ્ર ઉપર મસ્જીદ બાંધવાની વાત ઉપર જરા પણ ટોકયા નથી. અય અલ્લાહ! આથી લોકોને તો સંદેશો એવો જ મળશે કે કોઈ અઝીમ શખ્સની નિશાની અને યાદને જીવંત રાખવું અલ્લાહની નઝરમાં યોગ્ય છે અને શિર્ક નથી. જ્યારે કે મારી નઝરમાં આ તો શીર્ક છે. હું અલ્લાહની બારગાહમાં મરદુદ થવાનું પસંદ કરી લઈશ પરંતુ શિર્કને જરાપણ સહન નહીં કરૂં.”

અલ્લાહ તઆલા:

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوْا الصَّالِحَاتِ، اُولٰۤئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ.

“બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક કાર્યો અંજામ આપ્યા કરે છે તે લોકોજ સર્જનોમાં સર્વશ્રેષ્ઠ છે.”

(સુરએ બય્યનહ : ૭)

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ:

અય અલ્લાહ! જ્યારે તારા નબીએ કહ્યું હતું કે “ખૈરૂલ બરીઅહ” થી મુરાદ અલી અ.સ. અને તેમના શીઆ છે તો પછી તારે આ આયતને જ નાઝિલ નહોતી કરવી જઇતી. અગર કુરઆનની આયતો જે તવસ્સુલ, ઝીયારત, કબ્ર  શફાઅત વિગેરે ઉપર છે તેના વિષે થોડીવાર માટે માની પણ લઈએ કે તેને ઉતારવું તારી નઝરમાં યોગ્ય હતું તો પણ ખૈરૂલ બરીઅહ વાળી આયતને તો કોઈ પણ હિસાબે નાઝિલ કરવી જોઇતી નહોતી, કારણકે શીઆ લોકોતો કાફિર છે, મુશ્રીક છે અને મારી નઝરમાં તો તે વાજીબુલ-કત્લ છે, જ્યારે કે તું તો તેઓને સર્વશ્રેષ્ઠ મખ્લુક કહી રહ્યો છો.

Be the first to comment

Leave a Reply