પ્રારંભીક કાળ (સમય)માં ઘણા સમય સુધી નાજુક લાગણીશીલ વાકેઆ અને તેને લગતી હદીસોની આપ-લે પર પ્રતિબંધ હતો. તેથી એ ગેરવ્યાજબી છે કે તે વાકેઆને સંપૂર્ણ રીતે જાણવો કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડીને એવા ખરાબ કૃત્ય કરનાર લોકોએ આવો ઘાતકી અપરાધ કર્યો.
બુખારી અને મુસ્લીમના સિવાય એ ગેરવ્યાજબી છે કે બીજા સુન્ની વિદ્વાનોથી આવા નાજુક મુદ્દાને મેળવવો. જ્યારે કે આ વિદ્વાનો એ આ હદીસો જેને બયાન કરી છે તે 10% (દસ ટકા) પન લાગણીશીલતાથી રજુ કરવામાં નથી આવી કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવામાં આવી તો પછી કોઈ માટે એ કેવી રીતે શકય છે કે તેઓની કિતાબમાં પાછળથી તેની વિગતો મળી આવે?
હ. ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવાનો વાકેઓ જે શીઆ વિદ્વાનો એ લખ્યો છે તે તેની હકીકતનો પુરાવો છે. બધાજ શીઆ વિદ્વાનો, લેખકો, રચેતાઓ, હદીસવેત્તાઓ અને ઈતિહાસકારો આ વાત પર એકમત છે. જે કોઈ આ બનાવનો અસ્વિકાર કરે (ધિક્કાર પાત્ર ઈન્સાન) અથવા બીજાના મનમાં આ બનાવ વિષે શંકા પૈદા કરે તે શીઆ પણ નથી. શીઆ વિદ્વાનો તો શું?
આ બનાવ સુન્ની કિતાબોમાંથી બયાન કરવામાં આવ્યો છે અને અમોએ આ બનાવને સુન્ની કિતાબોમાંથીજ હદીસની સાથે સુન્ની સ્ત્રોત દ્વારા લીધો છે જેથી કરીને વિશિષ્ટ વલણ ધરાવનારા વાંચકોને આ વિષયમાં કોઈ શંકા બાકી ન રહે. આપણો પ્રાથમિક લક્ષ્ય (ઉદ્દેશ) એ છે કે અમૂક શંકાઓ કે જે અમૂક સુન્ની કિતાબોમાં જોવા મળે છે તેને દૂર કરવી અને બીજો ઉદ્દેશ એ છે કે તે સમયના આગળ પડતા મહાનુભવોના કાવતરાને ખુલ્લા પાડવા કે કેવી રીતે તેઓએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની આલ સાથે ઘોર નુકશાનકારક વર્તન કર્યું.
અમે એ બયાન કર્યું છે જેને સ્પષ્ટ પણે કિતાબોમાં રજુ કરવામાં નથી આવ્યું અથવા તેને જાણી જોઈને તેના લખનાર દ્વારા છોડવામાં આવ્યું છે જે એક અલગજ વ્યકિતગત ચચર્િ છે.
અમે ફકત એજ રજુ કરી રહ્યા છે જે સુન્ની કિતાબોમાં સ્પષ્ટપણે છે.
- ઘરને આગ લગાડી દેવાની ધમકી આપવી:
અમૂક રિવાયતો મુજબ ઉમર ઈબ્ને ખત્તાબે (હ. ફાતેમા સ.અ.ના) ઘરને આગ લગાડી દેવાની ધમકી આપી. આપણે સૌ પ્રથમ આ હદીસને ઈબ્ને અલી શયબાહની બુક અલ મુસનીફમાંથી લીધી છે. એ જાણવું જોઈએ કે ઈબ્ને અબી શયબાહ એ બુખારીના શિક્ષકોમાંથી એક છે. જેઓ 235 હિજરીમાં ગુજરી ગયા.
ઈબ્ને અબી શયબાહ એ આ બનાવ એ હદીસવેત્તાની સાકળમાંથી સાંકળેલો છે જેના માલિક ઝૈદ બિન અસ્લમ કે જેઓએ તેમના પિતાથી વર્ણવેલ છે (અસ્લમ)થી. અસ્લમ કે જે (ઉમરનો ગુલામ) તે કહે છે:
જ્યારે લોકોએ વફાતે રસુલની પછી અબુબક્રને બયઅત આપી દીધી. અલી અને ઝુબૈર હ. ફાતેમા (અ.સ.)ના ઘરને જતા અને તેઓ આપ (સ.અ.)ની સાથે આ બાબતે ચચર્િ કરતા. જ્યારે ઉમરને આ વાતની ખબર પડી તે ફાતેમા (સ.અ.)ના ઘર તરફ ગયો અને કહ્યું: ઓ પયગમ્બરના દિકરી (બિન્તે રસુલ) અલ્લાહની કસમ, અલ્લાહની પછી મારી નજીક કોઈ વધુ ચાહવાને (પસંદ કરવાને) લાયક નથી પરંતુ તમારા પિતા અને તમારા પિતા બાદ બીજું કોઈ પસંદ કરવાને લાયક નથી સિવાય તમે. અલ્લાહની કસમ (આ સિવાય) અગર આ લોકો તમારા ઘરે ભેગા થશે તો મને તમારા ઘરને આગ લગાડી દેવાથી કોઈ રોકી શકશે નહિં.1
આવો હુબહુ (અસલ) બનાવ તારીખે તબરીમાં વર્ણવેલ છે. પરંતુ હદીસવેત્તાના ફર્ક સાથે.
ઉમર હ. અલી (અ.સ.)ના ઘરે આવ્યો. તે સમયે તલ્હા, ઝુબૈર2 અને અમૂક મુહાજીરો ત્યાં અલી (અ.સ.)ની સાથે જમા હતા. ઉમરે ચેતવ્યા: અલ્લાહની કસમ, તમે બધા બયઅત દેવા માટે બહાર નહીં આવો તો હું આ ઘરને તેની અંદરના લોકોની સાથે ફુંકી મારીશ. એ સમયે ઝુબૈર ખુલી તલ્વારની સાથે ઘરની બહાર આવ્યા. તે જરાક ગોથુ ખાઈ ગયા અને તલ્વાર તેમના હાથમાંથી પડી ગઈ. લોકો તેની ઉપર જપટયા અને તેમને પકડી લીધા (ગિરફતાર) કરી લીધા.3
આપણે આ બે હદીસથી સંતોષ માનીશું. બીજા સુન્ની વિદ્વાનો એ તો આટલુ પણ નોંધ કર્યું નથી. પરંતુ એ કે આ બનાવને છુપાવવાની કે તેના મહત્ત્વને હલકો કરવાની કોશીશ વધુ કરી છે.
અલ ઈસ્તીઆબ જેમાં ઈબ્ને અબ્દુલ બરર આ બનાવની નોંધણી કરી છે. અબુબક્ર બઝારથી ઈબ્ને અબી શયબાહ જેના હદીસવેત્તા છે.
ઉમરે હ. ફાતેમા (સ.અ.)ને કહ્યું: મારી માટે કોઈ પસંદ કરવાને લાયક નથી તમારા પિતા પછી પરંતુ તમે. પછી તેણે કહ્યું કે મને ખબર મળ્યા છે કે ફલાણો વ્યકિત તમને મળી રહ્યો છે. અગર તેઓ ઘરની બહાર નહીં આવે તો હું ફલાણુ ફલાણુ કરીશ.4
આ નવાઈ પમાડનાર (આશ્ર્ચર્યજનક) છે કે એક સરખા હદીસવેત્તા અને એક સરખી સાંકળની સાથે અને એકજ બયાન કરનાર પરંતુ આટલું બધુ (બદલાયેલું) અર્થનો અનર્થ કરેલું? આટલી હદ સુધી જ્યારે અર્થના અનર્થ કરવાની સીમા આટલી આગળ હોય તો પછી કોઈ કેવી રીતે એવી અપેક્ષા રાખે કે તેમાં આ શબ્દનો ઉપયોગ થયો હોય. તેણે ઘરને આગ લગાડી દીધી?
- સળગતુ લાકડુ અને દોરડુ લાવવું:
આ બનાવમાં એ બયાન કરવામાં આવ્યું છે કે સળગતુ લાકડુ અને દોરડુ લાવવામાં આવ્યું. હ. ફાતેમા (સ.અ.)ના ઘરની પાસે બલાગીરી (225 હિ.) તેમની કિતાબ અલ અનસાબ અલ અશરાફ બયાન કરે છે તેની હદીસવેત્તાની સાંકળ સાથે:
અબુબક્ર એ સંદેશો મોકલાવ્યો કે અલીને કહો બયઅત આપે પરંતુ અલી (અ.સ.)એ તેમની મનાઈ કરી દીધી ત્યારે ઉમર દોરડા સાથે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરે પહોંચ્યો. જ. ફાતેમા (સ.અ.) દરવાજાની પાછળ ઉભા હતા. તેમણે વિરોધ કરતા કહ્યું: એ ખત્ત્ાાબના પુત્ર શું તારે માં બળતુ ઘર જોવું છે? ઉમરે જવાબ આપ્યો: ‘અને આ બધુ નક્કી અને સાં છે તેના કરતા જે તમારા પિતા લાવ્યા છે (ઈસ્લામ).5
ઈબ્ને અબ્દે રબ્બીહ (325 હિ. વફાત) તેની કિતાબમાં લખે છે.
‘હ. અલી (અ.સ.), અબ્બાસ અને ઝુબૈર જ. ફાતેમા (સ.અ.)ના ઘરમાં બેઠા હતા. અબુબક્રે કોઈકને મોકલ્યો6 તેમની પાસે કે એ હુકમની સાથે કે તેઓ બહાર આવીને વયઅત આપે. અબુબક્રએ ફરમાન છોડયું. અગર તેઓ ન સ્વિકારે તો તેમને જંગ કરવામાં મશ્ગુલ કરી દો. પછી ઉમર આગની સાથે આવશે જેથી કરીને તેના અંદરના સભ્યોની સાથે ઘરને આગ લગાડી દે. જ. ફાતેમા (સ.અ.) જ્યારે ઉમરને જોયો વિરોધ દશર્વિતા કહ્યું: ‘ઓ ખત્ત્ાાબના પુત્ર, શું તું મારા ઘરને આગ લગાડવા આવ્યો છો? ઉમરે જવાબ આપ્યો: હા, તમો બધાએ એ વાતને તસ્લીમ કરવું પડશે જેને ઉમ્મતે તસ્લીમ કર્યું છે.7
અબુલ ફીદા (મૃત્યુ 732 હિ.) સુન્ની ઈતિહાસકાર જેણે આ બનાવને નોંધ્યો છે જેના અંતમાં આ પ્રમાણે લખેલ છે.
‘અગર તેઓ ન સ્વિકારે તેઓને જંગમાં મશ્ગુલ કરી દો જેથી ઉમર ઘરને આગ લગાડી દે.8
- લાકડા ભેગા કરવા ઘરને આગ લગાડવા:
ઉરવાહ ઈબ્ને ઝુબૈર interprets (ભાવાર્થી) છે તેમના ભાઈ અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈરના આ કાર્યની અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર આ માનો એક છે જેણે અબુ તાલિબ (અ.સ.)ની ખીણ તરફ ઘેરો ઘાલ્યો હતો અને જેણે લાકડા જમા કર્યા હતા જેથી જ. ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડી દેવામાં આવે અગર તેઓ બયઅતનો અસ્વિકાર કરે. ઉરવાહ લખે છે: ‘ઉમરે પણ લાકડા જમા કર્યા હતા બીજાની સાથે ઘરને આગ લગાડવા માટે જેથી કરીને અબુબક્રની બયઅતનો અસ્વિકાર કરવા બદલ સજા આપી શકાય.9
ઉરવાહ ઈબ્ને ઝુબૈર કહે છે: લાકડા લાવવામાં આવ્યા, બીજો વ્યકિત કહે છે આગ લાવવામાં આવી. દેખીતુ છે કે આગ લાવવામાં આવી કારણકે લાકડા પેહલેથીજ ભેગા કરેલા હતા. ભલે પછી એવી કોઈ હદીસ નથી જે કહે છે કે લાકડાનેમ આગ લગાડવામાં આવી, શું તેનો મતલબ એ છે કે ઘરને આગ લગાડવામાં નહોતી આવી? અને આ એક અકલ્પીત (બનાવટી) બનાવ છે?
આ એક સત્ય હકીકત છે જે શીઆ દ્વારા સ્વિકારવામાં આવી છે જેના રાવી મઅસુમ ઈમામો છે.
- ઘરને ફુંકી મારવા આગળ વધવું:
એક કથન કે જે સ્પષ્ટપણે કિતાબોમાં મળી આવે છે. ‘ઉમર હઝરત અલી (અ.સ.)ના ઘરને બાળવા આગળ વધ્યો.’
આ નિવેદન રવઝાહ અલ મનાઝીર રીઅખ્બાર અલ અવાઈલ વ અલ અવાબીર જેવી કિતાબમાં મૌજુદ છે અથવા ઈબ્ને શહનાહ (મૃત્યુ 882).
ઉમર જ. ફાતેમા (સ.અ.)ના ઘર તરફ આગળ વધ્યો જેથી કરીને તેમા રહેલા લોકો સમેત ઘરને આગ લગાડી છે.
જ્યારે જ. ફાતેમા (સ.અ.) તેને મળ્યા ઉમરે કહ્યું: તમારે બધાને એ વાતનું સમર્પણ કરવું પડશે જેનું આ ઉમ્મતે સમર્પણ કર્યું છે. અલ ગરરાતના લેખક ઈબ્રાહીમ ઈબ્ને મોહમ્મદ સકફી સકીફાના બનાવને વર્ણવતા વખતે અહમદ ઈબ્ને અમ્ર બજલીથી એહમદ ઈબ્ને હબીબ આમીરીથી હમરાન ઈબ્ને અયાન અને તેમણે હ. ઈ. જઅફર સાદિક (અ.સ.)થી
‘અલ્લાહની કસમ! હઝરત અલી (અ.સ.) ત્યાં સુધી બયઅત નહીં આપે જ્યાં સુધી તે ઘરને ધૂમાડાથી ભરેલું નહીં જોઈ લે.’
એ વાત સ્પષ્ટ હોવી ઘટે કે એ કિતાબ જે મહાન હદીસવેત્તાથી બની છે તે અત્યારે અપ્રાપ્ત છે. આ શબ્દોની સાથેની હદીસ એ સૈયદ મુર્તુઝા (ર.અ.)થી વર્ણવેલ છે. તેમની કિતાબ અલ શાફી અલ ઈમામહ12 આ કિતાબની ઓથોરીટીમાં મહાન હદીસવેત્તા ઈબ્રાહીમ ઈબ્ને મોહમ્મદે સકફી (વફાત 240 અથવા 283 હિ.) નું જીવનચરિત્રને વાંચતા એ વાત સ્પષ્ટ છે કે તેમણે બે કિતાબ જમા કરી છે. અલ સકીફા અને અલ મસાલીબ. ગમે તેમ પરંતુ બંને કિતાબ અત્યારે અપ્રાપ્ત છે. જેના કારણો અજાણ છે.
સુન્ની વિદ્વાનો એ પણ તેમના વિષે કોઈપણ વિરોધ કે (મઝીમ્મત) ટીકા ટીપ્પણી વગર લખેલું છે પરંતુ ફકત એ કે તેઓએ તેમને રાફેઝી કહ્યા છે. (શીઆની હલકી (હિણપતભરી) કૌમ મતલબ કે ખલીફાનો વિરોધ કરનારી કૌમ, ગૃપ).
છતાં, તેઓ રાફેઝી હતા જેમણે અલ સકીફાહ અને અલ મસાલીબ જેવી કિતાબ લખી અને જેની હદીસો ઈ. જઅફરે સાદિક (અ.સ.)થી વર્ણવેલ છે.
આ મહાન હદીસવેત્તા કે જેમને હાફીઝ ઈબ્ને હજરે અસ્કલાનીથી મંજુરી મળી છે જે તેમની (હદીસની અને તેની સત્યતા સાકળની) અને તેમની સચ્ચાઈ (સહીહ) હોવાનું જાહેર કરે છે.13
જ્યારે સકફી એ અલ સકીફા અને અલ મસાલીબ લખી તો કુફાવાસીઓએ તેમને સુચન કર્યું કે આ કિતાબને જાહેર ન કરવી અને છુપાવી દેવી. તેમણે કહ્યું કયું શહેર એવું છે જે શીઆની માન્યતાથી ઘણુ દુર છે? લોકોએ કહ્યું: ઈસ્ફેહાન14 તેમણે તેઓને બાંહેધરી આપી કે તે બુકને કોઈને પણ નહીં બતાવે અને એક પણ હદીસને બયાન નહીં કરે સિવાય કે ઈસ્ફેહાનમાં જે કાંઈ તે કિતાબમાં છે તે ભરોસાપાત્ર છે. બધાજ હદીસવેત્તા ભરોસાપાત્ર છે અને બધીજ હદીસો સાચી છે. તેઓ ઈસ્ફેહાન ગયા અને સંપૂર્ણ બનાવ સંભળાવ્યો. અબુ નોએમ ઈસ્ફેહાની એ પણ આ બનાવને અખબારે ઈસ્ફેહાનમાં વર્ણવેલ છે.
આ સ્પષ્ટ છે કે હદીસ ઈ. સાદિક (અ.સ.) થી છે કે:
અલ્લાહની કસમ! અલી ત્યાં સુધી બયઅત નહીં આપે જ્યાં સુધી તે ધૂમાડો તેના ઘરમાં પ્રવેશ્તા ન જોઈ લ્યે.
ગમે તેમ, બધા હદીસવેત્તાઓએ અને ઈતિહાસકારોએ આ બનાવને સ્પષ્ટપણે અને સચ્ચાઈ સભર વર્ણવેલ નથી. યા તો અન્યાયીમતને કારણે અથવા તેઓની જાનના ડરને કારણે, તેઓએ આ બનાવને સ્પષ્ટપણે બયાન ન કરવાનું પસંદ કર્યું.
જે લોકોએ આ બનાવને સ્પષ્ટતાથી ન વર્ણવ્યું, કદાચ તેઓએ એ એવી આશાથી કે પાછળથી આવનારા તેની વિગતોને પોતાની શોધથી અને બુધ્ધિમતાથી શોધી લેશે અને તેની સત્યતા સુધી પહોંચી જશે.
વારંવાર આ બનાવની વિગતોની માંગણી એ બીજું કાંઈજ નથી પરંતુ અજ્ઞાનતા અને અપરિપકવતાની નિશાની છે અને તેનાથી ખરાબ એ છે કે આ બનાવ વિષે શંકા ઉતપન્ન કરવી લોકોના મગજમાં પોતાના મગજની શંકા અને અન્યાયીપણાને કારણે.
- અલ મુસન્નફ (ભાગ 7, પા. 432)
- એ વાત નોંધપાત્ર છે કે તે સમયે તલ્હા પણ તે ઘરમાં હતા અને ઝુબૈર એહલેબૈતથી ઘણા કરીબ હતા જે અબુબક્રના કબીલા બની તમીમથી તઅલ્લુક રાખતા હતા.
- તારીખે તબરી, ભાગ 3, પા. 302
- અલ ઈસ્તેઆબ ફી મારેફહ અલ અશાબ ભાગ 3, પા. 975
- અલ અનસાબ અલ અશરફ, ભાગ 1, પા. 586
- આગળ વધવાની વ્યક્તિ ઉમર સિવાય અન્ય કોઈ હતી. ત્યારબાદ અબુ બકરે ઉમરને મોકલ્યો
- અલ ઈફદ અલ ફરીદ ભાગ 5, પા. 13
- અલ મુખ્તસર ફી અખબાર અલ બશર ભાગ 1 પા. 156
- મુરજ અલ ઝહબ ભાગ 3 પા. 86 ઈબ્ને અબીલ હદીદે શર્હે નહજુલ બલાગાહમાં અલ મસુદીથી લીધેલ છે.
- આ પુસ્તક ઇબેને આથિરની અલ-કામિલની કેટલીક આવૃત્તિઓમાં વધારાના રૂપમાં પ્રકાશિત થયું છે. અલ-કામિલ ઇસ્લામિક ઇતિહાસનું સૌથી નિશ્ચિત પુસ્તકો છે.
- બેહાલ અન્વાર ભાગ 28, પા. 390
- અલ શાફી ફી ઈમામહ ભાગ 3, પા. 241
- લીસાન અલમીઝાન ભાગ 1 પા. 102
14.ઇસ્ફહાનના હાલના દિવસો
Be the first to comment