પ્રસ્તાવના
1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે
2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે
3) અલ્લાહ પણ માફીને રદ કરે છે
4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી.
અમૂક મુસલમાનો એવો દાવો કરે છે કે શૈખૈન, પહેલા અને બીજા કહેવાતા ખલીફાઓ એ જનાબે ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કર્યો અને ફદક છીનવી લીધા પછી પસ્તાવો વ્યકત કર્યો.
તેઓનુ માનવું એમ છે કે જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) એ તેમની માફીને કબુલ કરી લેવી જોઈતી હતી. માફીનુ કબુલ ન કરવુ તે જનાબે ઝહેરા (સ.અ.) માટે અયોગ્ય હતું (નઉઝોબિલ્લાહ) અને અમુક મુસલમાનો તો ત્યાં સુધી તોહમત મુકે છે કે આપ (સ.અ.) જલ્દી ગઝબનાક થઇ જતા હતા અને નાની બાબતો ઉપર ઉશ્કેરાય થઈ જતા (નઉઝોબિલ્લાહ). ગમે તે રીતે પોતાની વાત સાબિત કરવા, આ કહેવાતા મુસલમાનો એ ઘડી કાઢેલા ખોટા બનાવો વેચાય ગયેલા ઈતિહાસકારો પાસેથી નકલ કર્યા છે.
જવાબ :
1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે
મુસલમાનોની શૈખૈનની માફી માંગવા બાબતે બચાવ કરવો એ સાબિત કરે છે કે શૈખૈનની ભુલ હતી. અને અગર તેઓ ભુલ ઉપર ન હતા તો પછી માફી કઈ શા માટે?
આનો મતલબ એ થયો કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ફદકની બાબતમાં સાચા હતા અને શૈખૈન ખોટા હતા.
આ બાબતથી એ પણ સાબિત થાય છે કે શૈખૈન ખિલાફતની બાબત ઉપર ખોટા હતા. શૈખૈનની માફી માંગવાથી ખિલાફત બાબતે ઈજમાની દલીલ રદ થાય છે.
શૈખૈનની માફી બતાવે છે કે ઈજમા હતો જ નહિ, ન તો ખિલાફતમાં અને ન તો ફદક બાબતે.
2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે
જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર કોઈપણ પ્રકારનો આરોપ મુકવા પહેલા કોઈપણ વય્ક્તિએ વિચારવું જોઈએ કે શું તેણે જન્નતમાં જવાની ઈચ્છા છે?. કારણ કે અગર તે જન્નતમાં જવા ઈચ્છતો હોય તો પછી તેને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.), જન્નતની ઔરતોની સરદારને રજામંદી માટે તૈયારી કરવી જોઈએ કે જેમની પરવાનગી વગર જન્નત હરામ છે તેથી, મુસલમાનો પાસે જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) ને દરેક સંજોગોમાં તસ્લીમ થવા સિવાય કોઈ વિકલ્પ નથી.
3) અલ્લાહ પણ માફીને રદ કરે છે
અગર માફીનો અસ્વિકાર કરવો તે જલ્દી ગઝબનાક થઇ જવું અને અયોગ્ય હોવાની નિશાની છે તો પછી આ આરોપ પહેલા અલ્લાહ સામે થવો જોઈએ.
અલ્લાહ કુરઆને કરીમમાં ફરમાવે છે:
“તું તેમના માટે ક્ષમાની દુઆ માંગ અથવા તેમના માટે ક્ષમાની દુઆ ન માંગ (એ સરખુંજ છે); તેમના માટે સિત્તેર વખત પણ ક્ષમાની દુઆ માંગશે તો પણ અલ્લાહ તેમને હરગિજ હરગિજ માફ નહિ કરે; આ એ માટે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો; અને અલ્લાહ નાફરમાન લોકોની રાહબરી કરતો નથી.”
(સુરએ તૌબા-9, આયત નં. 80)
અહિંયા, અલ્લાહ જણાવે છે કે પોતાના મહાન નબી (સ.અ.વ.)ની શફાઅતને તે ગુનેહગારો માટે માન્ય નહિ રાખે કે જેઓ હકીકત માં અલ્લાહ અને તેના રસુલ સ.અ..વ ઉપર ઈમાન રાખતા ન હતા.
કારણકે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ખુશી અને નારાઝગી અલ્લાહની ખુશી અને નારાઝગી સાથે જોડાએલી છે, આપ (સ.અ.)નો શૈખૈનની માફીને રદ કરવાનો મતલબ એજ છે કે તેઓ માફીને લાયક નથી તેવીજ રીતે જેવી રીતે સુરએ તૌબા-9, આયત નં. 80 ના ફાસીકો.
અગર મુસલમાનો જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની માફીની ઈન્કારની બાબત ન ઉખેડતે તો સારૂ હોતે. કારણકે આ ફકત એ વાત તરફ નિર્દેશ કરે છે કે શૈખૈન ભુલ ઉપર હતા ન કે જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.).
4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી.
એ સ્પષ્ટ છે કે શા માટે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ શૈખૈનને માફ ન કર્યા તેઓમાં પસ્તાવાનો અભાવ અને તેઓ ફકત એટલા માટે માફી માંગી રહ્યા હતા કે તે સમયે મદીનામાં તણાવ હળવો થઈ ગયો હતો અને તેઓની સત્તા સુરક્ષિત હતી. દરેકે તેમને કબુલ કરી લીધા હતા અને તેઓને કોઈ બાજુથી પણ વિરોધની અપેક્ષા ન હતી.
આ ફકત એક કાર્ય બાકી હતું તે બની હાશીમના ગુસ્સાને શાંત રાખવા પુરતું હતું કારણકે તેઓ જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવા અને ફદક છીનવી લેવા તથા બીજા ઝુલ્મોના કારણે સખ્ત નારાઝ હતા. કદાચ, તેઓ પાછળથી વિરોધ કરત. શૈખૈનની માફી માંગવી ફકત લોકોના દેખાવ માટે હતી. આ તેના જેવું હતું કે સરકાર અમુક ખાસ સમુહને તેમના ભવિષ્યના બળવાથી બચવા માટે ખુશ કરવાની કોશિશ કરી રહી હોય. આવી માફીમાં કોઈપણ પ્રકારનો પસ્તાવો કે નિખાલસતા જોવા નથી મળતી.
અલ્લાહ ખાલીસ તૌબાનું માપદંડ કુરઆનની આયતમાં બયાન કરે છે:
“અને તે લોકો કે જેઓ જ્યારે નિર્લજ કૃત્ય કરી બેસે છે અથવા પોતાના જીવ ઉપર ઝુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના અપરાધોની માફી માંગે છે; અને અલ્લાહ સિવાય ગુનાહો કોણ માફ કરી શકે છે? અને જે કાંઈ તેઓ કરી ચૂકયા છે તે ફરી કરવાને જાણી જોઈને આગ્રહ રાખતા નથી (તેવું કૃત્ય ફરીને કરતા નથી).”
(સુરએ આલે ઈમરાન-3, આયત નં. 135)
કુરઆન સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે કે ગુનેહગારો માફી માંગ્યા પછી ‘જાણી જોઈને ફરી તે કાર્ય દોહરાવતા નથી’. તેથી અગર શૈખૈન હકીકતમાં શરમીંદા હોય તો તેઓએ ઓછામાં ઓછુ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછું આપવું જોઈતું હતું, કારણ કે તે એવી ગંભીર બાબત હતી જેમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને જુઠ્ઠા (નઉઝોબિલ્લાહ) કહેવામાં આવ્યા હતા અને શૈખૈને તેમની પાસે ગવાહો માંગ્યા હતા.
ફદક પરત કરવાનો ઈન્કાર કરીને ક્યા આધારે શૈખૈન માફીના ઉમેદવાર હતા? માફી ખોટી અને અર્થહીન હતી અને આ કાર્ય એવો સંદેશો આપે છે કે અય જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અમે માફી ચાહીએ છીએ કે અમે તમારી સાથે ફદક બાબતે વિવાદ કર્યો પરંતુ ફદક તો અમારીજ પાસે રહેશે. શું હજુ પણ કોઈ એમ કહી શકે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ આવી ‘માફી’ને રદ કરી એ અયોગ્ય હતું? જ્યારે કે ગુનેહગારે ‘જાણી જોઈને ગુનાહની તકરાર કરતો હતો
અલ્લાહ લઅનત કરે તેઓ ઉપર જેઓએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની સચ્ચાઈ ઉપર સવાલ ઉપાડયો!
Be the first to comment