મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે

વાંચવાનો સમય: 5 મિનિટ

તારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય ફિકહને આધારિત છે, પરંતુ મૌલવી સાહેબે આ લેખમાં ઈલ્મી ખયાનત કરીને તેમનો  વ્યક્તિગત અકીદો  જાહેર કર્યો છે. લેખકે તેમના લેખની શરૂઆત કુરાનની આ આયતથી કરી છે જેમાં દારૂ પર પ્રતિબંધનો ઉલ્લેખ છે: “હે ઈમાનવાળાઓ! નશાની હાલતમાં નમાઝની નજીક ન જાવ…” અલહમદોલિલ્લાહ, આજના મુસ્લિમ સમાજમાં આ બુરાઈ જોવા મળતી નથી  કે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દારૂ પીધેલી હાલતમાં નમાઝ પડતો હોય. હા, એ ચોક્કસ છે કે ઈતિહાસના જે સમયગાળાને સુન્નીઓ “સારો સમયગાળો” કહે છે, ત્યાં એવી ઘટનાઓ મળી આવે છે કે કોઈ ખલીફા અથવા ગવર્નરે શરાબ પીને નમાઝે જમાઅત પડાવી હોય.

આ સમયગાળામાં એવું પણ જોવા  મળે છે કે એક સહાબીએ બુધવારે નશાની હાલતમાં શુક્રવારની નમાઝ પઢાવી હતી. એ યાદ રહે કે આ બધા વાકેઆઓ શરાબને હરામ કર્યા પછીના છે.

મૌલવી સાહેબે આ જણાવવું જોઈતું હતું કે કેવી રીતે કેટલાક સહાબીઓ, જેમને ‘અસહાબીક અલ-નુજુમ……ઈહતદીતમ’ની (મારા સહબીઓની મિસાલ સિતારા જેવી છે….)સનદ  આપવામાં આવી છે, તેઓએ આ હુકમનું પાલન કર્યું ન હતું  અને નશાની હાલતમાં જમાઅત નમાઝ  પઢી  અને પઢાવી હતી.

મૌલવી સાહેબના આ લેખની ખાસ વાત એ છે કે મૌલવી સાહેબે આ સંપૂર્ણ લેખ ફીકહના વિષય ઉપર લખ્યો છે. પરતું શરાબની મનાઈ માટેજ કુરઆનની આયત શાને નુઝુલ સાથે ફરમાવી છે.

જ્યારે કે બધા મુસલમાનો એ વાત ઉપર એકમત છે કે શરાબ પીને નમાઝ પઢવી જાએઝ નથી.આથી તેમને કોઈ આયતનો ઉલ્લેખ કરવાની અથવા આ આયતનો શાને નુઝુલ બયાન  કરવાની કોઈ જરૂર નહોતી. પરંતુ અલી(અ.સ.)થી બુગ્ઝ ઇન્સાનને બુદ્ધિથી અંધ બનાવી દે છે.

 

તેણે જે આયતની તફસીર કરી છે તે એહલેસુન્નતના ઘણા આલિમો  અનુસાર ‘નબળી સનદ’ ની રિવાયત  છે. તેમાં જે રેવાત છે તેનાથી તેનું નાસેબી છે તે દેખાય આવે છે. તેથી, મૌલવી સાહેબ અને વાચકોને વિનંતી છે કે તેઓ “ફતહ  અલ-બારી ફી શરહ સહીહ બુખારી” પુસ્તકના ૧૦માં ભાગમાં  આ આયતની તફસીર  વાંચે જેથી તેમના માટે આ બાબત સ્પષ્ટ થઈ જાય. આ ઘટનાનો ઉલ્લેખ અલ્લામા ઝમઅખ્શરીએ તેમની કિતાબ ‘રબીઅ અલ-અબરાર’માં પણ કર્યો છે. આ ઘટનાની હકીકતો અહીં જણાવીને મતભેદ ફેલાવવાનો અમારો હેતુ નથી.

આ લેખ વાંચવાથી ખ્યાલ આવે છે કે મૌલવી અબ્દુલ હફીઝે જાણીજોઈને આ ઝઇફ રિવાયત  નકલ કરી છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એક અખબાર (ન્યૂઝ 92) દ્વારા આ જ રિવાયત રજૂ કરવામાં આવી હતી. તે ખૂબ જ શક્ય છે કે આ મુસ્લિમોમાં ફીત્નો ઉભો કરવાનું વૈશ્વિક કાવતરું છે. (પાકિસ્તાનના આલિમોના મતે, આમાં સાઉદી સરકારનો હાથ છે અને જે પરિસ્થિતિમાં શિયા વિચારો અને શક્તિઓ આગળ વધી રહી છે, તે દૂર નથી).

આ લેખનો હેતુ એ છે કે સામાન્ય મુસ્લિમ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ના વ્યક્તિત્વ વિશે થોડો ખ્યાલ આવી શકે. વિગતોમાં જવાનું ટાળવા માટે, અહીં આપણે પયગમ્બર(સ.અ.વ.)ની માત્ર બે કે ત્રણ હદીસોથી ફાયદો મેળવીશું.

રસુલે અકરમ(સ.અ.વ.)ના એક મશહુર કોલમાં છે કે જે ફરીકેનની કિતાબોમાં સક્કા આલિમો અને હદીસવેતાએ  વર્ણન કર્યું છે. મહાન સહાબી જનાબ સલમાને મોહમ્મદી(રઝી.) વર્ણન કરે છે કે તેમણે અલ્લાહના હબીબ મુરસલે આઝમ(સ.અ.વ.)ને નીચે મુજબ કહેતા સાંભળ્યા:

 

قال أحمد في الفضائل: حدثنا عبد الرزاق، عن معمر، عن الزهري، عن خالد بن معدان، عن زاذان)

عن سلمان الفارسي قال : سمعت حبيبي محمد صلى الله عليه واله وسلم يقول : كنت أنا وعلي نورا بين يدي الله ( عز وجل ) يسبح الله ذلك النور ويقدسه قبل أن يخلق الله آدم بأربعة عشر ألف عام ، فلما خلق آدم أودع ذلك النور في صلبه فلم يزل أنا وعلي [ في ] شئ واحد حتى افترقنا في صلب عبد المطلب ، ففي النبوة وفي علي الإمامة۔

 

આદમ(અ. સ.)ની ખીલકતના ચૌદ હઝાર વર્ષ પહેલાં હું અને અલી(અ.) એક જ નૂર હતા.અમે તે નુરાની પયકરમાં અલ્લાહ(અ.જ.વ.)ની તસબીહ અને અને તકદીસ કરતા હતા. જ્યારે અલ્લાહે આદમ(અ. સ.)ને ખલ્ક કર્યા ત્યારે અલ્લાહે તે નૂરને આદમ(અ. સ.)ની પુશ્તમાં રાખી દીધું. અમે બંને એક સાથે રહ્યા ત્યાં સુધી કે  આ નૂર સુલ્બે અબ્દુલ મુત્તલિબ(અ.)માં ખસેડવામાં આવ્યું અને અને તે બે ટુકડામાં અલગ થયું.મને નબુવવત મળી અને અલી(અ.સ.)ને ઈમામત મળી.

આ રિવાયતને અમુક શબ્દોના બદલાવ સાથે નીચે દર્શાવેલ અહેલે સુન્નત કિતાબોમાં જોવા મળે છે.

 • યનાબીઉલ મવદ્દત ૧/૪૭
 • તારીખે મદીના દમીશક /૪૨/૨૬૭
 • લેસાનુલ મિઝાન/૨/૨૨૯
 • અલ ફિરદૌસ બેમાસુરલ ખેતાબ/૩/૨૮૩
 • મિઝાનુંલ એઅતેદાલ/૨/૨૫૮
 • મનાકીબ અમીરુલ મોઅમેનીન(અ.) લીલ ખ્વારઝમી/૧૪૫
 • સીમત અલ નજુમ અલ ઉવાલી/૩/૬૭
 • જવાહર અલ મતાલિબ ફી મનાકીબ અલ ઈમામ અલી(અ.) /૧/૬૧
 • શરહે નહજુલ બલાગાહ/૯/૧૭૧
 • નઝમ દરર અલ સીમતેન લીલ હનફી/૭

 

‘و ما ینطق عن الھویٰ…’

(એ રસુલ(સ) જે વહી વગર કલામ જ નથી કરતા) ના આ કોલથી અમુક બાબતો ની ખબર પડે  છે કે :

૧- આમાંથી એક એ છે કે હઝરત અલી(અ. સ.)તે નૂરના એક ભાગ છે. જેનો બીજો ભાગ સરવરે કાએનાત(સ.અ.વ.)છે. આથી જેવી રીતે રસુલે ખુદા(સ.) આદમ(અ. સ.)ની ખીલકત ની પેહલા‘معصوم عن الخطا’(માસુમ અનિલ ખતા) છે. આ રીતે પેહલા દિવસ થીજ મોલા અલી(અ.સ.) પણ‘معصوم عن الخطا’ (માસુમ અનીલ ખતા) છે.કારણકે બીજી હદીસોમાં ઝીક્ર છે કે હબીબે ખુદા  ખીલકતે આદમ(અ. સ.)થી પેહલા પણ નબી હતા(کنت نبیًا و آدم بین المآء والتین) આથી એ ગુમાન કરવું કે  મઆઝલ્લાહ મૌલા અલી(અ.સ.)એ શરાબ પીધી  તે એક મહાન ગુનાહ છે.

 

૨-બીજી વાત એ છે કે મુરસલે આઅઝમ અને હઝરત અલી(અ.સ.)નું નૂર આદમ(અ. સ.)ની ખીલકતના પેહલાથી અલ્લાહની તસબીહ અને તકદીસ કરતા હતા. શુ આ અઝમત વાળા નૂરના માટે એ વિચાર કરી શકાય કે  તેમને ઇઝઝતવાળા પરવરદિગારના અદબ ન ખબર હોય? કે જેની ખરાઈ કરવામાં આવે

(“لا تقربوا الصلواة و انتم سکاریٰ…”؟ )

કે નશાની હાલતમાં નમાઝની નઝદીક ન જાવ?

 

૩-ખાસ વાત એ છે કે ઇતિહાસ ગવાહ છે કે જનાબે અબુ તાલિબ(અ.સ.)ના ચોથા દીકરા ઈમામૂલ મુત્તકીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની પરવરીશ રસુલે ખુદા(સ.અ.વ.)એ કરી હતી. આપ હઝરત(સ.)ની પરવરીશનો કમાલ હતો કે  ઉમ્મતમાં સર્વથી વધારે ઈલ્મ અને હુકુમત રાખવાવાળા સર્વથી વધારે કુરઆન જાણનાર સર્વથી વધારે ખુદાને માનનાર અને સર્વથી વધારે રસુલ(સ.)ની માઅરેફત રાખનાર ફક્ત હઝરત અલી(અ.સ.) હતા.

 

હવે કોઈ એમ કહે કે મઝાલ્લાહ અલી(અ.)એ  ક્યારેક હલ્કુ કામ અંજામ આપ્યું છે તો તે અસલમાં રસુલે ખુદા(સ.)ની પરવરીશ અને તાલીમને સવાલોની વચ્ચે લાવી રહ્યો છે જે કોઈપણ રીતે માફીને કાબીલ ન હશે.

 

કારણકે હુઝુરે અકરમ(સ.)એ પણ પોતાના આ વિદ્યાર્થીની ઓળખાણ ઉમ્મતને ક્યારેક આમ કહીને કરી છે અલીનું શરીર મારુ શરીર છે અને અલીનું લોહી મારુ લોહી છે

هذا علي بن أبي طالب، لحمه لحمي، ودمه دمي،…

 

 • એહલેસુન્નત હવાલા:
 • અલ મોઅજમ અલ કબીર:૧૨/૧૫/૧૨૩૪૧
 • તારીખે દમીશક:૪૨/૪૨/૮૩૭૨
 • અલ મનાકીબ લીલ ખ્વારઝમી:૧૪૨/૧૬૩

 

તો ક્યારેક મુરસલે આઝમ(સ.)એ  મોલાએ કાએનાતના ઈમાનની ઓળખાણ આ રીતે બયાન ફરમાવી

ઈમાન અલી(અ.સ.)ના ગોસ્ત(શરીર)માં એવી રીતે ભળી ગયું છે કે જેવી રીતે મારા ગોસ્ત(શરીર)માં ભળી ગયું છે.

(حربك حربي، وسلمك سلمي، وسرك سري، وعلانيتك علانيتي، وسريرة صدرك كسريرة صدري، وأنت باب علمي، وإن ولدك ولدي، ولحمك لحمي، ودمك دمي، وإن الحق معك، والحق على لسانك وفي قلبك وبين عينيك، *والإيمان مخالط لحمك ودمك كما خالط لحمي ودمي*، وإن الله أمرني أن أبشرك أنك وعترتك في الجنة، وأن عدوك في النار، لا يرد علي الحوض مبغض لك، ولا يغيب عنه محب لك “)

 

 • અહેલે સુન્નતના હવાલા
 • અલ મનાકીબ લીલ ખ્વારઝમી:૧૨૮-૧૨૯/૧૪૩

الفصل الثالث عشر في بيان رسوخ الإيمان في قلبه؛ ورواه ابن المغازلي في مناقبه: ٢٣٧؛ •روضة الواعظين ١: ١١٢ عن جابر بن عبد الله

 

 

ખુલાસાની વાત એ છે કે હઝરત અલી(અ.સ.) આસમાને ખિલાફત અને ઇમામતના એક તેજસ્વી આફતાબ છે .આપ(અ.)ના નૂરથી દરેક ઝમાનામાં હિદાયત મેળવવાળાએ હિદાયત મેળવી છે. રિસાલતના સમયથી આ નૂર મુનાફેકીન અને હસદખોરોની આંખોમાં ચુભતું રહ્યું છે.

છેલ્લે મૌલવી અબ્દુલ હફીઝથી એ પૂછવું જરૂરી થશે કે જો તમે આ વાકેઓ  નિષ્પક્ષ રહીને આ લેખ લખ્યો છે. અને કોઈ ગુસ્સા અને પૂર્વગ્રહ અને કોઈ પ્રકારના પ્રોત્સાહનને દખલ નથી આપી. તો શું તમારા બીજા બુઝુર્ગ આલીમોએ મોઅતબર કિતાબમાં ઈસ્લામના સિતારાઓની વિશે જે કાંઈ ઝીંદગીની હાલત ખાસ કરીને  વિલાદતની કેફિયત તેની નિસ્બતથી નબીની હદીસો ખાસ અંદાઝમાં શાને સુદૂર અને આયતે અલ હયના શાને નુઝૂલ જેમાં સામાન્ય મુસલમાનોને તેમાંથી દૂર રહેવાનો હુકમ દેવામાં આવ્યો છે જે ઈસ્લામ પેહલા પણ અને પછી પણ નોંધ કરી છે . શું તમે તેને પણ લેખના સ્વરૂપમાં કોઈ મેગેઝીન અથવા સમાચાર પત્રમાં છાપશો?

અગર ખુદ તમે  અમાનતદાર અને જવાબદાર વ્યક્તિ છો તો જે કાંઈ તેમના વિશે ઈતિહાસની, હદીસોની, તફસીરમાં, રેજાલ, ફિકહ, કલામ અકાએદની પુસ્તકમાં લખેલું છે તેને પણ ‘જેમ છે તેમ’  નોંધો જેથી કરીને ઉમ્મતે મુસલમાનને તેમની બધી હાલત વિશે ખબર પડી જાય કારણકે તમારી નઝદીક કિતાબોમાં લખેલું હોવું નકલ અને બયાનના માટે પૂરતું છે.

અને ઘણીબધી આયતો તેમની શાનમાં નાઝીલ થઈ જેનાથી ઉમ્મતને જાણકારી હોવી જોઈએ. તે બંને બાબતોમાંથી કોઈ એકને વિકલ્પ આપવાની  અને વિકલ્પ દેવાની રાહ જોવું છું. લેખકને એ યાદ અપાવવું જરૂરી છે કે  જયારે કોઈ વ્યક્તિ સુરજ અથવા આસમાન તરફ થુકે છે તો આ તેમનું થુકવું હવા તેના મોંઢા ઉપર લઈ આવે છે. દરેક જમાનામાં આવા પ્રકારના  લેખ લખવાવાળા  જોવા મળ્યા છે. પરંતુ તેઓ મોલા અલી(અ. સ.)ની ફઝીલતને ઓછી કરી શક્યા નથી.તે લોકો એ પોતાની જાતની હકીકતને જરૂર દુન્યાની સામે લાવ્યા છે.

Be the first to comment

Leave a Reply