અમૂક મુસલમાનો માટે હિદાયત એટલે જૂઠાણુ, ખોટી માહિતી ફેલાવવી અને સમાજમાં મતભેદો પૈદા કરવા છે. તેઓનો એક પ્રયત્ન ઘડી કાઢેલી રિવાયતો અને હદીસોના આધારે ફઝીલતો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તબ્દીલ કરવાની હોય છે. આવી જ એક ફઝીલત છે કે રસુલ(સ.અ.વ.)ની મસ્જીદમાં સહાબીઓના બધા જ દરવાજાઓ બંધ કરાવી દેવામાં આવ્યા સિવાય એક.
એ ખુબ જ આશ્ર્ચર્યજનક છે કે તે સહાબીને ઓળખવા મુસલમાનો જવાબોની શોધખોળ કરતા નજરે પડે છે જ્યારે કે આ બાબત પસંદ કરાયેલ સહાબી અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) માટે પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે રસુલ(સ.અ.વ.)ની સાથે ફકત આપ(અ.સ.)ના ઘરનો દરવાજો મસ્જીદે નબવીમાં ખુલ્લો રાખી શકાશે.
વિરોધીઓની દલીલ:
આવો પહેલા આપણે તે હદીસનું વિશ્ર્લેષણ કરીએ કે જે મુસલમાનો દ્વારા અબુબક્રના સમર્થનમાં રજુ કરવામાં આવે છે.
ઝૈદ બિન અરકમ કહે છે કે રસુલુલ્લાહ(સ.અ.વ.)એ લોકોને સંબોધન કરીને ફરમાવ્યું: અલ્લાહે બંદાને વિકલ્પ આપ્યો છે કે આ દુનિયા પસંદ કરે અથવા તો તે વસ્તુ જે તેની (અલ્લાહ) પાસે છે. બંદા એ તે પસંદ કર્યું જે અલ્લાહ પાસે છે.
અબુબક્ર રડવા લાગ્યા અને અમો તેના રડવા ઉપર અચંબામાં પડી ગયા કારણ કે રસુલ(સ.અ.વ.)એ અલ્લાહના તે બંદાની વાત કરી જેને પસંદ કરવા માટે વિકલ્પ આપવામાં આવ્યો હતો. પાછળથી અમોને ખબર પડી કે રસુલુલ્લાહ(સ.અ.વ.) જ તે વ્યક્તિ હતા જેને વિકલ્પ આપવામાં આવ્યો હતો અને અમોમાં અબુબક્ર સૌથી વધારે જાણનાર હતો.
રસુલુલ્લાહ(સ.અ.વ.)એ આગળ ફરમાવ્યું: જે વ્યક્તિ એ મને સાથ આપ્યો અને દૌલત વડે સૌથી વધારે મને સમર્થન કર્યું છે તે અબુબક્ર છે. અગર હું ખલીલ (દોસ્ત) તરીકે મારા પરવરદિગાર સિવાય બીજા કોઈને લેત તો હું અબુબક્રને લેત કારણ કે અમારી વચ્ચે ઈસ્લામી ભાઈચારો અને દોસ્તી છે. મસ્જીદમાં ખુલતા બધા જ દરવાજાઓ બંધ કરી દેવામાં સિવાય અબુબક્રનો દરવાજો. (સહીહ બુખારી, ભાગ-5, કિતાબ-57, નં. 6)
જવાબ:
આવી ઘડી કાઢેલી રિવાયતોનો ફકત એક જ જવાબ આપી શકીએ કે આપણે એ હદીસોને રજુ કરીએ કે જેમાં સ્પષ્ટપણે અબુબક્રની આ ફઝીલતનો ઈન્કાર કરવામાં આવ્યો છે અને આ ફઝીલતને તેના હકીકી અને મુળ માલીક અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) તરફ ફેરવી છે.
આ બાબતને વધુ નિર્ણાયક બનાવવા માટે આપણે એ હદીસના બયાનથી શરુઆત કરીએ કે જે ઈબ્ને હજરે અસ્કલાની (વફાત હી.સ. 852)એ પોતાની કિતાબ શર્હે સહીહ બુખારી, ફત્હુલ બારી ફી શર્હે સહીહ બુખારીમાં નોંધી છે.
ઈબ્ને હજરે સહીહ બુખારીની આ હદીસ જે અબુબક્રની તરફેણમાં હતી તેને નકારી કાઢી છે અને આ ફઝીલત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની માટે હોવાના ટેકામાં અમૂક હદીસો દાખલાઓ થકી રજૂ કરી છે.
ઈબ્ને હજર નીચેની હદીસો હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની શાનમાં નોંધે છે:
હદીસ નં. 1
ઝૈદ બીન અરકમ નકલ કરે છે: અમૂક સહાબીઓનો રસ્તો મસ્જીદમાંથી પસાર થતો હતો. એક દિવસ રસુલુલ્લાહ(સ.અ.વ.)એ ફરમાવ્યું: અલી(અ.સ.) સિવાય બધા જ દરવાજાઓ બંધ કરી દેવામાં આવે.
ઝૈદ કહે છે કે લોકો (સહાબીઓ કે જેના બારામાં આપણને એમ કહેવામાં આવે છે કે તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)નો કોઈ પણ હુકમ કબુલ કરી લે છે) આ હુકમની વિરુધ્ધ બોલવા લાગ્યા. તેથી રસુલુલ્લાહ(સ.અ.વ.) ઉભા થયા, અલ્લાહના વખાણ કર્યા અને ફરમાવ્યું: મેં અલી(અ.સ.)ના દરવાજા સિવાય બધા જ દરવાજાઓ બંધ કરવાનો હુકમ આપ્યો છે. અલ્લાહની કસમ! મેં કોઈ વસ્તુ ખોલી નથી કે બંધ નથી કરી પરંતુ મને તેનો હુકમ કરવામાં આવ્યો છે અને મેં તેની ઈતાઅત કરી છે.
1) મુસ્નદે એહમદ, ભા-4, પા. 329, હદીસ 19502, ઈમામ એહમદ બિન હમ્બલ સુન્નીઓના ચાર ફિકહોના ઈમામો પૈકી એક છે.
2) નિસાઈની સોનને કુબરા, સીહાહે સિત્તાના લેખકો પૈકી એક (ભા-7, પા. 422, હદીસ 8369 અને પછીની પ્રતમાં ભાગ-5, પા. 118, હદીસ 8423)
3) ઈબ્ને કસીરની અલ બેદાયા વન્નેહાયા, ભાગ-5, પા. 456, તે ઈબ્ને તૈમીયાનો વિદ્યાર્થી હતો જેણે આ હદીસને શીઆઓની ઘડી કાઢેલી તરીકે નકારી કાઢી છે.
4) હાકીમે મુસ્તદરક અલા સહીહૈન (ભા. 3, પા. 125, હદીસ 4688) માં નોંધ્યુ છે કે આ હદીસ રાવીઓની સહીહ સનદો સાથે સાચી હદીસ છે.
5) ઝહબી એ તલ્ખીસુલ મુસ્તદરકમાં નોંધી છે કે આ હદીસ સહીહ છે.
6) ફઝાએલસ્સહાબા, ભાગ-2, પા. 618-620/985
7) મજમઉઝ ઝવાએદ, ભાગ-9, પા. 114, હદીસ 14671
8) રિયાઝુન નઝારાહ, ભાગ-4, પા. 136
હદીસ નં. 2
સાદ બિન અબી વક્કાસ: રસુલુલ્લાહ(સ.અ.વ.)એ અમો બધાને દરવાજાઓ બંધ કરવાનો હુકમ કર્યો સિવાય અલી(અ.સ.) કે જેમનો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
આ રિવાયત એહમદ અને નિસાઈ એ નકલ કરી છે અને તેની રાવીઓની સાંકળ મજબુત છે. આ તબરાનીની મોઅજમુલ અસ્વાતમાં ‘સેકા’ (ભરોસાપાત્ર) સનદોથી નકલ કરવામાં આવી છે અને તેમાં અમૂક વધારો છે. સહાબાએ કહ્યું: યા રસુલુલ્લાહ(સ.અ.વ.)! શું અમારા દરવાજાઓ બંધ કરાવી દેવામાં આવ્યા? રસુલુલ્લાહ(સ.અ.વ.)એ સ્પષ્ટતા કરી: મેં કોઈના બંધ નથી કરાવ્યા પરંતુ અલ્લાહે બંધ કરાવ્યા છે.
હદીસ નં. 3
ઈબ્ને અબ્બાસ નકલ કરે છે: રસુલુલ્લાહ(સ.અ.વ.)એ મસ્જીદમાં ખુલતા બધા જ દરવાજાઓ બંધ કરાવી દીધા સિવાય કે અલી(અ.સ.) અને બીજી રિવાયતમાં છે કે આપ(સ.અ.વ.) એ હુકમ કર્યો બધા જ દરવાજાઓ બંધ કરી દેવામાં આવે સિવાય અલી(અ.સ.) નો અને અલી(અ.સ.) મસ્જીદમાં દાખલ થશે ભલે પછી તે જનાબતની હાલતમાં હોય અને તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હોય.
આ રિવાયત એહમદ અને નિસાઈ બન્નેએ નકલ કરી છે અને બન્નેના રાવીઓ ‘સેકા’ ભરોસાપાત્ર છે.
હદીસ નં. 4
જાબીર બીન સમરાહ નકલ કરે છે: રસુલુલ્લાહ(સ.અ.વ.)એ અલી(અ.સ.) સિવાય બધા જ દરવાજાઓ બંધ કરવાનો હુકમ આપ્યો અને અલી(અ.સ.) મસ્જીદમાં આવશે.
તબરાની એ આ રિવાયત નોંધી છે.
અબ્દુલ્લાહ બીન ઉમર નકલ કરે છે અમે રસુલુલ્લાહ(સ.અ.વ.)ના ઝમાના કહેતા કે અલી(અ.સ.) શ્રેષ્ઠ છે અને તેમના પછી અબુબક્ર અને ઉમર. અલી(અ.સ.)ને તે ત્રણ ફઝીલતો મળી હતી કે અગર મને તે પૈકી કોઈ એક પણ મળી હોત તો હું તેને લાલ ઉંટો કરતા પણ વધારે પસંદ કરત.
1) રસુલુલ્લાહ(સ.અ.વ.)એ આપ(અ.સ.)ને પોતાના દુખ્તર આપી અને અલી(અ.સ.)ની આલ આપ(સ.અ.)થી છે.
2) બધા જ દરવાજાઓ બંધ કરાવી દીધા સિવાય અલી(અ.સ.)નો કે જે મસ્જીદમાં ખુલતો હતો.
3) આપ(અ.સ.)ને ખૈબરમાં અલમ મળ્યો.
આ હદીસ ઈમામ એહમદ બીન હમ્બલે નકલ કરી છે અને તે ભરોસાપાત્ર (હસન) છે.
અને ઈમામ નેસાઈ રાવીઓની સાકળમાં અઅલા બીન આઅરારથી અલગ પડે છે. તેણે કહ્યું કે મેં ઈબ્ને ઉમરને અલી(અ.સ.) અને ઉસ્માનના બારામાં પુછયું, તેથી તેણે આ હદીસ બયાન કરી: અલી(અ.સ.)ના બારામાં ન પુછો, આપ(અ.સ.)નો મકામ રસુલુલ્લાહ(સ.અ.વ.) પાસે એવો હતો કે આપ(સ.અ.વ.)એ અલી(અ.સ.) સિવાય બધાના દરવાજાઓ બંધ કરાવી દીધા.
આ હદીસના બધા રાવીઓ ‘સેકા’ છે સિવાય અઅલા. તેમ છતાં યહ્યા બીન મોઈન અને બીજાઓ તેને તૌસીક (ભરોસાપાત્ર) ગણે છે.
અંતે ઈબ્ને હજર કહે છે: આ બધી હદીસો એકબીજાને અલી(અ.સ.)ના દરવાજા સિવાય બધા દરવાજાઓ બંધ કરવાની બાબતને મજબુત કરે છે. બધી જ હદીસોની તો શું વાત થાય.
અલબત્ત હાફીઝ હૈસમી (વફાત હી.સ. 807)એ આ વિષય ઉપર મજમઉલ ઝવાએદમાં એક પ્રકરણ સંકલન કર્યું છે અને હદીસો ઘણા રાવીઓની સાકળથી નોંધી છે.
ઉદાહરણ તરીકે અમો તે પ્રકરણમાંથી તેની ફકત 3 રિવાયતો રજૂ કરીએ છીએ.
હદીસ 14671: ઈમામ એહમદ બીન હમ્બલે આ હદીસ નકલ કરી છે અને તેમની સાકળમાં મૈમુન અબુ અબ્દિલ્લાહ છે જે ઈબ્ને હબ્બાન મુજબ ભરોસાપાત્ર છે અને બીજાઓ તેની કમઝોર માને છે અને એહમદની સાકળમાં બીજા રાવીઓ સાચા (સહીહ) છે.
હદીસ 14672: ઈમામ એહમદ બીન હમ્બલની સાકળ ભરોસાપાત્ર (હસન) છે.
હદીસ 14678: અલ બઝ્ઝારે તેની મુસ્નદમાં તેને નકલ કરી છે અને તેની સાકળ ભરોસાપાત્ર છે.
મોહમ્મદ નાસીરુદ્દીન અલ અલબાની, સલફી આલીમ એ પણ સોનને તીરમીઝીની શર્હમાં આ હદીસ નકલ કરી છે.
સહીહ બુખારીમાં અબુબક્રની હદીસના બારામાં:
ઈબ્ને હજરે સહીહ બુખારીના સ્પષ્ટ વિરોધાભાસને હલ કરવાની કોશિષ કરી છે કે જેમાં રહસ્યમય રીતે સહાબી તરીકે અબુબક્રનું નામ છે જ્યારે કે સુન્નતમાં બધા એકમત છે કે તે બીજું કોઈ નહિ પરંતુ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) છે કે જેમના દરવાજાને રસુલુલ્લાહ(સ.અ.વ.) સાથે ખુલ્લો રાખવા માટે પરવાનગી મળી હતી જ્યારે કે બીજા બધા સહાબીઓના દરવાજાને બંધ કરવાનો હુકમ કર્યો હતો.
ઈબ્ને હજર ફત્હુલ બારીમાંથી નકલ કરે છે:
الخوخة …દરવાજાઓ બંધ કરવાનો હુકમ બે વખત આપવામાં આવ્યો. પહેલા હુકમમાં ફકત અલી(અ.સ.)ને પરવાનગી હતી જ્યારે કે બધા જ સહાબીઓ દરવાજાઓ બંધ કરવાના હતા અને બીજા હુકમમાં અબુબક્રને બાકાત રાખવામાં આવ્યા હતા. પરંતુ આ તે સમય સુધી ન સમજી શકાય જ્યાં સુધી આપણે એ ન સમજીએ કે અલી(અ.સ.)નો દરવાજો મુળ દરવાજો હતો અને અબુબક્રનો દરવાજો મુળ દરવાજો ન હતો અને તે દરવાજો હતો જેમકે ઘણી રિવાયતોમાં તેની સમજૂતી આપવામાં આવી છે.
خوخا એવુ લાગે છે કે પહેલા હુકમમાં જ્યારે અલી(અ.સ.) સિવાય બધાના દરવાજાઓ બંધ થઈ ગયા ત્યારે સહાબીઓએ બનાવ્યું અને તેમાંથી દાખલ થતા હતા. પછી પહેલા હુકમને જોડતા બીજો હુકમ આવી રીતે આવ્યો.
الخوخة અબુ જઅફર તહાવીએ ‘મુશ્કીલ અલ અસર’માં અને અબુબક્ર કલાબદીએ ‘મઆનીલ અખ્બાર’માં નોંધ્યુ છે અને તેઓએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે અબુબક્રનો મુળ દરવાજો મસ્જીદની બહાર ખુલતો હતો અને અંદર અને અલી(અ.સ.)ના ઘરનો ફકત એક જ દરવાજો હતો જે મસ્જીદમાં ખુલતો હતો અને અલ્લાહ શ્રેષ્ઠ જાણનાર છે.
الخوخة શું છે?
الخوخة કારી ફૈઝી શર્હે ખસાએસે અલી, પા. 245 માં હેઠળ લખે છે:
خوخا ઈમામ નવાવી લખે છે ‘ખે’ ઉપર ફત્હ કે તે નાનો દરવાજો હોય છે જે બે ઓરડાઓ અથવા બે ઘરને જોડતો દરવાજો હોય છે.
(અલ મીન્હાજ ફી શર્હે સહીહ મુસ્લીમ, ભા-15, પા. 147)
خوخا પરંતુ એકંદરે તેમણે બારી માટે શબ્દનો પ્રયોગ કર્યો છે.
અબુબક્રનું ઘર કયા આવેલુ હતું?
પહેલો દરવાજો / બીજો દરવાજો / બારી આ બધી જ ચર્ચાઓ અર્થહિન છે જ્યાં સુધી આપણે એ નક્કી ન કરીએ કે અબુબક્રનું ઘર કયા આવેલુ હતું. અગર રિવાયતોને માનવામાં આવે તો અબુબક્ર રસુલુલ્લાહ(સ.અ.વ.)ની મસ્જીદની નઝદીક કયાંય રહેતા જ ન હતા.
હદીસ નં. 1
રસુલુલ્લાહ(સ.અ.વ.)ની પત્નિ નકલ કરે છે કે જયારે રસુલુલ્લાહ(સ.અ.વ.) શહીદ થયા ત્યારે અબુબક્ર અલ સુનહ (અલ અલીયા) નામની જગ્યાએ હતો.
(સહીહ બુખારી, ભાગ-5, કિતાબ 57, હદીસ 19)
હદીસ નં. 2
ઈબ્ને જુરૈર અલ તબરી તેની તારીખ, ભાગ-3, પા. 432 ઉપર નકલ કરે છે:
સઈદ બીન મુસય્યબ, અબ્દુર રહમાન બીન સબીહાહ અલ તમીમીએ તેમના પિતાથી, ઈબ્ને ઉમર, ઉરવાહે આયેશાથી, અબી વાજીઝાતે તેમના પિતાથી અને આ સિવાય પણ બીજાઓ નકલ કર્યું છે.
તેઓમાંથી અમુક રિવાયતો મને (અલ તબરી) બયાન કરવામાં આવી જ્યારે બીજી રિવાયતો તેઓમાંથી નકલ કરવામાં આવી છે. તેઓ બધાએ કહ્યું: અબુબક્રના રહેવાની જગ્યા અલ સુન્નહ હતી. તે ત્યાં પોતાની પત્નિ હબીબાહ સાથે રેહતા કે જે ખારીજાહ બીન ઝૈદ બીન અબુ ઝુહૈરની દીકરી હતી અને અલ હારીસ બીન ખઝરજ કબીલાની હતી.
હદીસ નં. 3
યાકુત અલ હમવી તેની મોઅજમુલ બુલ્દાન, ભાગ-3, પા. 760 માં લખે છે:
અલ સુનહ: તે મદીનાની બહારના વિસ્તારમાં હતું. અબુબક્રની રહેઠાણ ત્યાં હતું.
સ્પષ્ટપણે અબુબક્ર હકીકતમાં પોતાના ઘર અલ સુનહથી કે જે મદીનાની બહારનો વિસ્તાર હતો ત્યાંથી રસુલુલ્લાહ(સ.અ.વ.)ની મસ્જીદમાં આવતા હતા. તો પછી કેવી રીતે શકય છે કે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) અબુબક્ર સિવાય બધા સહાબીઓને હુકમ કર્યો હોય કે રસુલુલ્લાહ(સ.અ.વ.)ની મસ્જીદમાં ખુલતા તેઓના આગળના / પાછળના દરવાજાઓ, બારીઓ બંધ કરી દે?
અલબત્ત અબુબક્ર માટે તો આ હુકમ હતો પણ નહિ. આ હુકમ ખાસ એ લોકો માટે હતો કે જેઓ મસ્જીદની આજુબાજુ રહેવાનો સદભાગ્ય પ્રાપ્ત કરેલ હતો.
આ હદીસ ઉપર સલફી નઝરીયો:
સલફીઓના ઈમામ, ઈબ્ને તૈયમીયા દાવો કરે છે કે આ બધા જ દરવાજાઓ બંધ કરી દેવા સિવાય અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) વાળી રિવાયત શીઆઓ દ્વારા ઘડી કાઢેલ છે. અમોએ આ વાતને પહેલા જ વિવિધ સુન્ની સ્ત્રોતોથી હદીસો ટાંકીને રદ કરી દીધું છે. સલફીઓ એ વાતનો જવાબ આપવો જોઈએ કે શું અબુબક્રનું ઘર અલ સુનહમાં છે તે પણ શીઆ દ્વારા ઘડી કાઢવામાં આવેલું છે?
અલબત્ત ઘણા સલફી આલીમો આ વિષય ઉપર ઈબ્ને તૈયમીયાના મંતવ્યથી અલગ છે. મોહમ્મદ નાઅસીરુદ્દીન અલ અલબાની, સલફી આલીમે આ હદીસ પોતાની સોનને તીરમીઝીની શર્હમાં નકલ કરી છે.
અલબાનીએ આ જ રીતે હદીસે ગદીર શીઆઓનું જૂઠ છે અને તેને નકારી કાઢવામાં ઈબ્ને તૈમીયાની ઉતાવળની ટીકા કરી છે.
શું અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના ઘરમાં દરવાજો હતો?
અમૂક મુસલમાનો અમૂક ઐતિહાસીક બનાવો જેમકે જનાબે ફાતેમા(સ.અ.) ઉપર દરવાજાનું પડવું અને તેના પરણિામે રસુલુલ્લાહ(સ.અ.વ.)ના ત્રીજા ફરઝંદ જનાબે મોહસીન બીન અલી(અ.સ.)ની શહાદત થવીને નકારી કાઢે છે અને દરવાજો હોવાનો જ ઈન્કાર કરે છે. આપણા મત મુજબ આ નઝરીયો તો બધા જ દરવાજાઓ બંધ કરી દેવા સિવાય અબુબક્રની દલીલ કરતા પણ વધારે મુર્ખામી ભર્યો છે.
અગર જનાબે ફાતેમા(સ.અ.)ના ઘરમાં દરવાજો ન હતો તો પછી અલ્લાહે અલી(અ.સ.)ના દરવાજા સિવાય બધા જ દરવાજાઓ બંધ કરવાનો હુકમ કેવી રીતે આપ્યો?
અથવા કેવી રીતે રસુલુલ્લાહ(સ.અ.વ.)એ જનાબે ફાતેમા(સ.અ.)ના ઘરના દરવાજાને આયએ તત્હીર (સુરએ અહઝાબ (33): 33) નાઝીલ થયા પછી ફજ્રની નમાઝના સમયે એહલેબૈત(અ.મુ.સ.) ઉપર સલવાત મોકલવા માટે 9 મહીનાઓ સુધી ખટખટાવ્યો?
અબુબક્રના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ:
એવું લાગે છે કે જ્યારે અલ્લાહે અબુબક્ર માટે બધા જ દરવાજાઓ બંધ કરી દીધા તેના સમર્થકોએ તેના માટે એક પાછળનો દરવાજો બનાવી દીધો. ખિલાફતની જેમ આ ખાસ સિફતમાં પણ સાચુ છે. અનેક વાર જેવી રીતે કે ખુબ જ વધારે પૂવગ્રહ રાખનાર સુન્ની ઈતિહાસકારોએ કબુલ કર્યું છે કે અલ્લાહે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ને બેશુમાર ફઝીલતો અતા કરી છે જેમકે અલી(અ.સ.) સિવાય બધાના દરવાજાઓ બંધ કરાવી દીધા, ખૈબરમાં દરજ્જો મળવો, સુરએ બરાઅતની તબ્લીગ કરવી અને અબુબક્રને પાછા બોલવવા, ગદીરમાં વસી બનવું, આ અલી(અ.સ.)ની ફઝીલતોના ઉંડા સમંદરમાંથી અમૂક ટીપા હતા.
પરંતુ આ ફઝીલતો હોવા છતાં પણ અબુબક્ર પાછળ તેના ટેકેદારોએ આ હદીસોને નકારી કાઢી હતી અથવા તો અબુબક્રની ખિલાફતની દલીલ માટે એક પાછળનો દરવાજાથી પ્રવેશ બનાવ્યો હતો.
પરંતુ જ્યારે અલ્લાહ કોઈના માટે દરવાજો બંધ કરી દે તો કોણ ખોલી શકે છે? અને કોઈ હદીસે અબુબક્ર ઉપર દરવાજો એટલી હદે નથી બંધ કર્યો જેટલી હદે અલી(અ.સ.) સિવાય બધા જ દરવાજાઓ બંધ કરી દેવામાં આવે વાળી હદીસે કર્યો છે.
Be the first to comment