અઝાદારી અને કાળા કપડા

વાંચવાનો સમય: 3 મિનિટ

સૈયદુશ્શોહદા ઈમામેહુસૈન(અ.સ.)ની અઝાદારી શીયાને અલીના માટે બીજા ફિરકાઓથી અલગ ખાસ ઓળખાણ  આપે છે.એવું નથી કે શિયાઓ સિવાય કોઈ બીજા ફિરકાઓ ઈમામ હુસૈન(અ.સ.)નો ગમ નથી મનાવતા પરંતુ જે રીતે શીઆઇસ્નાઅશરી લોકો અઝાદારી કરે છે તે પ્રમાણે બીજા મઝહબોમાં નથી.

વિરોધીઓ અઝાદારી અને તેની પદ્ધતિઓ પર ભરપૂર વિરોધ કરતા રહે  છે. રડવું હરામ છે,તાઝિયા અને અલમનું બનાવવું એ બીદઅત છે.અઇમ્મા(અ.મુ.સ.)ની કબરો પર જવું શિર્ક છે વગેરે પ્રકારના નારાઓ મોહરરમના આગમનની સાથે જ  શરૂ થઈ જાય છે.

આ વિરોધોમાંથી એક વિરોધ અઝાદારીમાં પેહરવામાં આવતા કાળા કપડા પર પણ થાય છે.

હવે તો આજ પ્રકારની વાત થોડા શીઆઓમાં પણ સંભળાઈ રહી છે કે શું કાળા કપડા વગર અઝાદારી ન થઈ શકે?

અમે અહેલે સુન્નતના આ વિરોધનો જવાબ તેઓની જ કિતાબોથી રજુ કરીએ છીએ તેમજ શિયાઓ માટે પણ કાળા કપડાનુ મહત્વ સ્પષ્ટ થઈ જાય છે અને અમુક ભરોસાપાત્ર રિવાયતો શીઆ કિતાબોથી પણ રજુ કરીશું.

કાળા કપડા એ ગમની નિશાની છે. અરબોના ઇતિહાસમાં પણ આ વાત મશહૂર છે કે કાળા લિબાસ એ ગમની નિશાની છે.

એહલે તસન્નૂનના આલીમોએ  પણ આ વાતને નકલ કરી છે કે જયારે જનાબે  જાફરે તૈયાર(અ.સ.) શહિદ થયા ત્યારે રસુલુલ્લાહ(સ.અ.વ.)એ તેમની પત્ની અસમાં બીન્તે ઉમેસને હુકમ આપ્યો કે ત્રણ દિવસ સુધી કાળા કપડાં પહેરે.

ઇતિહાસમાંજાણવા મળે છે કે કુફામાં જ્યારે અમીરુલ મોઅમેનીન અલી(અ.સ.)ની શહાદત થઈ તો અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસે  લોકોથી કહ્યું “અફસોસ કે અલી(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા. તેઓ પોતાના જાનશીનની નિમણુંક કરીને ગયા છે અગર તમે તેમની બયઅત કરવા ઇચ્છતા હો તો તે તમારા લોકોની વચ્ચે આવી જાય નહીંતર કોઈના પર જોર કે જબરદસ્તી નથી”.લોકો આ વાત સાંભળી રડવા લાગ્યા અને કહ્યું કે હા! મૌલાના જાનશીન બહાર આવે.

પછી ઇમામ હસન(અ.સ.) લોકોની સામે આવ્યા અને આપ(અ.સ.)એ તેઓના માટે એક ખુત્બો ફરમાવ્યો:

જે સમયે ઇમામ(અ.સ.) લોકોની સામે આવ્યા ત્યારે ઇમામ હસન(અ.સ.)કાળા કપડાં પહેર્યા હતા.

  • (એહલે તસન્નૂનના આલીમ ઈબ્ને અબીલ હદીદ અલ મદાએની અલ મોઅતઝેલી શરહે નહજૂલ બલાગાહ ભાગ-૧૬, પેજ – ૨૨)

આ રિવાયત અલ્લામા ઝહબીએ પણ બે જગ્યાએ પોતાની કિતાબમાં અબી રઝીનથી નકલ કરી છે અનેતે કહે છે:

શહાદતે અમીરુલ મોઅમેનીન(અ.સ.) પછી જ્યારે ઇમામ હસન(અ.સ.)એ ખુત્બો આપ્યો ત્યારે આપ(અ.સ.)એ કાળા કપડાં પહેર્યા હતા અને માથા પર પણ  કાળો અમામો પણહતો.

(સેર અઅલામુ ન્નબ્લા ભાગ- ૩ પેજ – ૨૬૭ અને ૨૭૨)

આ બન્ને રિવાયતથી એ સ્પષ્ટ છે કે ઇમામે હસને મુજતબા(અ.સ.)એ તેમના પિતાની શહાદતના ગમમાં કાળા કપડા પહેર્યા હતા.આથી આ કાર્ય ન ફકત અરબોનો રિવાજ હતો પરંતુ અઈમ્માહ(અ.મુ.સ.)ની સુન્નત અને એહલેબૈત(અ.મુ.સ.)ની રીત પણ આ જ હતી.

ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા(..)ની અઝાદારી

જનાબે ઉમ્મે સલમારસુલુલ્લાહ(સ.અ.વ.)ના એક મુકદદસ પત્ની છે. આપ(સ.અ.) સરવરે આલમના રહસ્યોની હિફાઝાત કરનાર બીબી હતા. આથી રસુલુલ્લાહ(સ.અ.વ.)એ આપને ભવિષ્યની ઘણી બધી ઘટનાઓ જણાવી હતી. આપ(સ.અ.)ની રસુલુલ્લાહ(સ.અ.વ.) અને તેમની એહલેબેત(અ.મુ.સ.) પ્રત્યેની મોહબ્બત બાબતે ઇતિહાસ અને રિવાયતોમાં ઉલ્લેખ ખુબ જ મશહૂર છે.

જનાબે સલમા(સ.અ.)એ અવલાદે ફાતેમા(સ.અ.)ના નાની હતા અને ખાનદાને રસુલ(સ.અ.વ.)પણ તેઓને  એજ રીતે માન આપતા અને મોહબ્બત કરતા હતા. આપ(સ.અ.) નવાસે રસુલ ઇમામ હુસેન(અ.સ.)થી પણ ખૂબ મોહબ્બત કરતા અને ઇમામ હુસેન(અ.સ.)પણ આપથી ખુબજ નજદિકી અને મહોબ્બત કરતા હતા.

આ રિવાયત શીઆ કિતાબોમાં તો છે જ પરંતુ એહલે તસનનુંનની કિતાબોમાં પણ છે. એહલે તસનનુંન આલીમ તીરમિઝીએ પણ આ રિવાયતને મોઅતબર સનદથી નકલ કરેલ છે.

અસ્રે આશુર ઉમ્મે સલમાએ સ્વપ્નામાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ને એવી હાલતમાં જોયા કે આપ(સ.અ.વ.)ના સર મુબારક પર ખાક હતી અને ચહેરા પર ગર્દ-ગુબાર હતી. જનાબે ઉમ્મે સલમા એ ગમગીન હાલતમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ને આ હાલતના બારામાં પૂછ્યું ત્યારે રસુલુલ્લાહ(સ.અ.વ.)એ જવાબ આપ્યો કે હમણાં અત્યારે જ હુસૈન(અ.સ.)ને શહિદ કરવામાં આવ્યા.

આ રિવાયત ઈબ્ને હજરે હયસમીએ પણ પોતાની કિતાબ સવાએકુલ મોહરરેકા ભાગ- ૨ પેજ -૫૬૭ પર નકલ કરેલ છે.

આ ખબરથી જનાબે ઉમ્મે સલમા પર મસાએબનો પહાડ તૂટી પડ્યો અને આપે આપની હાલત ગમગીન લોકો જેવી બનાવી લીધી.આપે દુન્યવી તમામ કામોને છોડીને ફરઝંદે રસુલ ‘સીબ્તે અસગર’ સૈયદુશોહદા પર રુદન કરવા લાગ્યા.

રિવાયતમાં છે કે “ઉમ્મુલ મોઅમેનિન જનાબે ઉમ્મે સલમાએ ઇમામે હુસૈન(અ.સ.)ની શહાદત પછી મસ્જીદે નબવીમા કાળો ખયમો લગાવ્યો અને સોગમા  પોતાના શરીર પર પણ કાળો લિબાસ પણ પહેર્યો.

(ઓયુને અખબાર અને ફનુનુલ આસાર પેજ ૧૦૯)

આ રિવાયતથી ન ફક્ત ઇમામ હુસૈન(અ.સ.) પર રુદન કરવાની એહમીય્યત અને મહત્વનો ખ્યાલ આવે છે પરંતુ એ પણ સ્પષ્ટ થઈ જાય છેકે મઝહબે ઇસ્લામની મોઅતબર હસ્તીઓએ પણ સૈયદુશોહદા(અ.સ.)ની અઝાદારીનો ઇન્તેઝામ કર્યો અને કાળા કપડાને અઝાદરીનો ભાગ શુમાર કર્યો.

 

પહેલી મજલિસે અઝા અને કાળા કપડાં:

જ્યારે કરબલાના લૂંટાયેલા કાફલાને શામથી છૂટવાની ખબર મળી તો આઝાદી માટે  શરત રાખી કે તેઓને સૈયદુશોહદા(અ.સ.) અને અન્ય મઝલુમો પર રડવાની પરવાનગી આપવામાં આવે આજ રીતે પહેલી મજલિસ  યઝીદના ઘરમાં કરવામાં આવીકેજેમાં મસાએબ બયાન કરનાર ઉમ્મુલ મસાએબ,હમશીરે મકતુલે કરબલા જ.ઝયનબ(સ.અ.) અને તેમના બહેન જ.ઉમ્મે કુલસુમ(સ.અ.)હતા અને પુરસો આપનાર શામની ઔરતો હતી. આ મજલિસ કેવીરીતે કરવામાં આવી તે બારામાંઇતિહાસમાં આ રીતે નકલ કરવામાં આવેલ છે.

… જ્યારે સવાર પડી તો યઝીદે એહલેબૈત(અ.મુ.સ.)ને બોલાવ્યા અને કહ્યું “આપ અહીંયા રહેવા ઈચ્છો છો કે મદીના જવા ઈચ્છો છો? તમારા માટે ઘણા તોહફાઓ છે. એહલેબૈતે રસુલ(સ.અ.વ.)એ ફરમાવ્યું કે  અમે સૌથી પહેલા ઈમામેહુસૈન(અ.સ.) પર નૌહાખ્વાની અને અઝાદારી કરવા ઇચ્છીએ છીએ.

યઝીદે જવાબ આપ્યો : જે આપનુ દિલ ચાહે તેમ કરો

પછી શામમાં મકાન ખાલી કરાવવામાં આવ્યું અને અઝાદારી શરુ થઇ. કોઈ હાશમી અને કુરેશી ઔરત એવી ન હતી કે જેણે ઈમામેહુસૈન(અ.સ.)ના ગમમાં કાળા કપડા ન પહેર્યા હોય અને તેઓએ ત્યાં સાત દિવસ સુધી અઝાદારી કરી.

મોઅતબર હદીસોની કિતાબમાં વર્ણન છે કે પોતાના વતન મદીના પોંહચીને બની હશીમની ઔરતો દિવસ અને રાત પોતાના સરદાર ઈમામેહુસૈન(અ.સ.)અને તેઓની સાથે શહીદ થનાર સાથીઓનું માતમ કરતા રહ્યા.

ઈમામે સજ્જાદ(અ.સ.) ફરમાવે છે કે “….. ઈમામેહુસૈન(અ.સ.)ની શહાદતના પછી બની હાશીમની ઔરતોએ કાળા કપડા પેહરીને અઝાદારી કરતી હતી.  તેઓને ગરમીની પણ કોઈ પરવા ન હતી અને ન તીવ્ર ઠંડીની કોઈ અસરનો એહસાસ હતો. ખુદ ઈમામે સજ્જાદ(અ.સ.)તેઓ માટે જમવાની વ્યવસ્થા કરતા હતા.

(અલ મોહસીન ભાગ-૨,પે૪૨૦)

આ રિવાયત પરથી સ્પષ્ટ છે કે બેશક કાળા કપડા અઝા એ હુસૈન અ.સ નો એક ભાગ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*