શું આપણે દુશ્મનો નાં નામ લઈને તબર્રા કરી શકીએ?

વાંચવાનો સમય: 4 મિનિટ

શંકા:

મુસલમાનોના અમૂક તબક્કાઓ દ્વારા ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત મોકલવાનો ઘણો વિરોધ કરવામાં આવે છે. તેઓની દલીલો ની શરૂઆત આ પ્રકારે થાય છે.

  • ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત (તબર્રા) કરવી તે બાબતજ પાયાવિહોણી છે.
  • કુરઆને પાક અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતના પ્રબળ પુરાવાના આધારે તેઓ સ્વિકારે છે કે તબર્રા એક ઈસ્લામીક સુન્નત છે પરંતુ સામાન્ય સ્તરે, તેથી દુશ્મનો ઉપર લઅનત મોકલતી વખતે કોઈએ તેઓના નામ લેવા ન જોઈએ.
  •  અલ્લાહ (ત.વ.ત.) એ અને  નબીએ કરીમ (સ.અ.વ.) અને મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) એ ક્યારેય તેઓ નાં નામ લઈને તબર્રા કરી નથી. તો પછી આપણે શા માટે નામ  લેવા જોઈએ? આપણે તેમનાથી આગળ ન વધી શકીએ.
  • તેથી, તેઓની જેમ આપણે પણ સામાન્ય તબર્રા કરવું જોઈએ અને નામો લેવાથી પરહેઝ કરવું જોઈએ.

આમ અમુક મુસલમાનો નું એવું માનવું છે કે ઇસ્લામ નાં દુશ્મનો પર લાનત મોકલવી ન જોઈએ અથવા નામ લઈને લાનત મોકલવી જોઈએ નહિ

જવાબ:

આપણે નીચે મુજબની રીવાયતો ના અભ્યાસ દ્વારા જોઈશું કે તબર્રા વાજીબ છે અને ઇસ્લામનાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનોનું નામ લેવું પણ જાએઝ છે સિવાય કે તકય્યાના સંજોગોમાં.

ઉપરોક્ત શંકા ના જવાબો આ પ્રમાણે છે.

1) મઅસુમો (અ.મુ.સ.) એ નામો લેવાની પરવાનગી આપી છે.

2) રસુલે ખુદા (સ.અ.વ.) નામો લઈને તબર્રા કરતા હતા.

3) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) નામો લઈ તબર્રા કરતા હતા.

4) ઈમામ જઅફર સાદિક (અ.સ.) નામો લઈ તબર્રા કરતા હતા.

5) શું ઈમામ સાદિક (અ.સ.) એ તેઓના નામ લીધા છે?

1) મઅસુમોએ નામ લેવાની પરવાનગી આપી છે.

મશ્હુર ઓલમાઓ જેમકે શૈખ હુર્રે આમેલી (અ.ર.) (વફાત હીસ. 1104) અને મિર્ઝા હુસૈન નૂરી (ર.અ.) (વફાત હી.સ. 1320) એ તેઓની કિતાબો ‘વસાએલુશ્શીઆ એલા તેહસીલ મસાએલ અલ શરીઆહ’ અને ‘મુસ્તદરક અલ વસાએલ વ મુસ્તંબત અલ મસાએલ’ મા આ બાબતે સંપૂર્ણ પ્રકરણ લાવ્યા છે. આ બન્ને શીઆ આલિમો જગતમાં સૌથી મોટા ભરોસાપાત્ર વ્યકિતઓ છે અને આપ બન્નેની કિતાબો શીઆ ફીકહ માટે મહત્વપૂર્ણ સ્ત્રોતની કિતાબો છે.

આપ પોતાની કિતાબોમાં એક પ્રકરણ લાવ્યા છે જેનું શિર્ષક છે:

بَابُ‏ جَوَازِ الدُّعَاءِ فِي الْقُنُوتِ‏ عَلَى الْعَدُوِّ وَ تَسْمِيته

અર્થ: ‘કુનુતમાં દુશ્મનો ઉપર લઅનત મોકલવી અને તેઓના નામ લેવાનું જાએઝ હોવાનું પ્રકરણ’. અહીં આજ પ્રકરણમાંથી અમૂક હદીસો નીચે પ્રમાણે છે:

عَبْدِ اللهِ بْنِ سِنَانٍ عَنْ أَبِي عَبْدِ اللهِ ع قَالَ: تَدْعُو فِي الْوَتْرِ عَلَى الْعَدُوِّ وَ إِنْ شِئْتَ سَمَّيْتَهُمْ وَ تَسْتَغْفِرُ الْحَدِيث

ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે (હુકમ કરે છે):

વીત્રની નમાઝ મા(નમાઝે શબ) દુશ્મનો ઉપર લઅનત મોકલો અને અગર ચાહો તો (દુશ્મનો)ના નામ લ્યો, અને (પોતાના માટે) માફી તલબ કરો….

  • (વસાએલુશ્શીઆ, ભાગ-6, પા. 283, હ. 7978, શૈખ તુસી (અ.ર.)ની કિતાબ તેહઝીબ અલ અહકામ, ભાગ-2, પા. 131, હ. 504 માંથી નકલ)

ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

બેશક રસુલે ખુદા(સ.અ.વ.) નમાઝોની કુનુતમાં દુશ્મનો ઉપર તેઓના, તેઓના બાપ-દાદાઓના અને તેઓના સગાવ્હાલાઓના નામ લઈ લઅનત મોકલતા અને અલી (અ.સ.) એ પણ રસુલ (સ.અ.વ.)નું અનુસરણ કર્યું હતું.

  • (વસાએલુશ્શીઆ, ભાગ-6, પા. 283, હ. 7979, કુલૈની (ર.અ.)ની અલ કાફી, પ્ર. 17, હ. 3, સજદાના પ્રકરણમાંથી નકલ અને મોહમ્મદ ઈબ્ને ઈદરીસ હલ્લી (ર.અ.)ની મુસ્તત્રાફાત અલ સરાએરમાંથી)

ઈબ્રાહીમ બીન ઉકબાહે કહ્યું: મેં તેમને (ઈમામ અબુલ હસન અલી ઈબ્ને મુસા અરરેઝા અ.સ.)ને લખ્યું: હું તમારા ઉપર કુરબાન થાઉ! હું અમૂક મમતુરાહ (વાકેફીયાહઓ – જેઓ ઈમામ રેઝા (અ.સ.)નો ઈન્કાર કરે છે) ને ઓળખું છું, શું હું તેઓ ઉપર મારી નમાઝોની કુનુતમાં લઅનત મોકલી શકું? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: હા, તેઓ ઉપર તમારી નમાઝોના કુનુતમાં લઅનત કરો.’

– (વસાએલુશ્શીઆ, ભાગ-6, પા. 283, હ. 7980, રેજાલે કશી, ભાગ-2, પા. 762, હ. 879 માંથી નકલ)

2) રસુલે ખુદા સ.અ.વ નામો લઇ તબર્રા કરે છે:

شَّهِيدُ فِي الذِّكْرَى،: يَجُوزُ الدُّعَاءُ فِيهِ لِلْمُؤْمِنِينَ بِأَسْمَائِهِمْ وَ الدُّعَاءُ عَلَى الْكَفَرَةِ وَ الْمُنَافِقِينَ لِأَنَّ النَّبِيَّ ص دَعَا فِي قُنُوتِهِ لِقَوْمٍ بِأَعْيَانِهِمْ وَ عَلَى آخَرِينَ بِأَعْيَانِهِمْ كَمَا رُوِيَ أَنَّهُ ص قَالَ- اللَّهُمَّ أَنْجِ الْوَلِيدَ بْنَ الْوَلِيدِ وَ سَلَمَةَ بْنَ هِشَامٍ وَ عَيَّاشَ بْنَ رَبِيعَةَ وَ الْمُسْتَضْعَفِينَ مِنَ الْمُؤْمِنِينَ وَ اشْدُدْ وَطْأَتَكَ عَلَى مُضَرَ و رِعْلَ و ذَكْوَان‏

  • શહીદે અવ્વલ (પ્રથમ શહીદ) શૈખ મોહમ્મદ બીન મક્કી (અ.ર.)એ તેમની કિતાબ અઝઝીકરા (પા. 84)માં લખે છે:

‘મોઅમીનો માટે તેઓના નામ લઈ દોઆ કરવી તેમજ કાફીરો અને મુનાફીકોના નામ લઈ તેમની ઉપર લઅનત કરવાની પરવાનગી છે કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) કુનુતમાં ઉમ્મતના મહત્વના વ્યકિતઓના નામ લઈ દોઆ કરતા તેમજ મહત્વના લોકોના નામ લઈ લઅનત કરતા. નકલ થયું છે કે આપ (સ.અ.વ.) ફરમાવતા: અય અલ્લાહ અલ વલીદ બીન અલ વલીદ, સલામા બીન હિશ્શામ અને અય્યાશ બીન રબીઆહ અને કમઝોર મોઅમીનોને નજાત આપ અને મુઝાર, રઈલ અને ઝીકવાન ઉપર તારો અઝાબ તીવ્ર કર.

(મુસ્તદરક અલ વસાએલ, ભાગ-4, પા. 411, હ. 5038)

3) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) નામો લઈ તબર્રા કરતા:

રિવાયતમાં છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) મગરીબની જમાઅત સાથે પઢતા અને બીજી રકઅતની કુનુતમાં મોઆવીયા, અમ્રે આસ, અબુ મુસા અશ્અરી, અબુ અલઅવાર અલ સુલમી અને તેઓના સાથીઓ ઉપર લઅનત કરતા હતા.

(મુસ્તદરક અલ વસાએલ, ભાગ-4, પા. 411, હ. 5035 અને 5036)

4) ઈમામ જઅફર સાદિક (અ.સ.) નામો લઈ તબર્રા કરતા હતા.

مُحَمَّدُ بْنُ يَحْيَى عَنْ مُحَمَّدِ بْنِ الْحُسَيْنِ عَنْ مُحَمَّدِ بْنِ إِسْمَاعِيلَ بْنِ بَزِيعٍ عَنِ الْخَيْبَرِيِّ عَنِ الْحُسَيْنِ بْنِ ثُوَيْرٍ وَ أَبِي سَلَمَةَ السَّرَّاجِ قَالا سَمِعْنَا أَبَا عَبْدِ اللهِ ع وَهُوَيَلْعَنُ‏ فِي دُبُرِ كُلِّ مَكْتُوبَةٍ أَرْبَعَةً مِنَ الرِّجَالِ وَ أَرْبَعاً مِنَ النِّسَاءِ فُلَانٌ وَ فُلَانٌ وَ فُلَانٌ وَ مُعَاوِيَةُ وَ يُسَمِّيهِمْ وَ فُلَانَةُ وَ فُلَانَةُ وَ هِنْدٌ وَ أُمُّ الْحَكَمِ أُخْتُ مُعَاوِيَةَ

હુસૈન બીન સોવેર અને અબુ સલામા અલ સરરાજ બયાન કરે છે: અમે ઈમામ સાદિક (અ.સ.) ને દરેક વાજીબ નમાઝના અંતે ચાર પુરૂષો અને ચાર સ્ત્રીઓ ઉપર લઅનત કરતા સાંભળ્યા છે. ફલા અને ફલા, ફલા અને ફલા, ફલા અને ફલા અને મોઆવીયા અને આપ (અ.સ.) એ તે દરેકના નામ લીધા  ફલા અને ફલા, ફલા અને ફલા, અને હીંદ અને ઉમ્મુલ હકમ – મોઆવીયાની બહેન.

– (અલ કાફી, ભાગ-3, પા. 342, તેહઝીબુલ એહકામ, ભાગ-2, પા. 321 એ ફેરફાર સાથે કે રાવીએ પહેલા બે પુરૂષો માટે અલ તય્યમી (અબુબક્ર તરફ નિર્દેશ) અને અલ અદુવ્વી (ઉમર તરફ નિર્દેશ) કર્યો છે)

5) શું ઈમામ સાદિક (અ.સ.) એ નામ લીધા હતા?

અમૂક શંકા કરનારાઓએ પાયા વગરના પ્રશ્નો ઉઠાવ્યા છે કે રિવાયતમાં છે કે ઈમામ (અ.સ.) એ દુશ્મનોના નામ લીધા નથી અને દુશ્મનોને ફકત ‘ફલા અને ફલા’ થી નિર્દેશ કર્યો છે. તેથી આપણે પણ ફલા અને ફલા કહેવું જોઈએ (અરબીમાં فلانا).

આ દલીલ પાયાવિહોણી છે અને હદીસોને સમજવાની નબળાઈ  તથા અરબી સાહિત્યના મુળને  સમજયા ન હોવા તરફ નિર્દેશ કરે છે રિવાયત સ્પષ્ટ કહે છે يُسَمِّيهِمْ એટલે આપ (અ.સ.) તેઓને નામ આપતા. રાવીનું રિવાયતમાં ‘ફલા અને ફલા’ લખવું મોટા ભાગે તકય્યાના કારણે હતું. સ્પષ્ટતા માટે તેઓ કહે છે કે ઈમામ (અ.સ.) એ દુશ્મનો ના નામ સાથે લાનત પડ્યા હતા

તેમજ તેહઝીબ, ભાગ-2, પા. 321 ઉપર રિવાયત જોતા એ સ્પષ્ટ છે કે ઈમામ (અ.સ.) અલ તય્યમી અને અલ અદુવ્વી (લ.અ.) થી કોના તરફ નિર્દેશ હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*