જયારે મોહંમદ (સ.અ.વ.) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ પર રહમત નાઝીલ કર
જવાબ:
તે સ્થાપિત છે કે મોહંમદ (સ.અ.વ.) એ ખુદ જાતેજ મુસલમાનોને શીખવ્યું છે કે કેવી રીતે તેમના પર સલવાત મોકલવી જોઈએ. જયારે નીચેની પવિત્ર આયત નાઝીલ થઈ:
إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
“નિસંશય અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરુદ (આશીર્વાદ) મોકલતા રહે છે, માટે અય ઈમાનવાળાઓ! તમે પણ તેના પર દુરુદ મોકલો અને એવી રીતે સલામ મોકલો જેવો કે સલામ મોકલવાનો હક છે.“(૫૧)
તો મુસલમાનોએ નબી(સ.અ.વ.) ને પૂછ્યું અમે (આપના પર) કેવી રીતે સલવાત મોકલીએ ?
રસુલ(સ.અ.વ.)એ ફરમાવ્યું:
لَا تُصَلُّوا عَلَيَّ صَلَاةً مَبْتُورَة
મારા ઉપર અધુરી સલવાત ન મોકલો.
તેઓએ ફરીવાર પૂછ્યું : અમે કેવી રીતે આપના પર સલવાત મોકલીએ?
આપ(સ.અ.વ.) ફરમાવ્યું :
اللهم صلى على محمد و آل محمد
એ અલ્લાહ! મોહંમદ અને આલે મોહંમદ પર રહમત નાઝીલ ફરમાવ. (૫૨)
મોહંમદ(સ.અ.વ) ના એહલેબ્ય્ત(અ.મુ.સ.) નો અજોડ અને શ્રેષ્ઠ દરજ્જો જોઈ ઈમામ અશ-શાફઈ એ આ શેર કહ્યા છે:
:يا أهل بيت رسول الله حبكم فرض من الله في القرآن أنزله كفاكم من عظيم القدر أنكم من لم يصل عليكم لا صلاة له؟
એ અલ્લાહ ના રસુલના એહલેબ્ય્ત, (અમારી) તમારા પ્રત્યે મોહબ્બત તે વાજીબાત છે, જેને અલ્લાહે કુરઆનમાં નાઝીલ ફરમાવી છે. તમારો મરતબો એટલો ઉંચો છે કે જો કોઈ નમાઝ માં તમારા પર સલવાત ન મોકલે તો તેની નમાઝ કબુલ નથી થતી.(૫૩)
નોંધ:
(૫૧) સુરે અહઝાબ ૩૩:૫૬
ઇબ્ને હજર, અસ સવાઈક અલ-મોહરેકા, ૨જી આવૃત્તિ (મક્તબત અલ-કહેરા), કિતાબ-૧૧,પ્રકરણ-1, પેજ-૧૪૬. અને તેને જેવીજ જલાલુદ્દીન સુયુતી, અદ દુર્રુલ મન્સુર, ભાગ-૫ તફ્સીરે સુરે અહઝાબ ૩૩:૫૬ માં હદીસના વિદ્વાનો (મુહદ્દીસો) અને સહીહ અને મુસ્નદના સંકલન કરવાવાળા જેમકે ‘અબ્દુર રઝાક, ઇબ્ને અબી શયબા, અહમદ ઇબ્ને હમ્બ્લ, અલ બુખારી, મુસ્લિમ, અબુ દાઉદ, તીરમીઝી, નીસાઅ, ઇબ્ને માજાહ, ઇબ્ને મર્દવય, કાબ ઇબ્ને ઉજરાથી અને તેમણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી.
અસ સવાઈક, અલ-મોહરેકા, કિતાબ-૧૧, પ્રકરણ-૧, પેજ-૧૪૮, શબરાવી અલ ઇતહાફ પેજ-૨૯,હમ્ઝાવી માલિકી, મશારીક અલ અનવાર, પેજ-૮૮, ઝરકાની અલ મવાહીબ, સબ્બાન, અલ અસફ, પેજ -૧૧૯.
Be the first to comment