કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .

 

  • મનાકીબ આલ-એ-અબી તાલિબ (અ.સ) ભાગ ૨, પાનાં નંબર ૧૪૪
  • અલ-ગદીર ભાગ ૬, પાનાં નંબર ૩૩૭-૩૫૦
  • મુસનદ એ અહમદ ભાગ ૧, પાનાં નંબર ૧૫૧ , ભાગ ૩, પાનાં નંબર ૨૧૨-૨૮૩
  • સુનને તિરમિઝી ભાગ ૩, પાનાં નંબર ૩૩૯
  • ફતહ અલ-બારી ભાગ ૮,પાનાં નંબર ૨૩૯-૨૪૨
  • ખસાઇસ પાનાં નંબર ૯૧
  • અલ-મુસનીફ ભાગ ૭ પાનાં નંબર ૫૦૬

 

જ્યારે અબૂબકરે આ બાબતનો વિરોધ કરતા રસુલ (સ.અ.વ)ને પૂછ્યું કે તેમણે શા માટે તેની જગ્યાએ અલી (અ.સ)ને આ કામ સોપ્યું તો રસૂલ (સ.અ.વ)એ ફરમાવ્યું કે જ. જિબ્રઈલ(અ.સ.)એ હુકમ કર્યો હતો કે- આ કામ બીજું કોઈ નથી કરી શકતું સિવાય કે તમે અથવા તમારામાંથી કોઈ.

 

  • મુસ્નદ અહમદ હદીસ નંબર ૧૩૦૯
  • મજમ અલ ઝવાએદ હદીસ નંબર ૧૧૦૩૯
  • ફઝાએલ અલ-સહાબા હદીસ નંબર ૧૨૦૬
  • મુસ્તદરક અલ-સહીહૈન હદીસ નંબર ૪૪૨૪
  • ફતહ અલ-બારી ફી શરહે સહિહ અલ-બુખારી સુરએ તૌબા (૯) આયત -૩ હેઠળ
  • તોહફહ અલ-અહવાઝી શરહે સુનન અલ-તિરમિઝી સુરએ તૌબા હેઠળ

 

શા માટે પવિત્ર પયગમ્બર (...) બીજાઓને  છોડી અને અલી (..) ને મક્કા મોકલ્યા?

રસૂલે ખુદા (સ.અ.વ)નો બીજા સહાબીઓ ધ્વારા મક્કાના લોકો સાથે પ્રચાર નો અનુભવ સારો ના હતો.

દાખલા તરીકે  પવિત્ર પયગંબર (સ.અ.વ.) બીજા ખલીફાને મક્કાવાસીઓ માટે સંદેશ સાથે મોકલવા માંગતા હતા,તેથીઆપ(સ.અ.વ)એ  તેને બોલાવ્યો અને કહ્યું કે તેમનો સંદેશ લઈ કુરૈશ સરદારો પાસે જાય .

બીજાએ કહ્યું “એ અલ્લાહ ના રસૂલ (સ.અ.વ) મને કુરૈશથી ડર લાગે છે”

સૈયદ ઇબ્ને તાઊસ નકલ કરે છે –વિચારો,  અલી (અ.સ)નો મરતબો અને તેમની સામે તેમના વિરોધીઓની સ્થિતિ, કેવીરીતે અલી (અ.સ.) પોતાની ઝાતને  રસૂલ (સ.અ.વ) પર કુરબાન કરવા તૈયાર હતા જ્યારે કે બીજાઓ રસૂલ (સ.અ.વ) નો હુકમ માનવાના બદલે  પોતાની જાતને બચાવી રાખવી પસંદ કરતા હતા.

 

  • ઇકબાલ અલ-આઅમાલ ભાગ ૧, પાનાં નંબર ૩૧૮-૩૧૯
  • બેહાર અલ-અનવાર ભાગ ૩૫, પાનાં નંબર ૨૮૭

 

આમ છતાં પણ વાંધો ઉઠાવનારાઓએ કુરૈશમાંથી જંગમાં કોઈને કત્લ નથી કર્યા, પરંતુ તેઓ  સંદેશ પહોંચાડવા માંગતા ન હતા જે બતાવે છે કે તેઓ કુરૈશના સમર્થક છે. જ્યારે કે અલી (અ.સ) જેમની તલવારના હમલાઓએ મક્કામાં કોઈને બચાવયા ન હતા, તેમણે પરવાહ કર્યા વગર હજારો મુશ્રીકોની વચ્ચે ઉભા રહીને તેમની સંધિને રદ કરી દીધી અને સુરએ બરાઅતની આયતો ની તબ્લીગ બાબતે તેમની માન્યતાઓને  બાતીલ કરી દીધી.

અલી (અ.સ) ને અબૂબકર ની જગ્યાએ મોકલવા બાબતે સૈયદ ઇબ્ને તાઊસ નોંધે છે કે  મુસ્લિમોની આશ્ચર્યજનક બાબતોમાંથી છે કે જે તેમની કિતાબો જેવી કે એહમદ ઇબ્ને હમ્બલ,સીહાહ,તફસીરએ સલબીમાં નોધ્યું છે કે અબુબકરને સુરે બરાઅતની (શરૂઆતની આયતો)ની તબ્લીગ માટે યોગ્ય ગણવામાં આવ્યો ન હતો એ છતાં કે તેમના રસૂલ (સ.અ.વ) જીવંત  હતા અને તેમની પાછળ હતા અને અબૂબકરને હુકમ આપવામાં આવ્યો કે તે રસ્તામાંથી પાછો ફરી જાય અને અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ)ને તેમની બદલે મોકલવામાં આવ્યા હતા

અને આ બાબતે તેમના રસૂલ (સ.અ.વ) એ જાહેર કર્યું કે તેમને અલ્લાહે હુકમ કર્યો છે કે તે અબૂબકરને પાછો બોલાવી લે અને અલી (અ.સ)ને તેની જગ્યાએ આગળ મોકલે તો પછી મુસલમાનો કેવી રીતે એવા માણસને આખી ખિલાફત માટે યોગ્ય માની શકે કે જેને અલ્લાહ અને તેમના રસૂલ (સ.અ.વ.) અમુક ભાગ (અમુક આયતો ના સંદર્ભમાં) માટે પણ યોગ્ય ગણતા ના હતા અને અબૂબકરે કેવી રીતે રસૂલે ખુદા (સ.અ.વ) ની રહલત બાદ એકતરફી રીતે ખિલાફતના તમામ કર્યો પોતાની હેઠળ લઈ લીધા જ્યારે કે તે રસૂલ (સ.અ.વ) ની હયાતી માં એક નાનું કામ પણ પૂરું નહોતો કરી શક્યો?

  • અલ તરાઈફ ભાગ ૨, પાનાં નંબર ૩૯૭-૩૯૮

મુસલમાનોની બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ માને છે કે અલ્લાહે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના જીવનકાળમાં મક્કાની નાની કૌમમાં સુરએ બરાઅતની નવ થી દસ આયતોની તબ્લીગ માટે  વિસ્તૃત આયોજન કર્યું  જ્યારે કે અલ્લાહે રસૂલે ખુદા (સ.અ.વ)ની રહલત બાદ કયામત સુધી દુનિયામાં કુરઆન અને શરીઅતની તબ્લીગ માટે કોઈ આયોજન નથી કર્યું ?!

શા માટે રસૂલે ખુદા (..) સુરએ બરાઅત માટે અબૂબકરને અયોગ્ય ગણ્યો

અબુબકરે  રસૂલે ખુદા (સ.અ.વ)ને પોતાને સુરએ બરાઅતની તબ્લીગમાંથી પાછો બોલાવી લેવા બાબતે પૂછ્યું :-  અય અલ્લાહના રસૂલ(સ.અ.વ) શું તમે એવું વિચાર્યું કે હું તમારો સંદેશો નહીં પહોંચાડી શકું?

રસૂલ (સ.અ.વ) એ જવાબ આપ્યો કે –તેનાથી ઉલટું,  અલ્લાહ(સુ.વ.ત.) નથી  ચાહતો કે અલી (અ.સ) સિવાય બીજું કોઈ આ સંદેશને પહોંચાડે.

જ્યારે અબૂબકરે ફરી વધુ વિરોધ કર્યો તો રસૂલ (સ.અ.વ) એ સ્પષ્ટ કર્યું:-કેવી રીતે શક્ય છે કે તું આ વાત મક્કાવાળાઓ સુધી પહોંચાડે  જ્યારે કે તું ગારમાં હતો(હકીકત એ છે કે કુફ્ફારથી છુપાયેલો હોવા છતાય તું ખૂબ ડરી ગયેલો હતો)

  • બેહાર ઉલ અનવાર ભાગ ૩૫, પાનાં નંબર ૨૮૮
  • ઇકબાલ અલ આઅમાલ ભાગ ૧, પાનાં નંબર ૩૧૯

આ સુરએ બરાઅતનો વાકેઓ સ્પષ્ટરીતે બતાવે છે કે કુરઆનની તબ્લીગ માટે કોણ  યોગ્ય અને અયોગ્ય છે, અને આપણે પૂરા કુરઆનની નહીં બલ્કે કુરઆનની અમુક આયતોની વાત કરીએ છીએ. જ્યારે ‘ખલીફાઓ’ પયગમ્બર (સ.અ.વ.) ની ઉપસ્થિતિમાં આ બાબતે અયોગ્ય જોવા મળ્યા અને તરત જ અલ્લાહ દ્વારા બદલી નાખવામાં આવ્યા,ત્યારે તેઓ કેવી રીતે રસૂલ (સ.અ.વ) પછી ખિલાફત માટે યોગ્ય ગણાશે,જ્યારે કે અલી (અ.સ) તેમની દરમિયાન મોજૂદ છે અને આ ખિલાફતનું કામ નવ આયતો ની તબ્લીગ કરતાં ઘણું વધુ મોટું છે

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*