ઈમામ મહેરબાન પિતા છે

વાંચવાનો સમય: 5 મિનિટ

અલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને વિલાયત અતા કરી છે, તેમની મોહબ્બતની શર્ત લગાડી દીધી છે જેથી એક પરખ અને ઓળખાણ સ્થાપિત થઇ જાય. જો આ સાવચેતી અને સૈધ્ધાંતિક સમયપત્રક તથા સમર્પણ શર્ત ન હોત તો એ નેઅમતો જે જાહેરમાંતો નેઅમત દેખાઈ રહી છે પણ અલ્લાહના બંદાઓ માટે બલા હોય છે અને તે બલાઓ જે નેઅમતોનો એક અફલાકી અને નુરાની સિલસિલો સ્થાપે છે તે બન્નેના વચ્ચે કોઈ સ્પષ્ટ ફર્ક નજર ન પડત અને ન તો અનુભવાત. અને પરીણામે ઇનસાનનું માનસિક વલણ જાહેરથી પ્રભાવિત થઈને ગુમરાહીમાં ભટકતે.

જ્યાં સુધી માણસ પોતાની અક્લ અને સમજણ ઉપર પોતની આવડત પ્રમાણે પોતાના વિચારો અને દ્રષ્ટિકોણોને ખંખોળે અને તેનું પૃથ્થકરણ કરે તો તે ફરી ફરીને એજ તારણ ઉપર આવશે કે ભૂતકાળથી લઈને આજના યુગ સુધી આખી દુનિયા શયતાની પ્રયત્નો અને કોશીષોના કારણે બેશુમાર બિદઅતો અને સંશોધનોથી ભરેલી છે કે જેનો હિસાબ લગાડી શકાય તેમ નથી. દરેક બિદઅતને સામરીના જાદુની મહોર લગાડીને, દુનિયાની સામે, ઈન્સાનોને બેહકાવવા ઈલાહી નેઅમતના સ્વરૂપમાં રજુ કરવામાં આવે છે.

ઈમામ મહેરબાન પિતા સમાન છે. ઈમામનો આ કૌલ ખુબજ અર્થપૂર્ણ વસ્તુ વિચાર પર આધારિત છે. આપણે તેના ઉપર ઊંડુ ચીંતન-મનન કરીશું. અને તેની રોશનીમાં મિલ્લતના લોકોને શોધવાની કોશીશ કરીશું કે તેઓની ઉપર તેમની અસરો અને બરકતો કઈ રીતે નાઝિલ થાય છે. પિતાની મહેરબાનીના બે પાસાઓ છે, એક લાક્ષણિક અને બીજું રૂહાની. આપણે અહીં બન્ને પાસાઓ ઉપર વિચાર કરીશું.

પિતાની મહેરબાની લાક્ષણિક અર્થમાં

દરેક સભાન પિતા પોતાની ઔલાદ માટે પોતાની ક્ષમતા મુજબ શરૂઆતથી પ્રયત્નશીલ હોય છે કે, તેનો દીકરો પ્રગતિ કરે, નામના મેળવે, પરિવારની સંભાળ લેનાર અને સઆદતમંદ બને, વૃધ્ધાવસ્થામાં માં-બાપનો સહારો બને. ડહાપણનો શદીદ તકાજો છે કે, દીકરો પોતાના પિતા માટે આખેરતનું શ્રેષ્ઠ ભાથુ બને. આ દ્રષ્ટિથી એક બાપ પોતાના દિકરાને દુન્યવી તાલીમથી સુસજ્જ કરે છે અને દીની તાલીમની રોશની પણ દેવા ચાહે છે કે જેના પ્રકાશમાં તે પોતાની પ્રગતીની મંઝીલમાં હંમેશા પોતાની આખેરતને નજર સમક્ષ રાખે અને જ્યાં બન્ને વચ્ચે ટકરાવ થાય તો ગમે તે ભોગે પોતના દીનની હિફાઝત કરે છે.

પિતાની મહેરબાની રૂહાની અર્થમાં

 જે રીતે લાક્ષણિક પિતા બાળકની તરબીય્યત દરમ્યાન સાવધ રહે છે કે બાળક લહવો-લઅબ ના ફેલાયેલ જાળમાં ફસાઈ ન જાય, બલ્કે આખેરતની સફળતા તેની નજર સમક્ષ રહે, એજ રીતે એ જાત જે તેના માટે ઈલ્મના દરવાજાને ખોલેછે, સૈરો સુલુકમાં આગળ વધવાની રીત શિખવાડે છે, હકીકતોના છુપા દરવાજાઓને ખોલે છે, અલ્લાહે મોકલાવેલા નબીઓ, વલીઓ અને અવદિયાના રસ્તા ઉપર ચાલવાનો હોસલો, રીત, જઝબો અને વ્યવસ્થા પોતાની અવલાદને શિખવાડે તેવા શિક્ષકને શોધવા માટે દરેક લાક્ષણિક પિતા પરેશાન રહે છે અને તેવો શિક્ષક મળી જવા પછી તે પિતા તેને આધિન રહે છે. આ એક ઘટનાચક્ર છે. એક બાપ પોતાના દિકરા માટે જે રીતે અને જે અંદાજમાં તેવીજ રીતે અને એજ અંદાજમાં આ દીકરો જ્યારે પિતા બની જાય તો તે પોતાના પિતાની વર્તણુંક અપનાવી લે છે, પરંતુ રૂહાની શિક્ષકની હૈસિયત પઢીઓ સુધી સાથે રહે છે. અગર કોઇ એવો રૂહાની મોઅલ્લીમ હોય જે મઅસુમ હોય, શક્તિ ધરાવતો હોય, ઝમાના ઉપર હાવી હોય, જે ઉપસ્થિતિ અને મુસાફરી બન્ને સ્થિતીમાં નજર રાખવાનો દાવેદાર હોય, જેના જલાલ, જમાલ અને કમાલ કાએનાતના ખાલિક તરફથી હોય, જે ઈમામતના હોદ્દા ઉપર હોય, જે આદર્શ    અમીન અને અમાનતદાર હોય, નૂરાનિયતના ખઝાનાને વહેચનાર હોય અને સલ્લેમુ તસ્લીમાને નત મસ્તક હોય. અને તેઓ પોતે કહેતા હોય કે અમે મહેરબાન પિતા છીએ, અમે ઈમામ છીએ, અમે અમાનતદાર છીએ, અમે ઈલ્મના નૂરને વહેચનાર છીએ, અમે તસ્લીમ અને રેઝાની સામે નત મસ્તક છીએ. તો પછી એવો બદનસીબ કોણ હશે કે આવા મહેરબાન પિતાથી મોં ફેરવી લે? ચાલો આપણે ઈમામની શફકતના કાર્યોને આ જ શિર્ષકોના અરીસામાં જોઈએ. સર્વ પ્રથમ આપણે જાણી લઈએ કે ઈમામ (અ.સ.) મહેરબાન પિતા છે, તેઓ કઈ હૈસીયતના માલિક છે? અલ્લાહે તેઓને કેવી શક્તિ, શાન અને અઝમતના માલિક બનાવ્યા છે, અને જ્યારે તેઓને આવા શક્તિશાળી બનાવ્યા છે તો તેમની શફકતના ફળ મેળવવા માટે ચારિત્ર્ય, વર્તણુંક, ઉઠવા બેસવાની રીત વિગેરે બધુજ તેમની પસંદગી પ્રમાણે ઢાળવું પડશે. એટલુંજ નહીં પરંતુ આ પણ શોધખઓળ નો તકાજો છે કે આ ઈલાહી હોદ્દો; કે જે પિતાની શફકતનું મૂળ છે; ક્યારે, ક્યાં, કયા સંજોગોમાં અને કોના ઉપર શરૂઆતમાં બશારતની હૈસિયતથી નાઝિલ થયો અને કયામતની હદ ઉપર પૂરો થાય છે, તેમની અલામતો, પગલાની નિશાનીઓ અને માઇલ સ્ટોનો પણ આપણા માટે સ્પષ્ટ છે.

ઇમામતના દરજ્જાના માલિકો ની ઇબ્તેદાનો કીસ્સો જુનો-પૂરાણો છે. હજારો વર્ષો પહેલા જ્યારે નમરૂદે સળગાવેલી આગમાં આખુ બાબુલ શહેર તપી રહ્યું હતું અને આગની જ્વાળાઓમાં હઝરત ઇબ્રાહિમ (અ.સ.)ની ચોતરફ વાતાવરણ સુવાળું અને ઠંડુ થઇ ચુક્યું હતું. અંગારાઓ ફૂલવાડીની જેમ એવી રીતે મહેકી રહયા હતાં કે હકની સુવાસ કલીદાં શહેરના કિલ્લાની દીવાલ સુધી ફેલાઇ ગઇ હતી. આજ સુગંધથી તર વાતાવરણમાં હઝરત ઇબ્રાહિમ અ.સ.ને ઇમામતનો મનસબે ઇમામત ઉપર ફાએઝ થયાની ખુશખબર આવી હતી અને અલ્લાહના ખલીલ ખુશીની હાલતમાં અલ્લાહની નઝદીક મુતવજ્જેહ થઇને સમગ્ર કાએનાતના માલિકને સંબાધી રહ્યા હતા, માલિક! અને મારી ઝુર્રીયત? અને જવાબ મજબુત અને નક્કર બુનિયાદ સાથે આવ્યો કે આ હોદ્દો ઝાલિમોને નહીં મળે. અક્લ અને સમજદારી ચલાવવાથી અમૂક તત્વો સામે આવે છે. (૧) ખુદાઇનો દાવો કરનાર નમરૂદ (બાદશાહ), આખુ શહેર તેને આજ્ઞાઘિન અને ફરમાબરદાર (૨) નમરૂદે સળગાવેલી આગથી બળતું આખુ શહેર, ગીલોલ કે જેના થકી હઝરત ઇબ્રાહિમ (અ.સ.) ને આગમાં નાંખવામાં આવ્યા (૩) હઝરત ઇબ્રાહિમ બેખબર, બેખૌફ, હસતા ચહેરા ઉપર નૂર (નો હાલો), બૂત શિકનીનો ઉભરાતો જોશ, તવહિદ પરસ્તીની ભાવનાની બેદાર તમન્ના પછી ઇત્મીનાને કલ્બ આગમાં આવ્યા. આગે ઝમાનાના ઇમામનું સ્વાગત કર્યું. કેવી રીતે? અંગારા ગુલઝાર બની ગયા. ફુલોનું સિંહાસન તૈયાર થઇ ગયું. ફુલો મહેકી ઉઠ્યા. ખુશ્બુ નકળી, ચોતરફ ફેલાણી અને કાએનાતના ખુણે ખુણામાં પિતાની મોહબ્બત અને મહેરબાનીનું એલાન કરતી કરતી મઝલુમોના દીલોનો સહારો બનીને ફેલાઇ ગઇ. શરત તૌહીદ પરસ્તી, બૂત શિકની, ઝુલ્મની સામે લડત, સબ્ર અને અલ્લાહ ની ખુશી, પખાનમાં ફક્ત મઅરેફત બસ પછીતો શુ હતું? ભ્રમને એવી રીતે ભાંગી નાંખ્યો કે નમરૂદ જેવા બાદશાહના અહંકારને ધૂળ ફાકતો કરી દીધો. કહેવાય છે કે અગર બાપનું ઇલ્મ જો દિકરો ન ખમી શકે તો પછી દિકરો પિતાના વારસાને લાયક કેવી રીતે બની શકે. હઝરત ઇસ્માઇલ (અ.સ.) એ પિતાની મીરાસ ને સંભાળી. આપજ આદર્શ અમીન અને અમાનતદાર ના દાવેદાર છો. ફૈઝનું ઝરણું એડીઓ રગડવાથી જારી થયું. જરહમ કબીલાને પૂછો. ઈતિહાસ કહે છે કબીલાવાળા મહેરબાન થયા, ના ના તરસ્યાઓને પણી આપ્યું કોણે? આ મહેરબાનીનું મૂળ હઝરત ઇસ્માઇલ હતા. શહેર વસાવો ઝમીનને આબાદ કરો, આ પાણી કયામત સુધી પોતાના સાર્વજનિક ફૈઝને જારી રાખશે. આ અમાનત છે તે ઇમ્તેહાનના બદલામાં કે જે પાણી અને ઘાસચારા વગરની ઝમીનમાં ઇમામના ફરઝંદે એડીઓ રગડીને આપ્યું હતું. આ ઇમામતની વિલાયતનો તકાજો હતો જે એક છૂપુ રહસ્ય હતું જે ઝમામનાના પસાર થવાની સાથે ખુલતું ગયું. પછી એક એ સમય પણ આવ્યો કે જ્યારે રહસ્ય બોલી રહ્યું હતું ક્ અય કબીલાવાળાઓ મારી મહેરબાનીને યાદ રાખજો, મારા બળપણને યાદ રાખજો, મારી માઁની બેચૈનીને યાદ રાખજો, મને યાદ કરતા રહો. હું તમને આ પાણીના ઝરણાથી સયરાબ કરતો રહીશ, શફાનું કારણ બનીશ. જો જો કોઇ શફીક ઇમામના છ મહીનાના બાળકને; કે જેનો હું જદ છું; બેરહેમીથી તીરે સિતમ થકી શહીદ ન થાય. નહીંતર આસમાન લોહીના આંસુઓથી રડશે. અગર એવું થાય તો તને તેના પિતાના દીલના દર્દને પોતાના દીલ માં સમેટી લેજો અને તમારી નસ્લોમાં તેને તબદીલ કરતા રહેજો. યાદ રાખજો અમારી શફકતોનો બદલો ફક્ત અમારીથી મોવદ્દત રાખતા રહેવું છે.

નૂરાનીય્યતના ખઝાનાની વહેચણી કરનારા: અલ્લાહ તઆલાએદરેક ઇન્સાનની ખિલેકતમાં એક નૂરનુ તત્વ પણ મૂક્યું છે. અંબીયા (અ.સં) ને મોકલીને તેણે ચેતવ્યા પણ  છે. અંબીયા (અ.સ.)  ની બેઅસત થકી આ નૂરની હિફાઝત માટે હિદાયત કરનારા ઇશારાઓ પણ આપે છે. ઝિંદગી વિતાવવાની રીત પણ  શિખવાડી છે. અક્લ અને સમજણ આપીને મુખત્યાર પણ બનાવ્યા છે. તેમ છતાં પણ અગર ઇન્સાન સરકશ રહે, ફક્ત પોતાની ઇખ્તિયારી ક્ષમતાના આધારે તો અલ્લાહ પણ તેની આંખની આડે લોખંડી પડદા નાંખી દે છે. જેણે થોડા દિવસની હયાતમાં પોતે સફળ જીંદગી પસાર કરી તો તે પોતાની ઝિંદગીને આખેરતની હંમેશની ઝિંદગીના પ્રત્યક્ષ જ્ઞાન અને ઉદારતાની જલવાગરી નું કેંદ્ર પામશે. દુનિયા અને આખેરતમાં અલ્લાહ તઆલાની નેઅમતોનો હકદાર બનશે. પરંતુ આ બધું એ જ આપી શકે છે જે નૂરનો સ્ત્રોત હશે. ખૂબજ વધારે ફૈઝ ધરાવનારો હશે.  મહેરબાન પિતાની જેમ પોતાના ચાહનારાઓ ઉપરતો વરસતો રહેશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*