મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે.
તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને પોતાની બેઠક અને ઘરમાં આવવા દેવા સહમત હોવું. જો શૈખૈન અને પત્નિઓ અયોગ્ય અને વિશ્ર્વાસઘાતી છે તો પછી શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની અને મુસલમાનોની નઝદીક આવવા દીધા?
જવાબ:
શૈખૈન અને પત્નિઓના બચાવ બાબતે વિવિધ પાસાઓ છે. ફકત સહાબી હોવાથી કોઈનો એહતેરામ કરવો અને તેને ‘ખલીફા’ બનાવી દેવો તેમાં કોઈ હિકમત નથી અથવા તે પત્નિનું અનુસરણ કરવું જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ, ‘નફસે રસુલ સ.અ.વ.’ તથા તેમના હકીકી જાનશીન હતા.
તદઉપરાંત મોટાભાગના મુસલમાનો પત્નિઓ અને શૈખૈનના બચાવ માટે સહાબી હોવું તે પહેલી અને છેલ્લી દલીલ છે. અમો અહીં જવાબ આપીશું કે શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આવી વ્યક્તિઓને પોતાની નઝદીક આવવા દીધી.
5) અલ્લાહ અને રસુલુલ્લાહ (સ.અ.વ.) મુનાફીકોનો તેમને ‘કબુલ’કરીને મજાક ઉડાવે છે:
મુનાફીકો બાબતે અલ્લાહ એલાન કરે છે:
જેમકે હઝરત મુસા (અ.સ.)એ સામરીને તેના જાહેરી ઈમાન મુજબ પોતાની બેઠકમાં આવવાની પરવાનગી આપી હતી. આજ સામરીએ એકલા હાથે બની ઈસ્રાઈલને હઝરત મુસા (અ.સ.)ની ગેરહાજરીમાં ગુમરાહ કર્યા હતા.
اَللهُ يَسْتَهْزِئُ بِهِمْ وَ يَمُدُّهُمْ فِي طُغْيانِهِمْ يَعْمَهُون
“અલ્લાહ પણ તેમની મજાક કરે છે તથા તેમને તેમના ઉધ્ધતાઈમાં આંધળાઓની જેમ ભટકતા રહેવા દે છે.”
(સુરએ બકરહ (2):15)
આ આયતની તફસીરમાં ઈમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે: આ દુનિયામાં, અલ્લાહની મજાક ઉડાવવાની રીત એ છે કે તેઓ સાથે ઈસ્લામી કાયદા મુજબ વર્તન કરવામાં આવે છે કારણકે તેઓ જાહેરમાં તેઓ સાંભળી, માન્ય રાખી, કબુલ કરી ઈસ્લામ બતાવે છે. તેથી રસુલુલ્લાહ (સ.અ.વ.) આવા જાહેરી ઈસ્લામ તરીકે ઈશારો કરે છે ત્યાં સુધી કે મુખ્લીફ મોઅમીનોને સમજાય જાય છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) આ ઈશારાથી શું કહેવા માંગે છે અને રસુલુલ્લાહ મુનાફીકો ઉપર લઅનત મોકલવાનો હુકમ કરે છે.
સુરએ બકરહ (2): 15 હેઠળ ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની તફસીર, પા. 123.
સુરએ બકરહ (2): 15 હેઠળ તફસીરે સાફી, ભાગ. 1, પા. 97.
સુરએ બકરહ (2): 15 હેઠળ તફસીરે બુરહાન, ભાગ. 1, પા. 144.
સ્પષ્ટપણે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફકત મુનાફીક સહાબીઓ અને પત્નિઅનોને કબુલ કરવાનો ફકત દેખાવ કર્યો છે, જેથી મુખ્લીસ મોઅમીનો માટે તેઓની મુનાફેકત તરફ ઈશારો થાય. અલબત્ત્ા અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) તેઓને કબુલ કરીને તેઓનો મજાક ઉડાવે છે.
6) અગાઉના અંબીયા (અ.મુ.સ.)એ પણ વિશ્ર્વાસઘાતી સહાબીઓ અને પત્નિઓને સહન કર્યા છે. જેમકે સામરી અને સફરા બિન્તે શોએબ:
આ અંબીયા (અ.મુ.સ.)ની સુન્નત છે કે તે સહાબીઓ સાથે તેમના જાહેર પ્રમાણે વર્તાવ કરતા અને આવીજ રીતે તેઓને પોતાના બેઠકમાં આવવાની પરવાનગી આપતા.
જેમકે, હઝરત મુસા (અ.સ.) સામરીને તેના જાહેરી ઈમાનના કારણે આવવાની પરવાનગી આપતા. આજ સામરી એકલા એ હઝરત મુસા (અ.સ.)ની ગેરહાજરીમાં બની ઈસ્રાઈલને ગુમરાહ કર્યા હતા.
તદઉપરાંત, આપ (અ.સ.)એ સફરા બિન્તે શોએબ સાથે શાદીમાં રહ્યા જેણીએ આપ (અ.સ.)ના વસી હઝરત યુશા ઈબ્ને નૂન (અ.સ.)ની સામે જંગ કરી હતી.
અને આપણે જોઈએ છીએ કે હદીસો મુજબ બની ઈસ્રાઈલ અને મુસલમાનો દરમ્યાન આવી ઘણી બધી સામ્યતાઓ છે:
સલમાન (ર.અ.) કહે છે: અને મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે: મારી ઉમ્મત બની ઈસ્રાઈલના રિવાજને એવી રીતે પસંદ કરશે જાણે કે પગલાના નિશાન ઉપર જ પગના નિશાનો. એક મુદ્દતની જેવી બીજી મુદ્દત, એક હાથ જેવો બીજો હાથ, એક અંતર જેવો બીજો અંતર, ત્યાં સુધી કે તેઓ એક કાણામાં દાખલ થઈ જાય, પછી આ લોકો પણ કાણામાં દાખલ થશે. બેશક, તૌરેત અને કુરઆન એક ફરિશ્તા દ્વારા લખવામાં આવી છે, એક ચામડી ઉપર અને એક કલમ દ્વારા અને હદીસ મુજબ દરેક દાખલાઓ સરખા છે.
કિતાબ ઓ સુલૈમ બિન કૈસ અલ હિલાલી (ર.અ.), ભાગ-2, પા. 599
મુસ્લીમ ઉમ્મત દરમ્યાન આજ રીતે બન્યું જ્યારે ગુમરાહીએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ સર ઉપાડયું, ખાસ કરીને થોડો ‘મુસ્લીમ’ ઔરતો અને મર્દોના કાર્યોથી.
7) નબી ઈસા (અ.સ.)ને પોતાના સહાબી યહુદા દ્વારા ધોકો આપવામાં આવ્યો:
નબી ઈસા (અ.સ.)એ પણ શંકાવાળા સહાબીઓને પોતાની બેઠકોમાં આવવા દીધા. આવા સહાબીઓમાંથી એક યહુદા (જુદાસ) નબી ઈસા (અ.સ.)થી એટલો નઝદીક આવી ગયો કે તેણે અંતે આપ (અ.સ.)ને ધોકો આપ્યો.
તેથી તેમાં આશ્ચર્ય નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ શૈખૈનને તેમની બેઠકોમાં આવવાની પરવાનગી આપી એમ છતાં કે છેતરપીંડીનો ખૌફ હતો.
8) મક્કાવાસીઓનું ઈમાન ફત્હે મક્કાના સમયે: મોઆવીયા, અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ:
મુસ્લીમ બહુમતી એ વાતને સ્વિકારે છે કે આઠમી હીજરીમાં મક્કાના ફત્હે પછી મક્કી મુનાફીકોએ દબાણના કારણે ઈસ્લામ કબુલ કર્યો અને આ રીતે ઈસ્લામમાં દાખલ થઈ ગયા અને તેઓના ભૂતકાળના તમામ ઝુલ્મો માફ કરી દેવામાં આવ્યા. આમાં મોઆવીયા, અબુ સુફીયાન, અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ (ઉસ્માનનો દત્ત્ાક ભાઈ)નો પણ સમાવેશ થાય છે.
ફત્હે મક્કા પછી અબુ સુફીયાનની નસ્લ અને બીજાઓ જેઓ ઈમાન લાવ્યા તે તમામ મુસલમાનોના મત મુજબ સવાલ પાત્ર છે. અલબત્ત્ા, તેઓ કે જેઓએ ફત્હે મક્કા પછી ઈસ્લામ કબુલ કર્યું તેઓને હાસ્યજનક રીતે ‘તુલકા’ આઝાદ કરેલાઓ તરીકે સંબોધવામાં આવે છે.
રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમના માયાળુપણામાં તેઓને અમુક કામગીરીઓ સોંપી જેથી તેઓને સમગ્રતા તથા ઈસ્લામનો ભાગ હોવાનો અહેસાસ થાય. પરંતુ તેઓએ આ દરજ્જાનો દુરઉપયોગ કર્યો અને અમુક અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ જેવા જેણે કુરઆનની આયતો સાથે છેડછાડ કરી તેને ઈલાહી હુકમથી કત્લ કરવાનું ફરમાન જારી કર્યું ભલે પછી તેણે ખાનએ કાબાના ગીલાફને પણ પકડયો હોય.
અલ ઈસ્તીઆબ, ભાગ. 2, પા. 378, અલ ઈસાબાહમાં હર્ફ અય્ન હેઠળ
આવીજ રીતે આપણે મોઆવીયાને જોઈએ છીએ કે જેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે જંગ કરી અને અંતે ખિલાફત ગસબ કરી, જે વર્ષો સુધી બની ઉમય્યા પાસે રહી.
આપણે કહીએ છીએ, શું રસુલુલ્લાહ (સ.અ.વ.) બીજા બધા મુસલમાનોની જેમ જાણતા ન હતા કે મક્કાના મુનાફીકો જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને સાદ, મોઆવીયા અને અબુ સુફીયાનું ઈમાન હંમેશા શંકામાં હતું? પરંતુ તેમની રહમતથી અને ઈલાહી હુકમથી કે જાહેરનો સ્વિકાર કરો, આપ (સ.અ.વ.)એ આપની બેઠકોમાં તેમને આવવાની પરવાનગી આપી.
આવી જ રીતે શૈખૈન અને પત્નિઓએ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.) નઝદીક જવાનો પોતાના રસ્તો કાઢી લીધો.
Be the first to comment