અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ

પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે:

અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છેઅલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યુંએ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે તેમને કિતાબ અતા કરી હતી,  એ માટે નહિ તેમણે એક નવી શરિયત લાગુ કરી જે અગાઉની શરીયત ને રદ કરતી હતીએ માટે પણ નહિ કે તેણે તેમને ઇમામ બનાવ્યા અને લોકો માટે જરૂરી હતું કે તેઓ તેમને અનુસરેએ માટે પણ નહિ કે તેમની ઈતાઅત વાજીબ હતી.

પણ એ માત્ર લાંબી જિંદગી અતા કરી હતી કે એ બાબત અલ્લાહના ઇલ્મમાં હતી કે ગયબતમાં કાએમ (અ.સ.)ની જિંદગી એટલી લાંબી હશે કે લોકો તેમાં માનશે નહિ, અને કાએમ (અ.ત.ફ.શ.)ની લાંબી જિંદગીનો લોકો ઇન્કાર કરશે.

તેથી અલ્લાહે પોતાના સત્યનિષ્ઠ બંદા ખીઝર (અ.સ.)ની ઉમ્ર ને લંબાવી કે જેથી તે કાએમ્ (અ.સ.)ની લાંબી જિંદગીને સાબિત કરવાનો આધાર બને. જેથી વિરોધીઓની દલીલો અને સાબિતીઓનેં અમાન્ય કરી શકાય અને એ કે અલ્લાહની હુજ્જત વિરૂદ્ધ લોકો પાસે કોઈ દલીલ ન હોય.

 (બેહારૂલ અન્વાર ભાગ ૫૧, પેજ ૨૨૨-૨૨૩)

નબી ખીઝર (અ.સ.)ના અસામાન્ય બનાવ પછી શંકાશીલ લોકો પાસે, લાંબા જીવનનું બહાનું બતાવી  ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના ઇનકાર માટે કોઈ આવકાશ રહેતો નથી.

આસમાન અને ઝમીને ઉમરબિન અબ્દુલઅઝીઝ પર રુદન કર્યું પરંતુ ઈમામ

 હુસૈન અ.સ પર નહિ?

      (ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે 

(ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે:

તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ પર રુદનકર્યું                                                                           

-સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨

– તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫

હારુને ઇમામ મુસા કાઝીમ અ.સ.ને બાગે ફદક માટે કતલ કર્યા.

બાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા સ.અ.વ.ની શહાદાત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ સ.અ.વ.બાગે ફદક પર માલિકીનો હક માંગશે.

નીચે જણાવેલ ઇમામ મુસા કાઝીમ અ.સ.ના હારૂન સાથેના વર્તન પરથી આ હકીકત માલૂમ થાય છે.

હારૂન અલ અબ્બાસી ઇમામ મુસા ઈબ્ન જાફર અ.સ.ને કહ્યા કરતો કે તે ઇમામ અ.સ.ને ફદક પાછો આપવા ઈચ્છે છે. પણ ઇમામ અ.સ.એ તેની આ વાત ને હમેશાં નકારી નાખી.

જ્યારે હારૂને બાગે ફદક પાછો આપવા ઘણું જોર કર્યું ત્યારે

ઇમામ અ.સ.એ કહ્યું: “કે આપ ત્યાં સુધી ફદક પાછો નહીં લે જ્યાં સુધી બાગ ને તેની તમામ સરહદ સાથે પરત કરવામાં ન આવે.”

હારૂને પૂછ્યું: “બાગ ની સરહદ શું છે?”

ઈમામ એ ફરમાવ્યું: “જો આપ તેની સરહદો બયાન કરશે તો તે ક્યારે પણ બાગ પાછો આપશે નહિ.”

હારૂન એ ઇમામ અ.સ.ને આપના જદ ના વાસતાથી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ અ.સ. ફરમાવ્યું: “બાગ ની પેહલી સરહદ યમન છે.”

આ સાંભળી હારૂન ના ચેહરા નો રંગ બદલાઈ ગયો.

હારૂને ઇમામ અ.સ.ને બીજી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “બીજી સરહદ ઉઝબેકિસ્તાંન છે.”

હારૂન નો ચેહરો વધુ ઉતરી ગયો.

ઈમામ અ.સ.એ કહ્યું: “ત્રીજી સરહદ આફ્રિકા છે.”

હારૂન નો ચેહરો કાળો પળી ગયો અને ઈમામ ને વધુ જણાવવા કહ્યું.

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “ચોથી સરહદ આર્મેનિયન દરિયા કિનારો છે.”

હારૂન એ કહ્યું: “અમારી માટે તો કંઈ બચ્યું જ નહિ.”

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “મે કહ્યું હતું જો હું ફદક ની સાચી સરહદો જણાવીશ તો તું ક્યારે પણ તેને પરત કરશે નહિ.”

આ બનાવ પછી હારૂને ઈમામ મુસા કાઝિમ અ.સ.ને કત્લ કરવાનો ઈરાદો કર્યો.

મનાકીબે આલે અબી તાલિબ અ.સ., ભાગ ૪ પેજ ૩૨૦

અલ્લાહે નબી ખિઝર (અ.સ.ને લાંબી ઝીંદગી શા માટે આપી?

શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી.

જવાબ:

ઇમામ મહદી (અ.ત.ફ. શ.) ની લાંબી ઝીંદગી વિશે શંકા કરવું તે અલ્લાહની અસીમ શક્તિમાં ઈમાનનો ઇન્કાર કરવું છે, જે હકીકતમાં કમજોર તૌહિદની નિશાની છે.

શું અલ્લાહે  બીજાઓને જેમ કે પયગંબર નૂહ (અ.સ.) ને લાંબી જિંદગી નથી આપી?

સૂરએ અન્કબૂત(૨૯):૧૪ માં ફરમાવવામાં આવ્યું છે: 

અને ખરેખરજ અમોએ નૂહને તેની કોમ તરફ (પયગમ્બર બનાવી) મોકલ્યા. પછી તે તેઓમાં એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા (અને હિદાયત કર્યા કરી)પછી તે લોકોને તેમની ઝુલમગાર સ્થિતિમાં (જળ પ્રલયના) તોફાને આવી પકડ્યા.

માત્ર પોતાના દોસ્તો જ નહિ, અલ્લાહે  દૃષ્ટાંત માટે પોતાના દુશ્મન,  જેમ કે શેતાનને પણ લાંબી જિંદગી અતા કરી છે. તો પછી જો અલ્લાહ હઝરત મહદી (અ.ત.ફ.શ.)ને લાંબી જિંદગી અતા કરે તો તેમાં આટલું બધું આશ્ચર્ય શું છે?

પછી, એક વ્યક્તિ છે કે જેની લાંબી જિંદગી ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, અને આ બાબત તમામ વિરોધનો અંત લાવી દે છે.

પયગંબર ખીઝર (અ.સ.)ની લાંબી જિંદગી.

પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે:

અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છેઅલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યુંએ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે તેમને કિતાબ અતા કરી હતી,  એ માટે નહિ તેમણે એક નવી શરિયત લાગુ કરી જે અગાઉની શરીયત ને રદ કરતી હતીએ માટે પણ નહિ કે તેણે તેમને ઇમામ બનાવ્યા અને લોકો માટે જરૂરી હતું કે તેઓ તેમને અનુસરેએ માટે પણ નહિ કે તેમની ઈતાઅત વાજીબ હતી.

પણ એ માત્ર લાંબી જિંદગી અતા કરી હતી કે એ બાબત અલ્લાહના ઇલ્મમાં હતી કે ગયબતમાં કાએમ (અ.સ.)ની જિંદગી એટલી લાંબી હશે કે લોકો તેમાં માનશે નહિ, અને કાએમ (અ.ત.ફ.શ.)ની લાંબી જિંદગીનો લોકો ઇન્કાર કરશે.

તેથી અલ્લાહે પોતાના સત્યનિષ્ઠ બંદા ખીઝર (અ.સ.)ની ઉમ્ર ને લંબાવી કે જેથી તે કાએમ્ (અ.સ.)ની લાંબી જિંદગીને સાબિત કરવાનો આધાર બને. જેથી વિરોધીઓની દલીલો અને સાબિતીઓનેં અમાન્ય કરી શકાય અને એ કે અલ્લાહની હુજ્જત વિરૂદ્ધ લોકો પાસે કોઈ દલીલ ન હોય.

 (બેહારૂલ અન્વાર ભાગ ૫૧, પેજ ૨૨૨-૨૨૩)

નબી ખીઝર (અ.સ.)ના અસામાન્ય બનાવ પછી શંકાશીલ લોકો પાસે, લાંબા જીવનનું બહાનું બતાવી  ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના ઇનકાર માટે કોઈ આવકાશ રહેતો નથી.

Be the first to comment

Leave a Reply