શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો.

એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓની નજરમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ હકીકતમાં ફદકની મિલ્કત પોતાની પાછળ તોહફા તરીકે અથવા કમ સે કમ વારસા તરીકે પોતાની એકજ દુખ્તર માટે મુકી ગયા હતા કે જે આપ (સ.અ.વ.)ને ખુબજ અઝીઝ હતા.

જવાબ:

આ ચર્ચાના ઘણા બધા જવાબો છે જે આપણને તબક્કાવાર એ તારણ તરફ લઈ જાય છે કે ફદક ખુદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની મિલ્કત હતી.

અહીંયા અમે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના સમર્થનમાં ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)ની એક દલીલ રજુ કરીએ છીએ.

સીરીયાના કાઝી જમાલુદ્દીન યુસુફ ઈબ્ને હાતીમની કિતાબ અલ દુર્ર અલ નઝીમમાં નકલ છે કે જ્યારે ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)ને પ્રથમ ખલીફાના ફદકના બાબતે જનાબે ફાતેમા (સ.અ.)ને નકારાત્મક જવાબ આપ્યાની જાણ કરવામાં આવી તો તેમણે કહ્યું:

શું એ યોગ્ય છે કે જનાબે ફાતેમા (સ.અ.) જેવી શખ્સીયતને આવા શબ્દો દ્વારા સંબોધવામાં આવે? અલ્લાહની કસમ! જનાબે ફાતેમા (સ.અ.) ઈન્સાની હુર છે, આપ (સ.અ.)  રસુલે ખુદા (સ.અ.વ.)ની પાક ગોદમાં પરવરીશ પામનાર, ફરિશ્તાઓના હાથે ખાવાનું ખાનાર, પવિત્ર હસ્તીઓની આગોશમાં પરવાન ચઢનાર, શ્રેષ્ઠ પરવરીશ સાથે અને શ્રેષ્ઠ પોષણના પોષણથી.

શું આપણે એમ વિચારી પણ શકીએ છીએ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમને વારસાથી વંચિત રાખશે અને તેમને જાણ કરવાની પણ પરવા નહિ કરે?!

આ સમયે અલ્લાહે પોતાના રસુલ (સ.અ.વ.)ને હુકમ આપ્યો:

અને તમારા નઝદીકના સગાવ્હાલાઓને ચેતવ.

(સુરએ શોઅરા(26):214)

 

શું આપ (સ.અ.વ.) એ જનાબે ઝહરા (સ.અ.)ને ચેતવ્યા નહિ હોય કે તેઓને કોઈ વારસો નથી મળવાનો?

અને શું આપ (સ.અ.)એ રસુલ (સ.અ.વ.)નો વિરોધ કર્યો અને વારસાનો દાવો કર્યો?
જ્યારે આપ (સ.અ.) ઔરતામાં શ્રેષ્ઠ, જન્નતના જવાનોના સરદારોની માતા, હઝરત ઈમરાનની દુખ્તર જનાબે મરયમ કરતા ઉચ્ચ. અલ્લાહનો હુકમ તેમના પિતા સાથે પૂર્ણ થતો અને હું અલ્લાહની કસમ ખાઈને કહું છું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ જનાબે ફાતેમા (સ.અ.)ને ગરમી અને ઠંડીથી સુરક્ષિત રાખ્યા અને નરમાશથી તેમનો જમણો હાથ તકીયો અને ડાબો હાથ ધાબળો બનાવ્યો. જાણી લો કે તમને રસુલુલ્લાહ (સ.અ.વ.) જોઈ રહ્યા છે અને અલ્લાહ તરફ તમારે પાછું ફરવાનું છે. વાય થાય તમારા ઉપર, ખુબજ જલ્દી તમે હક્કને જાણી લેશો.

આ તેજ વર્ષ હતું જ્યારે ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન પ્રથમ ખલીફા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.

(જમાલુદ્દીન યુસુફ ઈબ્ને હાતીમની અલ દુર્ર અલ નઝીમ, પા. 480, શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની બય્તલ અહઝાન ફી મસાએબે સૈયદા અલ નિસ્વાન અલ બતુલ અલ તાહેરા ફાતેમા અઝ-ઝહરા (સ.અ.), પા. 153)

આ બનાવ ઉપરથી અમૂક સ્પષ્ટ મુદ્દાઓ સામે આવે છે:

1) જનાબે ફાતેમા (સ.અ.)નો તેમના વારસાનો હક્ક મુસલમાનોમાં એક શોર ઉભો કર્યો અને ખુદ રસુલે અકરમ (સ.અ.વ.)ની પત્નિઓએ પણ આ વિવાદની નોંધ લીધી અને આ બાબતમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની સાથે ઉભા રહ્યા.

2) પ્રથમ ખલીફાની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને સંબોધવાની રીત અને તેનું આ બાબતે વલણ ઠપકા અને ટીકા પાત્ર હતું.

3) જેમકે ઉમ્મે સલમા (ર.અ.) એ અવલોકન કર્યું રસુલુલ્લાહ (સ.અ.વ.) માટે એ શકય ન હતું કે આપ (સ.અ.વ.) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાથી વંચિત રાખે.

4) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પ્રત્યેની મોહબ્બત અને લાગણીનો ખુબજ ઝીક્ર થયો અને મુસલમાનોએ પણ તે ભુલાવી નથી. આ બનાવમાં એમ વિચારી પણ ન શકાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની એકજ દુખ્તરને તેના વારસાથી વંચિત રાખે અને આપ (સ.અ.)ને આર્થિક રીતે એક વિરોધી ઉમ્મત વચ્ચે નિર્બળ રાખે. આવું વલણ પવિત્ર કુરઆન, સુન્નત, અકલ અને વાલેદૈનની લાગણી અને મોહબ્બતની વિરુધ્ધ છે.

5) આપણે જોઈએ છીએ કે ખિલાફતના દાવેદાર ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.) સાથે  અયોગ્ય વ્યવહાર કરે છે અને તેમનું પેન્શન એક સામાન્ય વિરોધના કારણે બંધ કરી દે છે કે જે દરેક રીતે વ્યાજબી હતું. પાછળથી આપણે બીજા દાવેદાર ઉસ્માન ઈબ્ને અફવાનને પણ જોઈએ છીએ કે જેણે આયેશાનું પેન્શન બંધ કર્યું હતું, તેના દાવામાં.

આ રીતે ખિલાફતના દાવેદારોએ અને ઝમાનાના મુસલમાન શાસકોએ રસુલ (સ.અ.વ.)ની પત્નિઓ સાથે વ્યવહાર કર્યો. તો પણ કોઈ તેના બારામાં કંઈ વિચારતું નથી અને તેને સમાન ગણે છે. પરંતુ શીઆઓની પત્નિઓની ટીકા કરવાના લીધે, તેઓની નિયમીત ટીકા કરવામાં આવે છે. આ ત્યારે છે જ્યારે કે શીઆઓ પ્રમાણીક પત્નિઓ જેમકે જનાબે ખદીજા (સ.અ.) અને ઉમ્મે સલમા (ર.અ.)ને ખુબજ માન આપે છે. શું આ મુસલમાનો પત્નિઓની દીફા એવીજ રીતે કરે છે જે રીતે શીઆઓ કરે છે? શું આપણે મુસલમાનોને પત્નિઓના પેન્શન બંધ કરવાના કારણે શાસકોની ટીકા કરતા જોયા છે? પરંતુ તેઓ શીઆઓની ટીકા કરવા હંમેશા તૈયાર હોય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે મુસલમાનોને જે તકલીફ છે તે પત્નિઓ નથી કારણકે ખુદ તેઓએ તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*