જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટ

પોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે દોરવા માટે જૂઠ અને ખોટી માહિતી ઘડી કાઢે છે. તેઓ અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.)માં દોષ શોધી શકતા ન હોવાથી, તેઓ તેમના માતા-પિતા, ખાસ કરીને તેમના પિતા અને પવિત્ર પયગંબર(સ.અ.વ.)ના કાકા હઝરત અબુ તાલિબ(અ.સ.)પર ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આ મુસલમાનો દાવો કરે છે કે અબુ તાલિબ(અ.સ.) મુસલામન ન હતા.

સૌ પ્રથમ, આપણે આવી હદીસો પાછળની માનસિકતા અને સંજોગોને સમજવું જોઈએ. આ હદીસો ઇસ્લામના શરૂઆતમાં ઇસ્લામનો ભાગ ન હતી. નહિંતર, અમેં બીજી હદીસો ન શોધી શક્યા હોતે જે આ ખોટી હદીસો કરતા વધારે હોય. સરળ શબ્દોમાં કહીએ તો, અબુ તાલિબ (અ.સ.) વિરુદ્ધ આ કહેવાતા મુસલમાનો દ્વારા નવી ઘડી કાઢેલ રીવાયતોની તુલનામાં, ખુબજ ભરોસાપાત્ર સ્ત્રોતો દ્વારા સમર્થન મળેલી હદીસો અબુ તાલિબ (અ.સ.)ની તરફેણમાં ખુબજ વધારે છે.

રીવાયતોમાં તફાવત હોવું  દર્શાવે છે કે અબુ તાલિબ (અ.સ.)ની બાબતમાં એહલે તસન્નુંનની કિતાબોમાં કોઈ સર્વસંમતિ (ઇજમાઅ) નથી.

અગર જો અબુ તાલિબ (અ.સ.)નું ઈમાન ખરેખર શંકાસ્પદ હતું, તો આ બાબત તમામ રીવાયતોમાંથી દિવસના પ્રકાશની જેમ સ્પષ્ટ થવી જોઈએ. દાખલા તરીકે, અબુ સુફયાન અથવા અબુ લહબના ઇસ્લામથી બહાર થઇ જવા પર કોઈને શંકા નથી કારણ કે આ સંદર્ભમાં તમામ રીવાયતો સર્વસંમત છે.

અગર જો અબુ તાલિબ (અ.સ.) પણ અબુ સુફયાન અને અબુ લહબ જેવા હતા (નઉઝોબીલ્લાહ) તો તેમના (અબુ તાલિબ(અ.સ.)ના) ઇસ્લામના બહાર નીકળી જવા વિષેની રીવાયતો પણ અબુ સુફયાન અને અબુ લહબના રીવાયતોની જેમ નિર્ણાયક હોવી જોઈએ.

એહલે તસન્નૂનના પ્રખ્યાત ઓલમાઓ દ્વારા વર્ણવવામાં આવેલ રીવાયતોનો અભ્યાસ દર્શાવે છે કે અબુ તાલિબ (અ.સ.) એક મોઅમીન હતા તેમનું ઈમાન અને ઇસ્લામની રાહમાં ખીદમતો દરેક સમયના મુસલમાનો માટે એક ઉદાહરણ છે.

આ બાબતે અભ્યાસ એ પણ જણાવે છે કે અબુ તાલિબ (અ.સ.)ના ઈમાન પર શંકા કરતી રીવાયતો ચોક્કસ મુદ્દત પછી સામે આવી હતી. આ મોઆવિયાના શાસનકાળમાં હતું જ્યારે તેણે ખિલાફત હડપ કરી લીધી હતી. પોતાની સ્થિતિને મજબૂત કરવા અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના અહલેબૈત (અ.મુ.સ.)ને બદનામ કરવા માટે, તેણે હજારો હદીસો ઘડી. આ રીતે આપણને અબુતાલિબ (અ.સ.)ને બદનામ કરતી હદીસો અને ખલીફાઓ અને તેના સાથીઓ અને અબુ સુફયાન જેવા વ્યક્તિત્વની પણ પ્રશંસા કરતી હદીસો મળી આવે છે કારણ કે તે મુઆવિયાનો પિતા હતા.

 

પછી બની અબ્બાસે પણ અહલેબૈત (અ.મુ.સ.)ને બદનામ કરતી આ શંકાસ્પદ હદીસોને પ્રોત્સાહન આપ્યું કારણ કે અહલેબૈત (અ.મુ.સ.)ને અન્ય લોકોની જેમ ભૂલો કરવાને આધીન સામાન્ય માણસો તરીકે બતાવવાનું પણ તેમના શ્રેષ્ઠ હિતમાં હતું (નઉઝોબીલ્લાહ) જેથી પોતાની ખિલાફતનો દાવો કરવા માટે કોઈ વિશેષ કારણ ન રહે.

પરંતુ અહલેબૈત (અ.મુ.સ.) બાબતે સ્પષ્ટ અને અસ્પષ્ટ રીવાયતો મુસલમાનો માટે નિશાની છે.

જેમકે, પવિત્ર કુરાનમાં મોતશાબેહ આયતો છે પરંતુ મુસલમાનો માટે અલ્લાહને શરીરની નિસ્બત આપવા જેવી માન્યતાઓ સાથે મુશ્રીક બનવાનું કોઈ બહાનું નથી. કારણકે મોહક્મ (સ્પષ્ટ) આયતો મુસલમાનોની સાચી માન્યતાઓ (સહીહ અકીદાઓ) માટે માર્ગદર્શન આપવા માટે પૂરતી છે જે સૂચવે છે કે મોતશાબેહ આયતોનું પવિત્ર કુરાન અને સુન્નતની રોશનીમાં અલગ રીતે અર્થઘટન થયું છે,જેનું અહલેબૈત (અ.મુ.સ.) દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે.

આ લેખોના અલગ અલગ ભાગો દ્વારા અમે સાબિત કર્યું છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) વાસ્તવમાં એક મુસલમાન, મોઅમીન અને મહાન વ્યક્તિત્વ ધરાવાવાળા હતા. પુરાવા એહલે તસન્નૂનની કિતાબોમાંથી લેવામાં આવ્યા છે. આ રીવાયતો સ્પષ્ટપણે જણાવે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.)ના ઇસ્લામ પર ફક્ત તે જ શંકા કરી શકે છે જેઓની પોતાની પાસે ઇસ્લામ નથી

વધુ વિગત માટે ભાગ-૨ જુઓ

Be the first to comment

Leave a Reply