અબુતાલિબ (અ.સ)નુ નૂર કયામતના દિવસે

વાંચવાનો સમય: < 1 મિનિટ

મોટા ભાગના મુસલમાનો માને છે કે હ.અબુતાલિબ(અ.સ) જહન્નમમાં છે કારણ કે તેઓની કિતાબો કહે છે કે તેઓ આ દુનિયાથી ઇસ્લામ કબૂલ કર્યા વગર રુખસત થઈ ગયા હતા. (નઉઝૉબિલલાહ)

પરંતુ હકીકત આનાથી તદ્દન વિપરીત છે, જેવી રીતે કે બીજી ઘણી બધી હદીસો અબુ તાલિબ (અ.સ.)બાબતે દલીલ રજુ કરે છે:

એક દિવસ અમીરુલ મોઅમેનીન(અ.સ) બેઠા હતા અને તેઓની આસપાસ ઘણા લોકો હતા

એક માણસ ઊભો થયો અને કહ્યું; અય અમીરુલ મોઅમેનીન(અ.સ) તમે એક ઉચ દરજ્જા પર છો જ્યારે કે તમારા પિતા જહન્નમમાં અઝાબ ભોગવી રહ્યા છે.

ઈમામ(અ.સ) એ જવાબ આપ્યો: “મારા પિતાને કેવી રીતે જહન્નમમાં અઝાબ થઈ રહ્યો હોય જ્યારે કે તેમનો દીકરો જન્નત અને જહન્નમની વહેચણી કરનાર છે.તેની કસમ જેણે મોહમ્મદ(સ.અ.વ)ને હક સાથે મોકલ્યા,બેશક અબુતાલિબ(અ.સ)નુ નૂર કયામતના દિવસે બીજા તમામ નૂરને ઓલવી નાખશે સિવાય કે મોહમ્મદ(સ.અ.વ)ના પાંચ નૂર, ફાતેમાં(સ.અ)નુ નૂર,હસન(અ.સ)નુ નૂર,હુસૈન(અ.સ)નુ નૂર અને તેમના માઅસૂમ ફરઝંદોનું નૂર.બેશક અબૂતાલિબ(અ.સ)નુ નૂર અમારા નૂરમાંથી છે અલ્લાહે તેને આદમ(અ.સ)ની ૨૦૦૦ વર્ષ પેહલા ખલ્ક કર્યું હતું

 

  • શેખે તુસી (ર.અ)ની અલ-અમાલી પા ૩૦૫
  • કન્ઝ (જામે) અલ-ફવાએદ ભાગ ૧ પા ૧૮૩
  • બશારહ અલ-મુસ્તફા લે શિઆહ અલ-મુર્તઝા ભાગ ૨ પા ૨૦૨

 

આ પ્રકારની હદીસો અબુ તાલિબ (અ.સ)ના ઉચ્ચ દરજ્જાને સાબીત કરે છે અને બંને ફિરકાઓની કિતાબોમા નોંધાયેલ છે. જે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે આપ (અ.સ) ઇસ્લામ પર મૃત્યુ પામ્યા હતા અને હકીકતમાં, તેઓનું તોહીદ અને રિસાલતમાં ઈમાન અને ભરોસો ખૂબ ઉચ્ચ દરજ્જાનો હતો,ફક્ત ૧૪ માઅસુમીન(અ.મુ.સ)ની તરતજ પછીનો.

Be the first to comment

Leave a Reply