શું આપણે ઈમામે મહદી (અ.ત.ફ.શ.)થી તેમના ઝહુર માટે દુઆ માંગી શકીએ છીએ ?

વાંચવાનો સમય: 4 મિનિટ

સમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે ઇમામ (અ.ત.ફ.શ.) પોતે આ બાબતે અલ્લાહના હુકમની રાહ જોઈ રહ્યા છે, તેથી આપણે અલ્લાહ સર્વશક્તિમાન પાસે સીધી જ દુઆ કરવી જોઈએ.

જવાબ:

આવા પ્રકારની શંકાઓ પાછળ ફક્ત એક જ કારણ વિચારી શકાય છે અને તે છે શિઆ વિચારધારા અને પ્રણાલિકા ઉપર સલફીવાદનો પ્રભાવ,આ સિવાય બીજું કોઈ કારણ સમજવું ઘણું જ મુશ્કેલ છે કારણકે અઈમ્મા (અ.મુ.સ.) પાસેથી સીધું માંગવાની બાબતે વાંધાઓ અને ચર્ચાઓનો વિષય ક્યારથી બની ગયો એ માટે આ બાબત ધ્યાને લેવી જોઈએ કે ફક્ત સલફીઓને જ મુર્દાઓ પાસેથી માંગવા માટે વાંધો ઉઠાવે છે. સલફીઓને જેઓ જીવિત છે તેમની પાસેથી માંગવામાં કોઈ વાંધો નથી કારણ કે મુસ્લિમોએ તેમની ઝિંદગી દરમ્યાન પવિત્ર પયગંબર (સ.અ.વ.) પાસેથી માંગ્યું હતું, એ છતાં કે તેઓ સમજતા હતા કે અલ્લાહના રસુલ (સ.અ.વ.) અલ્લાહ તરફથી જ મેળવે છે. તેથી અમે સમજી શકતા નથી કે શા માટે ઇમામ મહદી (અ.ત.ફ.શ.), જે જીવંત છે અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના વસી છે – તેમના ઝુહુર માટે શા માટે તેમનાથી દુઆ ન માંગી શકાય.

તેમ છતાં, આપણે કુરઆની આયતો અને સૌથી વધુ ભરોસાપાત્ર દુઆઓથી જોઈશું કે ઈમામ (અ.ત.ફ.શ.) પાસેથી સીધા જ ઈમામ (અ.ત.ફ.શ.)ના ઝુહુરની ખૂબ જ દુઆ કરવામાં આવી છે અને માસૂમીન (અ.સ.)એ પોતે તેના ઉપર અમલ કર્યો છે અને શિયાઓને તેનું પાલન કરવાનો હુકમ આપ્યો છે.

૧-  દુઆ-એ-અહદ

ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુર માટે આ એક સૌથી ભરોસાપાત્ર દુઆ છે. સવારની નમાઝ પછી ચાલીસ દિવસ સુધી તેને પઢવાથી ઇમામ (અ.ત.ફ.શ.)ની સહાબીયત બદલા સ્વરૂપે મળે છે અને જો દુઆ પઢનારનું ઝુહુર પહેલાં મૃત્યુ થાય છે, તો સર્વશક્તિમાન અલ્લાહ તેને ઇમામ (અ.ત.ફ.શ.)ના મદદગાર તરીકે ઝુહુર સમયે તેની કબરમાંથી ઉઠાડશે. તેમજ દુઆના દરેક હર્ફના બદલામાં ૧૦૦૦ સારા કાર્યો અને ૧૦૦૦ ગુનાહોને ભુસી નાખવામાં આવે છે.

દુઆના અંતે આપણને આ રીતે હુકમ આપવામાં આવે છે:

ثُمَّ تَضْرِبُ عَلَى فَخِذِكَ الْأَيْمَنِ بِيَدِكَ ثَلَاثاً وَ تَقُولُ الْعَجَلَ الْعَجَلَ‏ الْعَجَلَ‏ يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَان‏

‘પછી તમારી જમણી જાંઘ ઉપર ત્રણ વાર મારો અને દોહરાવો (દરેક વખતે): ઉતાવળ કરો, ઉતાવળ કરો, ઉતાવળ કરો – અય સાહેબઝ્ઝમાન.’

સ્પષ્ટપણે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) પાસે તેમના ઝુહુર માટે દુઆ કરવું એ વાંધાજનક નથી. તેનાથી વિપરિત, દુઆએ અહદમાં જાંઘ પર મારવાનું દર્શાવે છે કે આ વાત ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે ઇમામ (અ.ત.ફ.શ.)ને ખૂબ જ તાકીદ અને તકલીફ સાથે બોલાવવામાં આવે છે.

૨- ઇમામ મહદી (અ.ત.ફ.શ.) દ્વારા શીખવવામાં આવેલી દુઆ

આ દુઆ إِلَهِي عَظُمَ الْبَلَاء તરીકે પ્રસિદ્ધ છે જે મુસીબતના સમયે પઢવાની ખૂબ ભલામણ કરવામાં આવી  છે. તે ઇમામ મહદી (અ.સ.)એ આપણને વર્ણવી છે જ્યારે આપે એક કેદીને તે પઢવાનો હુકમ આપ્યો હતો, પરિણામે તે મુક્ત થયો હતો.

દુઆના અંત તરફ, આપણે પઢીએ છીએ

يَا مُحَمَّدُ يَا عَلِيُّ يَا عَلِيُّ يَا مُحَمَّدُ اكْفِيَانِي فَإِنَّكُمَا كَافِيَايَ وَ انْصُرَانِي صَالَانِي فَإِنَّكُمَمَا نَاْرَا نَاْ احِبَ الزَّمَانِ الْغَوْثَ الْغَوْثَ الْغَوْثَ أَدْرِكْنِي أَدْرِكْنِي أَدْرِكْنِي السَّاعَةَ السَّاعَةَ السَّاعَةَ السَّاعَةَ السَّاعَةَ الْعَجَلَ الْعَلَ الْعَلَ َ الرَّاحِمِينَ بِمُحَمَّدٍ وَ آلِهِ الطَّاهِرِين

અય મોહમ્મદ અય અલી, અય અલી અય મોહમ્મદ! મારા માટે પૂરતા છે. માત્ર આપ બંને જ મારા માટે પૂરતા છો; મને મદદ કરો કારણ કે તમે બે જ મારા મદદગાર છો. અય અમારા મૌલા અય ઝમાનાના માલિક, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મને મદદ કરો, મને મદદ કરો, મને મદદ કરો, આ ક્ષણ, આ ક્ષણ, આ ક્ષણ, ઉતાવળ કરો, ઉતાવળ કરો, ઉતાવળ કરો, અય સૌથી વધુ દયાળુ, મોહમ્મદ અને તેના પાકો પાકીઝા ઔલાદના હકનો વાસ્તો.

અહીં, આપણે પવિત્ર પયગંબર (સ.અ.વ.), અમીરૂલ મોઅમીનીન (અ.સ.) અને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) પાસેથી મદદ માંગીએ છીએ. અહીં વાંરવાર જુમલાઓને  દોહરાવવા એ વાત તરફ ઈશારો કરે છે કે આ કાર્યની ખૂબ ભલામણ કરવામાં આવી છે. આ દુઆ કોઈપણ આફત માટે પઢી શકાય છે ખાસ કરીને ગયબત જે સૌથી મોટી મુસીબત છે.

ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ને બોલાવવા પરના આ મુજબના ભાર આપવાને ધ્યાનમાં રાખીને, જો કોઈને વાંધો હોય તો વાંધો એ લોકો સામે હોવો જોઈએ કે જેઓ મુસ્લિમોને આવી દુઆઓ પઢતા અટકાવે છે.

માત્ર દુઆઓ જ નહીં, પવિત્ર કુરઆનની ઘણી આયતો છે, જ્યાં તે સમયના લોકોએ તેમના ઝમાનાના પયગમ્બર પાસે દુઆ કરી હતી.

કુરઆનમાંથી દુઆઓનો પુરાવો

૧-  હઝરત ઈસા (અ.સ.)

(તે વખતને યાદ કરો) જ્યારે હવારીઓએ કહ્યું કે હે મરિયમના પુત્ર ઇસા! શું તારા પરવરદિગારથી આ થઇ શકે છે કે અમારા માટે આકાશ પરથી માએદાહ (નેઅમતોથી ભરેલો થાળ) ઉતારે ? (ઇસાએ) ફરમાવ્યું કે જો તમે (સાચા) મોઅમીન હો તો (એવી ઇચ્છા કરતાં) અલ્લાહથી ડરો.

તેમણે અરજ કરી કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કાંઇ ખાઇએ અને (તારી રિસાલત માટે) અમારા મનનું સમાધાન થઇ જાય અને અમે જાણી લઇએ કે તેં અમને સાચું કહ્યું છે અને તેના અમે સાક્ષી પણ બની જઇએ.

ત્યારે મરિયમના પુત્ર ઇસાએ અરજ કરી કે હે મારા પરવરદિગાર ! અમારા પર આકાશ પરથી ખોરાક ઉતાર કે જે અમારા પહેલાંઓ તથા પાછળનાઓ માટે ઇદ ઠરે તેમજ તારા તરફની એક નિશાની રહે, અને અમને રોઝી અર્પણ કર અને તું સર્વોત્તમ રોઝીનો પહોંચાડનાર છે.

(સુ.માએદાહ:૧૧૨-૧૧૫)

અહીં, હઝરત ઈસા (અ.સ.)ના સાથીઓએ જન્નતમાંથી ખોરાક માંગ્યો. તેઓ અલ્લાહને સીધું પુછી શક્યા હોત પરંતુ તેઓ હઝરત ઈસા (અ.સ.)ને પુછે છે કે જેમણે આખરે અલ્લાહ પાસેથી તે જ માંગ્યું હતું. વાસ્તવમાં, જો વિરોધીઓનો વાંધો સાચો હોય, તો પયગંબર ઈસા (અ.સ.)એ તેમના અનુયાયીઓને તેમની પાસેથી માંગવા બદલ ઠપકો આપવો જોઈતો હતો અને તેમને સીધા અલ્લાહ પાસેથી માંગવા હુકમ આપવો જોઈતો હતો! પરંતુ તેનાથી વિપરિત,હ.ઈસા(અ.સ.)એ તેઓની સીફારીશ સ્વીકારી અને મહાન અલ્લાહે પણ તેમની દુઆ કબુલ કરી!

ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુર માટે માગવું પણ એવું જ છે – આપણે અલ્લાહ પાસે સીધુ માંગી શકીએ છીએ, પરંતુ અમારી પાસે ઇમામ મહદી (અ.ત.ફ.શ.)પાસે માંગવાનો વિકલ્પ પણ છે.

૨- હઝરત મૂસા (અ.સ.)

અને અમોએ તેઓ(ની નસ્લ)ને બાર શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર, પરિણામે તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યાં, દરેક કબીલો પોતપોતાની (પાણી) પીવાની જગ્યાને ઓળખતો હતો; અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો તથા તેમના પર મન્ના અને સલ્વા ઉતાર્યા; (પછી હુકમ આપ્યો કે) જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ (નાફરમાની કરી) અમારા ઊપર ઝુલ્મ નથી કર્યો પરંતુ તેઓએ પોતાની જાત પર જ ઝુલ્મ કર્યો.

(સુરએ અઅરાફ આયત ૧૬૦)

 

અહીં ફરીથી બની ઇસરાઈલ પાણી અને ખોરાક માટે હઝરત મુસા (અ.સ.) પાસે માગે છે.

૩- હઝરત ઝુલકરનૈન (અ.સ.)

તેમણે કહ્યું કે અય ઝુલકરનૈન! બેશક યાજુજ-માજુજ ઝમીનમાં ફસાદ ફેલાવે છે, શું શક્ય છે કે અમે તમને ખર્ચ આપીએ તો અમારા અને તેઓ દરમ્યાન (દિવાલરૂપી) રૂકાવટ ઊભી કરી આપે?

(સુરએ કહફ આયત ૯૪)

કેટલીક હદીસો અનુસાર, હઝરત ઝુલકરનૈન (અ.સ.) કોઈ પયગંબર ન હતા – બલ્કે તેઓ અલ્લાહના એક નેક બંદા (الصالح العبد) હતા જેમણે સમગ્ર પૃથ્વી પર શાસન કર્યું હતું. આપણે અહીં જોઈએ છીએ કે તેના લોકો યાજૂજ અને માજૂજના શરને દુર કરવામાં મદદ માટે તેમની પાસે આવે છે. આ સાબિત કરે છે કે આપણે ફક્ત પયગંબરો (અ.સ.)પાસેથી જ નહીં પણ અલ્લાહના નેક બંદાઓ પાસેથી પણ સીધી રીતે માંગી શકીએ છીએ.

પવિત્ર કુરઆનમાં હઝરત યાકૂબ (અ.સ.)ના પુત્રો તેમના પિતા પાસેથી સીધા જ તેમના ગુનાહોની માફી માંગે છે (સૂરએ યુસુફ આયત ૯૭-૯૮) જેવા અન્ય ઘણા ઉદાહરણો છે.

કુરઆની આયતો અને સૌથી ભરોસાપાત્ર દુઆઓમાંથી આવા પુરાવાઓ પછી,ઇમામ મહદી (અ.ત.ફ.શ.) અથવા અન્ય કોઈ માઅસુમીન (અ.મુ.સ) અથવા કોઈ અલ્લાહના નેક બંદા જેમકે (અબ્દે સાલેહ) હઝરત અબ્બાસ (અ.સ.) જેવા નેક બંદાઓની પાસે ઝુહુર વિષે અથવા હલાલ હાજતો અથવા ગુનાહોની માફી માંગવા વિષે કોઈ શંકા નથી

Be the first to comment

Leave a Reply