ગદીરનો ઈન્કાર કરવાની સજા – આકાશમાંથી પથ્થર

વાંચવાનો સમય: < 1 મિનિટ

ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના  દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા.

અસહમત (ઈન્કાર) થનાર સહાબી  ઉપર આકાશમાંથી પથ્થર પડે છે.

એક સહાબી પયગંબર(સ.અ.વ.) પાસે ગયો અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની દુન્યાના તમામ પુરુષો અને સ્ત્રીઓના મૌલાની નિમણુંકનો વિરોધ કર્યો. આ બનાવ પવિત્ર કુરઆનમાં હમેશા માટે નોંધવામાં આવ્યો છે.

“એક  માંગણી કરનારે આવનારા અઝાબની માંગણી કરી. કે(અઝાબ)ને નાસ્તિકો ઉપર આવતો કોઈ ટાળી શકનાર નથી.અલ્લાહ તરફથી કે જે (ફરિશ્તાઓ માટે) પગથીયા (દરરજ્જા) નક્કી કરનારો છે.”

(સુરે મઆરીજ:૭૦(૧-૩))

આ આયત ના અનુસંધાનમાં ઈ. જાફરે સાદીક(અ.સ.) ફરમાવે છે: “ગદીર ના એલાન પછી, હારીસ ઈબ્ને નોમાન પયગંબર(સ.અ.વ.)ની સામે આવ્યો અને કહ્યું શુ આ એલાન તમારી પોતાની તરફથી કરવામાં આવ્યુ છે  અથવા અલ્લાહ તરફથી તેનો હુકમ છે?”

પયગંબર(સ.અ. વ.): “અલ્લાહથી છે, જેના સિવાય બીજો કોઇ ખુદા નથી.આ એલાન અલ્લાહ તરફથી છે.”

આ સાંભળીને હારીસ ગુસ્સેથી પાછો તે પર્વત તરફ આવ્યો અને ગુસ્સામાં કહ્યું: “એ અલ્લાહ જો આ એલાન સત્ય હોય તો પછી મારા ઉપર પથ્થર ઉતાર અથવા મને પીડાદાયક અઝાબ કર.”

તે થોડુજ ચાલીને ઉચાઈએ પોહચ્યો. આકાશમાંથી તેના માથા ઉપર પથ્થર આવ્યો. તેના શરીરમાં પ્રવેશ્યો અને નીચેથી નીકળી ગયો.

આ પ્રસંગને અલ્લાહે ઉપર દર્શાવેલ આયતના અનુસંધાનમાં સૂચવેલ છે.

૧.અલ્લામા અમીની (અ.ર.)ની અલ-ગદીર માં ભાગ-૧ પેજ.૨૩૯-૨૪૭ માં ૩૦ એહલે સુન્નતના સંદર્ભેથી નોંધેલ છે.

૨.શવાહીદ અલ-તનઝીલ ભાગ-૨ પેજ.૩૮૧ સુરે મઆરીજથી(૭૦):૧-૩(એહલે સુન્નત)

૩.કશફ વલ બયાન/તફસીર અલ  સલાબી સુરે મઆરીજથી(૭૦):૧-૩(એહલે સુન્નત)

૪.તફસીરે અલ-નકકાશ સુરે મઆરીજથી(૭૦):૧-૩(એહલે સુન્નત)

Be the first to comment

Leave a Reply