જવાબ
સાચા અને ખોટાની પરખનો આધાર તેના માનવાવાળાના ઓછા કે વધુ હોવા પર નિર્ધારિત નથી. આજે ગૈરમુસલમાનોની સરખામણીમાં મુસલમાનોની વસ્તી પાંચમાં કે છઠ્ઠા ભાગની છે. મૂર્તિપુજકો અને ગૌ.પુજકો જેઓ એક અલૌકિક રચનારમાં માનતા નથી તેઓ ઘણી બધી સંખ્યામાં પૂર્વદિશામાં વસવાટ કરે છે. 100 કરોડથી વધુ વસ્તિ ધરાવનાર ચાઈના દેશ કે જે કોમ્યુનિસ્ટ નાસ્તિકોના સમુહ ધરાવતો એક ભાગ છે અને ભારતમાં કે જેની વસ્તિગણતરી આશરે 100 કરોડ છે તેમાં ગૌ.પુજક અને મૂર્તિપુજકો બહુમતિમાં છે.
બહુમતી એ મજબુત હોવાનો માપદંડ નથી. કુરઆને મજીદે ઘણી વાર બહુમતી માટે અણગમો અને લઘુમતી માટે પ્રશંસા કરેલ છે. અહીં અમૂક ઉદાહરણો ટાંકવામાં આવેલ છે.
وَلَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِينَ
‘અને તું તેઓમાંથી ઘણાખરાને આભાર માનનારો જોશે નહિં.’
إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
‘તેના રક્ષક તો કેવળ પરહેઝગારો છે છતાં ઘણા ખરા તેઓમાંથી એ વાતને જાણતા નથી.’
وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ
‘અમારા બંદાઓમાંથી ઉપકાર માનનારા ઘણાંજ થોડા છે.’
તેથી જ એક સાચા (વાસ્તવવાદી) માણસે કોઈ પણ સંજોગોમાં તેના પંથના અનુયાયીઓના ઓછા હોવાના કારણે ડરવું ન જોઈએ અને ન તો તેની બહુમતીના કારણે અભિમાન કરવું જોઈએ. તેના બદલે તેને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, તેની રોશની અને પ્રકાશથી ફાયદો ઉઠાવવો જોઈએ.
એકવાર એક માણસે હ. અલી (અ.સ.)ને પુછયું: ‘જંગે જમલમાં તમારા વિરોધીઓ, કે જેઓ પ્રમાણમાં બહુમતીમાં છે, તેઓ જુઠા છે તેવું કેમ બની શકે?
ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:
‘હક અને બતીલને તેના માણસોની ગણત્રીથી પારખી શકાતું નથી. જો તમે હકને જાણી લો તો પછી હક્વાળા પણ જાણી શકશો અને અગર તમે બતીલને જાણી લો તો તમે તેના માનનારોઓને પણ જાણી શકો.‘
દરેક મુસલમાન માટે જરૂરી છે કે આ સવાલ (મુદ્દા)નું પૃથક્કરણ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે કરે અને નીચે દર્શાવેલ આયતની રોશનીમાં પોતાના માર્ગને ઉજ્જવળ બનાવે.
وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ
‘જે વાતની તને જાણ ન હોય તેની પાછળ ન પડ.’
વધુમાં જો સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો ભલે શીઆઓ એહલેસુન્નતની સરખામણી ન કરી શકે, પણ અગર બારીકીથી ગણતરી કરવામાં આવે તો આપણે જોઈ શકશું કે દુનિયામાં શીઆઓની વસ્તી મુસ્લીમોનો એક ચર્તુથાશ ભાગ છે જે મુસ્લિમ વિસ્તારોમાં રહે છે.ઇતિહાસમાં જાણીતા લેખકો, વિધ્વાનો અને સાહિત્યકારો તથા ગ્રંથોના રચયિતાઓમાં શીઆ વિધ્વાનો જોવા મળશે. અહિં એ નોંધપાત્ર છે કે ઈસ્લામીક વિજ્ઞાનના સંસ્થાપકો મોટેભાગે શીઆઓ છે. જેમાંના અમૂક નીચે મુજબ છે.
- અબુલ અસ્વદ દોએલી, અરબી વાકય રચનાના સ્થાપક (ઈલ્મે નહવ)
- ખાલિદ બિન એહમદ, અરબી છંદોના સ્થાપક (ઈલ્મે અરુદ)
- મઆઝ બિન મુસ્લિમ બિન અબી સારાહ અલકુફી, અરબી શબ્દ વિધ્યા (ઈલ્મે સર્ફ) ના સ્થાપક
- અબુ અબ્દલ્લાહ મોહમ્મદ બિન ઉમરાન કાતીબ ખુરાસાની (મરઝબાની), અરેબિક વકતૃત્વમાંના એક અગ્રેસર (ઈલ્મે બલાગાહ)
શીઆ ઓલમાઓ અને વિધ્વાનો દ્વારા લખાયેલ કિતાબો, સિધ્ધીઓ જે ઘણાજ બહોળા પ્રમાણમાં છે તેની વધુ માહિતી મેળવવા માટે અમુલ્ય કિતાબ “અઝ-ઝરીઅહ ઈલાતસાનીફ અશ્શીયા” અને મહાન શીઆ હસ્તીઓનો પરિચય આપતી કિતાબ “અઅયાનઅશ્શીયા” અને “તારીખુશ્શીયા” જેમાં શીઆઓનો ઈતિહાસ છે તેને વાંચી શકાય છે.
- કિતાબ ‘ધી શીઆ રેબ્યુટસ’જેના લેખક સય્યદ રઝા હુસૈની નસબ જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની નીગરાનીમાં લખવામાં આવેલ છે તેમાંથી લેવામાં આવેલ.
Be the first to comment