પંજેતને પાક (અ.મુ.સ.)ની સંપૂર્ણ માઅરેફત

વાંચવાનો સમય: 2 મિનિટ

શૈખ તુસી (અ.ર.) મિસ્બાહુલ અન્વારમાં નકલ કરે છે કે મુફઝઝલ ઈબ્ને ઉમરે જણાવ્યું કે એક દિવસ હું ઈમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો  ત્યારે આપ (અ.સ.)એ મને સવાલ કર્યો:

“અય મુફઝઝલ! શું તમે હઝરત મોહમ્મદ (સ.અ.વ.), અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને જેવી રીતે ઓળખવા જોઈએ તે રીતે ઓળખો છો?

મેં પુછયું: અય મારા મૌલા! માઅરેફતનું કેન્દ્ર શું છે?

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: અય મુફઝઝલ! તમે જાણો કે તેઓ (અ.મુ.સ.) લીલા બગીચામાં તમામ મખ્લુકાતના દરમ્યાન ઉચ્ચ મકામ ઉપર છે.

પછી જે કોઈ તેઓને તેમની માઅરેફતના કેન્દ્ર સાથે ઓળખશે તે જન્નતમાં અમારી સાથે શ્રેષ્ઠ દરજ્જા ઉપર હશે.

મેં કહ્યું: અય મારા સરદાર! મને એવી રીતે તેઓ (અ.મુ.સ.)ની ઓળખાણ કરાવો કે જેથી હું તેમની માઅરેફત હાંસીલ કરી લઉ.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: અય મુફઝઝલ! જાણી લો કે તેઓને જે કાંઈ અલ્લાહે પૈદા કર્યું, આકાર આપ્યો અને શરૂઆત કરી તેનું ઈલ્મ આપવામાં આવ્યું છે.

અને તેઓ તકવાની દલીલ છે અને આસમાન અને ઝમીન, પહાડો, રણ અને સમુદ્રોના ખજાનચી છે.

અને તેઓ તમને આસમાનો, સિતારાઓ, ગ્રહો, પહાડોના વજનો અને સમુદ્ર, નદીઓ અને ફુવારાના પાણી વિષે જણાવી શકે છે.

અને કોઈ એક પાંદડુ પણ નથી પડતું સિવાય કે તેઓ તે જાણે છે, ‘ન તો જમીનના અંધકારમાં અનાજનો દાણો, ન કોઈ લીલુ, ન સુકુ પરંતુ તે દરેક (બાબત કે જે) સ્પષ્ટ કિતાબમાં છે’ અને આ બધુ તેઓના ઈલ્મમાં છે અને તેઓ પહેલેથી જાણે છે.

મેં કહ્યું: અય મારા સરદાર! બેશક તમે પહેલેથી જાણો છો અને હું તેની ગવાહી આપું છું અને તેમાં માનુ છું.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: હા અય મુફઝઝલ! હા અય ઉમદા! હા અય પાક! હા અય ચહીતા! તમે પાક થઇ ગયા અને જન્નતને તમારા માટે અને તે દરેક માટે જે અમારી માઅરેફતમાં માને છે તેના માટે પાક છે.”

  • મિસ્બાહુલ અન્વાર પા. 237
  • તાવીલ અલ આયાત અલ ઝાહેરાહ ભ.2 પા. 488
  • તફસીરે બુરહાન ભ.4 પા. 569 સુરએ યાસીન (36):63 હેઠળ
  • તફસીરે ક્ધઝુલ દકાએક ભા.11 પા. 62-63 સુરએ યાસીન (36):63 હેઠળ
  • મદીનતુલ મઆજીઝ ભા.2 પા. 129-130
  • બેહારૂલ અન્વાર ભા.26 પા. 116

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*