બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

બકીઅનો ધ્વંસ અને તારાજી:

8 શવ્વાલ હિજરી સન 1344 મુજબ 21 એપ્રીલ ઈ.સ. 1925 ના બુધવારે અબ્દુલ અઝીઝ બિન સઉદની આગેવાનીમાં વહાબીઓએ મદિનએ મુનવ્વરાને ઘેરી લીધું અને બચાવ કરનારાઓ સાથે જંગ કરી અને ઉસ્માની હુકુમતના અધિકારીઓને મદિનાથી બહાર કાઢી મૂકયા અને સૌ પ્રથમ અઈમ્મા (અ.મુ.સ.)ની કબ્રો એટલે કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.), હઝરત ઈમામ હસને મુજતબા (અ.સ.)ની કબ્ર, ઈમામ ઝયનુલ (અ.સ.)ની કબ્ર, ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની કબ્ર અને ઈમામ સાદિક (અ.સ.)ની કબ્રને મિસ્માર કરી નાખી અને પછી વારા ફરતી તમામ કબ્રોના ગુંબજો અને રોઝાઓનો ધ્વંસ કરી નાખ્યો. કિતાબની શઆતમાં બકીઅના કબ્રસ્તાનમાં અમૂક મશ્હુર હઝરાતના નામોની યાદી આપી હતી, અહિં ફરી તે નામોની યાદી આપવામાં આવી છે.

હઝરત અબ્બાસ બિન અબ્દુલ મુત્તલીબ, સફીય્યા બિન્તે અબ્દુલ મુત્તલીબ, પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ફરઝંદ ઈબ્રાહીમ, ફાતેમા બિન્તે અસદ, અકીલ ઈબ્ને અબી તાલિબ, મોહમ્મદે હનફીય્યા, ઉમ્મુલ બનીન, ઈસ્માઈલ બિન ઈમામ સાદિક (અ.સ.), અબ્દુલ્લાહ બિન જઅફરે તૈયાર, આપ (સ.અ.વ.)ના દાઈ જનાબે હલીમા અને જે મશ્હુર છે તે પ્રમાણે આપ (સ.અ.વ.)ના સાત હજાર સહાબીઓ પણ બકીઅના કબ્રસ્તાનમાં દફન છે. ઈમામ માલીકની મઝાર પણ ત્યાં જ છે.

લુટેરા અને કઝાક વહાબી:

વહાબીઓએ જેટલી વખત પણ આ પવિત્ર સ્થળો અને અલ્લાહના વલીઓ તેમજ ઈમામો (અ.મુ.સ.)ની કબ્રો ઉપર હુમલો ન ફકત મુસલમાન મર્દો, સ્ત્રીઓ, બાળકો અને બુઝુર્ગોને કત્લ કર્યા બલ્કે સડકો અને બજારોમાં લૂંટ-માર ચલાવી અને અઢળક માલ અને દૌલત લૂંટી લીધી.

ઈતિહાસકારો લખે છે કે મદિનામાં બકીઅના રોઝાઓમાંથી 40 પેટીઓ કિંમતી હિરા-ઝવેરાત અને યાકુતથી ભરેલી તથા એકસો તલ્વારો કે જેના ઉપર શુધ્ધ સોનાનું આવરણ હતું અને તે આવરણ અલ્માસ અને યાકુતથી મઢેલા હતા. બધુંજ લૂંટી ગયા.

વહાબીઓની સંગદિલી:

એક ઈતિહાસકાર કે જેનું નામ જમીલ સિદ્દીકી ઝહાબી છે તેણે વહાબીઓના તાએફના હુમલા હેઠળ લખ્યું છે કે:

એક દુધ પીતા બાળકના માથાને તેની માઁના ખોળામાં કાપી નાખવામાં આવ્યું, અમૂક લોકો કે જેઓ કુરઆનને સમેટવામાં લાગેલા હતા તેઓને કત્લ કરી નાખ્યા. જ્યારે લોકો ઘરોમાં ન વધ્યા ત્યારે દુકાનો અને મસ્જીદો ઉપર તુટી પડયા. અહિંયા સુધી કે જે લોકો કુઅ અને સજદા જે હાલતમાં હતા તેઓને કત્લ કરી નાખ્યા. કિતાબો કે જેમાં કુરઆને મજીદની સંખ્યા ઘણી વધારે હતી તેમજ બીજી મઝહબી અને ફીકહી કિતાબો તથા સહીહ મુસ્લિમ અને બુખારી જેવી કિતાબોને ગલીઓ અને રસ્તાઓ ઉપર ફેંકી દેવામાં આવી અને પગો હેઠળ કચડવામાં આવી.

યાદી:

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહાબના અનુયાયીઓથી આ પ્રકારની ખૂના મરકી અને લૂંટ-માર આશ્ર્ચર્ય પમાડે તેવી નથી. કારણકે આ લોકો બીજા મુસલમાનોને કાફીર અને મુશ્રીક સમજે છે. તથા મક્કા અને મદિના વહાબીઓના હાથોમાં આવ્યું તે પહેલા તેને ‘દાલ હર્બ’એટલેકે ‘લડાઈની જગ્યા’અને ‘દાલ કુફ્ર’એટલેકે ‘કુફ્રની જગ્યા’ગણતા હતા.

મરજએ આલી કદ્ર આયતુલ્લાહીલ ઉઝમા લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની (મદ્દ ઝીલ્લહુલ આલી) નો સંદેશો અને પ્રતિસાધ

શીઅઅતની દુનિયાના ખ્યાતનામ અને મહાન મરજએ તકલીદ અલગ-અલગ કિતાબોના લેખક, ઈમામત અને વિલાયતનો દેફાઅ (બચાવ) કરનારા, ઈમામે ઝમાના (અ.સ.)ની ખાસ ઈનાયતો અને લુત્ફો કરમના સાયામાં ઈમામત અને વિલાયતનો પ્રચાર અને પ્રસાર કરનારા, કિતાબ ‘મુન્તખબુલ અસર ફી ઈમામીસ સાની અશર’ના લેખકે અમૂક વર્ષો પહેલા 8 મી શવ્વાલને રવિવારે ઈસ્લામ માટે એક મહાન મુસીબતનો દિવસ કરાર દીધો અને ફરમાવ્યું:

‘આ મુસીબત ન ફકત શીઆઓ અને એહલેબૈત (અ.મુ.સ.) ઉપર છે બલ્કે સમગ્ર ઈસ્લામી દુનિયા ઉપર વારીદ થઈ છે.સૌથી ખરાબ બનાવ અને અયોગ્ય હરકત દ્વારા ઈસ્લામને જે નુકસાન અને ખોટ પડી છે આવું નુકસાનનું ઉદાહરણ ઈતિહાસમાં કયાંય જોવા મળતું નથી.’

ઈસ્લામના ઈતિહાસમાંપવિત્ર રોઝા મુબારકો:

તેમણે રોઝા મુબારકોને અને અઈમ્મા (અ.મુ.સ.) સંબંધિત બીજા આસારોને ‘ઈસ્લામનો સંપૂર્ણ ઈતિહાસ’કરાર દીધો અને આમ ફરમાવ્યું:

‘વહાબીઓ ઈસ્લામના ઈતિહાસને બરબાદ કરી નાખ્યો અને સૌથી વધારે ખરાબ બાબત એ છે કે તે એંસી (80) વર્ષના સમયગાળામાં ન ફકત પોતાની જાતને તે હરકતોથી રોકી બલ્કે જ્યાં કયાંય પણ ઈસ્લામ અને એહલેબૈત (અ.મુ.સ.) સંબંધિત અવશેષો નજરે પડયા તેને વિરાન અને બરબાદ કરી નાખી. આ તેવી નિશાનીઓ હતી કે જે ઈસ્લામની યાદગાર અને ઈસ્લામી ઈતિહાસમાં ઈસ્લામી બરકતો હતી. તેના વગર ઈસ્લામનો ઈતિહાસ કંઈજ જાહેરી મદદગાર નથી ધરાવતો.

શીઆઓના આ મહાન મરજએ તે બાબત તરફ ઈશારો કરતા કે તમામ મિલ્લતો અને મઝહબો પોતાની ઐતિહાસિક ધરોહરોના હિફાઝત અને સમારકામ કરતા રહે છે. આ બાબત મુસલમાનોને ઈસ્લામના ઈતિહાસની હિફાઝત અને જાળવણી કરવા પ્રત્યે ઉત્ત્ોજન આપે છે. આથી જઆપે ફરમાવ્યું:

‘જેમકે સમગ્ર દુનિયામાં ધરોહર અને નિશાનીઓનું રક્ષણ કરવામાં આવે છે તેવી જ રીતે ઈસ્લામી ધરોહરનું પણ રક્ષણ કરવું જોઈએ. જેથી જે પણ વ્યકિત મક્કા અને મદિનાની ઝિયારતનો શરફ હાસિલ કરે ઈસ્લામ આવવાના સેંકડો વર્ષો પછી પણ તે નજદિકથી તેની પ્રતિતિ કરે.

આયતુલ્લાહીલ ઉઝમા સાફી ગુલપાયગાની (મદ્દ ઝીલ્લહુલ આલી) આ મુસીબત અને બનાવને ઈસ્લામના દુશ્મનો અને સલફીઓની કાલ્પનિક વિચારધારા કરાર દેતા આપ સ્પષ્ટતા કરે છે કે:

‘ઈસ્લામના દુશ્મનો અને સલફીઓની મૂળ વિચારધારા એ છે કે તેઓ એમ ચાહે છે કે ઈસ્લામને ખતમ કરી નાખે. જો કે આ કામમાં ઝિલ્લત અને સ્વાઈ મળતી જોઈ તો આ કામમાટે એક સમૂહને આગળ કર્યો કે જેથી તેઓ આ ધ્વંસના કામને અંજામ આપે.

આ દિવસને યવ્મે ગમ તરીકે મનાવે:

આપે મુસલમાનો અને ખાસ કરીને શીઆઓને સંબોધન કરતાં ફરમાવ્યું કે ‘શીઆઓ અને મુસલમાનોએ આ દિવસે (8 મી શવ્વાલ) શોકાગ્રસ્ત અને ગમગીન રહેવું જોઈએ અને આ બકીઅને ધ્વંસ કરનારાઓથી નફરત કરવી જોઈએ અને તેઓને વખોડવા જોઈએ.’

આપણે એ યકીન ધરાવીએ છીએ કે આપણા આ મહાન મરજા જેમ આપણા ઝમાનાના ઈમામ (અ.સ.) પણ આ બનાવથી ખૂબજ રંજીદા અને ગમગીન છે અને બકીઅની આ વિરાન અને બિસ્માર હાલત ઉપર ગીર્યા અને ઝારી કરે છે અને પોતાના પૂર્વજોની કબ્રો મુબારક ઉપર દરરોજ સવાર-સાંજ ખુદાવંદે આલમની બારગાહમાં પોતાના ઝુહુરની પરવાનગી ચાહે છે.

આવો આપણે પણ તે હઝરતના રંજ અને ગમમાં શરીક થઈએ અને તેમના દુશ્મોથી નફરત જાહેર કરીએ, તેઓને વખોડીએ અને ઈમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરના માટે દોઆ કરીએ કે જેથી ઈમામ (અ.સ.) તશ્રીફ લાવે અને તેમના પૂર્વજોના ખૂનનો બદલો લે.

‘અય અલ્લાહ! તારા વલીના ઝુહુરમાં જલ્દી કર.’

 

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – પ્રથમ ભાગ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*