ઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે કારણકે તે હદીસોને સહાબીઓ અને તાબેઈનના ધ્વારા વર્ણવામાં આવી છે. આવી હદીસો ભરપુર છે ત્યાં સુધી કે અહલે સુન્નતના તમામ ફિરકાઓ જેમ કે હનફી, શાફેઈ, માલેકી કે હંબલી પંથની કિતાબોમાં જોવા મળે છે.
કેટલાક બુઝુગૅ સંશોધકોના સંશોધન ઉપરથી કહી શકાય કે એહલે સુન્નતના હદીસવેત્તાઓએ પોતાની કિતાબોમાં ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને નબી સ.અ.વ. ના તેત્રીસ (૩૩) સહાબીઓથી વણૅવી છે.[1]
એહલે સુન્નતના બુઝુગૅ અને મશહુર આલીમોમાંથી એકસો છ (૧૦૬) આલીમોએ પોતાની કિતાબોમાં ઈમામે ઝમાના અ.સ. સંબંધિત રિવાયતોનો ઝીક્ર કર્યો છે.[2]
અને તેમાંથી બત્રીસ (૩૨) આલીમોએ ઈમામ મહદી અ.સ. વિષેની હદીસોને અલગથી આખી કિતાબો લખી છે.[3]
[1] સાફી લુત્ફુલ્લાહ, કિતાબએ નવીદે અમ્નો અમાન, તેહરાન, દારૂલ કિતાબુલ ઈસ્લામીયા, પાના નં. 91-96
[2] સાફી લુત્ફુલ્લાહ, કિતાબએ નવીદે અમ્નો અમાન, તેહરાન, દારૂલ કિતાબુલ ઈસ્લામીયા, પાના નં. 92-95
[3] સાફી લુત્ફુલ્લાહ, કિતાબએ નવીદે અમ્નો અમાન, તેહરાન, દારૂલ કિતાબુલ ઈસ્લામીયા, પાના નં. 95-99
ઈમામ મહદી અ.સ સંબંધિત હદીસોને ઘણી કિતાબોમાં વર્ણવામાં આવી છે તેમાંથી થોડા નામો
“મુસ્નદે એહમદે હમ્બલ” (વફાત હીજરી સન 241) અને સહીહ બુખારી (વફાત હીજરી સન 256) છે કે જે કિતાબોની ગણના એહલે સુન્નતની મશહુર કિતાબોમાં થાય છે. તે વાત નોંધપાત્ર છે કે આ કિતાબોને ઈમામ મહદી અ.સ.ના જન્મ પહેલા લખવામાં આવી છે.
સહીહ અલ બુખારી, શરહે શેખ કાસીમ બેઈરુત,દારુલ ઇલ્મ હી.સ ૧૪૦૭ પ્રકરણ ૯૪૫ (ઈસા બિન મરિયમ ના વંશ માંથી) પા ૬૩૩, મુસ્નાદે અહેમદ બિન હમ્બલ બેઈરુત, દારુલ ફિકર ભાગ૧, પા ૮૪,૯૯,૪૪૮,ભાગ ૩ પા ૨૭,૩૭, સુનાન ઇબ્ને માજહ (વફાત ૨૭૫ હી.સ.) સંશોધન –મોહમ્મદ ફવાએદ અબ્દુલબાકિ બેરુઈત, દારુલઅહ્યાઅલ તોરાસ અલ અરબી ભાગ ૨ પા ૧૩૬૬-૧૩૬૮, કિતાબ અલ ફિતન પ્રકરણ ૩૪, ઈમામ મહદી અ.સ નું ખુરૂજ હદીસ-૪૦૮૨-૪૦૮૮
એહમદ હમ્બલે ઈમામ મહદી અ.સ વિષે જે ઘણી બધી હદીસો નકલ કરેલ છે, તેમાંની એક હદીસ જે બધા ફિરકાના ઓલમામાં એ વ્યાપક પણે વર્ણવી છે તે આ પ્રમાણે છેઃ
હ. મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) એ ફરમાવ્યું
“જો દુનિયાની ઉમ્ર પૂરી થવામાં માત્ર એક દિવસ બાકી રહે, તો ખુદાવંદે આલમ તે દિવસને એટલો લાંબો કરી દેશે ત્યાં સુધી કે તે અમારા વંશમાંથી એક શખ્સને મોકલશે, જે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશે, જે રીતે તે ઝુલ્મથી ભરાએલી હશે.[1]
ઈમામ મહદી અ.સ.ની ખાસિયતો અને તેમના ઝહૂરની નિશાનીઓ વિષે પયગમ્બરે અકરમ સ.અ.વ.થી ઘણી બધી હદીસો છે. અલબત આ હદીસો એહલે સુન્નતની સૌથી મોઅતબર કિતાબો તેમજ પ્રાચીન સંગ્રહોમાં પણ જોવા મળે છે. આ બધા કારણોના લીધે
[1] મુસ્નદે એહમદે હમ્બલ, બૈરૂત, દારૂલ ફીક્ર, ભાગ-1, પાના નં. 99
ઓલમાએ હદીસ એ ઈમામ મહદી અ.સ. સંબંધિત હદીસોને તવાતુરની હદ સુધી મોતવાતીર જાણી છે.[1]
એક સંક્ષિપ્ત નિરીક્ષણ ઉપરથી કહી શકીએ છીએ કે એહલે સુન્નતના સત્તર (૧૭) બુઝુગૅ અને મહાન દાનીશમંદોએ ઈમામ મહદી અ.સ. સંબંધિત હદીસોને પોતાની કિતાબોમાં તેના “તવાતુર” (સળંગ અને સવૅસામાન્ય જોવા મળતી બાબતો)ને જાણીને નકલ કરી છે. [2]
[1] “તવાતુર” અને “મુતવાતીર” ઈલ્મે હદીસની પરિભાષા છે. તેનો અર્થ એ થાય છે કે કોઈ એવા સમૂહ બાબત માહિતી આપવી જે હદીસો ઘડનારા નથી અને તેના જુઠ ઉપર એકમત થવું અશકય હોય. જેના ફળસ્વરૂપે આ સમૂહ વડે વર્ણવેલી હદીસો પર ખાતરી અને યકીન પ્રાપ્ત થઈ જાય.
સંદર્ભ: ઈલ્મુલ હદીસ, કુમ, દફતરે ઈન્તેશારાતે ઈસ્લામી, વાબસ્તા બેહ જામેઅ મોરીન્સ હૌઝએ ઈલ્મીયહ કુમ, આવૃત્તિઃ ૩, ઈ.સ. 1362, પાના નં. 144)
આ ઉપરથી “તવાતુર” ને નિશ્ચિત પુરાવા તરીકે લઇ શકાય” અને “હદીસે મુતવાતીર” એક નિશ્ચિત હદીસ છે. જૈ રિવાયતના રાવીઓ ઘણા બધા હોય તેમજ તે રિવાયત ઘણી બધી કિતાબોમાં વણૅવવામાં આવી હોય તથા મોહદદીસો અને મશાએખે રિવાયતના માધ્યમ થકી એક સીનામાંથી બીજા સીનામાં, એક પેઢી પછી બીજી પેઢીમાં આવી હોય તથા પયગમ્બરે અકરમ સ.અ.વ. અને અઈમ્મા અ.સ.થી રિવાયતનું વણૅન સાબિત હોય તો તે રિવાયત “કતઈ” ના હુકમમાં આવે છે.
(હકીમી મોહમ્મદ રઝા, ખુરશીદે મગરીબ, તેહરાન, દફતરે નશરે ફરહન્ગે ઈસ્લામી, … 1360, પાના નં. 99)
[2] સાફી લુત્ફુલ્લાહ, કિતાબએ નવીદે અમ્નો અમાન, પાના નં. 90, 91
અહલે સુન્નતના પ્રખ્યાત આલીમ અલ્લામા શવકાનીએ આ રિવાયતોને “તવાતુર” સાબિત કરવા માટે એક ખાસ કિતાબનું સંકલન પણ કર્યુ છે, જેનું નામ “અત્તવઝીહ ફી તવાતુરે મા જાઅ ફીલ મુન્તઝરે વ દજ્જાલે વલ મસીહે” છે.[1]
[1] સાફી લુત્ફુલ્લાહ, કિતાબએ નવીદે અમ્નો અમાન, પાના નં. 91